Book Title: Deshna Chintamani Part 01
Author(s): Vijaypadmsuri
Publisher: Jain Granth Prakashak Sabha

View full book text
Previous | Next

Page 400
________________ દેશનાચિંતામણિ ] ૩૫૩ અર્થ –શ્રી જિનેશ્વર પ્રભુના વચને આ લેકમાં જ હિત કરે છે, એટલું જ નહિ પણ પરલોકમાંએ હિત કરે છે. આવા શ્રી જિનરાજના વચનને અથવા તેમના ઉપદેશને વિધિ જાળવીને એટલે વિનય પૂર્વક તથા બરોબર ઉપગ રાખીને જે પુણ્યવાન મનુષ્ય સાંભળે છે તે શુકલપાક્ષિક (જેમને એક વાર સમતિ થએલું છે અને જેમને અર્ધ પુદગલ પરાવર્તામાં મેક્ષમાં જવાનું છે.) શ્રાવક મેક્ષને ચાહે છે. અને બાર વ્રતને આરાધીને મોડામાં મોડા આઠ ભવની અંદર તે જરૂર મોક્ષને મેળવે છે. આ બાબતમાં કહ્યું છે કે – परलोयहिय सम्म-जो जिणवयणं सुणेइ उवउत्ता ॥ अइतिव्वकम्मविगमा-सुक्को सो सावगो पत्थ ॥ १॥ (શ્રી પંચાશકમાં) ૪૮૧ બે રીતે શ્રાવકના ચાર ભેદ જણાવે છે – માતા પિતા ભઈ મિત્ર શક્ય તણી સમા શ્રાવક કહ્યા, આદર્શ વજ સ્થાણું ખરંટક જેહવા પણ તે કહ્યા; ભંગ ચારે બે પ્રકારે જાણીને શ્રાવક ખરા, માતા પિતા આદર્શના જેવા અને ગુણ ગણધરે. ૪૮૨ અર્થ –શ્રાવક ચાર પ્રકારના કહ્યા છે. ૧ માતાપિતા જેવા, ૨ ભાઈ જેવા, ૩ મિત્ર જેવા, ૪ શક્ય જેવા. (૧) જે કેટલાક શ્રાવક સાધુને શું કાર્ય છે તેની ચિન્તા રાખે, તપાસ રાખે, બીન સમજણ વિગેરેને લઈને સાધુની ભૂલ જણાય તે પણ સનેહ રહિત ન થાય, અને સાધુ પ્રત્યે અત્યંત વાત્સલ્ય (પ્રેમભાવ, લાગણું) રાખે, આવા પ્રકારના શ્રાવકે માતા પિતાની જેવા જાણવા. (૨) જે શ્રાવક હદયમાં નેહવા છતાં મુનિઓના વિનય કાર્યમાં મન્દ આદરવાળો હોય, પરંતુ કેઈ સાધુને પરાભવ કરે તે વખતે મદદ કરે, તે ભાઈની જેવા બીજા પ્રકારના શ્રાવક જાણવા. (૩) કારણ પ્રસંગે નહિ પૂછવાથી અભિમાનમાં આવીને જે શ્રાવક કાંઈક રેષ કરે, છતાં જે સ્વજન કરતાં પણ મુનિને અધિક ગણે તે ત્રીજા પ્રકારના મિત્રની જેવા શ્રાવક જાણવા. તથા (૪) જે શ્રાવક શેક્યની પિઠે અકકડ, છિદ્ર જેનાર, પ્રમાદથી થએલી સ્કૂલના બીજાને કહી દેનાર હોય અને સાધુને તૃણ સરખા ગણે તે ચોથા પ્રકારના શયની જેવા જાણવા, હવે બીજી રીતે ચાર પ્રકારના શ્રાવક આ પ્રમાણે જાણવા–૧ આદર્શ (દર્પણ) જેવા, ૨ ધવજ (ધા) સમાન, ૩ સ્થાણુ (ઠુંઠા) જેવા, અને 8 ખરંટક (અશુચિ પદાર્થ ) જેવા. (૧) જેમ દર્પણમાં પ્રતિબિંબ પડે છે તેમ જે શ્રાવકને ગુરૂએ કહેલ સૂત્ર તથા અર્થ યથાર્થ પણે મનમાં પ્રતિબિંબિત થાય એટલે બરાબર યાદ રહે તે આદર્શ (ચાટલા) ની જેવા પહેલા પ્રકારના ૪૫ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 398 399 400 401 402 403 404 405 406 407 408 409 410 411 412 413 414 415 416 417 418 419 420 421 422 423 424 425 426 427 428 429 430 431 432 433 434 435 436 437 438 439 440