Book Title: Chovishi Swarup ane Sahitya
Author(s): Abhay Doshi
Publisher: Saurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre

View full book text
Previous | Next

Page 6
________________ પ્રકાશકનું નિવેદન સૌરાષ્ટ્રકેસરી પ્રાણગુરુ જૈન ફિલોસોફિકલ એન્ડ લિટરરિ રિસર્ચ સેન્ટર જૈન સાહિત્ય સંશોધન કાર્યમાં છેલ્લા ૭ વર્ષથી પ્રવૃત્ત છે. મધ્યકાલીન જૈન ગૂર્જર સાહિત્યમાં ઉપદેશમાલા, બાલાવબોધ, વિનોદ ચોત્રીશી જેવા ગ્રંથોનું સંશોધન પ્રકાશનકાર્ય સંપન્ન થયું ઉપરાંત કેટલાંક પ્રાચીન અને મધ્યકાલીન ગ્રંથોની સી.ડી. કરવાનું કાર્ય પણ કર્યું અને તે દિશામાં કેટલુંક કાર્ય ચાલી રહ્યું છે. શાસન અરુણોદય પૂ. શ્રી નમ્રમુનિ પ્રેરિત ઉવસગ્ગહરં સાધના સંઘના સૌજન્યથી સેન્ટર દ્વારા આયોજિત કરેલા જ્ઞાનસત્ર-૨ અને ૩માં ડૉ. અભય દોશીનો પરિચય થયો. જ્ઞાનસત્રમાં સ્તવનચોવીશીના રચિયતા કવિ અવધૂત યોગી આનંદઘનજી પર ડૉ. અભય દોશીએ વિદ્વત્તાપૂર્ણ શોધપત્ર રજૂ કર્યો હતો. આ સત્રમાં, ડૉ. અભય દોશીએ ચોવીશી સ્વરૂપ અને સાહિત્ય પર મુંબઈ યુનિવર્સિટીની પીએચ.ડી.ની પદવી માટે શોધપ્રબંધ તૈયાર કરેલો તેની માહિતી મળી. હત C પૂ. શ્રી નમ્રમુનિજીની પ્રેરણાથી સેન્ટરે આ શોધપ્રબંધના પ્રકાશનનું કાર્ય કરવાનો નિર્ણય લીધો. અભ્યાસપૂર્ણ પ્રસ્તાવના લખી આપવા બદલ પૂ. શ્રી પ્રદ્યુમ્નસુરિ, પ્રકાશનકાર્ય માટે ડૉ. અભય દોશી, ડૉ. રસિકભાઈ મહેતા, શ્રી પન્નાલાલ શાહનો આભાર માનું છું. પ્રકાશન સૌજન્યદાતાઓનો તથા સુંદર મુદ્રણકાર્ય બદલ શ્રી સસ્તું પુસ્તક ભંડારના વિજયભાઈ મહેતાનો આભાર. મધ્યકાલીન ગૂર્જર સાહિત્યના અભ્યાસીઓને આ પ્રકાશન ઉપયોગી થશે. તીર્થંકર પરમાત્મા પ્રત્યે જેનો ભક્તિસિંધુ લહેરાઈ રહ્યો છે, તેવા સાધક, ભક્તજનો માટે આ સ્તવનચોવીશી પરનો શોધનિબંધ સ૨ળ રસાસ્વાદની પ્રાપ્તિ કરાવશે તેવી અભિપ્સા સાથે વિરમું છું. joy! By fre cik 9 6 6 181 ચોવીશી સ્વરૂપ અને સાહિત્ય Jain Education International FI]FIR [][][દિ ગુણવંત બરવાળિયા માનદ્ સંયોજક HIS સૌરાષ્ટ્રકેસરી પ્રાણગુરુ જૈન ફિલોસોફિકલ એન્ડ લિટરરિ રિસર્ચ સેન્ટર – ઘાટકોપર, મુંબઈ Kals for 0-16 ICI For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 430