________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અથ : શુદ્ધ દાન દેનારાની અપેક્ષાએ અશુદ્ધ દાનને આપનારે ભેળે (મુગ્ધ) આત્મા શુભ-આયુષ્યને અલ્પબંધ કરે છે. અહીં અલ્પબંધ કરે છે એમ જે કહ્યું, તે શુદ્ધ દાતાર–જે વિવેકનંત છે તેની અપેક્ષાએ અ૫ પુણ્ય બાંધે છે એમ સમજવું. એટલે અહ૫ઋષિવાળું દેવપણું પામે છે અથવા મનુષ્યપણું પામે છે.
પરંતુ નિગોદમાં છવ જેમ ફુલકભ પામે છે તેવી રીતે ક્ષુલ્લક ભવનું અહીં રહણ ન લેવું. કેમકે અશુદ્ધ દાન દેવા છતાં તેના આત્મપરિણામ તે મલિન નથી જ.
આથી તે શુભ આયુષ્ય લાંબા કાળનું ન બોધે. પણ શુભ એવુ અલ્પ આયુષ્ય બાંધે અને અશુભ એવું દીધ આયુષ્ય બાંધે તેમ અહીં જણાવ્યું છે.
શુભ અલ્પાયુષ્ય બાંધે, તેને અર્થ એ છે કે તે સાગરપના લાંબા આયુષ્યવાળું દેવાયુષ્ય ન બાંધે પણ દશ હજાર વર્ષ વાળું દેવપણું (વ્યન્તરાદિકનું આયુષ્ય) બાંધે, અથવા માનવ કે તિય"ચ ભવના શાતા વેદનીયવાળું અલ્પ આયુષ્ય બાંધે, એમ સમજવું પરંતુ નિગોદમાં રહેલે જીવ એક શ્વાસોચ્છવાસમાં જે સાડા સાતર ભવ કરે છે, તેવું અલ્પ આયુષ્ય અહીં ન સમજવું.
કારણ કે આ રીતે અલ્હાપુષ્પને અર્થ કરતાં શાસ્ત્રનાં અન્ય સૂત્રો સાથે વિરેાધ આવે છે. આ વાત સ્થાનાંગસૂત્રની રીકા વગેરેમાં સ્પષ્ટ કરેલ છે.
૪૬]
www.kobatirth.org
For Private And Personal Use Only