________________
દેશનાચિંતામણિ ]
૧૯૩
નગરના દરવાજા ઉઘાડયા. અહિં દરવાજા ઉઘડયા બાદ તુ હઠી ગયેલા સૈન્ય સહિત કાણિકે આવીને નગરીને ઘેરો ઘાલીને માટું યુદ્ધ કરી નગર પ્રવેશ કર્યાં. આ યુદ્ધ વખતે ૧ ક્રોડ ૮૦ લાખ સુભટા હણાયા, તેમાં દશ હજાર સુભટ તે એકજ માછલીના પેટમાં ઉત્પન્ન થયા, અને એક સુભટ દેવલેાકમાં ગયા, તથા એક સુભટ ઉંચા કુળના મનુષ્યમાં ઉત્પન્ન થયા. અને માકીના બધા સુભટો નરક ગતિમાં અને તિર્યંચગતિમાં ગયા. આ વખતે ચેડા રાજા સમાધિ પૂર્વક વાવમાં પડતાં ધરણેન્દ્ર ઝીલી લીધા. અને તેમને તે પેાતાના ભુવનમાં લઇ ગયા. અંત સમયે મરણ પામી આઠમા ધ્રુવલેાકમાં સામાનિક દેવ થયા. તથા ચેડા રાજાની દીકરીના દીકરા સત્યકી વિદ્યાધર વિશાલા નગરીના લેાકેાને નીલવંત પર્વત ઉપર લઇ ગયા, અને કાણિક રાજા પણ નગરીને નાશ કરી પેાતાની પ્રતિજ્ઞા પૂર્ણ કરી પાતાની રાજધાનીમાં પાછે વણ્યે.
અહિં દૃષ્ટાંત પૂરૂ થાય છે. તેમાંથી સાર એ લેવા કે—કુલવાલક મુનિનું ચારિત્ર નિષ ક્રિયા રૂપ હાવાથી ગુરૂના દ્રોહી થયા. ભગવતનું દેહરાસર ખાદી નંખાવ્યું. અને ચેડા રાજા જેવા ધર્મી રાજાના નાશમાં નિમિત્ત કારણુ થયા, અને માગધીકા ગણિકાને વશ થઈ અનેક પાપકર્મ કરી દુર્ગતિમાં ગયા. વિષાનુષ્ઠાનના આવા ગેરલાભ જાણીને આમાથી ભવ્ય જીવાએ તેના ત્યાગ કરવા જોઇએ.
૨. ગરલ અનુષ્ઠાન-જે ધર્મક્રિયા કરવામાં આ ભવના સુખની ઇચ્છા ન હેાય પરન્તુ પરભવમાં ઇન્દ્ર, દેવ, ચક્રવતી, વાસુદેવ વિગેરેની મહાઋદ્ધિએને મેળવવાની ઇચ્છા હાય તા તે ધાર્મિક ક્રિયાઓ જે કે થાડું ફળ આપે છે પરન્તુ એ ફળના પરિણામે પણ સંસાર વૃદ્ધિ સિવાય બીજી કઇ હાતું નથી માટે ગરલ એટલે ગિરાલી શ્વાન વિગેરેનુ ઝેર જેમ ઘણા કાળે જીવનના નાશ કરે છે, તેમ આ અનુષ્ઠાન ઉત્તમ છતાં પણ નિયાણાની ભાવનાને લઇને કની નિરા વિગેરે સંપૂર્ણ ઉત્તમ લાભ રૂપ લને હણે છે. આ સંબંધમાં શ્રીનદિષેણુ મુનિની મીના જાણવા જેવી છે. તે ટૂંકામાં આ પ્રમાણે જાણવી:નદી ગામમાં સેામિલ બ્રાહ્મણના નર્દિષણ નામનેા પુત્ર રહેતા હતા. એટલો બધા કહૂ પા અને ખેડાળ શરીરવાળા હતા કે જેથી ખીજાને દેખતાં જ તિરસ્કાર થાય, એથી કાઈ એ તેને કન્યા ન આપી, ત્યારે તેના મામાએ પેાતાની સાત પુત્રીઓમાંથી એક પુત્રી આપવા કહ્યું, પરંતુ પુત્રીઓએ તેને તિરસ્કાર કરી પરણવા ના પાડી ત્યારે બહુ ખેદ પામીને વનમાં જઇને એક ટેકરી ઉપરથી ઝંપાપાત કરવા તૈયાર થતાં કાઇ મુનિએ તેને જોઈ ને ઝંપાપાત કરતાં અટકાવ્યા. અને મુનિએ કારણ પૂછતાં જવાખમાં તેણે પોતાની બધી હકીકત જણાવી દીધી. ત્યારે મુનિએ તેને બહુજ વૈરાગ્યમય સુંદર ઉપદેશ આપ્યા. તે ઉપદેશ સાંભળીને વૈરાગ્ય પામી પેાતાને આ ભવના જેવું દુ:ખ પરભવમાં ન પડે અને કંઇક સુખ મળશે તેવી આશાએ ચારિત્ર ગ્રહણ કરી શાસ્ત્રાભ્યાસ કરી નર્દિષણુ ગીતા થયા. એક વાર એવા નિયમ ગ્રહણ કર્યો કે નિરન્તર છ તપ કરી પારણાને દિવસે
૨૫
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org