Book Title: Deshna Chintamani Part 01
Author(s): Vijaypadmsuri
Publisher: Jain Granth Prakashak Sabha
View full book text
________________
દેશના ચિંતામણિ ]
૩પ૭ નિરપેક્ષ ને સાપેક્ષમાં નિરપેક્ષને ઠંડી શકે,
એમ વીસ વસા દયામાંહી સવા પાળી શકે. ૪૮૭ અર્થ:—શ્રાવક ત્રસ જીવોની દયા પણ સંપૂર્ણ પણે પાળી શક્તા નથી. કારણ કે શ્રાવક તે ત્રસની સંકલ્પ હિંસાને ત્યાગ કરી શકે છે. સંકલ્પ હિંસા એટલે જાણું જોઈને ત્રસની હિંસા ન કરે, પરંતુ આરંભથી હિંસાને ત્યાગ કરી શકતા નથી, તેથી દશ વસામાંથી પાંચ વસા દયા રહી. સંક૯પ હિંસાના ત્યાગમાં પણ નિરપરાધી હનન એટલે શ્રાવક અપરાધ રહિત (બીન ગુનેગાર) જીવની હિંસાને ત્યાગ કરી શકે છે. પરંતુ અપરાધીની હિંસાને ત્યાગ કરી શકતો નથી તેથી અઢી વસા રહ્યા. વળી નિરપરાધી હિંસાના ત્યાગમાં પણ નિરપેક્ષ એટલે અપેક્ષા રહિત અને સાપેક્ષ એટલે અપેક્ષા સહિત એ બે ભેદ પડે છે, તેમાં નિરપેક્ષની દયા પાળી શકે, પરંતુ સાપેક્ષની દયા ન પાળી શકે, તેથી સવા વસા દયા શ્રાવક પાળી શકે. એ પ્રમાણે સાધુની વીસ વસા દયાની અપેક્ષાએ શ્રાવક સવા વસા દયા પાળી શકે. આ બાબતને શ્રી દેશવિરતિ જીવનમાં વિસ્તારથી સમજાવી છે, તે ત્યાંથી જોઈ લેવી. ૪૮૭
જીવદયાની બાબતમાં સમજુ શ્રાવકે શું વિચારવું જોઈએ? વિગેરે જણાવે છે – નિવહ આદિક કારણે આરંભ કરતાં પણ ડરે,
આરંભ તજનારા જનનું ખૂબ અનુમોદન કરે, સર્વથા આરંભ છોડીશ જીવ ! ક્યારે ઈમ ચહે,
લાભદાયક શુદ્ધ જયણ પાળવા તત્પર રહે. ૪૮૮ અર્થ:--શ્રાવક પિતાની આજીવિકા વગેરે કારણોને લીધે આરંભ એટલે જીવહિંસાના કાર્યો કરતાં પણ પાપથી ડરે છે. વળી આરંભનો ત્યાગ કરનાર એ મુનિ મહારાજે તેઓની ઘણી અનુમોદના કરે છે અને એવી ભાવના ભાવે છે કે હે જીવ! તું સંપૂર્ણ પણે આરં. ભને કયારે ત્યાગ કરીશ? માટે લાભદાયક એટલે કલ્યાણકારી શુદ્ધ જયણા પાળવાને માટે તે તત્પર રહે એટલે તૈયાર રહે. ૪૮૮
દયાનું ફલ વિગેરે જણાવે છે - પર તણ કરતાં બચાવ જરૂર પિતાને હવે,
હિંસા કરતાં અન્યની હિંસા જ પિતાની હવે આ ભવે ને પરભવે શ્રાવક દયા ગુણ પાલને,
પામતા ધર્માદિ સાધન દ્રવ્ય લાંબા જીવનને. ૪૮૯ અર્થ:--જે પારકાને બચાવ કરે છે એટલે બીજા મરતા છને બચાવે છે, તેઓ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org

Page Navigation
1 ... 402 403 404 405 406 407 408 409 410 411 412 413 414 415 416 417 418 419 420 421 422 423 424 425 426 427 428 429 430 431 432 433 434 435 436 437 438 439 440