Book Title: Deshna Chintamani Part 01
Author(s): Vijaypadmsuri
Publisher: Jain Granth Prakashak Sabha

View full book text
Previous | Next

Page 432
________________ દેશનાચિંતામણિ ] ૩૮૫ તથા સ્વાદિમને ગ્રહણ કરજે. તથા ચાર પ્રકારની વિકથાઓમાં જરા પણ વખત ગાળશે નહિ, કારણ કે વિકથાથી જીવન આળસુ બને છે. જે કઈ પણ કાર્ય કરે તેમાં ઉપયોગ રાખજે એટલે જયણ પૂર્વક વર્તજો. તથા શ્રવણાદિ એટલે શાસ્ત્રશ્રવણ-ભણવું ભણાવવું વિગેરે આચારને શીખજો. તથા ચિત્તને સ્થિર રાખજે એટલે મનને સ્વાધીન અથવા વશ રાખજે, તેને અશુભ ધ્યાનમાં જવા દેશે નહિ. વળી તમે જે વિશેષ ભણેલા હો તે જ્ઞાનને મદ દૂર કરજો તથા અજ્ઞ એટલે જે ઓછું ભણેલા હોય તેમની હાંસી કરવાને ત્યાગ કરજે અને પાંચ પ્રકારના સ્વાધ્યાયમાં એટલે અભ્યાસમાં અથવા વિશેષ ભણવામાં ચિત્ત રાખજે. પેપર છેડી વિવાદ કુપાત્રમાં શ્રુતનાને ના થાપજો, સમતાદિ સુગુણ વધારો અપ્રમાદ ભાવે વિચારજે; કષ્ટ કાળે ધૈર્ય રાખી શત્રને પણ તાજે, ચારિત્ર નિકાના બલે ભવ જલધિ તટને પામજો. પ૫૩ અર્થ:--વિવાદ એટલે નકામી ચર્ચાને ત્યાગ કરો, અને કુપાત્રમાં એટલે જે લાયક ન હોય અથવા જ્ઞાનને દુરૂપયોગ કરે તેવાને વિષે શ્રતજ્ઞાન થાપશે નહિ એટલે તેવાને અભ્યાસ કરાવશો નહિ. સમતા, સંતેષ વગેરે સારા ગુણેને વધારજે. વળી અપ્રમાદભાવે એટલે આળસને ત્યાગ કરીને ધર્મમાં ઉદ્યમવાળા થઈને રહેજે. કષ્ટ કાળે એટલે કેઈપણ સંકટને સમય હોય ત્યારે ધીરજ રાખજે અને પોતાના શત્રુને પણ ઉદ્ધાર કરજે. તથા ચારિત્ર સ્પી નૌકા એટલે વહાણને બેલથી સંસાર સમુદ્રના તટને એટલે કાંઠાને પામ એટલે મોક્ષને મેળવજે. ૫૫૩ પ્રભુદેવ પાંચ લેકમાં શ્રાવકને અંતિમ દેશના (છેવટની હિતશિક્ષા) ફરમાવે છે -- હે શ્રાવકો !નિત સેવ કલ્યાણ મિત્ર ને અન્યને, ઉચિત સ્થિતિને જાળવીને પાળજો વ્યવહારને; ગુરૂ વચનને માનજો તિમાં તેમને નિત સેવજે, સુણજે સદા સિદ્ધાન્તને તસ અર્થ નિત્ય વિચારજે. ૫૫૪ અર્થ – શ્રાવકે! તમે કલ્યાણમિત્રની હંમેશાં સેવા કરજે, પરંતુ તે સિવાયના બીજા અકલ્યાણ મિત્રને સેવશે નહિ. વળી પોતાની ઉચિત સ્થિતિને એટલે મર્યાદાને સાચવીને ધાર્મિક વ્યવહારને પાળજે. અને ગુરૂ મહારાજનાં વચનેને માનજે એટલે ગુરૂ મહારાજ કહે તે પ્રમાણે ચાલજે, પરંતુ તમારી મરજી મુજબ વર્તશે નહિ. તથા તેમની હંમેશાં સેવાભક્તિ કરજે. તેમની પાસેથી હંમેશાં જિન સિદ્ધાન્તને એટલે જિનાગમ (જેનશાસ્ત્રને) ४८ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 430 431 432 433 434 435 436 437 438 439 440