________________
ગુલાકા વહ શાહજાદા, બિછડ હમસે ગયા સહસા, અકેલે રહ ગયે હે હમ, ખિજંકા આયના બન કર. વહ હિંદુસ્તાનકી આત્મામેં બેઠા હૈ ઉજાલા બન કર, કભી વહ મિટ નહી શકતા, કભી વહ મરે નહિ શકતા.
–નીરજ
પંડિત નહેરુનું
એક વધુ સંસ્મરણ. સામાન્યમાં સામાન્ય માણસ વિષે પણ તેઓ કેટલી તત્પરતાથી કામ કરતા હતા તેની એક વાત યાદ આવે છે.
થોડાં વર્ષ પહેલાં શ્રી નગરકર નામના એક સજજન મારી પાસે આવ્યાં. એમણે કહ્યું કે તેઓ સંરક્ષણ વિભાગમાં કર્મચારી હતા. અને એમને અન્યાય પૂર્વક નોકરીમાંથી દૂર કર્વામાં આવ્યા છે. તેમની ઈચ્છા હતી કે તેમની સ્થિતિ કેટલી દયનીય છે એ ખબર હું પંડિતજીના કાન સુધી પહોંચાડું. મેં એમને કહ્યું કે મારાથી. બનશે તે જરૂર કરીશ. એમની પાસે એક વિનતિપત્ર પણ લખાયે.
પછી દિલ્હીમાં કશાક કામસર મારે વડા પ્રધાનના કાર્યાલય પર જવાનું થયું. ત્યાં મેં પંડિતજીને શ્રી નગરકરની વાત કરી અને પેલે પત્ર આપે.
પંડિતજી બોલ્યા – વાંચીને અને સંરક્ષણ ખાતામાં પૂછપરછ કરીને બંદોબસ્ત કરીશ.”