Book Title: Deshna Chintamani Part 01
Author(s): Vijaypadmsuri
Publisher: Jain Granth Prakashak Sabha

View full book text
Previous | Next

Page 430
________________ દરાનાચિંતામણિ ] કા એ પ્રમાણે ધર્મના કારણ વિગેરે ત્રણ વાનાં જણાવવાનું રહસ્ય એ છે કે ધર્મના બંને પ્રકારના સ્વભાવને શ્રી સર્વજ્ઞ ભગવંત પ્રત્યક્ષ પણે જૂએ છે. અને છદ્મસ્થ જી અનુમાનથી જુએ છે. જેમ દરેક પદાર્થમાં કારણ સ્વભાવ અને કાર્યની તપાસ કરીને તે પદાર્થની હયાતી સ્વીકારાય છે, તેવી રીતે કારણાદિ ત્રણ સાધનથી ધર્મની પણ હયાતી સ્વીકારવી જોઈએ. એટલે ધર્મ વસ્તુ છે, એમ સાબીત કરવામાં કારાદિ ત્રણ સાધન છે. અને તે અનુભવ સિદ્ધ છે. આથી કે ધર્મને લોપવા ચાહે, તે તે તદૃન ગેરવ્યાજબી છે. કારણ કે ધર્મનું ફલ સંસારી જેમાં સાક્ષાત દેખીએ છીએ. અને આપણે પણ અનુભવીએ છીએ. જો કે ધર્મ શબ્દથી ધર્મના કાર્ય (સુંદર બનાવો) ને લેવાય છે, અને નિરૂપચરિત (ઉપચાર વિનાને, વાસ્તવિક ખરે) ધર્મ બે પ્રકારને સ્વભાવ જ કહેવાય છે, તો પણ ઔપચારિક દષ્ટિએ ઉત્તમ અનુષ્ઠાનને અને ઉપર જણાવેલા સુંદર બનાવને પણ ધર્મ તરીકે ગણી શકાય. એટલે સદનુષ્ઠાન એ ધર્મનું કારણ છે અને સુંદર બનાવે એ ધર્મનું કાર્ય છે, તેથી કારણ (સદનુષ્ઠાન) માં કાર્ય (સુંદર બનાવો) ને ઉપચાર કરીને સદનુષ્ઠાનને ધર્મ તરીકે જણાવ્યું છે, અને કાર્યમાં (સુંદર બનાવવામાં) ધર્મને ઉપચાર કરીને તે સુંદર બનાવ પણ ધર્મ કહેવાય. ૫૪૮ ધર્મની દુર્લભતા વિગેરે જણાવે છે – સ્વર્ગાદિ સુખ છે સુલભ પણ જિનધર્મ દુર્લભ જાણજે, દેહાદિ ક્ષણભંગુર ગણીને ધર્મને નિત સાધજો; આજ સુક્ત શું કર્યું? આનો જવાબ વિચાર, લેઈ જીવન ખંડ સૂરજ આથમે ના ભૂલો. ૫૪૯ અર્થ:–હે ભવ્ય જીવો ! સ્વર્ગાદિ સુખ એટલે સંસારમાં ઉત્તમ ગણાતાં દેવતા વિગેરે સંબંધી સુખ મેળવવાં સુલભ એટલે સહેલાં છે, પરંતુ જિનધની પ્રાપ્તિ થવી ઘણું જ દુર્લભ એટલે મુશ્કેલ છે. વળી શરીર, ધન, યૌવન વગેરે ક્ષણભંગુર એટલે નાશ પામવાના સ્વભાવવાળા છે એવું જાણુને આ મહા પ્રભાવશાલી શ્રી જિન ધર્મની હંમેશાં સાધના કરજે, આજે મારા હાથે કર્યું સુકૃત એટલે સારું કાર્ય અથવા પુણ્યનું કાર્ય કરાયું તેને જવાબ વિચારજે, એટલે કેઈ સુકૃત કરાયું જણાય તો તેની અનુમોદના કરે અને ન કરાયું હોય તે તે દિવસ ફેગટ ગયે છે એવું જાણીને તેને પશ્ચાત્તાપ કરજે, કારણ કે સૂર્યને ઉદય થયે ત્યારથી માંડીને સૂર્યને અસ્ત થયે ત્યાં સુધીમાં તે સૂરજ તમારો જીવન ખંડ એટલે આયુષ્યને એક દિવસ જેટલો ભાગ લઈને આથમ્યા છે એટલે તમારાં આયુષ્યમાંથી એક દિવસ એ છો થયો છે એ વાત તમે ભૂલી જશો નહિ. અને હંમેશાં ચેતીને ચાલજે. પ્રમાદને વશ થશે નહિ. ૫૪૯ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 428 429 430 431 432 433 434 435 436 437 438 439 440