Book Title: Bhasha Vivechan
Author(s): Shantibhai Acharya
Publisher: Gujarat Vidyapith

View full book text
Previous | Next

Page 47
________________ ૪૬ અહીં ભાષકની ઉચ્ચારણવ્યવસ્થા જુદી પડે છે. અમે મેળવેલી સામગ્રીમાં જ્યાં // ઘટક છે ત્યાં લેખકાર/ ઘટક પ્રયોજે છે. લેખકાર પ્રસ્તુત રૂપને વિશેષ સ્વકીય ગણતા હોય તો તેથી શબ્દાવલિનાં રૂપોને બાધ આવતો નથી. બાકી શબ્દાવલિનાં રૂપો પણ કચ્છી ભાષકોનાં જ છે. ગુજરાતીમાં કોઈ ભાષક ‘મડદું” વાપરે અને કોઈ ‘મુડદું વાપરે તેના જેવો આ સવાલ છે. બંને રૂપો વપરાશમાં છે. આમાંથી કયા રૂપની પસંદગી કરવી તે વ્યક્તિગત સવાલ છે. તેમાં એક સાચું અને બીજું ખોટું એમ કહી શકાશે નહિ. પ્રકારના હોઈ તેની વધારે વિગતમાં ઊતરવાની અમને જરૂર ઉપરના કિસ્સાઓ આ જણાતી નથી. લેખકારની બીજી ફરિયાદ છે કચ્છીમાં જેમનો પ્રયોગ નથી તેવા શબ્દો શબ્દાવલિમાં આપ્યાની. આ ફરિયાદમાં લેખકાર શબ્દાવલિમાં નોંધેલા કુલ ૧૨૬ શબ્દો (નામ, ક્રિયા, પ્રયોગો, વગેરે સહિત)ને કચ્છીમાં જેમનો પ્રયોગ નથી તેવા ગણાવીને તે તે શબ્દો માટે પોતાની પસંદગીના શબ્દો હોવા જોઈએ તેમ જણાવે છે. ઉ.ત., શબ્દાવલિમાં આપેલ ‘કાકીન્હો’ શબ્દને બદલે લેખકાર નોંધે છે તે ‘કેડ઼ો’ શબ્દ જોઈએ. આવા કુલ ૧૨૬ શબ્દોને લેખકાર કચ્છી પ્રયોગ નથી તેવા ગણાવે છે. આ કચ્છી પ્રયોગો નથી તે ચર્ચાને અહીં અવકાશ રહેતો નથી કેમ કે અગાઉ કહ્યું છે તે મુજબ આ સમગ્ર સામગ્રી કચ્છી ભાષકો પાસેથી જ મેળવેલી છે. તેમ છતાં ચર્ચા અર્થે આ લેખકારે આપેલા શબ્દોને કચ્છી પ્રયોગો માનીને ચાલીએ તો પણ લેખકારે નોંધેલા ૧૨૬ પ્રયોગોમાંથી ૨૬ ‘આજીજી કણી”ને બદલે ‘જીબો જીબો કેણૂ’ જેવા રૂઢિપ્રયોગોને બાદ કરીએ તો ૧૦૦ પ્રયોગો માટે લેખકાર પોતાની પસંદગીના પ્રયોગો હોવા આવશ્યક ગણે છે. આ ૧૦૦માંથી લેખકની પસંદગીના જ ૪૧ પ્રયોગો તો શબ્દાવલિમાં છે જ! દા.ત. શબ્દાવલિના ‘કાકીન્હો’ને બદલે લેખકાર ‘કેડ઼ો’કચ્છી પ્રયોગ ગણે છે. તો ‘કેડો’ તો શબ્દાવલિ આપે છે જ! લેખકારે આના માટે ‘કે ક્રમમાં જોવાનો શ્રામ જરૂર કરવો પડે! આવાં કુલ ૪૧ દૃષ્ટાંતો છે. બાકી રહેતા જે સાઠેક શબ્દોની પસંદગી લેખકારની છે તેમાં પણ આ લેખકને ચકાસવા જેવા જણાય છે. El.d. શબ્દાવલિના વટાણુ વાપ २ લેખકાર સૂચવે છે વૉટશ્યૂ વાવ સમાણ્ સર્પાણ્ આવા કિસ્સાઓમાં લેખકાર સૂચવે છે તે શબ્દો ઉમેરાય તો સારું જ છે પરંતુ અમને શબ્દાવિલના શબ્દોને ખસેડે તેવા શબ્દો છે તેમ માનવું મુશ્કેલ જણાય છે. દા.ત., ‘પૈસા વાપરવા’ પ્રયોગમાં ‘વાવણ્’ પ્રયોગ આવી શકશે પરંતુ ‘હથિયાર વાપરવું”માં કદાચ, તે ન પણ આવા શબ્દોને બાદ કરીએ તો ભાગ્યે જ ત્રીસેક શબ્દોનું ઉમેરણ લેખક કરે છે! શબ્દોની સમૃદ્ધિ આથી જરૂર વધે તે આ ચર્ચાનો સારાંશ ગણાય. જોડણી લેખકારની ત્રીજી ફરિયાદ જોડણીક્રક અને અર્થક્રક દર્શાવતા શબ્દો માટેની છે. ફરકનાં કુલ ૯૬ દૃષ્ટાંતો લેખકારની દૃષ્ટિએ યોગ્ય નથી. અહીં જોડણીથી લેખકારને શું ઉદ્દિષ્ટ છે તે પ્રયત્ન કરવા છતાં પણ સમજી શકાતું નથી. કેમ કે ‘જોડણીફેર’નાં તેઓએ આપેલાં ઉદા માવાણ્ મિલાણ્ આવે. જો અલબત્ત,

Loading...

Page Navigation
1 ... 45 46 47 48 49 50 51 52