________________
તા. ૧૭-૬-૧૯૬૫ ]
જૈન ડાયજેસ્ટ
[ ૫૯
જ્ઞાન ભંડાર
હિંદુસ્તાનમાં એક મેટેડ જૈનાગમ ભાંડાર કરવાની જરૂર છે. અર્ધા માઈલનું વ્યવસ્થાવાળું મોટું મકાન હોય, લાખે। રૂપિયાના ખર્ચથી બધાવેલુ હોય, લખેલા જુનાં પુસ્તકાની વ્યવસ્થા સચવાય, પુસ્તકાને હવા વગેરે ન લાગે અને અજવાળુ આવે એવી વ્યવસ્થા હોય, દરેક સાધુઓનાં પુસ્તક તેમની તરફથી સાચવવામાં આવે અને તેમના સબંધે રહે એવા જૂદા જૂદા આરડાઓ હોય, ઈંગ્લેન્ડની માટી લાયબ્રેરીની જેમ સર્વ પ્રકારની વ્યવસ્થા હોય, વીજળી, અગ્નિ વગેરેથી પુસ્તકનું રક્ષણ કરવાની વ્યવસ્થા કરવામાં આવી હોય, છાપેલાં દરેક જાતનાં પુસ્તકા રાખવાની સારી વ્યવસ્થા કરવામાં આવી હોય, આ જૈનાગમ ભાંડારમાં બેસીને વાંચનારાઓ વાંચે અને લખનારાઓ લખી શકે એવી વ્યવસ્થા ભંડારની સારામાં સારી વ્યવસ્થા હોય શકે એવા વિદ્વાનેા રાખવામાં આવ્યા હોય, આ ભાંડાર વા જૈનનગમ લાયબ્રેરીની ચારે તરફ પવિત્રતા હોય, સાધુઓ અને સાધ્વીઓ પણ આવીને ત્યાં વાંચે એવી. વ્યવસ્થા હોય, દરેક જાતના ધર્મપુસ્તકનું રક્ષણ થાય એવી. વ્યવસ્થા હોય, અનેક ઓરડીઓ તથા માળની વ્યવસ્થા હોય,. લાખા વા કરાડા રૂપિયાનું ફંડ કરીને જેમાં સવ" પુસ્તકાનું સ’બહુ કરવામાં આવ્યો હોય એવા—
જેનાગમ ભડારની વા તેવી લાયબ્રેરીની ખાસ આવશ્યકતા છે.