________________
અધર.
શ્રીમદ્ બુદ્ધિસાગરસૂરિજી
અરમાન
જમાના પ્રમાણે જૈનધર્મમાં પરિવર્તન કરનારા વિચાર ધરાવનાર તેમજ તે પ્રમાણે જાહેર વ્યાખ્યાનની પીઠ પરથી ઉપદેશ દેનાર જૈન સાધુઓ આંગળીને વેઢે ગણી શકાય તેટલા જ થઈ ગયા છે. એવા સાધુઓમાં શ્રીમદ્ બુદ્ધિસાગરસૂરિજીનું પણ એક મહત્વનું સ્થાન છે.
જમાનો ઓળખીને નહિ ચાલો તે પસ્તાવું પડશે એવી ઘેરી ચેતવણી તેમણે અનેક ગ્રંથમાં આપી છે. અને જમાના પ્રમાણે શું શું કરવું જોઈએ તેને અનેક ગ્રંથમાં તેમણે નિર્દેશ કર્યો છે.
તેમનાં અરમાન હતાં. ગુરુકુળ: સાધુ મહારાભા અને જ્ઞાન ભંડાર જમાનાની એ માંગ હતી, અને આજે પણ છે.
એ અરમાન હજુ પણ અધૂરાં છે. કેઈ ભડવીર એ પૂરા કરશે કે ?