Book Title: Deshna Chintamani Part 01
Author(s): Vijaypadmsuri
Publisher: Jain Granth Prakashak Sabha

View full book text
Previous | Next

Page 429
________________ ૩૮૨ શ્રી વિજયપધરિકૃતએમ કરતાં પામશે ઝટપટ તમે નિવણને, પુણ્યવંતા જીવ પામે કલ્પતરૂ જિનધર્મને. પ૪૬ અર્થ-ત્રણ રત્ન જ ઉત્તમ દર્શને જ્ઞાન અને ચારિત્ર તેની સાધના રૂપ મોક્ષ માર્ગનું સ્વરૂપ મેં જણાવ્યું. અને તેજ જેન ધર્મ જાણો, માટે હે ભવ્ય જીવ આવા જિનધર્મને હંમેશાં સાધજે, કારણ કે તેની સાધના કરવાથી તમે પણ જલદીથી નિર્વાણ એટલે મેક્ષને પામશે. પુણ્યવંતા છ જ આવા ઉત્તમ લેકેત્તર કલ્પવૃક્ષના જેવા જૈન ધર્મને પામે છે. પ૪૬ બે લેકમાં ધર્મના કારણે સ્વભાવ વિગેરે જણાવે છે – કારણાદિ વિચારવા ત્રણ ધર્મના સમજુ જને, નિર્મલાનુષ્ઠાન કારણ ધર્મનું જાણે અને ધર્મ સ્વભાવે ભેદ બે સાશ્રવ નિરાશ્રવ ભાવથી, શુભ બંધ કર્મ વિનાશ લક્ષણ જાણ ક્રમ યોગથી. પ૪૭ અર્થ–સમજુ ભવ્ય જીવોએ ધર્મના (૧) કારણાદિ (૨) કાર્ય (૩) સ્વભાવ એમ ત્રણ બાબતેને જરૂર વિચાર કરવો જોઈએ. તેમાં નિર્મલાનુષ્ઠાન એટલે શુદ્ધ વિધિપૂર્વક કિયા કરવી તે ધર્મનું કારણ જાણવું એટલે પૂર્વે કરેલા તેવા અનુષ્ઠાનથી હાલ આપણને જિન ધર્મ મળે છે. ધર્મને સ્વભાવ બે પ્રકારે છે. (૧) એક સાથવ સ્વભાવ અને (૨) બીજે નિરાશ્રવ સ્વભાવ. જેનાથી શુભ કર્મ એટલે પુણ્યાનુબંધી પુણ્ય કર્મ બંધ થાય તે (ધર્મને) પહેલે સાશ્રવ ભાવ જાણવે. અને જેનાથી પૂર્વે બાંધેલા કર્મોને ધીમે ધીમે વિનાશ થાય એટલે નિર્જરા થાય તે (ધર્મને) બીજે નિરાશ્રવ સ્વભાવ જાણુ. એ પ્રમાણે અનુક્રમે બે સ્વભાવને પરમાર્થ જાણવો. ૫૪૭ સંસારી માં જણાયે પ્રવર વિવિધ વિશેષતા, ધર્મ કેરા કાર્યથી તેને ન કેઈ વિલેપતા ધર્મગે આર્ય દેશાદિક મલે ભવિ જીવને, સંપદા વેગે મળે ધર્મે લહે શિવશર્મને ૫૪૮ અર્થ–સંસારી જીવમાં જુદા જુદા પ્રકારના સારા સારા બનાવે (વિશિષ્ટપણું) જે દેખાય છે એટલે સુંદર રૂપ દીર્ધાયુષ્ય આરોગ્ય રાજ્ય ઋદ્ધિ વિગેરે સારી સારી સામગ્રી દેખાય છે, તે ધર્મનું કાર્ય જાણવું. કહેવાનું તાત્પર્ય એ છે કે ધર્મની આરાધનાથી આદેશ, ઉત્તમ કુલ વગેરે સામગ્રી ભવ્ય અને પ્રાપ્ત થાય છે, વળી ધર્મના પ્રભાવથી સંપદાઓ એટલે અનેક પ્રકારની ઋદ્ધિઓ જલ્દી મળે છે, અને છેવટે તેઓ શિવશર્મ એટલે મેક્ષનાં સુખને પણ મેળવે છે. . Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 427 428 429 430 431 432 433 434 435 436 437 438 439 440