Book Title: Bhasha Vivechan
Author(s): Shantibhai Acharya
Publisher: Gujarat Vidyapith

View full book text
Previous | Next

Page 9
________________ આ અભિગમ મુજબ ભાષા શીખવાય ત્યારે સ્ટ્રકચર્સની યાદી અને તેનો ક્રમ સારી રીતે નિયત કરેલાં હોવાથી આવી ખાસિયતો ઊતરવામાંથી બચી શકાય છે. અહીં પ્રશ્ન એ થયો કે શિક્ષકોએ ભાષા અંગેની અહીં કહેવાઈ તે બધી વિભાવનાઓ જાણવી જરૂરી ખરી? આની છણાવટ કરીને ડૉ. લોટે (Lott) કહ્યું : જાપાનમાં સ્ટ્રકચરલ મેથડનો પ્રયોગ થઈ ગયેલો છે; . . . આપણી પાસે આજે જે કંઈ છે તેના કરતાં તે સારી માલૂમ પડી છે. આપણને જો સ્વીકાર્ય હોય તો મને લાગે છે કે આપણે ભાષાવિજ્ઞાનના સિદ્ધાંતો તો જોવા જ જોઈએ.’ પૃ. ૨૫. પરંતુ ભાષાશાસ્ત્રીઓના વર્ગ તરફથી કહેવામાં આવ્યું કે આ બધી જ વિભાવનાઓથી બધા શિક્ષકોએ વાકેફ રહેવા કરતાં જેઓ teachers teachers છે તેઓ માહિતગાર રહે તો આ અભિગમ વિષે, તે શુષ્ક અને કંટાળાભર્યો છે તેવી પહેલાં દલીલ થયેલી તેનું નિરાકરણ પણ થઈ શકે. પરંતુ પછીથી શિક્ષકોના વર્ગ તરફથી કહેવાયું હતું કે આ શુષ્કતા વગેરેનું કારણ એ અભિગમ નથી પરંતુ પાઠયપુસ્તકો છે. પાઠયપુસ્તકો એવી રીતે તૈયાર થયેલાં હોય છે કે જેથી કંટાળો આવ્યા વિના રહે જ નહીં. આ પછીથી અંગ્રેજીના ભાષાશિક્ષણમાં ભિન્ન ભિન્ન અભિગમ અને પદ્ધતિઓ પર પ્રયોગો કરવાને બદલે કોઈ એક પર ઘનિષ્ટ રીતે કામ કરવું જોઈએ તેવી રજૂઆત થઈ હતી. ઉચ્ચારણ: ભાષાના શિક્ષણમાં પ્રારંભ જ ખરેખર તો ઉચ્ચારણથી થાય છે. આનો અહીં બે રીતે વિચાર કરવો જોઈએ તેવી રજૂઆત થઈ હતી; એક તો અંગ્રેજી ઉચ્ચારણ અંગે કહ્યું ધોરણ રાખવું તે અને બીજું વર્ગમાં તે અંગે શું કરી શકાય તે. આમાંની પહેલી વાતની બાબતમાં એમ જણાવાયું હતું કે આપણે ત્યાં અંગ્રેજે કરે તેવું ઉચ્ચારણ કરાવવાનું વલણ રાખવું નહીં જોઈએ. જે ઉચ્ચારણ થાય તે આખા દેશમાં સમજી શકાય તેવું હોય એટલું પૂરતું છે. પરંતુ આ કરવા માટે શિક્ષકોને તાલીમકૉલેજોમાં તાલીમ આપવી જોઈએ. આ માટે, શિક્ષકોને માતૃભાષામાં ન હોય તેવા, માતૃભાષાથી જુદા પડતા હોય તેવા અને માતૃભાષામાં હોય છે તેને મળતા હોય એવા જે અંગ્રેજીના સ્વર-વ્યંજનો હોય તેને ઓળખી શકે તેટલી ક્ષમતા આપવી જોઈએ. અને તેનો ઉપયોગ ક્યાં કરવો તે પણ શીખવવું જોઈએ. જો શિક્ષકનું ઉચ્ચારણ ઠીક ઠીક સરખું હશે તો અંગ્રેજીના ઉચ્ચારણ અંગેની ઘણીબધી મુસીબત ઓછી થઈ જશે. ઉચ્ચારણશિક્ષણમાં બીજો મહત્વનો એ મુદ્દો રહેલો છે કે પાઠયપુસ્તક મોટેથી વાંચીને કદી ઉચ્ચારણનું જ્ઞાન નહીં આપવું જોઈએ. આમ કરવામાં આપણે જે લેખિત શબ્દો છે તેનું રૂપાંતર ધ્વનિમાં કરીએ છીએ. આ પ્રક્રિયા, આ રીતે થઈ શકે તેટલી સહેલી નથી. એટલે ઉચ્ચારણ તો બોલીને જ શીખવવું જોઈએ. જે ઉચ્ચારણ શીખવવામાં આવે તે આદત બની જાય તેવું કરી આપવું જોઈએ. અન્ય ભાષા શીખનારને માતૃભાષાની આદતો ખૂબ અસરકર્તા થતી હોય છે. આ અસર જેમ ઉચ્ચારણ પરત્વે થતી હોય છે તેમ જ સાંભળવામાં પણ બને છે. દા.ત. અંગ્રેજી અને હિંદી એ બંને ભાષાની રીતિ (system) જુદી હોવાના કારણે જ્યારે હિંદીભાષક I have a curl એમ બોલશે ત્યારે અંગ્રેજીભાષકને આ વાકય I have a girl સંભળાવાનો સંભવ છે. આનું

Loading...

Page Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52