Book Title: Deshna Chintamani Part 01
Author(s): Vijaypadmsuri
Publisher: Jain Granth Prakashak Sabha

View full book text
Previous | Next

Page 413
________________ [શ્રી વિજ્યપદ્યસૂરિકૃતચારિત્રની સારી રીતે આરાધના કરીને મેટી દેવતાની ઋદ્ધિ મેળવી, એ પ્રમાણે આ દષ્ટાન્તની વિચારણા કરીને હે ભવ્ય છે ! અદત્તાદાન વિરમણ વ્રતને તમે સારી રીતે સાધજે. અહીં અત્યાર સુધીમાં અને આગળ પણ જે વ્રતની બીના ટૂંકામાં જણાવી છે, તેનું કારણ એ કે શ્રી દેશવિરતિ જીવન નામના ગ્રંથમાં મેં તે બીના બહુ જ વિસ્તારથી સમજાવી છે. જિજ્ઞાસુ ભવ્ય છએ બારે વ્રતનું યથાર્થ સ્વરૂપ સમજવાને માટે તે ગ્રંથ જરૂર વાંચવો જોઈએ. પ૦૭ ચેથી સ્થૂલ મૈથુન વિરમણ વ્રતનો અર્થ સમજાવે છે – દેશથી મિથુન તણો પરિહાર છે ચોથા વ્રતે, શીલ વ્રતની પાલન કરવી સદા ઈમ જિનમતે; તેમ કરવા શક્ત ના જે તે સ્વદારતેષને, ધરતા કરે પરદાર ગમણ તણું સુવિરમણ નિયમને. ૧૦૮ અર્થ –હવે ચોથા સ્થૂલ મૈથુન વિરમણ વ્રતને વિષે દેશથી એટલે કંઇક અંશે મિથુનને ત્યાગ હોય છે. જિનેશ્વરના મતને વિષે બ્રહ્મચર્ય વ્રત હંમેશાં પાલન કરવાનું કહ્યું છે, કારણકે તેનું સંપૂર્ણ પાલન કરવાથી જીવમાં અપૂર્વ આત્મશક્તિ પ્રગટે છે, પરંતુ જેઓ તેનું સંપૂર્ણ પાલન કરવાને સમર્થ ન હોય તે શ્રાવકે સ્વદારાતષને એટલે પિતાની પરણેલી સ્ત્રીને વિષે જ સંતોષ માને-રાખે, અને પરદારગમણું એટલે પારકાની સ્ત્રીઓ સાથે કામક્રીડા કરવાને ત્યાગ રૂપ નિયમને ધારણ કરે. ૫૦૮ કેટલાએક પુણ્યવંતા શ્રાવકે સર્વદા શીલ પણ પાળે છે તે વિગેરે જણાવે છે – શીલધરના જીવન સ્મરીને શીલ પ્રગતિ વધારતા, પ્રચુર મહિમાશાલી શીલ ઘે મુક્તિ પણ ઈમ માનતા; પુણ્યવંતા કઈ સર્વથા શીલ કાયથી, પાળતા સેવી નિયમ વીસ હદયના ઉલ્લાસથી. પ૦૯ અર્થ –આ સ્વદારા સંતોષ અને પરસ્ત્રી વિરમણ વ્રતનું પાલન કરનારા સંપૂર્ણ શીયલતના પાલનાર ઉત્તમ જીના જીવનને સંભારીને પોતાના શીયલગુણને વધારે છે એટલે સ્વદારા સંતેષમાં પણ તીથિ વગેરેને નિયમ જરૂર કરે છે, વળી તેઓ ઘણા મહિને માવાળું એ બ્રહ્મચર્યવ્રત મોક્ષને પણ આપે છે એમ માને છે. તથા કેટલાક પુણ્યશાળી જ શ્રી દેશવિરતિ જીવન નામના ગ્રંથમાં કહેલા વીસ નિયમનું પાલન કરીને હૃદયના ઉલ્લાસથી એટલે ખરા ભાવ અને આનંદપૂર્વક કાયથી સંપૂર્ણ પણે શીયલતનું પાલન કરે છે. ૫૦૯ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org


Page Navigation
1 ... 411 412 413 414 415 416 417 418 419 420 421 422 423 424 425 426 427 428 429 430 431 432 433 434 435 436 437 438 439 440