Book Title: Bhasha Vivechan
Author(s): Shantibhai Acharya
Publisher: Gujarat Vidyapith

View full book text
Previous | Next

Page 23
________________ ૨૨ અમે અહીં સુધીમાં પુસ્તકમાંની મુખ્ય મુખ્ય વાતોને જ સ્પર્ધા છીએ. પુસ્તકમાંની સૈદ્ધાંતિક ચર્ચાને છોડીને જોઈએ તો જોડણી, છાપભૂલો આદિ વિષે પણ ચોકસાઈ જળવાઈ નથી. નીચેનાં ઉદાહરણો તેની શાખ પૂરશે. પૃષ્ઠ પુસ્તકમાં છે સંતપર્ક કયી રીતે વણલ સતા બ્રિ પ્રસ્તાવના તરતન જન્મેલાં મત મત પ્રમાણે સદવ objct ટિકીટ પ્રયોગ કર્યો છે વિદ્વાનોએ ઉત્ક્રાન્તિમ પૃ. ૬ , ૧૨ ,, ૧૫ , ૧૬ ,, ૩૦ ૩૪ "9 ,, ૬૪ ૩૦૪ ૩૦૭ , ૩૧૧ ૩૭૯ ૪૫૪ "" , 99 99 હોવું જોઈએ સંતર્પક કઈ રીતે વિશ્લેષણ સત્તા હિબ્રૂ તરતનાં જન્મેલાં મત પ્રમાણે સવ object ટિકિટ પ્રયોગ થયો છે વિદ્વાનોને ઉત્ક્રાન્તિ ક્રમ ΟΥ આમ સમગ્ર પુસ્તકને જોતાં અમારે સ્પષ્ટપણે કહેવાનું થાય છે કે ભાષાવિજ્ઞાનની જે જે basic concept લેખકે આપી છે તે ભાષાવૈજ્ઞાનિકને મન તો જુદી જ છે. એટલે પ્રસ્તુત પુસ્તકથી ભાષાવિજ્ઞાન જાણવાની વૃત્તિવાળાને ભાષાવિજ્ઞાનવિષયક કશું મળશે નહીં એટલું નહીં પરંતુ પ્રારંભમાં જ ભાષાવિજ્ઞાન વિષે તદ્દન ભ્રામક એવા ખ્યાલોથી વાચક ભરપૂર થઈ જશે. તદુપરાંત વિજ્ઞાનના ગદ્યને પામવા માટેની જે ક્ષમતા ઘડાવી જોઈએ તેમાં પણ પ્રસ્તુત પુસ્તક બાધક બનશે એવો અમારો નમ્ર મત છે. અમે અહીં પુસ્તકે ચર્ચેલી મુખ્ય મુખ્ય concept ને જ સ્પર્શ કર્યો છે. આ સિવાય પણ વધારે વિગતમાં ઊતરી શકાય તેવું છે. પરંતુ આ જ વાત વધારે દૃષ્ટાંતોથી કહેવી હોય તો પછી જિવહુના ન્યાયે અમે વિશેષ વિગતમાં ઊંતરવાનું યોગ્ય માન્યું નથી. આટલી વાત કર્યા પછી ‘બાકીની વિગતો ઘણી સારી છે.’ ‘સમગ્ર રીતે જોતાં પુસ્તક ઉપયોગી નીવડે તેવું છે.' વગેરે જેવાં Stock phrases વાપરી શકાયાં હોત. પરંતુ સુજ્ઞ વાચક જાણે છે કે વિજ્ઞાનમાં એવો મધ્યમ માર્ગ હોતો નથી. આથી અમારે સખેદ કહેવું પડે છે કે પુસ્તક ભાષાવિજ્ઞાનવિષયક ગેરસમજૂતી ફેલાવવાના આદર્શ નમૂનારૂપ છે. અને લેખકે પ્રસ્તાવનામાં ‘નૂતન ઈન્ડો-આર્યનની ચર્ચાના વિભાગોમાં શકય એટલી મૌલિક વિચારણા પણ કરી છે.' કહ્યું છે તેને બદલે ચર્ચેલી મુખ્ય મુખ્ય બધી જ conceptsમાં મૌલિક વિચારણા કરી છે એમ કહેવાનું અમને મન થાય છે. આ પુસ્તકના મુખપૃષ્ઠ પર “ગુજરાત યુનિવર્સિટીની સહાયતા દ્રારા પ્રકાશિત” એમ લખેલું છે.

Loading...

Page Navigation
1 ... 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52