________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ક્ષેત્રથી : જળ, સ્થળ, આકાશ, ઘર, ઉદ્યાન પર્વત, ગુફા, વગેરે સ્થાનને તથા પ્રકાશ છે કે ત્યાં અધંકાર છે? –વગેરેને વિચાર કરવાને.
કાળથી રાત છે કે દિવસ છે? –વગેરેને વિચાર કરવાને.
દ્રવ્ય, ક્ષેત્ર, કાળના આધારે દાન આપનારની સ્થિતિ કેવી છે, તેનું દ્રવ્ય કેવું છે, વગેરેને નિર્ણય થાય છે. અને તે દ્રવ્યાદિ સાધના આધારે ભાવિ ફળ જણાય છે. પણ આ વાત વ્યવહારનયની અપેક્ષાએ છે.
વ્યવહારનય સ્કૂલબુદ્ધિથી વિચારે છે. તે તે કહે છે : જેવું સાધન હોય તેવું ફળ લેવું જોઈએ. જેમકે દાતાર નીતિવંત હોય, ધન ન્યાયથી મેળવેલું હેય, ક્ષેત્ર યોગ્ય હોય, અને કાળ પણ દિવસને, દાન દેવાને ગ્ય હેય.દેવા યેગ્ય પદાર્થ પણ લેનારને યોગ્ય હોય. તે તે આત્માને તે પ્રકારનું સુંદર ફળ મળે છે... જે તેને સુખ-સમ્મદા આપનારું થાય. આવા પ્રકારનું દાન જીવને પુણ્ય બંધાવનારું થાય...
આ વ્યવહારનયને દૃષ્ટિકોણ છે.
શ્રીકલિકાલસર્વજ્ઞ શ્રીમદ્દ હેમચન્દ્રાચાર્યજી મહારાજ યોગશાસ્ત્રમાં જણાવે છે કે: “યથાવતિથૌ સાધી પ્રતિત્તિ ” ,
અર્થાત આતથિ (લેનાર) જે હોય તે રીતે પ્રતિપત્તિ (સેવા) કરવી જોઈએ. પંચ મહાવ્રતધારી સાધુ ભગવંત હોય તે તેમના પ્રત્યે ભક્તિપૂર્વક અને
www.kobatirth.org
For Private And Personal Use Only