Book Title: Deshna Chintamani Part 01
Author(s): Vijaypadmsuri
Publisher: Jain Granth Prakashak Sabha

View full book text
Previous | Next

Page 409
________________ ૩૬ર [ શ્રી વિજયપદ્રસૂરિકૃતત્રીજા અણુવ્રતનું સ્વરૂપ વિગેરે જણાવે છે – મોટા અદત્તાદાન કરે ત્યાગ ત્રીજા અણુવ્રત, આપેલ નહિં જે તે અદત્ત ગ્રહણ અદત્તાદાન તે; માલીકની આજ્ઞા વિના જે ચેરવાની બુદ્ધિથી, વસ્તુ લઉં ના એમ હવે સાધના આ નિયમથી. ૪૯૮ અર્થ –ત્રીજા સ્થૂલ અદત્તાદાન વિરમણ વ્રત નામના અણુવ્રતને વિષે મેટા અદનાદાનને એટલે માલીકે આપ્યા સિવાય કઈ પણ વસ્તુ લેવાનો ત્યાગ કરવો. કારણ કે જે આપવામાં ન આવે તે અદત્ત કહેવાય તેનું આદાન એટલે લેવું તે અદત્તાદાન જાણવું. અહિં તાત્પર્ય એ છે કે વસ્તુના માલીકને પૂછયા સિવાય છાનામાના લઈ લેવાની બુદ્ધિથી કઈ પણ વસ્તુ મારે લેવી નહિ એમ આ ત્રીજા વ્રતથી એટલે અદત્તાદાન વિરમણ વ્રતથી નિયમ કરાય છે. ૪૯૮ પદ્રવ્ય શબ્દનો અર્થ વિગેરે જણાવે છે – સ્વામી અદત્ત નિયમ હવે ત્રીજા વ્રતે ચઉ ભેદમાં, દાટેલ થાપણ ભૂપતિત વિસ્મૃત પ્રમુખ પરદ્રવ્યમાં માલિક વગરનું ધન પ્રમુખ સમજો અપર દ્રવ્યાદિમાં, ચાર્ય ભાવે જે કરાએ તે અદત્તાદાનમાં. ૪૯ અર્થ:–ત્રીજા સ્થૂલ અદત્તાદાન વિરમણ વ્રતમાં સ્વામી અદત્તને નિયમ થાય છે. એટલે માલિકના આપ્યા સિવાય ન લેવું એ નિયમ થાય છે, કેઈએ દાટેલું ધન વિગેરે તથા (૨) થાપણ એટલે કે ઈ માણસ અનામત મૂકી ગયા હોય તે, તથા (૩) ભૂપતિત એટલે કેઈની વસ્તુ જમીન ઉપર પડી ગઈ હોય તે, તથા (૪) વિસ્મૃત એટલે કેઈક માણસ પોતાની વસ્તુ ભૂલી ગયા હોય તે. એ રીતે પર દ્રવ્યમાં ચાર પ્રકારના દ્રવ્ય વિગેરે લેવાના છે, એટલે અહીં બીજાના દ્રવ્યાદિને પૂછયા વિના ન લેવા, એ નિયમ કરવામાં આવે છે. અને જે ધન માલિક વગરનું હોય તે પણ અપર દ્રવ્ય કહેવાય છે. એ બંને પ્રકારના દ્રવ્યાદિમાં ચોરીના પરિણામથી જે દ્રવ્ય વગેરે ગ્રહણ કરાય તે અદત્તાદાન કહેવાય. ૪૯ ત્રણ લેકમાં અદત્તાદાનથી થતા ગેરલાભ જણાવે છે – કીર્તિ તણે ધનને વળી સંહાર જે કરવા થકી, કારણ સકલ અપરાધનું જે પ્રગટ હવે જે થકી, વધ તેમ બંધન પ્રગટ કરતું જેહ નીચ અભિપ્રાયને, દારિત્ર્યનું જે મુખ્ય કારણ રેકતું જે સુગતિને. ૫૦૦ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 407 408 409 410 411 412 413 414 415 416 417 418 419 420 421 422 423 424 425 426 427 428 429 430 431 432 433 434 435 436 437 438 439 440