________________
નવનીત તને હું ઘડી પણ વિસારી શકુ ના ગુજરાતી ડાયજેસ્ટ અને દિલની તડપ હટાવી શકું ના
મને છે સતાવે સદા યાદ તારી.
સ્વ.
શ . ( 2 3
ઈ. સ. ૧૯૪૬ ની ઘટના છે. નહેરુ ત્યારે શહીદનગરની જેલમાંથી છૂટયા હતા. થોડા સમય પછી તેઓ મલાયા જવાના હતા. એક સાર્વજનિક સભામાં એમણે એને ઉલ્લેખ કર્યો. સભામાં, વર્ષો સુધી મલાયામાં રહ્યા. પછી ભારત પાછા ફરેલ એક ભાઈ હાજર હતા. પંડિતજીની મલાયા જવાની વાત સાંભળી એમને ખૂબ આનંદ થયે. તરત એમણે ખિસ્સામાંથી એક કાગળ કાઢો. એની પર કશુંક લખ્યું અને એ કાગળ પંડિત નહેરુને પહોંચાડયે.
એમણે લખ્યું હતું–“ઘણા મહિનાથી મારો પુત્ર બીમાર છે એને ઉપયોગી થઈ પડે એવી એક દવા સલાયામાં જ મળી શકે છે. ભારતમાં એ ઉપલબ્ધ નથી. તમે મલાયા જઈ રહ્યા છે તે ત્યાંથી એ લેતા આવશે તે ઉપકાર થશે.”
ચિઠ્ઠી નીચે પિતાનું નામ અને સરનામું લખ્યું હતું.
મલાયામાં નહેરુનો ભરચક કાર્યક્રમ હતો. છતાં ખીસામાં મૂકેલી ચિઠ્ઠી તેઓ ભૂલ્યા નહિ. એમણે દવા ખરીદી અને પાછા ફર્યા ત્યારે પેલા ગૃહસ્થને મેકલાવી આપી.
– રામેશ્વરદયાળ દુબે
ત ઇ
. જ હ
ના સૌજન્યથી