Book Title: Deshna Chintamani Part 01
Author(s): Vijaypadmsuri
Publisher: Jain Granth Prakashak Sabha

View full book text
Previous | Next

Page 437
________________ | શ્રી વિજયપદ્વરિફતયોગ રોધી શેષ કર્મ હણી જ પર્યકાસને, શંભતા શ્રી નાભિનંદન સાધતા નિવણને. પદ અર્થ –એ પ્રમાણે અનેક પ્રકારની ધર્મ દેશના એટલે ઉપદેશ આપીને પ્રભુએ ઘણું ભવ્ય છાને આ સંસાર સમુદ્રમાંથી તાર્યા. અને એ રીતે કેવલી થઈને એક હજાર વર્ષ એાછાં લાખ પૂર્વ સુધી મહીતલ એટલે પૃથ્વી ઉપર વિહાર કર્યો. છેવટે પ્રભુજી વિહાર કરતાં અષ્ટાપદ પર્વતની ઉપર પધાર્યા. અહીં મહા માસની વદ તેરસના દિવસે પૂર્વાન્ડમાં એટલે તે દિવસના પહેલા ભાગમાં (પહોરમાં) જ્યારે અભિજિત્ નામનું નક્ષત્ર અને મકર નામની રાશિ વર્તતા હતા ત્યારે આ અવસર્પિણને ત્રીજે આરે પૂર્ણ થવામાં ત્રણ વર્ષ અને સાડા આઠ મહીના બાકી રહ્યા હતા. આ ટાઈમે પ્રભુજીએ ઉપવાસ કરીને મન વચન અને કાયાના ત્રણ વેગને રૂંધ્યા તથા તે વખતે બાકી રહેલાં ચાર અઘાતી કર્મોને સંપૂર્ણ નાશ કર્યો એટલે આઠે કર્મોને ખપાવ્યા, એ પ્રમાણે પર્યકાસને એટલે પલાંઠી વાળીને બેઠેલા શ્રી નાભિનંદન એટલે શ્રી બાષભદેવ પ્રભુ દશ હજાર મુનિવરેના પરિવારની સાથે નિર્વાણપદ પામ્યા એટલે મોક્ષે ગયા. ૫૫૯-૫૬ ત્રણ ગ્લૅકમાં પ્રભુદેવના પરિવારની બીના જણાવે છે – ચોરાસી ગણધર સહસ ચોરાસી સવિ મુનિ પ્રભુ તણા, સાધવી ત્રણ લાખ શ્રાવક સહસ પણ લખ ત્રણ ઘણું; પંચ લખ ને સહસ ચોપન શ્રાવિકા અવધારીએ, સહસ વીસ સર્વજ્ઞ મુનિવર પ્રભુ તણા નિત પ્રણમીએ. ૫૬૧ અર્થ–પ્રથમ તીર્થકર શ્રી ઋષભદેવ ભગવંતને ચેરાસી ગણધરો હતા અને પ્રભુના સર્વ સાધુઓની સંખ્યા ચોરાસી હજારની હતી. તથા ત્રણ લાખ સાધ્વીઓને પરિવાર હતો. વળી પ્રભુના શ્રાવકે ત્રણ લાખ અને પાંચ હજાર હતા. તથા પાંચ લાખ ને ચેપન હજાર શ્રાવિકાઓને પરિવાર જાણો. તથા શ્રી આદીશ્વર પ્રભુને વીસ હજાર કેવલજ્ઞાની મુનિવરો હતા તેમને તમે હંમેશાં પ્રણામ કરજે. ૫૬૧ ચઉ નાણું સાડી સાતસો તિમ સહસ બાર ન ભૂલીએ, અવધિ નાણું નવ સહસ પચ્ચાસ પૂર્વે ચૈદ એ; સત્ત સય ચઉ સહસ તેનું માન મનમાં ધારીએ, છસ્સો સહસ વીસ સાધુ વૈક્રિય લબ્ધિવાળા વંદિએ. ૫૬૨ અર્થ – ચઉનાણી એટલે મતિ શ્રત, અવધિ અને મન:પર્યવ એ ચાર જ્ઞાનવાળા મુનિરાજે બાર હજાર અને સાડી સાતસો હતા. તથા નવ હજાર અવધિજ્ઞાની મુનિઓ હતા એ ભૂલવું નહિ. તથા ચૌદ પૂર્વના જાણનારા મુનિવરે ચાર હજાર સાતસે ને પચાસ હતા તેને મનમાં ખ્યાલ રાખવો. તથા વૈક્રિય લબ્ધિવાળા વીસ હજાર અને છસો મુનિવરો હતા. તેમને અમે વંદના કરીએ છીએ. ૫૬૨ ૧ ચોરાસી લાખ વર્ષે એક પૂર્વાગ થાય છે. અને તેવા ચોરાસી લાખ પૂર્વગનું એક પૂર્વ થાય છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 435 436 437 438 439 440