Book Title: Deshna Chintamani Part 01
Author(s): Vijaypadmsuri
Publisher: Jain Granth Prakashak Sabha

View full book text
Previous | Next

Page 431
________________ ३८४ [ શ્રી વિજ્યપદ્ધસૂરિકૃતચેતીને ચાલવાની હિતશિક્ષા આપે છે – કેડે તમારી ત્રણ પડ્યા સૂશે નહિ નિત જાગજો, - ધર્મથી સુખને લહી ઉપકારીને નિત સેવ; ક્ષેમ લક્ષ્મી આયુ હવે નહિ જ ધર્મષીને, ધર્મને સંકલ્પ પણ હવે ન નિષ્ફળ કે દિને. પપ૦ અર્થ –(૧) જન્મ (૨) જરા (ઘડપણ) (૩) મરણ તમારી પાછળ પડેલા છે, માટે આળસ રાખીને સૂઈ રહેશે નહિ, પરંતુ હંમેશાં જાગતા રહેજે. વળી ધર્મના પસાયે સુખ મેળવીને ઉપકારી જે જિનધિમે તેમની હંમેશાં સેવા કરજે. કારણ કે ધર્મને દ્વેષ કરનારને ક્ષેમ એટલે કલ્યાણ અથવા કુશળતા અને લક્ષ્મી એટલે ઋદ્ધિ તથા લાંબું આયુષ્ય હેતું નથી. તથા ધર્મ કરવાનો સંકલ્પ એટલે વિચાર પણ કઈ દિવસ ફેગટ જ નથી. એમ જરૂર યાદ રાખજે. ૫૫૦ પ્રભુજી ત્રણ માં સાધુઓને અંતિમ હિતશિક્ષા આપે છે – હૈ સાધુઓ ! બે ભેદથી તજજે તમે ઝટ સંગને, તિમ થજો પરદત્ત ભોજી સાધજે ગુરૂ સંગને; બે ભેદ શિક્ષા ધારો ગુરૂ વિનયને ના ચૂકજે, વિધિમાર્ગના સાધક થજો પર્યાયકમને પાળજો. પપ૧ અર્થ:–હે સાધુઓ! તમે બાહ્યા અને અભ્યત્તર એમ બે પ્રકારના સંગને ઝટ ત્યાગ કરજો. વળી પરદત્તજી એટલે પારકાએ આપેલા આહારને વાપરનારા થજે. તેમજ ગુરૂ મહારાજની સેબત કરજે. કારણ કે ગુરૂ મહારાજની સોબત તજનારા છે સ્વેચ્છાચારી બની આત્માનું હિત કરી શકતા નથી. અને બે પ્રકારની શિક્ષા એટલે ગ્રહણશિક્ષા અને આસેવન શિક્ષાને ધારજો. વળી ગુરૂ મહારાજને વિનય કરવાનું ચૂકશે નહિ. વિધિમાર્ગ એટલે ઉત્સર્ગ માર્ગ તેના સાધનારા થજો. તથા પર્યાયક્રમ એટલે દીક્ષાના પર્યાયના કમ (વર્ષ) ને પાલજે. એટલે પિતાથી દીક્ષા પર્યાયમાં મેટા હોય તેમને વંદનાદિક વિનય કરજે. ૫૫૧ ઉચિત અશનાદિ ગ્રહો વિકથા લગાર ન સેવજે, ઉપગ રાખી વર્તજ શ્રવણાદિ વિધિને શીખજો, ચિત્તને થિર રાખજો મદ જ્ઞાન કેરે ટાળજો, અજ્ઞની હાંસી તજી સ્વાધ્યાયમાં મન રાખજે. પપર અર્થ –ઉચિત એટલે બેંતાલીસ દેષ રહિત અશનાદિ એટલે અશન, પાન, ખાદિમ, Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 429 430 431 432 433 434 435 436 437 438 439 440