________________
દેશનાચિતામણિ ].
( આ પ્રમાણે સાંભળીને મકરંદ આ ટાઈમને મહોત્સવ તુલ્ય માનવા લાગ્યું. પછી તે તેની પાસે જ રહ્યો અને તેની સાથે ભોગ વિલાસ કરવા લાગ્યા, તેનામાં જ ચિત્ત લીન થવાથી તે ગણિકાએ ધીમે ધીમે તેનું બધું દ્રવ્ય લઈ લીધું. આ બાબતમાં એક કવિએ કહ્યું છે કે “વેઠ્યામાં અને કવિતામાં તલ્લીન થયેલ માણસ રસના આકુળપણથી અપશબ્દ, વૃત્તભંગ તથા અર્થને ક્ષયને જાણ નથી.”
અનુક્રમે તે નિદ્રવ્ય થઈ ગયે. ત્યાર પછી વેશ્યા તેને બહુ આદર સત્કારાદિ કરતી નહિ. તેને ત્યાં જ્યારે બહુમાન મળતું બંધ થયું, ત્યારે મરકંદે જાણીતા પુરૂષની મારફત બધી હકીક્ત તેના પિતા હીરક શ્રેષ્ઠીને જણાવી, તે શ્રેષ્ઠી આ પુત્રની વાત સાંભળીને બહુ ખેદ પામ્ય અને કેપ કરીને તેવી શિક્ષા આપનાર કુટિની પાસે જઈને કહેવા લાગ્યું કે“મારા પુત્રને શીખવવા બદલ આપેલ લક્ષ દ્રવ્ય તું પાછું આપ, કારણકે તારી પાસે ભણેલ છતાં પણ દેશાંતરમાં ગયેલ તે આવી સામાન્ય ગણિકાથી પણ છેતરાઈ ગયો છે.” તે કુદિની પણ તેમનું વચન ધ્યાન પૂર્વક સાંભળીને બોલી કે-હે શેઠ! “જીવતી અવસ્થામાં કરેલા પ્રપંચને તે તે અવશ્ય જીત્યો પણ મૃત્યુ અવસ્થા બતાવીને કરેલા પ્રપંચને તે જીતી શકો નહિ, તે પણ ખેદ કરશો નહિ, હું બધું પાછું લાવી આપીશ, મારી સાથે તમે તે ગામમાં ચાલો.” આ પ્રમાણે વિચાર કરીને તે બંને તે નગરીએ ગયા અને તે નગરીમાં પ્રવેશ કર્યો. શ્રેષ્ઠીએ મને અને કુદિનીએ ડુમીને વેષ લીધે અને પોતાની ધારણા બધા સંકેત મકરંદને એકલા બોલાવીને સમજાવી દીધો. પછી એક દિવસ મકરંદ શેઠ મદિરાની સાથે જાજમ ઉપર બેઠો હતો, તે વખતે તુમ અને ડુમી તેની પાસે ગયા. અને મકરંદને જોઈને ડુમી કહેવા લાગી કે-હે પુત્ર! અમને છોડીને તું કયાં ગયો હતે ? અત્યાર સુધી તેં તારા સમાચાર પણ મને કહેવરાવ્યા નહિ. હવે ચાલ ઘેર ચાલ. અને તારૂં બધું ; ધન કયાં
? આ પ્રમાણે કહીને તે રોવા લાગી. આ વાત સાંભળીને વેશ્યાને પરિવાર પણ મેગે થઈ ગયે. અને વૃદ્ધ વેશ્યા વિચાર કરવા લાગી કે હવે આમાંથી કઈ રીતે છૂટવું ? કયાં જવું ? છેવટે નક્કી કરીને વૃદ્ધ વેશ્યાએ તે ડૂમીને અને મકરંદને કહ્યું કે–તમારે આજે સાંઝ ગાંડા જેવા થઈને બધું ધન વિગેરે લઈને ચાલ્યા જવું. અને ફરી અહીં આવવું નહિ. આ બીના બન્યા બાદ પુત્રને સેંપીને ડુમી અને મરકંદ તમામ ધન લઈને પિતાના ગામમાં આવ્યા. અહીં હીરકશેઠે પિતાની જગ્યાએ મકરંદને નીખે. અને શીખામણું દઈને દીક્ષા ગ્રહણ કરી. તેની પરમ ઉલાસથી નિર્મલ સાધના કરીને તે મુક્તિપદના અવ્યાબાધ સુખ પામ્યા. અહીં દષ્ટાંત પૂરું થાય છે. આમાંથી સાર એ લેવાને કે સ્ત્રીની કપટ કલામાં ફસાવું નહિ. અને તેના ઉપર વિશ્વાસ પણ રાખે નહિ. કારણ કે–વિશ્વાસ રાખવાથી વગર તે મરવાનો પ્રસંગ આવે છે. કારણ કે તેવા ચાર પાનામાં સ્ત્રીના વિશ્વાસને પણ ગણ્યો છે, કહ્યું છે કે
૧ બંને પક્ષે ત્રણે શબ્દોના જુદા જુદા અર્થ સમજી શકાય તેવા છે,
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org