Book Title: Deshna Chintamani Part 01
Author(s): Vijaypadmsuri
Publisher: Jain Granth Prakashak Sabha

View full book text
Previous | Next

Page 407
________________ ૩૬૦ શ્રી વિજયપધસૂરિક્તઅર્થ –(૧) મન્મનપણું એટલે શુંગાપણું, (૨) કહલપણું એટલે ન સમજાય તેવું તોતડાપણું, (૩) મુખમાં થતા અનેક પ્રકારના રોગો, તથા (૪) મૂકતા એટલે મૂંગાપણું, (૫) ધન સંપત્તિને નાશ, (૬) અપજશ પામવે, (૭) વિકટ એટલે આકરે ભય તથા (૮) દુખિતા એટલે દુઃખી થવા પણું આ બધું જૂઠું બોલવાનું ફળ જાણવું, વળી જૂઠું બોલવાથી સંયમ એટલે ચારિત્ર, તથા આકરી તપસ્યા વિગેરે સ&િયા પણ ફોગટ જાય છે એટલે તેનું કાંઈ ફળ મળતું નથી. તથા પરભવની અંદર નરક વગેરે ખરાબ ગતિમાં દુઃખની પ્રાપ્તિ થાય છે, એમ જાણુને શ્રાવકે જૂઠું બોલવાને ત્યાગ કરવો અને સાચું બોલવું. ૪૯૩ સત્યના ફલ તથા પ્રભાવ વિગેરે ત્રણ લેકમાં જણાવે છે – તેમ વિશ્વાસુ બનાવે આપદાને સંહરે, વેણ સાચું બેલતાં વશ થાય દેવો પણ ખરે; શિવપંથ જાતાં શ્રેષ્ઠ ભાતુ બીક હરત જલાદિની, સુજનતા ગુણને પમાડે ધે જ સમૃદ્ધિ ઘણી. ૪૯૪ અર્થ–સાચાં વચન બોલનારના ઉપર સા વિશ્વાસ રાખે છે માટે સારું વચન વિશ્વાસુ બનાવે છે, વળી સાચું વચન આપદાને એટલે સંકટોને હરણ કરે છે એટલે નાશ કરે છે. એટલું જ નહિ પણ તેથી દેવે પણ ખરેખર વશ થાય છે. આ સાચું વચન શિવપંથ એટલે મોક્ષ માર્ગ તરફ જવામાં ઉત્તમ ભાતુ છે, તે પાણું વગેરેના ભયને હરણ કરે છે, વળી સાચુ વચન સુજનતા ગુણને એટલે સજજન પુરૂષના જે જે સદગુણ છે તે સદ્દગુણોને પમાડે છે તથા સત્ય વચન ઘણું સમૃદ્ધિ એટલે સંપત્તિને આપે છે. ૪૯૪ કીતિ કીડા વન વચન સાચાં જ ગેહ પ્રભાવનાં, મેક્ષને સ્વાધીન કરવા હેતુ જાણે ભવિ જના! વચન સાચાં બેલતા તેને અનલ જલ રૂપ બને, સ્થળ રૂપ થાય સમુદ્ર રિપુ પણ મિત્રના જે બને. કલ્પ અર્થ:––હે ભવ્ય જન! એ સત્ય વચને કીર્તિને ક્રીડા કરવા માટે એટલે રમત કરવા માટે ક્રીડા વન સમાન છે તથા પ્રભાવ એટલે મોટાઈના ગેહ એટલે ઘર જેવા છે. વળી મોક્ષને સ્વાધીન કરવા માટે એટલે મેળવવા માટે હેતુ એટલે કારણ પણ એ સત્ય વચનને જ છે એમ જાણજે. જેઓ સત્ય વચન બોલે છે તેમની આગળ અનલ એટલે અગ્નિ પાણી રૂપ થાય છે, અને સમુદ્ર હોય તે પણ સ્થળ રૂપ એટલે જમીન સમાન થાય છે, અને રિપુ એટલે શત્રુ હોય તે પણ મિત્રના જેવો થઈ જાય છે. ૪૯૫ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 405 406 407 408 409 410 411 412 413 414 415 416 417 418 419 420 421 422 423 424 425 426 427 428 429 430 431 432 433 434 435 436 437 438 439 440