________________
દેશનાચિંતામણિ ].
૨૨૫ અંધ દેરે અંધને શું પામશે શુભ માર્ગને,
જ્ઞાન હીણા અંધ જેવા યોગ્ય નહિં કંઈ કાર્યને. ૨૫૮ અર્થ –તે કારણથી જ જિનેશ્વર ભગવતેએ તથા ગણધર મહારાજેએ બે જણને એગ્ય ( સારો) વિહાર કહેલો છે. તેમાં પ્રથમ ગીતાનો એટલે સૂત્ર તથા અર્થના જાણકારને વિહાર યોગ્ય છે. અને બીજે ગીતાર્થ નિશ્રિતને એટલે ગીતાર્થની નિશ્રાએ સાલનારને વિહાર એગ્ય છે. એટલે પિતે જે કે અગીતાર્થ છે અર્થાત્ વિહારાદિ વ્યવહારને અજાણ છે, તે પણ ગીતાર્થના કહેવા મુજબ વર્તનાર હોવાથી તેને વિહાર પણ સુવિહાર જાણ. આ બે સિવાય ત્રીજા પ્રકારને વિહાર એટલે એકલા અગીતાર્થને વિહાર પ્રભુએ કહ્યો નથી. કારણ કે જેમ કેઈ આંધળો માણસ ભૂલો પડયો હોય અને તેને બીજો આંધળો માણસ દોરે તે તે સારા માર્ગે આવી શકશે ? અર્થાત્ તે સારા માર્ગે આવી શકતો નથી તેમ જેઓ જ્ઞાન વિનાના છે તેઓ પણ આંધળાની જેવા કહેલા છે, કારણ કે તેઓ આત્મહિત કરવા રૂપ કાર્ય સાધી શક્તા નથી. ૨૫૮ * ક્ષપશમિક જ્ઞાનને અંગે ચાલુ બીના જણાવીને ક્ષાયિક જ્ઞાનને અંગે ત્રણ લેકમાં જણાવે છે – બે ભેદ જ્ઞાન તણું પ્રથમ ક્ષાપશમિક વિચારણા,
વર્ણવી હું વર્ણવું ક્ષાયિક જ્ઞાનની ભાવના આ સંસાર સાગર તટ રહેલા ચરણ તપને સાધતા,
અરિહંત પણ નવિ મુક્તિ પામે જે ન કેવલ પામતા. ૨૫૯ અર્થ-જ્ઞાનના બે ભેદ કહેલા છે. પ્રથમ ક્ષાપશમિક જ્ઞાન એટલે જ્ઞાનાવરણીય કર્મના ક્ષપશમથી થતું જ્ઞાન અને બીજું ક્ષાયિક એટલે જ્ઞાનાવરણીય કર્મના સંપૂર્ણ ક્ષયથી થતું જ્ઞાન. તેમાં પ્રથમ શપથમિક જ્ઞાનની વિચારણા જણાવી દીધી. હવે ક્ષાયિક જ્ઞાનની વિચારણા જણાવું છું. સંસાર સાગરના તટે રહેલા એટલે તેજ ભવમાં મેક્ષગમન કરનારા તથા ચરણ એટલે ચારિત્ર અને તપને સાધનારા અરિહંત ( એ ભવમાં તીર્થકર પદ પામી મેક્ષે જનાર છદ્મસ્થ પણામાં રહેલા ) પણ જ્યાં સુધી કેવલ જ્ઞાન મેળવતા નથી ત્યાં સુધી એ પણ મોક્ષે જઈ શક્તા નથી. ૨૫૯ પુરૂષાર્થ સિદ્ધિ તણું નિબંધન જ્ઞાન એમ વિચારીએ,
| મારા વિચાર બતાવવા અનુમાન એમ વિચારીએ; જેના વિના જે હોય નાતે હોય કારણ તેહનું,
આ વાત કરી સિદ્ધિમાં દષ્ટાન્ત અંકુર બીજનું. ર૬૦
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org