Book Title: Deshna Chintamani Part 01
Author(s): Vijaypadmsuri
Publisher: Jain Granth Prakashak Sabha

View full book text
Previous | Next

Page 434
________________ દેશનચિંતામણિ ] ૩૮૭ સદાગમ ભગવંતની આગળ તે રાંક જે બની જાય છે, વળી આ સદાગમ ભગવંત જગતને નાથ છે, અને તમામ જીવોની ઉપર પ્રેમ ભાવ રાખે છે. તથા તે જગતના જીને દુઃખથી બચાવે છે, અને તે ઉત્તમ ભાઈના જેવો છે, અને ભવ્ય જીને આપત્તિના પ્રસંગમાંથી બચાવી લે છે. તથા તે સંસાર રૂપી અટવીમાં ભટકતા જીવોને સન્માર્ગ બતાવે છે. આજ સદારામ સર્વ રોગને નાશ કરનાર મહા વૈદ્યના જેવો તથા રોગનો નાશ કરવામાં સાધનભૂત દવાની જેવો છે. તથા તે સર્વ પદાર્થોના સ્વરૂપને જણાવવામાં સમર્થ ઉત્તમ દીવા જેવું છે, અને તે પ્રમાદ રૂપી રાક્ષસના પંઝામાંથી ભવ્ય જીવેને છોડાવે છે. તથા તે અવિરતિ રૂપી મેલને દેવાને સાબૂના જેવો છે. અને તે ખરાબ પ્રવૃત્તિ કરતા જીવોને પાછા હઠાવીને ઉત્તમ પ્રવૃત્તિ કરાવે છે. શબ્દાદિના પંઝામાં સપડાયેલા અને તે શબ્દાદિ ચેરેએ જેમનું ધર્મરૂપી ધન લૂંટી લીધું છે, તેવા સંસારી જીવોને તે ચારના ભયમાંથી મુક્ત કરાવવાને (છોડાવવાને) સમર્થ એક સદાગમ છે. અને તે જીવને નરકના અને પશુપણાના દુઃખથી બચાવે છે. તથા કુમનુષ્યના અને કુદેવપણામાં થતા મનના સંતાપને નાશ કરનાર પણ સદાગમજ છે. સદાગમ અજ્ઞાન રૂપી ઝાડને ઉખેડવામાં કુહાડાની જેવો છે. અને જીવોને પ્રતિબંધ પમાડે છે. સ્વાભાવિક આનંદનો અનુભવ કરાવે છે. મિથ્યા બુદ્ધિ (વિપરીત સમજણ) ને નાશ કરે છે. ક્રોધરૂપી અગ્નિને ઠારવામાં પાણીના જે, માન રૂપી પર્વતને તોડવા વાના જે, તથા માયા રૂપી મહા વાઘણને ભગાડવા અષ્ટાપદ જાનવરની જે, અને મહા લેભ રૂપી મેઘને હઠાવવા વાયુની જે સદાગમ છે. તથા તે હાસ્યના અને જુગુપ્સાદિના વિકારને શમાવે છે, તથા તે જીવને ભય અને શોકના પ્રસંગમાંથી પણ બચાવે છે. કામરૂપી પિશાચને હરાવે છે, અને મિથ્યાત્વ રૂપી અંધકારને સૂર્યની પેઠે દૂર કરે છે. તેમજ નામ કર્મની તથા શેત્ર કર્મની વિડંબનાને દૂર કરીને વધારે પ્રમાણમાં દાનાદિ શક્તિ ગુણને પમાડે છે. અને આ ત્મિક વિહેંલ્લાસ વધારે છે. જે નિર્ભાગી પાપી અને અધમ પુરૂષ હોય છે, તેઓ સદાગમનું નામ પણ હર્ષથી લેતા નથી, તેથી તેઓ સંસારમાં ઘણું દુઃખી થાય છે. અને જેઓ થોડા સમયમાં મુક્તિમાં જનારા પુણ્યશાલી ઉત્તમ પુરૂષ હોય છે, તેએજ પરમ ઉલ્લાસથી સદાગમ ભગવંતના હુકમ પ્રમાણે ચાલે છે, અને તેથી તેઓ કર્મપરિણામ રૂપી રાજાને હરાવીને મુક્તિના સુખ પામે છે. આવા ભવ્ય છે મુક્તિમાં ગયા પહેલાં થોડા ટાઈમ સુધી કદાચ સંસારમાં રહે, તે પણ તેઓ કર્મ પરિણામ રૂપી રાજાથી લગાર પણ દબાતા નથી એટલે તેઓ તેને ઘાસની જે તુચ્છ માને છે. આટલું બધું નીડરપણું પમાડનાર કોઈ પણ હોય, તો એક સદાગમ જ છે. શ્રી ધર્મસૂરિ મહારાજની આવી ઉત્તમ દેશના સાંભળીને સંઘવી પેથડે તે સૂરિમહારાજની પાસે અગીઆરે અંગ સૂત્રો સાંભળ્યા. અને શ્રી ભગવતી સૂત્ર સાંભળતાં ૩૬ હજાર મહેરે મૂકીને શ્રી ગૌતમ પદની છત્રીસ હજાર વાર પૂજા કરી આ બીનાને ધ્યાનમાં લઈને પ્રવચનરાગી ભવ્ય જીવો વર્તમાન કાલમાં પણ સદાગમની વાણીને પરમ ઉલ્લાસથી સાંભળે છે. આ બાબતમાં દષ્ટાંત તરીકે રાજનગર (અમદાવાદ) કાલુશાની પોળના રહીશ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 432 433 434 435 436 437 438 439 440