Book Title: Deshna Chintamani Part 01
Author(s): Vijaypadmsuri
Publisher: Jain Granth Prakashak Sabha

View full book text
Previous | Next

Page 439
________________ ૩૯૨ [ શ્રી વિજયપધ્ધસૂરિકૃતહિતશિક્ષાને યાદ કરીને શ્રી ચતુર્વિધ સંઘની અને શ્રી ગુરૂ મહારાજની સાક્ષીએ હું પરમ ઉલ્લાસથી ત્રિવિધ ત્રિવિધે માફી માગું છું, અને પૂજ્ય શ્રી ગીતાર્થ મહાપુરૂષને હાથ જોડીને વિનંતિ કરું છું કે મારી ભૂલ સુધારે. કારણ કે મેં “શુમે વધાર િવતનીયમ્' “પરેપકારાદિ શુભ કાર્યોમાં શક્તિને અનુસરે આત્મહિતને ચાહનારા ભવ્ય છાએ પ્રયત્ન કરવો” આ હિત વચનને અનુસરીને આ ગ્રંથ રચના રૂપ પ્રવૃત્તિ કરી છે. પ૬પ ગ્રંથરચનામાં વર્ષાદિની બીના જણાવે છે – - રસ નંદ નિધિ શશિમાન વર્ષે ઈદ્રભૂતિ કેવલ દિને, શ્રી રાજનગરે શીધ્ર સાધી નેમિસૂરિ ગુરૂ મંત્રને લક્ષ્મી પ્રભાદિક શિષ્ય સંઘ તણી વિનયી વિજ્ઞપ્તિથી, પદ્મસૂરિ બનાવતા ધુર દેશના મન રંગથી. પ૬૬ અર્થ:–તપગચ્છાધિપતિ શાસનસમ્રાટ સૂરિચક ચક્રવતિ જગદ્ગુરૂ મદીયાત્મોદ્ધારક શ્રી સ્થાનાંગ સૂત્રોક્તપંચાતિશયધારક પરમ્પકારી શિરોમણિ પરમ પૂજ્ય પરમ કૃપાલુ પૂજ્યપાદ પ્રાતઃસ્મરણીય સુગૃહીત નામધેય પરમ ગુરૂ આચાર્ય મહારાજ શ્રી વિજયનેમિ સૂરીશ્વરજી મહારાજના ચરણકિંકર વિનેયાણ વિજયપધસૂરિએ શિષ્ય મુનિ શ્રી લક્ષ્મીપ્રભવિજય વિગેરે શિષ્યની અને જેનપુરી રાજનગરના રહીશ દેવગુરૂ ધર્માનુરાગી શ્રાવક સંઘવી શેઠ માણેકલાલ મનસુખભાઈ ભગુભાઈ, શેઠ હીરાચંદ રતનચંદ વાળા) શેઠ ચીમનભાઈ લાલભાઈ, બારવ્રતધારી શ્રાવક વકીલ મણીલાલ રતનચંદ, શેરદલાલ જેસીંગભાઈ કાલીદાસ, શા. ઈશ્વરદાસ મૂલચંદ, શા ચુનીભાઈ ભગુભાઈ, શેરદલાલ સારાભાઈ જેસીંગભાઈ વિગેરે શ્રીસંઘની વિનયવતી વિનંતિથી રસ (૬) નંદ (૯) નિધિ (૯) અને શશી (૧) પ્રમાણુવાલા વરસે એટલે વિક્રમ સંવત ૧૯૬ની સાલમાં સર્વ લબ્ધિ નિધાન પરમ પૂજ્ય શ્રી ગૌતમસ્વામી ગણધર ભગવંતના કેવલજ્ઞાનના દિવસે એટલે કાર્તિક સુદ એકમે પરમ પૂજય ગુરૂમહારાજ શ્રી વિજયનેમિસૂરીશ્વરજી મહારાજના પરમ પવિત્ર નામ રૂપી પ્રભાવિક ગુરૂ મંત્રને એકાગ્રતાથી સાધીને ગુજરાતના પાટનગર જૈનપુરી શ્રી રાજનગર (અમદાવાદ) માં જેનાગમને અનુસારે પરમ ઉલ્લાસથી આ શ્રી દેશનાચિંતામણિ નામના વિશાલ ગ્રંથના પહેલા ભાગની રચના કરી. ભવ્ય આ ગ્રંથને વાંચીને પિતાનું જીવન નિર્મલ બનાવે. આ ગ્રંથની રચનાનો લાભ રૂપે હું એજ ચાહું છું કે સર્વ જી પ્રભુ શ્રી તીર્થકર દેવની અપૂર્વ દેશનાને અનુસાર વતીને સાત્વિક શાશ્વતાનન્દ મય મુક્તિપદને પામે. પદ૬ ॥ इति परमोपकारि पूज्यपाद परमगुरु आचार्य महाराज श्री विजयनेमिसूरीश्वर चरणकिंकर विनेयाणु विजयपद्मसूरि प्रणीत श्रीदेशना चिंतामणि महाग्रंथे श्री आदीश्वर देशनावर्णनात्मकः प्रथमो विभाग समाप्तः Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 437 438 439 440