Book Title: Bhav Manjusha Author(s): Kumarpal Desai Publisher: Mumbai Jain Yuvak Sangh View full book textPage 4
________________ 1 શ્રી મહાવીર વાણી it જેવી રીતે બળેલાં બીજમાંથી ફરી અંકુર ફૂટતું નથી તેવી રીતે કર્મરૂ પી બીજ બળી ગયા પછી ભવરૂ પી અંકુર ઉત્પન્ન થતું નથી. શ્રી દશાશ્રુતસ્કંધ સુત્ર, ૫-૧૫ પ્રારંભે જૈન દર્શનમાં ભાવનો સવિશેષ મહિમા છે. જે કંઈ ક્રિયા કરો પછી તે દાન આપો, સારી ભાવના સેવા, કર્મ કરો કે તપ કરો એ બધાની પાછળ ભાવ કેન્દ્રસ્થાને છે. એ ભાવે જ કેવળજ્ઞાન અપાવે છે અને ભાવ જ ભવભ્રમણનો અંત આણી શકે છે. એ ભાવની સુવાસ જીવનમાં પ્રગટે એટલે એ ધર્મક્રિયામાં નવો પ્રાણ ફૂંકાય છે. સાધક કે મુમુક્ષુના હૃદયમાં ભાવ જાગે એટલે ભીતરનું પરિવર્તન થાય છે. એ ભાવને આધારે એ સાધનાની પગદંડીએ ચાલીને એક પછી એક સોપાન સર કરતો હોય છે. જીવનની કસોટીના પ્રસંગોમાં આ ભાવ જ વ્યક્તિને આપત્તિ અને સંઘર્ષો સામે અડીખમ રાખે છે અને એ ભાવને આધારે જ એ જીવનની અગ્નિપરીક્ષામાં ઉત્તીર્ણ થતો હોય છે. એવા પ્રસંગોને આલેખતું ‘ભાવમંજૂષા' પુસ્તક સહુ કોઈને સ્પર્શી જશે. ભાવ કોઈ સીમીત સાંપ્રદાયિકતામાં વસતો નથી. એનો નિવાસ તો માનવજીવનની ગુણગરિમામાં છે અને તેથી વ્યક્તિની અંતર્યાત્રામાં આ કથાઓ ઉપયોગી બનશે. આ પુસ્તક મારા પરમ સ્નેહી, વડીલ અને સત્કાર્ય માટે સદાય પ્રેરતા શ્રી સી. કે. મહેતાને અર્પણ કરતાં હું ધન્યતા અનુભવું છું. એના વિતરણના સંદર્ભમાં ગુર્જર એજન્સી અને શ્રી મનુભાઈ શાહનો તેમજ શ્રી મુંબઈ જૈન યુવક સંઘનો આભારી છું. ભગવાન મહાવીરની શાશ્વત વાણીનો પરિચય કરાવવાના હેતુથી અહીં જુદા જુદા આગમશાસ્ત્રોમાંથી મળતી હૃદયસ્પર્શી વાણી આલેખી છે. આ પુસ્તકમાંથી જૈન ધર્મની આધ્યાત્મિક ઊંચાઈ અર્પતી ભાવસમૃદ્ધિનો વાચકને આત્મ-સ્પર્શ થશે, તો મારો પ્રયત્ન સાર્થક માનીશ. - કુમારપાળ દેસાઈ ૩-૪-૨૦૧૭ અમદાવાદPage Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 ... 82