Book Title: Deshna Chintamani Part 01
Author(s): Vijaypadmsuri
Publisher: Jain Granth Prakashak Sabha
View full book text
________________
૩૮
દેશના ચિંતામણિ ]
અર્થ-જ્ઞાનના સંસ્કારવાળી સલ્કિયા એટલે જ્ઞાન પૂર્વક સમજીને કરેલી સારી કિયા એટલે ધર્મ કરણી સેનાના ઘડા સરખી સર્વોત્તમ જાણવી. અથવા સંશુષ્ક એટલે બબર સૂકાઈ ગયેલા મંડૂક ચૂર્ણન એટલે દેડકાના ર્ણની જેવી જાણવી. એટલે છેદાઈ ગયેલ સુવર્ણઘટ પુનઃ અગ્નિ આદિ પ્રગથી સંધાઈ સંપૂર્ણ ઘટ બની શકે છે તેમ જ્ઞાનીની સ&િયા કેઈ કર્મ બળથી નાશ પામી હોય તે પણ પુન: ઉત્પન્ન થાય છે, તેમજ સૂકાઈ ગયેલા દેડકાની ચૂર્ણમાંથી જળ આદિ સાગથી જેમ પુન: દેડકાં ઉત્પન્ન થાય છે, તેમ જ્ઞાનીની શુષ્ક થઈ ગયેલી સ&િયા પણ પુન; સજીવન થાય છે. તથા જ્ઞાનવાળા શ્રમણતણું એટલે સાધુની નિશ્ચયથી એટલે અવશ્ય ઉર્ધ્વગતિ જ થાય છે, એટલે તેઓ ઉંચી વૈમાનિક દેવની ગતિ અથવા સિદ્ધિને પામે છે. તથા જ્ઞાનની ઉત્કૃષ્ટતા એટલે ઉંચી હદનું જ્ઞાન ચારિત્ર ગુણને પમાડે છે કારણ કે જ્ઞાનનું ફલ વિરતિ કહેલું છે. ૪૫૪ જ્ઞાનથી આત્મા હવંતાં શરમેહ હરાવતા,
નાણી મુનીશ્વર ઈન્દ્ર સહજાનન્દ નંદન વિચરતા; ઇન્દ્ર રાખે વજ તિમ મુનિ જ્ઞાન વ દપતા,
કર્મના ઉદય ક્ષણે નાણી ઉદાસીન ના થતા. ૪૫૫
અર્થ વળી જ્ઞાનથી આત્મા શૂરવીર બનીને મેહ રાજાને હરાવે છે, કારણ કે જ્ઞાન વડે જ મેહનીય કર્મનું સ્વરૂપ જાણીને તેને જીતી શકાય છે. તથા જ્ઞાની મુનિરાજ ઈન્દ્રની જેમ આત્માને જે સ્વગુણું રમણુતા રૂપ સ્વાભાવિક આનંદ તે સહજાનન્દ રૂપી નંદનવનમાં વિચરે છે. જેમ ઈન્દ્ર પિતાના શત્રુનો સંહાર કરવાને માટે વા રાખે છે તેમ મુનિ મહારાજ જ્ઞાન રૂપી વજથી શોભે છે. એટલે જ્ઞાન વડે કર્મ રૂપી શત્રુને હણે છે. અને પૂર્વે બાંધેલ કર્મના ઉદય વખતે જ્ઞાની પુરૂષ ઉદાસીન (ખિન્ન) થતા નથી, પરંતુ સમતા ભાવે તે કર્મને ભોગવે છે અને વિચારે છે કે હે જીવ! તેં પૂર્વે બાંધતી વખતે વિચાર કર્યો નથી તો હવે ભગવતી વખતે પશ્ચાત્તાપ શા માટે કરે છે ? એમ વિચારી પશ્ચાત્તાપ કરતા નથી. અને એ પ્રમાણે સમતા ભાવે ભેગવવાથી જીવ નવા કર્મોને ઘણા મંદ રસે બાંધે છે અને અજ્ઞાની જીવ તે કર્મનાં તીવ્ર ઉદય વખતે હાય પીટ કરીને ફરીથી નવાં ચીકણાં કર્મો બાંધે છે. ૪૫૫
મૂળ ભેદો પાંચ મતિ શ્રત અવધિ મનપય ને,
કેવલ તિહાં લક્ષણ વિચારે ઈમ પ્રથમ મતિનાણને પાંચ ઈન્દ્રિય ચિત્ત કેરી હાયથી જ પદાર્થો,
બેધ જે મતિજ્ઞાન તે શબ્દાર્થ બેધ સિવાયને. ૪૫૬
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org

Page Navigation
1 ... 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396 397 398 399 400 401 402 403 404 405 406 407 408 409 410 411 412 413 414 415 416 417 418 419 420 421 422 423 424 425 426 427 428 429 430 431 432 433 434 435 436 437 438 439 440