________________
[ શ્રી વિજયપધરિત
પ્રભુને સુમંગલા અને સુનંદા નામની બે રાણી હતી. ભરતાદિ પુત્ર અને સૂર્યયશા આદિ પૌત્ર હતા. ચૈત્ર વદિ આઠમે ૪૦૦૦ પરિવારની સાથે છઠ્ઠ તપ કરી વડના ઝાડની નીચે પિતાની જન્મ નગરી (અયોધ્યા) માં સંયમપદ પામ્યા. તે વખતે પ્રભુને મન:પર્યવિજ્ઞાન ઉપર્યું. ઈન્દ્ર સ્થાપન કરેલ દેવદૃષ્યધારક, ચઉનાણી, ભગવાન રૂષભદેવે તપસ્વી રૂપે પૃથ્વી ઉપર વિહાર કર્યો. આ અવસરે હસ્તિનાપુર (ગજપુર) માં બાહુબલિના પુત્ર સેમયશા રાજાને શ્રેયાંસ નામને પુત્ર હતો. (જેનું વર્ણન આગળ જણાવીશું) પૂર્વ ભવમાં બાંધેલા લાભાન્તરાય કર્મના ઉદયથી પ્રભુને નિર્દોષ આહાર લગભગ બાર મહિના સુધી મલી ન શકે. આ સ્થિતિમાં પ્રભુ જ્યારે હસ્તિનાગપુર પધાર્યા, તે દિવસની રાત્રિએ શ્રેયાંસકુમાર અને સમયશા પિતા તથા સુબુદ્ધિ નામના (નગર) શેઠને આ પ્રમાણે સ્વપ્નમાં આવ્યાં :
(૧) શ્યામ બનેલા મેરૂ પર્વતને ઘેઈને મેં ઉજજવલ બનાવ્યું. આ પ્રમાણે શ્રેયાંસને સ્વપ્ન આવ્યું. (૨) સૂર્ય બિબથી ખરી પડેલાં હજાર કિરણને શ્રેયાંસકુમારે સૂર્ય બિંબમાં જેડી દીધાં. એવું સુબુદ્ધિ શેઠને સ્વપ્ન આવ્યું. (૩) એક શુરવીર પુરૂષને ઘણું શત્રુઓએ ઘેરી લીધું હતું, તે પરાક્રમી પુરૂષ શ્રેયાંસકુમારની મદદથી વિજય પામ્યો. એ પ્રમાણે સમયશા રાજાને સ્વપ્ન આવ્યું. સવારે ત્રણે જણા રાજકચેરીમાં એકઠા થયા. સ્વપ્નની બીના જાણીને રાજા વગેરે બધાએ કહ્યું કે “આજે શ્રેયાંસકુમારને કેઈ અપૂર્વ લાભ થ જોઈએ.” ભાગ્યોદયે બન્યું પણ તેવું જ
પ્રભુદેવ ફરતા ફરતા શ્રેયાંસકુમારના મહેલ તરફ આવી રહ્યા હતા. ઝરૂખામાં બેઠેલા શ્રેયાંસકુમાર પ્રભુદેવને જોઈને ઘણું જ ખૂશી થયા. આ વખતની પરિસ્થિતિ એવી હતી કે લોકેએ કઈ દિવસ સાધુને જોયેલા નહિ, વળી યુગલિકપણને વિચ્છેદ થયાને પણ અ૫ વખત જ થયો હતે. તેથી તેમને “કઈ રીતે સાધુને દાન દેવાય.” એ બાબતને અનુભવ પણ કયાંથી હોય ? આ જ કારણથી તેઓ પ્રભુને જોઈને મણિ, સોનું, હાથી, ઘોડા વગેરે દેવાને તૈયાર થતા, પરંતુ જ્યારે પ્રભુ કંઈ પણ ન લેતાં ત્યારે “અમારી ઉપર પ્રભુ નારાજ થયા છે.” એવું અનુમાન કરી ઘણે ઘંઘાટ મચાવતા હતા. આ રીતે લગભગ એક વર્ષ વીત્યા બાદ પ્રભુ અહીં (શ્રેયાંસકુમારના હેલ તરફ) પધાર્યા. શ્રેયાંસકુમારે પ્રભુને જોઈને વિચાર કર્યો કે –“અહો ! પૂર્વે મેં આવા સાધુવેષને ધારણ કરનાર મહાપુરૂષ જોયા છે,” વગેરે વિશેષ વિચાર કરતાં શ્રેયાંસકુમારને જાતિસ્મરણ જ્ઞાન થયું. જાતિ સ્મરણ એ મતિજ્ઞાનને પ્રકાર છે. એનાથી વધારેમાં વધારે પાછલા સંખ્યાતા ભવોની બીન જાણુ શકાય, એમ આચારાંગસૂત્રના પ્રથમ અધ્યયને પહેલા ઉદ્દેશામાં કહ્યું છે.] આ જાતિ મરણના પ્રતાપે શ્રેયાંસકુમારે પિતાની સાથે પ્રભુને નવ ભવને પરિચય આ પ્રમાણે
૧ અન્યત્ર આઠ ભવોને પરિચય જાણે એમ કહ્યું છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org