________________
વિધાનોનો ખાસ કંઈ અર્થ હોતો નથી. ભિન્ન ભિન્ન બોલીઓમાંથી કોઈ એકને ધાર્મિક, સાંસ્કૃતિક કે રાજકીય કે આવું બીજું કોઈ બળ પ્રાપ્ત થવાથી તે માન્ય ભાષાનું રૂપ મેળવતી હોય છે. તેનો અર્થ, તે બોલી અન્ય બોલીઓ કરતાં સહેજે ચઢિયાતી છે તેવો નથી જ. બોલીનાં સ્વત્વમાં બિનભાષાગત કારણો ખૂબ ભાગ ભજવે છે. એક કાળનાં પ્રસારકેન્દ્રો (Focal areas) બીજા કાળે અવશિષ્ટ કેન્દ્રો (Relic areas) બની જાય એમ પણ બને. અર્થાત્ એક કાળે કોઈ પણ પ્રકારનાં સહકારી બળને કારણે અનુકરણીય દરજ્જો ભોગવતો બોલીવિસ્તાર તેવાં બળ ભાંગી પડતાં, પછીથી, અનુકરણીય રહેતો નથી. સૌરાષ્ટ્રમાં જૂનાગઢની આજુબાજુનો પ્રદેશ આના દૃષ્ટાંત તરીકે અહીં ઉદાહત કરવામાં આવ્યો છે. આજે તે પ્રદેશ પ્રસારકેન્દ્રનો મોભો ભોગવતો નથી. ભાષામાં આવી ઘટમાળ ચાલ્યા જ કરે છે. માન્યભાષા અને બોલી બંને વિષેના ધુંધળા ચિત્રને કારણે શૈક્ષણિક ક્ષેત્રે કેવી ગ્રંથિઓ પેદા થતી હોય છે તેની પણ અહીં નોંધ લેવાઈ છે. છેલ્લે બોલીઓનું ક્રમિક વિભાજનમાં સંસ્કૃતકાળથી માંડીને જૂની ગુજરાતી સુધીના વિભાજનને જોવામાં આવ્યું છે. આ માટે શિલાલેખોની ભાષા, ખતપત્રની ભાષા, નાટકોમાં જળવાયેલી ભાષા વગેરેની મદદ લઈને વિભિન્ન લક્ષણો તારવવામાં આવ્યાં છે. ત્રણેક હજાર વર્ષ પૂર્વેની ભારતીય આર્ય બોલીના ક્રમિક વિભાજનને પરિણામે આજે અવધી, આસામી, ઉડિયા, ઉર્દૂ-હિંદી, કચ્છી, કાશ્મીરી, કોંકણી, ગુજરાતી, પહાડી, પંજાબી, ભીલી, ભોજપુરી, મગહી, મૈથિલી, લહન્દા, રાજસ્થાની, સિંધી, સિંહલી ઇત્યાદિ જેવી ભાષાઓ-બોલીઓ વિકસી છે. આમાંથી ગુજરાતીનું જૂથ જે લક્ષણોથી જુદું પડે છે તેનો ઉલ્લેખ કરીને જૂની ગુજરાતીથી માંડીને અર્વાચીન ગુજરાતી કાળ સુધીના કેટલાક ધ્વનિવ્યાપારોની પણ અહીં નોંધ લેવામાં આવી છે. આમ ભાષાના સંકેતોની સમજણથી પ્રારંભાયેલું આ પુસ્તક અર્વાચીન ગુજરાતીની બોલીઓનો નિર્દેશ કરીને વિરામ પામે છે. | ગુજરાતી ભાષાના ધ્વનિસ્વરૂપને લેખકે અહીં વિસ્તારથી અને પૂરી તાકાતથી તપાસ્યું છે,
જ્યારે ધ્વનિપરિવર્તન અને બોલીઓની ચર્ચામાં વધારે સામગ્રીની અપેક્ષા રહે છે. અલબત્ત, જે કંઈ અપાયું છે તેની તર્કશુદ્ધ સંગતિ વિશે ભાગ્યે જ શંકાને સ્થાન રહે છે. પુસ્તકની શૈલી ગુજરાતી ગદ્યસાહિત્યમાં નોંધપાત્ર બની રહે છે. વિજ્ઞાનના ફોટ અર્થે કેવા પ્રકારનું ગદ્ય જરૂરી હોય છે તેનો એક ઉત્તમ નમૂનો આ પુસ્તકને ગણાવી શકાય. ભાષા અંગે શુદ્ધ-અશુદ્ધના
ખ્યાલની નિરર્થકતા સમજાવવા માટે ડૉ. પંડિતે ગામડિયા છોકરા(ની જ ભાષા) દ્વારા “શુદ્ધ પ્રેમી શિક્ષકનું મોં કેવું બંધ કરી દીધું છે! આખાયે પુસ્તકમાં ગુજરાતી ભાષાનું જોમ અને પોતે નજર સામે આવ્યા કરે છે. પુસ્તકમાંથી આનાં અસંખ્ય ઉદાહરણો વાચકો વીણી શકશે. પુસ્તકની બીજી વિશેષતા પરિભાષાના પ્રશ્ન પરત્વેની છે. ડૉ. પંડિતને પરિભાષાનો પ્રશ્ન કયાંય નડ્યો હોય તેમ લાગતું નથી. વિષય અંગેની સ્પષ્ટતા અને પકડ હોય તો તેની સમજાવટમાં પરિભાષાનો પ્રશ્ન કોઈ પ્રાણપ્રશ્ન બની જતો નથી તે આ પુસ્તકે દર્શાવી આપ્યું છે. ભાષા અંગેના અત્યંત જટિલ પ્રશ્નો પણ વાચકોને ઉદાહરણોથી સુગ્રાહ્ય બનાવાયા છે તે પુસ્તકની ત્રીજી વિશેષતા. પુસ્તકમાંની શરતચૂકો વિશે ભાઈ યોગેન્દ્ર* ધ્યાન દોર્યું છે તે યાદીને થોડી લાંબી બનાવી શકાય પરંતુ તેનું મૂલ્ય પણ શરતચૂક જેટલું જ હોઈ, તેની વિગતો ઉતારવી અહીં જરૂરી ગણી નથી. આના પછી ગુજરાતીના વ્યાકરણ વિશે ડૉ. પંડિત લખે તો ગુજરાતી ભાષાના વિશ્લેષણની એક સળંગ રેખા પ્રાપ્ય બને. પણ એ તો થઈ ‘તોની વાત. એ તો ખસી જાય તેવો દિન કહાં?
વૈજ્ઞાનિક અભિગમ” : યોગેન્દ્ર વ્યાસ, વિશ્વ માનવ” સળંગ અંક ૭૫, માર્ચ, ૧૯૬૭ ૫. ૨૦,