________________
બુદ્ધિપ્રભા [ તા. ૧૦-૬-૧૯૬પ ધર્મને પુર્નજન્મ આપનાર વૃદ્ધ મુનિરાજ શ્રી જીવવિજયજી મહારાજ સા, મુનિરાજ શ્રી વિજયજી ગણિવર્ય મ. સા. તેમજ શ્રી પરમાર ક્ષત્રિય જૈન ધર્મ પ્રચારક સભાના નામી અનામી સૌ સંચાલકોના નામ સુવર્ણાક્ષરે લખાશે.
આ પૂજ્ય મુનિ ભગવતેની નિશ્રામાં ચિત્રી ઓળીનું આરાધન રૂડી રીતે થયું હતું. તેમજ વિશાખ સુદ છઠના ગુરુવારના મંગળ દિવસે મુનિરાજ શ્રી રત્નાકરાવજયજી મ. સા. ની વડી દીક્ષા ધામધૂમપૂર્વ ઉજવવામાં આવી હતી.
પૂ. મુનિરાજ શ્રી ઇન્દ્રવિજયજી મ. સા. માસરાડ ચાર્તુમાસ માંટ પધારનાર છે.
[તા. ક–પૂ. વયોવૃદ્ધ મુનિરાજ શ્રી જિનભદ્ર વિજયજી મ. સા. સંસારીપણામાં પૂ. સ્વ. શ્રીમદ્ બુદ્ધિસાગરસૂરિજી મ. સા ની અનેકવિધ પ્રવૃત્તિઓના સાક્ષી હતા. અને શ્રીમદ્જીના અનન્ય ભક્ત હતા. સંસારીનામ શ્રી જીવણચંદ ધરમચંદ ઝવેરી હતું, તેમના પર લખાયેલા પત્રોને “તીર્થયાત્રાનું વિમાન નામે શ્રીમદ બુદ્ધિસાગરજીને ગ્રંથ પ્રગટ થયો છે.]
તવ કાર્યની જ્યોત સદાય જલે (અમદાવાદ)
અમદાવાદમાં શ્રી શાંતિચંદ્ર સેવા સમાજ તેની રચનાત્મક પ્રવૃત્તિ. ચોથી સારા શહેરમાં જાણીતી સંસ્થા છે. તેની પ્રવૃત્તિને પથરાટ તીર્થ સ્થળ અને આજુબાજુના ગામ માં પણ છે. આ સમાજ સેવી સંસ્થાએ આજ સુધીમાં જે કંઇ સિદ્ધિ હાંસલ કરી છે તેનું પુણ્ય ફળ તે સંસ્થાના સંનિષ્ઠ કાર્યકરોના ફાળે જાય છે. આવા જ એક સંનિક કાર્યકર સમાજમાં છેલ્લા ૨૦ વરસથી નિકામભાવે કાર્ય કરનાર બાર વરસથી સ્વયંસેવક દળના નાયક તરીકે રહેનાર, તેમજ સંસ્થાની કારોબારી સમિતિમાં છેલ્લા સારા વરસથી એકધારી રીતે સભ્યપદ રહીને વિવિધ પ્રવૃત્તિઓની જવાબદારી સંભાગાનાર સેવાભાવી યુવાન કાર્યકર શ્રીયુત કાંતિલાલ સ્તીલાલ બેંકરનું તા. ૧૫-૫-૯૬૫ ના રોજ અવસાન થતાં સમાજે પોતાને એક મહામૂલે કાર્યકર ગુમાવ્યા છે. સદ્ગતની સેવાઓને અંજલિ આપતા શ્રી શાંતિચંદ્ર એવા સમાજે તા. ૧૭–૨–૬૫ ના રોજ શેઠ શ્રી કાંતિલાલ ચીમનલાલ શાહના અધ્યક્ષપણે શોક સભા મળી હતી. અને સદ્ગતના આત્માની શાંતિ માટે પ્રાર્થના કરી હતી.
તંત્રી, માલિક, મુદ્રક અને પ્રકાશક : ઈદિરા ગુણવંતલાલ શાહ મદ્રણાલય : “જૈન વિજય” પ્રિન્ટિંગ પ્રેસ, ગાંધીચેક-સૂરત,