Book Title: Dharmanubandhi Vishva Darshan Pustak 01 Vishvavatsalya Sarvoday ane Kalyanraj Author(s): Nemichandra Muni, Dulerai Matalia Publisher: Mahavir Saitya Prakashan Mandir View full book textPage 8
________________ આથી એ નંબરે કાન્તિપ્રિય સંતનું સ્થાન આ પ્રયોગમાં આવે છે. સાચું અધ્યાત્મ તે છે જે જીવનનું અને જગતનું બન્નેનું કલ્યાણ કરે. વ્યાપક ધર્મતત્વમાં પણ આ જ વાત છે. ભાલનળકાંઠા પ્રયોગને આ દૃષ્ટિએ ધર્મમય સમાજરચનાનો પ્રયોગ પણ કહી શકાય. એનું ધ્યેયબિન્દુ વિશ્વ વાત્સલ્ય છે. ભાલ નળકાંઠામાં આ ત્રણેયનું અનુસંધાન સફળતાથી પાર પડ્યું. - પ્રયોગ હવે સાધના ભટી સિદ્ધિ બની. એમાં ગામડાંથી માંડીને જગત લગીને પ્રશ્નો આવતા હોઈ અનિષ્ટોને પ્રતીકાર કરવાની અહિંસક પ્રક્રિયા પણ પ્રયોગમાં ઊભી થઈ. આર્થિક, સામાજિક, સાંપ્રદાયિક અને રાજકીય ક્ષેત્રમાં પણ એ પ્રયોગો થયા. જેને સામુદાયિક અહિંસાના પ્રયોગ અથવા “શુદ્ધિકગ”ને નામે ઓળખવામાં આવે છે. આ બધું થયા પછી જેમ બીજા પ્રાંત અને દેશાંતરમાં આ પ્રયોગની વ્યાપ્તિને પ્રશ્ન ઊભો થશે, તેમ સાથોસાથ ચોથા નંબરના ક્રાતિપ્રિય સંતો અને ત્રીજા નંબરના સર્વાગી રચનાત્મક કાર્યકરોને અધ્યયનપૂર્વક ઘડવાની વેળા પણ પાકી ગઈ. આ પહેલાં મારી રુબરુ રચનાત્મક કાર્યકરે, ધાર્મિક ભાવનાવાળા ગૃહસ્થાશ્રમીઓ તેમજ કોંગ્રેસીઓના નાના મોટા વર્ગો ભરાયા હતા. આ વર્ગમાં સાધુ-સાધ્વી, સન્યાસીઓને પણ લેવાના હતા. સદભાગ્યે “મુનિદય” આ પહેલાં મળી ચૂકેલ. પણ મેટા મુનિ કાળધર્મ પામતાં નેમિમુનિ મળેલા. સાધુ-સાધ્વી, સાધક-સાધિકાઓને આ શિબિર ઓછામાં ઓછા ચાર માસ લે તેમ લાગ્યું. છોટુભાઈએ આ સૂચન મૂકેલું. ત્રણ માસાં મુંબઈમાં થયાં, ત્યાર પછી આને અમલ કરવાની શરૂઆત થઈ. તે અરસામાં સાધ્વીય આવેલ. જેકે તેઓ બન્ને શિબિરમાં આવી શક્યા નહીં. બીજા જૈન સાધુઓની વકી હતી, તે પણ આવેલ નહીં. પરંતુ નેમિમુનિ અને બીજા બે સન્યાસીઓ આવેલ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.comPage Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 ... 424