Book Title: Deshna Chintamani Part 01
Author(s): Vijaypadmsuri
Publisher: Jain Granth Prakashak Sabha

View full book text
Previous | Next

Page 421
________________ ૩૭૪ શ્રી વિજ્યપદ્વરિતતથા ઘર હાટના પરિમાણનું ઓળંગવું. ૩ રૂચ સુવર્ણ પ્રમાણતિક્રમ એટલે રૂપા તથા સેનાના પરિમાણનું ઓળંગવું. ૪ મુખ્ય પ્રમાણતિક્રમ એટલે ઘરના સામાન વિગેરેના પરિમાણનું ઓળંગવું. ૫ દ્વિપદ ચતુષ્પદ પ્રમાણતિક્રમ એટલે દાસ, દાસી તથા ગાય ભેંસ વગેરેના પરિમાણુનું ઓળંગવું, આ બીનાને શ્રી દેશવિરતિ જીવનમાં વિસ્તારથી વર્ણવી છે. પર૬ છઠ્ઠી વ્રતની બીના વિગેરે જણાવે છે – અણુવ્રતે ઉપકારકારક ગુણવ્રત ત્રણ જાણીએ, ગમનાગમનને દશ દિશામાં નિયમ કરીએ દિશિત્રતે, સંતોષવૃત્તિ પમાડનારૂં રખડપટ્ટી દૂર કરે, બંધ અવિરતિનો ક્રમે વ્રત આ પરંતા શિવ વરે. પર૭ અર્થ—અણુવ્રતને જે ઉપકાર કરે તે ગુણવ્રત કહેવાય છે. માટે અણુવ્રતની બીના કહીને ગુણવ્રતનું સ્વરૂપ કહે છે. તે ગુણવ્રત ત્રણ છે. તેમાં દશ દિશા એટલે પૂર્વ, પશ્ચિમ, ઉત્તર, દક્ષિણ એ ચાર તથા ઈશાન, અગ્નિ, નૈઋત્ય અને વાયવ્ય એ ચાર ખુણુ તથા ઉપર અને નીચે એ પ્રમાણે દશ દિશાઓમાં ગમનાગમન એટલે જવા આવવાને જે નિયમ કરવો તે દિશિવ્રત એટલે દિગ પરિમાણવ્રત નામનું પહેલું ગુણવ્રત કહેવાય. આ વ્રત સંતોષવૃત્તિ એટલે લેભને ત્યાગ કરાવનારૂં તથા રખડપટ્ટીને દૂર કરાવનારૂં છે, વળી અવિરતિથી થતા બંધને દૂર કરનાર છે, અને આ વ્રતને ધારણ કરનાર ભવ્ય જી અનુક્રમે મેક્ષને પણ મેળવે છે. પ૨૭ આ વ્રતથી કોને કેવા લાભ થયા વિગેરે બીના ઉદાહરણ દઈને સમજાવે છે – શેઠ સિંહે મુક્તિ સુરસુખ ચારૂદત્ત આ વ્રતે, મેળવ્યા લધુવય મહાનન્દ તથા છઠ્ઠા વ્રતે; ખૂબ લક્ષ્મી મેળવી તિમ પુત્રને નિર્વિષ કર્યો, પંચાતિચાર તજી પરભવે તેહ બહુ સુખીયો થયે. પ૨૮ અર્થ:--સિંહ નામના શેઠે આ વ્રતનું આરાધન કરો મેક્ષ સુખ મેળવ્યું, તથા શેઠ ચારૂદત્તે આ વ્રતની આરાધનાથી સ્વર્ગનું સુખ મેળવ્યું. તથા લઘુવય એટલે નાની ઉંમરવાળા મહાનલ્ટે આ છઠ્ઠા વ્રતની આરાધના કરવાથી ઘણી લક્ષમી મેળવી, અને પિતાના પુત્રને નિર્વિષ એટલે સર્પના ઝેરથી રહિત કર્યો, અને આ વ્રતના પાંચ અતીચારનો ત્યાગ કરીને તે મહા નંદકુમાર ઘણે સુખી થયે. આ વ્રતના પાંચ અતીચાર આ પ્રમાણે -(૧) ઉર્ધ્વ દિશા એટલે ઉંચે, (૨) અર્ધ દિશા એટલે નીચે તથા (૩) તિર્ય દિશા એટલે તીર્જી એમ ત્રણ દિશાના પરિમાણના નિયમ ઉપરાંત અનુપગથી જાય તે ત્રણ અતિચાર, (૪) Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 419 420 421 422 423 424 425 426 427 428 429 430 431 432 433 434 435 436 437 438 439 440