Page #1
--------------------------------------------------------------------------
________________
ભાષાવિવેચન
ડૉ. શાંતિભાઇ આચાર્ય
साधिद्यायाधिव
ગૂજરાત વિદ્યાપીઠ અમદાવાદ
Page #2
--------------------------------------------------------------------------
________________
ગૂજરાત વિદ્યાપીઠ સંશાધનાણી ગ્રંથાવલિ પુ. ૬
ભાષાવિવેચન
છે. શાન્તિભાઈ આચાર્ય
ગૂજરાત વિદ્યાપીઠ અમદાવાદ-૩૮૦૦૧૪
Page #3
--------------------------------------------------------------------------
________________
કિંમત રૂ. ૭-૫૦
પ્રાશક
રામલાલ ડાયાલાલ પરીખ વ્યવસ્થાપક ટ્રસ્ટી ગુજરાત વિદ્યાપીઠ
અમદાવાદ-૩。。Y
મુદ્રક શાંતિલાલ હરશ્ર્વન શાહ વ્યવસ્થાપક ટ્રસ્ટી નવવન પ્રેસ અમદાવાદ-૩૮૦૦૧૪
છું ગુજરાત વિદ્યાપીઠ, ૧૯૭૩
પ્રથમ આવૃત્તિ, ૧૯૭૩, પ્રત ૧,૦૦૦
જોન, ૧૯૭૩
Page #4
--------------------------------------------------------------------------
________________
પ્રકાશકનું નિવેદન ડૉ. શાન્તિભાઈની “ભાષાવિવેચન’ પુસ્તિકાને આવકારતાં હું આનંદ અનુભવું છું. ભાષા અંગેનાં વિધવિધ પ્રકારનાં કાર્યોનો ભાઈશ્રી શાન્તિભાઈને ઠીકઠીક અનુભવ છે. વિદ્યાપીઠમાં તેમણે ગુજરાતી ભાષાના “સાર્થ ગુજરાતી જોડણીકોશ'ના સંપાદનકાર્યમાં ઉપયોગી કામ કર્યું છે. તેમ જ કચ્છી અને ગુજરાતની ભીલી અને ચોધરી આદિવાસી ભાષાઓના કોશો પણ તૈયાર ક્ય છે. આ ઉપરાંત ભાષા વિષે વિવિધ સામયિકોમાં તેમના લેખો આવતા રહ્યા છે.
ગુજરાતમાં ભાષાશાસ્ત્રનો વિષય હજી પૂરતો ખેડાયો નથી. તેથી જે કંઈ ઉપલબ્ધ સાહિત્ય છે તેમાં શાન્તિભાઈનો આ લેખસંગ્રહ મહત્ત્વનો બની રહેશે.
ગુજરાતના ભાષાશાસ્ત્રના અભ્યાસીઓને તથા અન્ય વાચકોને ભાષાનું હાર્દ સમજવામાં આ પુસ્તિકા ઉપયોગી થશે તેવી આશા છે.
ગુજરાત યુનિવર્સિટીના ભાષાવિજ્ઞાનના પ્રાધ્યાપક ડૉ. ભાયાણીએ આવકારના બોલ લખી આપ્યા છે તે માટે તેમનો આભાર માનું છું.
રામલાલ પરીખ
Page #5
--------------------------------------------------------------------------
________________
અનુક્રમણિકા
પ્રકાશકનું નિવેદન આવકાર પુસ્તક વિશે લિંગ્વિસ્ટિકસ એન્ડ ઇંગ્લિશ લેંગ્વજ-ટિચિંગ ભાષાવિજ્ઞાન ભાગ ૧ (સિદ્ધાંત નિક્ષણ) ભાષા અને સંસ્કૃતિ બપોરના શારીવ છતાં આસ્વાદ્ય ગ્રંથ ભાષા અને વિજ્ઞાનને સમન્વિત ગુજરાતી ગ્રંથ કચ્છી શબ્દાવલિ એક અધ્યયનનું અધ્યયન
Page #6
--------------------------------------------------------------------------
________________
આવકાર
ડૉ. શાંતિભાઈ આચાર્યના આ લેખો આમ તો અવલોકન કે ચર્ચાના સ્વરૂપમાં છે, પણ તેમાં વિષયના સાંગોપાંગ અને ઝીણવટભર્યા અભ્યાસની દૃષ્ટિ સહેજે તરી આવે છે. પ્રતિપાદ્ય વિષયના મહત્ત્વના મુદ્દાઓનું તેઓ મૂળને અનુસરીને વ્યવસ્થિત તારણ આપે છે, અને તે મુદ્દા
ઓનું મહત્ત્વ શા કારણે છે તે દર્શાવીને સમગ્રપણે મૂલ્યાંકન કરે છે. તેમની શૈલી ચુસ્તપણે વસ્તુલક્ષી હોવા છતાં, અવારનવાર તેઓ ટાઢા કટાક્ષનો પણ સચોટ ઉપયોગ કરી શકે છે. અર્વાચીન ભાષાવિજ્ઞાનમાં આપણે ત્યાં કે આપણી આસપાસ થતા રહેતા થોડા થોડા કાર્યનું પણ આ રીતનું સમજદાર અને જાગ્રત વિવેચન ઘણું આવશ્યક અને ઉપયોગી છે. આ વિષયમાં અહીં તદ્દન ગણ્યાગાંઠયા કાર્યકરો હોવાથી, આપણે એવો આગ્રહ જરૂર રાખીએ કે ડૉ. આચાર્ય તેમની આ પ્રવૃત્તિને વધુ વ્યાપક સ્વરૂપ આપે અને હિંદી, અંગ્રેજી વગેરે ભાષામાં પ્રસિદ્ધ થતા ગ્રંથોની પણ અભ્યાસપૂર્ણ સમીક્ષાઓ આપતા રહે. અમદાવાદ,
હરિવલ્લભ ભાયાણી તા. ૧૯-૧-'૭૩
Page #7
--------------------------------------------------------------------------
________________
પુસ્તક વિષે અહીં, ૧૯૬૫થી આજ સુધીમાં કોઈ ને કોઈ સામયિકમાં છપાઈ ચૂકેલા લેખોમાંથી ભાષાના હાર્દને સમજવામાં જે ઉપયોગી થાય તેવા લાગ્યા છે તે રજૂ કરવામાં આવ્યા છે.
લેખોની ગોઠવણી કાળક્રમે નથી કરી. ગોઠવણીમાં–ભાષાવિચાર, ગુજરાતી, મરાઠી અને કચ્છી ભાષા; એ પ્રમાણે ક્રમ રાખ્યો છે.
આમ હોવાથી લિંગ્વિસ્ટિકસ ઍન્ડ ઈંગ્લિશ લેંગવેજ-ટિચિંગને ક્રમમાં પ્રથમ રાખેલ છે. ત્યાર બાદ ગુજરાતી ભાષાના ભાષાશાસ્ત્રના બે ગ્રંથો “ભાષાવિજ્ઞાન ભાગ ૧લો’ અને ‘ગુજરાતી ભાષાનું ધ્વનિસ્વરૂપ અને ધ્વનિપરિવર્તન” વિષે વાત કરી છે.
આ પછીથી પડોશની ભાષા મરાઠીમાં આ વિષયમાં ઉત્તમ ગણાય છે તેવા બે ગ્રંથોને જેવા-સમજવાનો પ્રયત્ન કર્યો છે.
અને છેલ્લે “કચ્છી શબ્દાવલિ : એક અધ્યયનનું અધ્યયન” લેખ મૂક્યો છે.
આમાંનો પ્રથમ લેખ “સંસ્કૃતિ' ફેબ્રુઆરી ૧૯૬૬માં, બીજો “ક્ષિતિજ' જાન્યુઆરી ૧૯૬૫માં, તે પછીના ત્રણ લેખો “ગ્રંથ'ના અનકમે જાન્યુઆરી અને મે ૧૯૬૭– તથા ઑગસ્ટ ૧૯૯૮ના અંકોમાં પ્રસિદ્ધ થયા હતા. છેલ્લો લેખ એ “કચ્છી શબ્દાવલિ' પર ૧૯૭૨ મેના “સ્વાધ્યાયમાં જે વિવેચન થયું તેના ઉત્તરરૂપે “વિદ્યાપીઠ' સપ્ટેમ્બર–ઍકટોબર ૧૯૭૨માં પ્રગટ થયેલો છે.
અહીં આ બધાં જ સામયિકોના તંત્રી મહાશયો પ્રત્યે આભારની લાગણી પ્રગટ કરું છું.
અહીં આ બધા લેખો જેવા છપાયા છે તેવા જ મૂકવામાં આવ્યા છે (અલબત્ત, છાપભૂલો સુધારીને).
ડૉ. ભાયાણીએ આ લેખો વિષે જે કંઈ કહ્યું છે તેથી કામ કરવાનું મન વધે તેવું છે. તેઓ પ્રત્યે સાભાર આદર પ્રગટ કરું છું.
કુલનાયકશ્રી રામલાલભાઈએ આ પ્રગટ કરવાની સુવિધા કરી આપી તે માટે તેઓશ્રીનો પણ આભારી છું.
શાન્તિભાઈ આચાર્ય
Page #8
--------------------------------------------------------------------------
________________
લિંગ્વિસ્ટિકસ ઍન્ડ ઇંગ્લિશ લેંગ્વેજ–ટિચિંગ
ડેક્કન કૉલેજમાં ચાલતા ભાષાવિજ્ઞાનના ઉચ્ચ અભ્યાસ અંગેના કેન્દ્ર તરફથી ૧૯૬૪ના ઑકટોબરની ૧૬મી અને ૧૭મી તારીખોએ અંગ્રેજીના શિક્ષકો, ભાષાવિજ્ઞાનીઓ અને શિક્ષણના —ખાસ કરીને માધ્યમિક શિક્ષણના — નિષ્ણાતોનો એક સેમિનાર યોજાયો હતો. આ સેમિનારની ધ્વનિમુદ્રિત કરેલી કાર્યવાહીને ડૉ. પંડિતે આ પુસ્તિકામાં સંપાદિત કરી છે. કુલ ૧૪૮ પાનની આ પુસ્તિકામાં, આપણા દેશમાં માધ્યમિક કક્ષાએ અંગ્રેજી શિક્ષણના કેવા કેવા પ્રશ્નો છે તેની વિગતો આપણને અધિકારીવર્ગ તરફથી પ્રાપ્ત થાય છે.
સેમિનારના સંચાલકને સેમિનારનો હેતુ બહુ સ્પષ્ટ છે. તે જણાવે છે :
‘ભાષાના શિક્ષકો અને ભાષાવિજ્ઞાનીઓ થોડા વખતથી રસ્તાની એક જ બાજુ પર જોડાજોડ ચાલતા રહ્યા છે; હવે તેઓએ આપસઆપસમાં વાતો કરવાનો સમય પણ પાકી ગયો છે.' પ્ર. પુ. ૧૬.
આપણે ત્યાં હજી બહુધા, ભાષાવિજ્ઞાન પ્રત્યે કુતૂહલની લાગણી પ્રવર્તે છે. આ વિષયનાં કેવાં પ્રદાનો છે તે તરફ જોવાની વૃત્તિ હજી ગંભીર બની નથી. બીજા પક્ષે જોઈએ તો ભાષાવિજ્ઞાની પોતે પણ સિદ્ધાંતચર્ચાથી આગળ આવીને પોતાની તારવણીઓનો વ્યાપક ઉપયોગ નિર્દેવા ઉત્સુક નથી. આવા વખતે સંપાદકે જણાવ્યું છે તે મુજબ ભાષા સાથે આ રીતની નિસ્બત ધરાવનારા વર્ગના સહચારનો સમય પાકી ગયો છે. આવા સહચારનો પ્રારંભ આ સેમિનારથી થાય છે તે અર્થમાં આ એક વિશેષ પ્રકારનો સેમિનાર બની રહે છે. પુસ્તિકાના સંપાદકે સેમિનારમાં ભાગ લેનારા લગભગ ૯૦ જેટલાં ભાઈબહેનોની ચર્ચાના સારાંશને આ પુસ્તિકાથી સુલભ કરી આપ્યો છે.
અંગ્રેજી ભાષાના શિક્ષણમાં સ્ટ્રકચરલ એપ્રોચ :
માધ્યમિક કક્ષાએ આ અભિગમથી અંગ્રેજી શીખવવાથી ફાયદો થાય છે એવી અંગ્રેજીના શિક્ષકો તરફથી રજૂઆત થઈ. વળી આ કક્ષાએ Essential English ભણાવવું જોઈએ તેવો મત પણ તે વર્ગનો થયો. આવા અંગ્રેજીની, તવિદોના જણાવ્યા પ્રમાણે, ૨૭૫ મૂળભૂત પેટર્ન છે, જે ભાષાના સ્ટ્રકચરને સૂચવે છે. આમ Essential English શીખવવામાં આ અભિગમ ખૂબ ફાયદાકારક જણાય છે
આ વિષે ભાષાવિજ્ઞાનીઓએ ભાષામાં જે સ્ટ્રકચરનો વિભાવ છે તેને સ્પષ્ટ કરી બતાવ્યો હતો. સ્ટ્રકચરની પાછળ કન્સ્ટ્રકશનનો ભાવ પડેલો છે અને કન્સ્ટ્રકશનના પાયામાં ઇમિડિયેટ કૅાન્સ્ટિટયૂઅન્ટ છે તે વાત આ વર્ષે સમજાવી હતી. આ બધા વિભાવો ભાષા શીખવનારના મનમાં સ્પષ્ટ થાય તો બંને વર્ગા અરસપરસના જ્ઞાનમાં પૂરક થઈ શકે
આ અભિગમનો એક બીજો પણ ફાયદો છે. કોઈ પણ બીજી ભાષા શીખવવામાં આવે છે ત્યારે માતૃભાષાની જે ખાસિયતો હોય છે તે શીખવાની ભાષામાં ઊતરતી હોય છે. પરંતુ
* સંપાદક : પી. ખી. પંડિત, પ્રકા : ટેકકન કૅૉલેજ, પૂના રૂા. ૮,૦૦
Page #9
--------------------------------------------------------------------------
________________
આ અભિગમ મુજબ ભાષા શીખવાય ત્યારે સ્ટ્રકચર્સની યાદી અને તેનો ક્રમ સારી રીતે નિયત કરેલાં હોવાથી આવી ખાસિયતો ઊતરવામાંથી બચી શકાય છે.
અહીં પ્રશ્ન એ થયો કે શિક્ષકોએ ભાષા અંગેની અહીં કહેવાઈ તે બધી વિભાવનાઓ જાણવી જરૂરી ખરી? આની છણાવટ કરીને ડૉ. લોટે (Lott) કહ્યું :
જાપાનમાં સ્ટ્રકચરલ મેથડનો પ્રયોગ થઈ ગયેલો છે; . . . આપણી પાસે આજે જે કંઈ છે તેના કરતાં તે સારી માલૂમ પડી છે. આપણને જો સ્વીકાર્ય હોય તો મને લાગે છે કે આપણે ભાષાવિજ્ઞાનના સિદ્ધાંતો તો જોવા જ જોઈએ.’ પૃ. ૨૫.
પરંતુ ભાષાશાસ્ત્રીઓના વર્ગ તરફથી કહેવામાં આવ્યું કે આ બધી જ વિભાવનાઓથી બધા શિક્ષકોએ વાકેફ રહેવા કરતાં જેઓ teachers teachers છે તેઓ માહિતગાર રહે તો આ અભિગમ વિષે, તે શુષ્ક અને કંટાળાભર્યો છે તેવી પહેલાં દલીલ થયેલી તેનું નિરાકરણ પણ થઈ શકે. પરંતુ પછીથી શિક્ષકોના વર્ગ તરફથી કહેવાયું હતું કે આ શુષ્કતા વગેરેનું કારણ એ અભિગમ નથી પરંતુ પાઠયપુસ્તકો છે. પાઠયપુસ્તકો એવી રીતે તૈયાર થયેલાં હોય છે કે જેથી કંટાળો આવ્યા વિના રહે જ નહીં. આ પછીથી અંગ્રેજીના ભાષાશિક્ષણમાં ભિન્ન ભિન્ન અભિગમ અને પદ્ધતિઓ પર પ્રયોગો કરવાને બદલે કોઈ એક પર ઘનિષ્ટ રીતે કામ કરવું જોઈએ તેવી રજૂઆત થઈ હતી. ઉચ્ચારણ:
ભાષાના શિક્ષણમાં પ્રારંભ જ ખરેખર તો ઉચ્ચારણથી થાય છે. આનો અહીં બે રીતે વિચાર કરવો જોઈએ તેવી રજૂઆત થઈ હતી; એક તો અંગ્રેજી ઉચ્ચારણ અંગે કહ્યું ધોરણ રાખવું તે અને બીજું વર્ગમાં તે અંગે શું કરી શકાય તે.
આમાંની પહેલી વાતની બાબતમાં એમ જણાવાયું હતું કે આપણે ત્યાં અંગ્રેજે કરે તેવું ઉચ્ચારણ કરાવવાનું વલણ રાખવું નહીં જોઈએ. જે ઉચ્ચારણ થાય તે આખા દેશમાં સમજી શકાય તેવું હોય એટલું પૂરતું છે. પરંતુ આ કરવા માટે શિક્ષકોને તાલીમકૉલેજોમાં તાલીમ આપવી જોઈએ. આ માટે, શિક્ષકોને માતૃભાષામાં ન હોય તેવા, માતૃભાષાથી જુદા પડતા હોય તેવા અને માતૃભાષામાં હોય છે તેને મળતા હોય એવા જે અંગ્રેજીના સ્વર-વ્યંજનો હોય તેને ઓળખી શકે તેટલી ક્ષમતા આપવી જોઈએ. અને તેનો ઉપયોગ ક્યાં કરવો તે પણ શીખવવું જોઈએ. જો શિક્ષકનું ઉચ્ચારણ ઠીક ઠીક સરખું હશે તો અંગ્રેજીના ઉચ્ચારણ અંગેની ઘણીબધી મુસીબત
ઓછી થઈ જશે. ઉચ્ચારણશિક્ષણમાં બીજો મહત્વનો એ મુદ્દો રહેલો છે કે પાઠયપુસ્તક મોટેથી વાંચીને કદી ઉચ્ચારણનું જ્ઞાન નહીં આપવું જોઈએ. આમ કરવામાં આપણે જે લેખિત શબ્દો છે તેનું રૂપાંતર ધ્વનિમાં કરીએ છીએ. આ પ્રક્રિયા, આ રીતે થઈ શકે તેટલી સહેલી નથી. એટલે ઉચ્ચારણ તો બોલીને જ શીખવવું જોઈએ.
જે ઉચ્ચારણ શીખવવામાં આવે તે આદત બની જાય તેવું કરી આપવું જોઈએ. અન્ય ભાષા શીખનારને માતૃભાષાની આદતો ખૂબ અસરકર્તા થતી હોય છે. આ અસર જેમ ઉચ્ચારણ પરત્વે થતી હોય છે તેમ જ સાંભળવામાં પણ બને છે. દા.ત. અંગ્રેજી અને હિંદી એ બંને ભાષાની રીતિ (system) જુદી હોવાના કારણે જ્યારે હિંદીભાષક I have a curl એમ બોલશે ત્યારે અંગ્રેજીભાષકને આ વાકય I have a girl સંભળાવાનો સંભવ છે. આનું
Page #10
--------------------------------------------------------------------------
________________
કારણ એ છે કે અંગ્રેજીભાષકને આદિસ્થાનનો અલ્પપ્રાણ અઘોષ સ્પર્શ, (આદિ અલ્પપ્રાણ) ઘોષ
સ્પર્શથી જુદો સાંભળવાનું મુશ્કેલ છે કેમ કે અંગ્રેજી ભાષાની રીતિમાં આ ભેદક નથી. આવાં બિન્દુઓ તરફ ખાસ ધ્યાન આપવું જોઈએ.
કેટલીકવાર, શીખવાની ભાષા સાથેનું માતૃભાષાનું સરખાપણું શીખવામાં મદદરૂપ થાય છે તેમ મનાતું હોય છે. પરંતુ ખરી વાત તો એ છે કે તફાવતો કરતાં અરધુંપરધું સરખાપણું જ ઘણી વાર પ્રશ્નો પેદા કરનાર નીવડે છે. આવા વખતે interference નો અભ્યાસ ખૂબ મદદકર્તા નીવડે છે.
માતૃભાષાના ધ્વનિની સાથે, શીખવાની ભાષાનો ધ્વનિ જ્યારે વધારે સમાન જેવો હશે ત્યારે શીખનાર પ્રસ્તુત ધ્વનિને બદલે પોતાની માતૃભાષાનો ધ્વનિ જ, સામાન્યતયા, ઉચ્ચારશે. ઉ.ત. હિંદીભાષકને મન v અને wનો ધ્વનિઘટકાત્મક ભેદ નથી. જ્યારે અંગ્રેજી ભાષકને આ ભેદ ઘટકાત્મક છે. આવા વખતે હિંદીભાષકને, અંગ્રેજીની vest અને west તથા veil અને will જેવી ઘટકાત્મક ભેદવાળી જોડીઓના આદિવર્ણનું ઉચ્ચારણ એકસરખું જ સંભળાવાનું. અહીં interferenceનો અભ્યાસ ખુબ મદદરૂપ નીવડે.
આ ઉપરાંત નવું ઉચ્ચારણ શીખવામાં સમગ્ર ઉક્તિ પર ધ્યાન આપવું જોઈએ. આમાં બંને ભાષાઓના ઉપઘટકોને તપાસીને શીખવવાનો યોગ્ય ક્રમ કરી નાંખ્યો હોય તો શીખવામાં મદદ મળે છે.
આટલી ઉચ્ચારણ વિષેની ચર્ચા પછી આપણે ત્યાં આપણા દેશભાઈઓ સમજી શકે તેવું ઉચ્ચારણ શીખવવું જોઈએ તેવી રજૂઆત થઈ હતી. આપણે બ્રિટિશ ઉચ્ચારણમાં જવાની જરૂર નથી. અને શિક્ષકનું ઉચ્ચારણ ઠીક ઠીક સારું હશે તો બાળકોને તે મેળવવું મુશ્કેલ નહીં બને. એટલે શિક્ષકને સામાન્ય ઉચ્ચારણો વિશે આપણે જાગ્રત કરી શકીએ તો તે પૂરતું છે. બાકી તો We cannot make a person a good teacher. વ્યાકરણ:
ભાષાશિક્ષણમાં જ્યારે આયોજન થતું હોય ત્યારે ભાષાવિજ્ઞાની ખૂબ જ મદદકર્તા થઈ શકે છે, પરંતુ વર્ગના રોજિંદા કાર્યમાં તે બહુ ઓછી મદદ કરી શકે છે. ભાષાવિજ્ઞાનીઓના વર્ગ તરફથી આ વાત સ્પષ્ટ કરાઈ હતી. તેમના જ શબ્દો વડે જોઈએ તો He is concerned with what goes on in the kitchen rather than with what is being served on the table.
આ પછી શિક્ષક અધ્યાપકના વર્ગો અંગ્રેજી શીખવામાં મરાઠી બાળકો કેવી કેવી ભૂલો કરે છે તેનાં ઉદાહરણો ટાંકયાં હતાં અને ત્યાર બાદ આ અંગેના ઉપાયોની વિચારણા થઈ હતી. ailed (Fluency){[44cylsd(Expression), la Comprehension (plegius) :
આ ટર્મ્સ વિષે ઠીક ઠીક સ્પષ્ટતા થઈ. અને પછીથી માધ્યમિક અને તે પછીના શિક્ષણના તબક્કાએ વિદ્યાર્થી પાસે કેટલી અપેક્ષા રાખવી જોઈએ તે અંગે વિચારણા થઈ. વળી માધ્યમિક કક્ષા પસાર કરીને આવતો વિદ્યાર્થી ૨૫૦૦ શબ્દો અને ૨૫૦ structures જાણતો હોય છે તેવું અપેક્ષિત હોય છે. પરંતુ તપાસતાં જણાય છે કે આવો વિદ્યાર્થી માંડ ૧૦૦૦ શબ્દો અને ૧૫૦ structures જાણતો હોય છે. જો આમ જ હોય તો તે શું અભિવ્યકત કરી શકવાનો
ભા. ૨
Page #11
--------------------------------------------------------------------------
________________
છે? એટલે જાણકારીનું જેટલું પ્રમાણ તદ્વિદોએ નક્કી કર્યું છે તેટલું પ્રમાણ વિદ્યાર્થીમાં ન હોય તો પૂરું પાડવું જોઈએ.
આમાં શીધ્રતા (Fluency) વિશે વિશેષ વિચાર થયો હતો. શિક્ષણશાસ્ત્રીઓના વર્ગો જણાવ્યું હતું કે શીધ્રતાનું મહત્વ દેશે દેશે જુદું હોય છે. ઉ.ત. ભારતમાં પ્લેટફોર્મ પર બોલવું તે status symbol ગણાય છે પરંતુ ઈંગ્લેંડ અને અમેરિકામાં તેવું નથી. આથી સ્વાભાવિક રીતે જ, દેશે દેશે, ભાષામાં શીધ્રતા વિશે ભિન્ન મત હોવાના. આથી આ વર્ષે તો કહ્યું :
ભાષાના શબ્દો વગેરે મુખમાંથી બહાર પડે તે પહેલાં વિચાર કરવા થોભવું ન પડે તેવી જાતનો ભાષાનો ઉપયોગ એ જ શીધ્રતા (Fluency)', પૃ. ૬૭.
આ પછીથી ભાષામાં fluency નથી આવતી તેનાં કારણોની પણ ચર્ચા થઈ હતી. અને આખરે ભાષામાં તો જેમ જેમ પ્રેકિટસ વધે તેમ તેમ વધારે કંટ્રોલ આવે તે વાત fluencyના અનુસંધાનમાં સ્વીકારવાની રજૂઆત થઈ હતી. પાઠ્યપુસ્તકો:
મોટા વર્ગોમાં પાઠયપુસ્તકોનું સ્થાન ખૂબ મહત્ત્વનું છે. પાઠયપુસ્તકો ગોખીને પાસ થનાર વિદ્યાર્થીઓનો ઘણો મોટો વર્ગ છે. આમાં પાઠયપુસ્તકનું તત્ત્વ મરી જાય છે. પાઠયપુસ્તક તો વિદ્યાર્થી જે વિચારો શીખ્યા છે તેની practice આપવા માટે છે.
આ પછી પાઠયપુસ્તક કેવું હોવું જોઈએ તે વિશે ખૂબ છણાવટ થઈ હતી. અંગ્રેજીનાં પાઠયપુસ્તકોમાં વિદ્યાર્થીઓ પોતાના અંગેજીનો ક્યાં ઉપયોગ કરવાના છે તે વાતનું પણ ધ્યાન રખાવું જોઈએ. આ અંગે હૈદરાબાદ ઇન્સ્ટિટયૂટમાં જે કંઈ પ્રયોગો ચાલે છે તેની માહિતી અપાઈ હતી. તે રીતે બીજે પણ કાર્ય થાય તો કેટલીક સરળતા થવાનો સંભવ રહેલો છે. કસોટીઓ :
પાઠયપુસ્તકોના પ્રશ્ન પછી વિદ્યાર્થીઓની કસોટીનો પ્રશ્ન ચર્ચાયો હતો. આપણે કસોટી કરીએ ત્યારે મૌખિક પરીક્ષાને કેટલું વજન આપવું, માતૃભાષા અને અન્ય ભાષાની કસોટી વચ્ચે શો ભેદ કરવો વગેરે જેવી ચર્ચાઓ થઈ હતી.
લેખિત કસોટીમાં આપણે ડિકટેશન લખાવીએ છીએ ત્યારે ખરેખર આપણે શાની કસોટી કરીએ છીએ? જોડણીની, અક્ષરની કે ગ્રહણશકિતની? શિણક્ષશાસ્ત્રીઓના વર્ગ તરફથી આનો ઉત્તર એ હતો કે વિદ્યાર્થીએ જે સાંભળ્યું છે તેને અનૂદિત કરીને મૂકવાની શકિતની.” બાકી જોડણી માટે તો ડિકટેશન એ ભારે વિચિત્ર રીત ગણાય. આ પછીથી S.S.C.ની પરીક્ષામાંથી નિબંધ પૂછવાનું કાઢી નાંખવું જોઈએ તેવો મત પણ રજૂ થયો હતો. ભાષા અને સાહિત્યનું શિક્ષણ-જોડાણ :
અંગ્રેજીભાષા શીખવવાની જરૂર છે એટલા માટે practical Englishનો વિચાર કરવો જોઈએ. આપણને અંગ્રેજી સાંભળવાની બહુ તક મળતી નથી એટલે structureની exerciseથી આમાં મદદ મળે. આવા વખતે સાહિત્ય મદદરૂપ થાય છે. નવલકથા વગેરે વાંચવાથી structureનો પરિચય થાય અને પરિચય વધતાં વિદ્યાર્થી તે structureનો ઉપયોગ શરૂ કરી દે. આથી શીખનારની પ્રગતિ ચાલુ રહે તેવું સાહિત્ય આપતા રહેવું જોઈએ.
Page #12
--------------------------------------------------------------------------
________________
૧૧
અહીં એક એ પ્રશ્ન ઊભો થયો કે ભાષા શીખવવાની આખી વાત ‘teacher centered છે. વિદ્યાર્થીની ભાષા શીખવાની ઇચ્છા, જે પાયાની વસ્તુ ગણાવી જોઈએ તે ભૂલી જવાઈ છે. આપણે એ જોવું જોઈએ કે ‘ગમે તેવો સારો ખેડૂત પણ ખરાબામાં મુઠ્ઠી ફાટે એવો બાજરો કરી શકે નહીં.' પૃ. ૧૦૫. આમ આ વાતનું પણ ભાષાશિક્ષણમાં ધ્યાન રખાવું જોઈએ. આ રીતે જોઈએ તો ભાષા અને સાહિત્યના શિક્ષણને જુદું પાડી શકાય તેમ નથી. પરંતુ એક વ્યવસ્થા ખાતર એમ કહી શકાય કે S.S.C. કક્ષા સુધીમાં ૨૫૦૦નું શબ્દભંડોળ અને ૨૫૦ structuresનું જ્ઞાન તે ભાષાશિક્ષણ. અને જે અંગ્રેજીથી અત્યાર સુધી વિદ્યાર્થી ટેવાયો નથી તેનો પરિચય તે સાહિત્યશિક્ષણ. આ બંને વચ્ચે જે ખાઈ હોય તે પૂરવી જોઈએ.
આ ખાઈ પૂરવામાં ભાષાવિજ્ઞાની, ભાષાશિક્ષકને ઘણો મદદરૂપ થઈ શકે. આજે લોકો parts of problems કરતાં aspects of problems પર બોલતા થયા છે. વીસમી સદીનો આ વિચાર વળાંકનો પલટો ગણાય. આ પલટો દર્શાવનાર શબ્દોની યાદીઓ બનાવી આપીને ભાષાવિજ્ઞાની ભાષાશિક્ષણમાં પોતાનો ફાળો આપી શકે.
આવી યાદીઓ frequency પર મંડાયેલી યાદીઓ કરતાં વિશેષ ઉપયોગી નીવડશે. માત્ર યાંત્રિક ગણતરી આપણો હેતુ સિદ્ધ નહીં કરી શકે. એવો પૂરો સંભવ છે કે કેટલાક શબ્દો વિશેષ frequent નહીં હોય તેમ છતાં શરૂઆતના ધોરણોથી જ શીખવવાની જરૂર પડે તેવા હશે. આવા શબ્દોની યાદી, શિક્ષક અને મનોવિજ્ઞાનની મદદ લઈને ભાષાવિજ્ઞાની પૂરી પાડી શકે. આપણે આજે જરૂર છે તે competence of Englishની. અંગ્રેજીના શિક્ષકની ભાષાના શિક્ષક કરતાં આ અર્થમાં વિશેષ જવાબદારી છે. અહીં કહેવાયું છે તેમ ‘He is a teacher of basic tools of thinking which is not very often realised'. P. 109.
આપછીથી શિક્ષકોની તાલીમના પ્રોગ્રામ ચલાવતી સંસ્થાઓના શિક્ષણશાસ્ત્રીઓએ સંસ્થાની તાલીમયોજના વિસ્તારથી સમજાવી હતી. અને ત્યાં જે રીતે શિક્ષણના પ્રયોગો ચાલે છે તેની માહિતી આપી હતી.
આમ ત્રણે વર્ગનાં દૃષ્ટિકોણથી જોવાયેલો—ચર્ચાયેલો આ સેમિનાર; ‘જ્યારે પ્રત્યક્ષ કાર્ય કરનાર અને શાસ્ત્રવિદ ભેગા થાય છે ત્યારે માત્ર પ્રત્યક્ષ કાર્ય કરનારને જ ફાયદો થાય છે તેવું નથી; શાસ્ત્રવિદ પણ આથી કંઈક મેળવતો હોય છે.’ સંચાલકના આ વાકયથી પૂરો થયો હતો.
આમ આ પુસ્તિકામાં માધ્યમિક કક્ષાએ અંગ્રેજીના શિક્ષણના વિવિધ પાસાંઓની ચર્ચા મળે છે. આ ચર્ચામાંથી જોઈ શકાય છે તેમ આપણે આ વિશે હજી ઘણુ બધું કરવાનું છે. આજે જે કંઈ થાય છે તે તો હજી પ્રાયોગિક દશાનું જ ગણાય. આમ હોવાથી આ અંગે સ્વાભાવિક રીતે જ, કશું આખરી કહી શકાય નહીં. પરંતુ શાસ્ત્ર આવા પ્રયોગો દ્વારા જ આગળ વધતું હોય છે. આપણે પણ trial અને error દ્વારા આમાંથી માર્ગ કાઢી શકીશું.
આ પુસ્તિકાએ માર્ગ
કાઢવાનો પ્રારંભ તો કરી આપ્યો છે જ,
Page #13
--------------------------------------------------------------------------
________________
ભાષાવિજ્ઞાન ભાગ ૧
[સિદ્ધાંતનિરૂપણ પ્રસ્તુત પુસ્તકના મુખપૃષ્ઠ પર ‘ભાષાવિજ્ઞાન અને તેમાંય “સિદ્ધાંતનિરૂપણ” જેવાં અભિધાન જોઈને સંકોચ સાથે વાંચવાની હામ ધરી કેમ કે કોઈ પણ વિજ્ઞાનની સૈદ્ધાંતિક ચર્ચા સમજવા માટે જે તે વિષયની ઠીક ઠીક એવી પ્રાથમિક સમજ જરૂરી હોય છે. આ વિષયનો વિદ્યાર્થી હોવાને કારણે મેં કતિને સાર્થાત બે વાર વાંચી જોઈ. ત્યાર બાદ વિચાર કરતાં જણાયું કે કૃતિમાં વર્ણવાયેલો વિષય જો “ભાષાવિજ્ઞાન હોય તો અમારે કબૂલવું જોઈએ કે વિષયને સમજવા માટે શીખેલું ભૂલીને જ પ્રારંભ કરવો જોઈએ. આવા પ્રારંભ માટે આ પુસ્તક અનિવાર્ય બની રહેતું અમને જણાય છે. આ પુસ્તકમાં નિરૂપાયેલા સિદ્ધાંતોની ચર્ચામાં જતાં પહેલાં અમારે એટલું જરૂર કહેવું જોઈએ કે અહીં બાની એટલી સરળ રીતે પ્રયોજાઈ છે કે જેથી વિજ્ઞાનનો ભાર નથી લાગતો એટલું જ નહીં પરંતુ કૃતિને સાદ્ય ત વાંચ્યા પછી તો નવલકથાનો આનંદ પ્રાપ્ત થતો જણાય છે. એવાં રસસ્થાનોને આપણે જે તે સ્થળે જોવાનું રાખીને કૃતિના અંતરંગને તપાસીએ.
અંતરંગને જોતાં પૂર્વે તેના બહિરંગ તરફ નજર કરતાં જણાય છે કે કુલ પૃષ્ઠ ૪૯૨+ અંદરનું મુખપૃષ્ઠ અને પ્રસ્તાવનામાં નંબર નહીં આપેલાં ચાર પાનને ઉમેરીએ તો કુલ પૃષ્ઠસંખ્યા ૪૯૬ની થાય છે. બીજી રીતે કહીએ તો પુસ્તકમાં ૧૧ પ્રકરણોનો પથરાટ છે. આટલી સ્પષ્ટતા પછી આપણે હવે અંતરંગને જોઈએ.
ભાષાવિજ્ઞાન” નામક પ્રથમ પ્રકરણમાં ભાષાનું મહત્ત્વ તથા તેનો અન્ય વિજ્ઞાન સાથેનો સંબંધ વગેરેની ચર્ચા જોવા મળે છે. આ અંગે આજે જે કંઈ ઉપલબ્ધ છે તે બધું તો વાંચવું શક્ય ન હોય તો પણ જે કંઈ વાંચ્યું હોય તેને સમજણપૂર્વક મૂકવું એ, અમારી ધારણા છે કે, કોઈ પણ શાસ્ત્રમાં અપેક્ષિત હોય છે. અહીં એવું બન્યું નથી એમ અમારે સખેદ કહેવાનું થાય છે. નીચેનાં, લેખકનાં જ, ઉદાહરણો તેની શાખરૂપ છે.
માનવ અને પ્રાણીઓના ધ્વનિસંકેતના સ્વરૂપનો તફાવત દર્શાવતાં લેખક કહે છે કે માનવ ધ્વનિયંત્ર પ્રાણીઓ કરતાં અનંતગણું સમૃદ્ધ હોઈ અનેક ધ્વનિઓ કાઢી શકવા સમર્થ છે.” (પૃ. ૧–૨)
અહીં ધ્વનિયંત્ર એટલે શું તે સમજાવ્યા પૂર્વે જ આમ કહેવાયું છે તે ઘટનાને બાદ કરીને જોઈએ તો પણ “માનવ ધ્વનિયંત્ર પ્રાણીઓ કરતાં અનંતગણું સમૃદ્ધ’ એ વાક્ય યથાર્થ નથી. સરખામણી ને તફાવત પ્રાણી સાથે નહીં પણ પ્રાણીના ધ્વનિયંત્ર સાથે હોવાં ઘટે છે.
પૃ. ૨ પરની ફૂટનોટમાં લખ્યું છે કે ગુજરાતીમાં પણ કેટલીક વાર જરાસરખા ધ્વનિપરિવર્તનથી બોલનાર અર્થમાં પરિવર્તન સાધી શકે છે એ સુવિદિત છે. ઉ.ત. ગોળ” (સંવૃત્ત
ઓ) અને ગોળ” (વિવૃત્ત “ઓ).' * લેખક કાન્તિલાલ બ. વ્યાસપ્રકા એન. એમ. ત્રિપાઠી પ્રાઈવેટ લિમિ. મુંબઈ (૧૯૬૫) કિ.રૂ. ૯-૦
Page #14
--------------------------------------------------------------------------
________________
૧૩
અમારો નમ્ર મત એવો છે કે આ ‘જરાસરખું” લેખકનું ધ્વનિ પરિવર્તન એ “ધ્વનિઘટકનું પરિવર્તન છે. ભાષાશાસ્ત્રમાં જે પ્રારંભની કેટલીક મૂળભૂત વિભાવનાઓ (fundamental concepts) છે તેમાંની “ધ્વનિઘટક તે એક છે. એટલે ભાષાવિજ્ઞાનની જો પ્રાથમિક પણ સમજ હોય તો આવું વિધાન થવાનો સંભવ રહેતો નથી.
લેખક ભાષાની વાત કરતાં કહે છે : “માનવસંસ્કૃતિની એ સૌથી પુરાતન વસ્તુ છે.” અને પછી તરતનધેિ છે : “એનો ઉદ્દભવ માનવજાતિમાં ધર્મ કે કલાના ઉદ્ભવ કરતાં ઘણો વધારે પ્રાચીન છે.' (પૃ. ૩)
પ્રથમ વાક્યમાં જો સૌથી પુરાતન વસ્તુ ગણી હોય તો પછી આ બીજા વાક્યનો શો અર્થ રહે છે? આવી શિથિલતાઓની તો પુસ્તકમાં ગણતરી થઈ શકે તેમ નથી.
ભાષાની વ્યાખ્યાને સમજાવવા માટે લેખકે તવિદોની વ્યાખ્યાઓના અનુવાદો દ્વારા પ્રયત્ન કર્યો છે. પરંતુ મૂળ વાતને સમજ્યા નહીં હોવાના કારણે એ પોતાની મૌલિક વ્યાખ્યા બની જતી જણાય છે. ઉ.ત. Vendryesની “a system of signs’ વ્યાખ્યા છે તેને લેખકે “વિચાર વ્યકત કરતો સંકેતોનો સમૂહ તે ભાષા” (પૃ. ૩) એમ સમજાવેલ છે. આમાં “system” એ મહત્ત્વનો શબ્દ છે તેને જ લેખક સમજ્યા નહીં હોઈ, તેના પોતાના અનુવાદથી મૂળ લેખકને પણ સાથે સંડોવ્યા છે! ભાષા “વ્યવસ્થા” છે, માત્ર “સંકેતોનો સમૂહ નથી એ મુખ્ય વસ્તુ લેખકે ગાળી નાંખી છે.
આ ઉપરાંત ૫.૪ પર “ઓસ્ટ્રેલિયાના કેટલાક આદિવાસીઓની ભાષા ઈંગિતો (ચેષ્ટાઓ) ની સહાયતા વિના સ્પષ્ટ રીતે ગ્રહણ કરી શકાતી નથી. એ આખો પરિચ્છેદ શ્રી સકસેનાના સામાન્ય ભાષાવિજ્ઞાન નો હવાલો નાંખીને નોંધવામાં આવ્યો છે. જો લેખક ભાષાની વ્યાખ્યાને બરાબર સમજ્યા હોત તો “બાબાવાકય પ્રમાણમ” માનીને ચાલ્યા ન હોત. પછીથી પૃ. ૫ પર નૌકાસૈન્ય કે સ્કાઉટદલની ધજાઓના સંદેશાઓને એક પ્રકારના ધ્વનિઓનાં “પ્રતીકો' કહ્યાં છે. પછીથી નીચેના જ પેરામાં “પ્રતીકો કે સંકેતો” એવો પ્રયોગ કરે છે. અર્થાત્ “પ્રતીકો’ અને ‘સંકેતો” એ બંને વચ્ચે લેખકને કંઈ ભેદ નથી, એટલું જ નહીં પરંતુ પ્રતીક' કોને કહેવાય અને સંકેત' કોને કહેવાય તેની સમજણ પણ તેમણે આપી નથી.
ભાષાની વ્યાખ્યા અંગેની આટલી વાત પરથી સ્પષ્ટ જણાય છે કે લેખકે સમજાવેલ વ્યાખ્યા અપૂર્ણ અને અન્યોએ આપેલી વ્યાખ્યાઓના સમજણ વગરના અનુવાદો હોવા ઉપરાંત વ્યાખ્યાનું જે તત્ત્વ છે તેનો પણ ક્યાંયે તેમાં સ્પર્શ હોય તેવી લાગતી નથી.
વ્યાખ્યા સમજાવ્યા પછી લેખક આ વિજ્ઞાનનો અન્ય વિજ્ઞાનો સાથેનો સંબંધ દર્શાવવા વ્યાખ્યાની રીતિએ જ પ્રયત્ન કરે છે. ઉ.ત. બ્લમફિડે ‘Language'માં ભાષાને Psychological approach વડે પણ સમજાવેલ છે. તેનો અનુવાદ લેખકે અહીં આપીને Psychology સાથેનો સંબંધ દર્શાવ્યો છે. મૂળમાં લૂમફિલ્વે Jack and Jill એમ પુરુષ અને સ્ત્રીનાં નામો લીધાં છે, માટે લેખકે પણ ‘એક પુરુષ અને એક સ્ત્રી સાથે ચાલ્યાં જતાં હોય છે તેમ કહ્યું છે. પછી વૃક્ષ પર સફરજન જોઈને સ્ત્રીના મુખમાંથી કાંઈક' ધ્વનિઓ નીકળે છે તેમ નોંધ્યું છે. અહીં કાંઈક ધ્વનિઓનો સવાલ નથી, “સફરજન લાવી આપ’ એ મતલબના “ચોક્કસ ધ્વનિઓની લૂમફિલ્વે વાત કરી છે. જો કોઈ પણ લેખકનો અનુવાદ જ આપવો હોય તો તેમના શબ્દોને યથાવત અનૂદિત કરવા જોઈએ અને આપણી વાતને સમજાવવામાં તેનો ઉપયોગ કરવો હોય તો
Page #15
--------------------------------------------------------------------------
________________
૧૪
તેમની વાતની સમજણ હોવી જોઈએ એમ અમારું માનવું છે. અહીં બંને વાતનો ગોટાળો માલૂમ પડે છે.
આટલી મુખ્ય મુખ્ય વિગતો ઉપરાંત એવાં ઘણાં બીજાં વિધાનો છે જેને સમજવાં મુશ્કેલ થઈ પડે તેમ છે. ઉ.ત. ‘ભાષા મનોગત વિચારનું શ્રોત્રગ્રાહ્ય (કે દૃષ્ટિગ્રાહ્ય) આવિષ્કરણ છે.' (પૃ. ૫) ‘માનવશરીરનાં જે અંગો ધ્વનિ ઉત્પન્ન કરે છે તે અંગોનું .. જ્ઞાન ભાષાવૈજ્ઞાનિકોને હોવું આવશ્યક છે.' (પૃ. ૬) ‘ભાષાવૈજ્ઞાનિકનું પ્રધાન લક્ષ્ય ભાષાનું યથાતથ સમ્યક્ અધ્યયન કરવાનું રહે છે.’ (પૃ. ૧૨) આદિ તેનાં ઉદાહરણો છે.
બીજા પ્રકરણમાં લેખકે પશ્ચિમમાં અને આપણે ત્યાં ભાષા વિષે વિચારણા કરનાર મુખ્ય મુખ્ય વ્યકિતઓની તપસીલ આપી દીધી છે. આ નામોની સાથે જ કૌંસમાં જે તે વ્યકિતની સમય તવારીખ આપી હોવાના કારણે તે તે વ્યકિતઓના સમય જાણવા માટે તે માહિતી ઉપયોગી ગણાય. સાથોસાથ જે તે નામોના ગુજરાતી પર્યાયો જે રીતે લખવામાં આવ્યા છે તેથી જે તે ભાષાનાં યથાતથ ઉચ્ચારણો લેખક જાણતા હોય તેવો ભ્રમ પેદા કરવામાં આવ્યો હોવાનું જણાય છે. ઉ.ત. પુ. ૧૭ પર Maxmullerમાંના u ને ‘યુ’થી દર્શાવ્યો છે જ્યારે Delbruk માંના ૫ ને ‘’થી. આ દૃષ્ટાંત ઉચ્ચારણવિષયક શાસ્ત્રીયતાના ડોળના સ્ફોટ માટે પૂરતું છે. આવા વખતે ગુજરાતીમાં શિષ્ટમાન્ય હોય તેવું ઉચ્ચારણ આપવું હિતાવહ છે એમ અમારું માનવું છે. માત્ર વિચ્છિત્તિભર્યું ઉચ્ચારણ નોંધવાથી ‘યથાવત’ નોંધ્યું એમ માનીને ચાલવામાં જોખમ રહેલું છે.
u
વળી લેખક જ્યારે ઐતિહાસિક દૃષ્ટિએ ભાષાની વાત કરે છે ત્યારે જે જે ભાષાવિદનો ઉલ્લેખ થાય તેનો આ પ્રકારનાં કાર્યોમાં જે ફાળો હોય તેની નોંધ લેવાઈ હોત તો માહિતી ઉપયોગી બની હોત. ગુજરાતી ભાષાની ઐતિહાસિક ભૂમિકાની વાત કરતાં તેમણે ભાષાશાસ્ત્રની સાથે જોડાયેલી લગભગ બધી જ વ્યકિતઓનો ઉલ્લેખ કર્યો છે. પરંતુ જે અર્થમાં તદ્વિદો ભાષાશાસ્ત્રને ઓળખે છે તે અર્થમાં ગુજરાતના ભાષાવિદ ડૉ. પંડિતનો ઉલ્લેખ કરતાં લેખક કહે છે : ‘ડૉ. પંડિતે કરેલી ગુજરાતી વિવૃત્ત સ્વરો અને મહાપ્રાણ તત્ત્વની સમીક્ષા વિચારપ્રેરક છે.' (પૃ. ૨૩) ઈંડિયન લિન્ગ્વસ્ટિક્સ’માંના ડૉ. પંડિતના આ પ્રારંભના લેખો તેમનું મુખ્ય પ્રદાન નથી. ત્યાર પછીથી તેમણે લખેલા ‘Language’ નામક જગતના આ વિષયના એક ઉત્તમ સામયિકમાંના લેખને બાદ કરીને કહીએ તો પણ ‘સંસ્કૃતિ’માં આવેલી લેખમાળાને ય તેમના મુખ્ય પ્રદાન તરીકે નોંધી શકાઈ હોત.* આમ નોંધણી જેવી સાદી બાબતમાં પણ અહીં uptodate વિગત ઉતારાઈ નથી. વળી આગળ લેખક લખે છે કે ‘ડૉ. ટી. એન. દવેની પદ્ધતિએ એમણે કરેલો ભીલી બોલીઓનો અભ્યાસ નોંધપાત્ર છે.’ (પૃ. ૨૩) અહીં કોઈ પદ્ધતિનો સવાલ નથી. અભ્યાસની શાસ્ત્રીય રીતિનો સવાલ છે.
પ્રકરણ ત્રીજામાં ‘ભાષાનો ઉદ્ગમ’ શીર્ષક હેઠળ લેખકે આ પ્રશ્ન અંગેની મુખ્ય મુખ્ય વિચારણા ગુજરાતીમાં મૂકી આપી છે. આ વિગતો ઉતારવામાં લેખકનો ડ્રામ પ્રશંસનીય બની રહે છે. કેમ કે ભાષા અંગે જેને philosophic જિજ્ઞાસા હોય તેમના માટે અહીં જુદી જુદી આ વિષે પ્રચલિત theoriesની ચર્ચા એકસાથે મળી આવે છે. શૈલી પણ તેને અનુરૂપ બની છે. આ રહ્યો તેનો એક નમૂનો : ‘પક્ષીઓનાધ્વનિઓનું અનુકરણ કરીને એ પક્ષીઓને ફાંસલામાં ફસાવતો પુસ્તકરૂપે ગુજરાતી ભાષાનું ધ્વનિસ્વરૂપ અને ધ્વનિપરિવર્તન' શીર્થંકથી ગુજરાત યુનિવર્સિટીએ ઈ. સ. ૧૯૬૬માં પ્રકાશિત કરેલ છે.
ak
Page #16
--------------------------------------------------------------------------
________________
૧૫ કે સિંહની ગર્જનાના અનુકરણથી બીજાં હિંસક પ્રાણીઓને ભડકાવી ભગાડી મૂકતો. કોઈ વખતે એને સિંહનો ભેટો થઈ જતાં એ ઘવાયો હશે તો એનાં સાથીઓને એનું કારણ બતાવતાં એણે સિંહની ગર્જનાનું અનુકરણ કર્યું હશે એમ કલ્પી શકાય.” (પૃ. ૬૧) ભાષાના વિકાસક્રમની વાત કરતાં કેવી મજાની કલ્પના લેખકે રજૂ કરી છે! અમે ઉપર કહ્યું છે તેમ આ બધી વિચારણા ભાષા પ્રત્યે જિજ્ઞાસાવૃત્તિ હોય તેને જરૂર આકર્ષક છે, પરંતુ આજના ભાષાશાસ્ત્રીને મન આનું કશું મૂલ્ય નથી. લેખકે પોતે જ ઉદાહત કરેલ બે અવતરણો આ અનુસંધાને અહીં નોંધવા જેવાં છે. પ્રકરણના પ્રારંભપૂર્વે મથાળે મૂકેલ Vendryesમાંના અવતરણનું પહેલું જ વાક્ય "The problem of the origin of language is outside the jurisdiction of the linguist'(પૃ. ૨૫) અને પ્રકરણના અંતે મૂકેલા A. Sommerfeltના પરિચ્છેદમાંનું “It is obvious that it is impossible to prove by evidence any theory of the origin of language.” (પૃ. ૬૩) આ બે ઉદાહરણો આ અંગે બસ છે. લેખકે આ બે ઉદાહરણો નોંધ્યાં તેના કરતાં તે પ્રમાણે અમલ કર્યો હોત તો કેવું સારું થાત!
ચોથા પ્રકરણમાં “ભાષાના વિકાસની ચર્ચા થયેલી છે. ભાષાના સાતત્ય વિષે લેખક કહે છે : “માતાપિતા પાસેથી બાળકો ભાષા શીખે છે અને બાળકો મોટાં થયે એમની પાસેથી એમનાં સંતાનો ભાષાગ્રહણ કરે છે.” (પૃ. ૬૬) કોઈ પણ વ્યક્તિ માતાપિતા પાસેથી જ ભાષા શીખે છે તેમ માનવું વધારે પડતું જણાય છે. ભાષા એ સમગ્ર સમાજની દેણ છે. એટલે માતાપિતા ન હોય તો વ્યકિતને ભાષા નહીં આવડે તેવું નથી. એટલે આવાં વિધાનોનું શાસ્ત્રમાં કશું મૂલ્ય રહેલું નથી. આ પછીથી શરીરચનાની ભિન્નતા, ભૌગોલિક વિભિન્નતા આદિ જેવાં ભાષાવિભિન્નતાનાં કારણોને નોંધ્યાં છે. જાતિની માનસિક અવસ્થા અનુસાર ભાષાભેદ એવું કારણ નોંધીને લખે છે કે કોઈ જાતિ કે રાષ્ટ્રની માનસિક અવસ્થા અનુસાર એની ભાષાનું સ્વરૂપ ઘડાય છે. આમ, લહેરી ફ્રેંચ લોકોની ભાષાનું મનોહર લાલિત્ય, કે આનંદી કલાપ્રિય ઇટાલિયનોની ભાષાનું કમનીય માધુર્ય, વ્યવસ્થિત, વૈજ્ઞાનિક, ચિંતનપ્રધાન ચિત્તવૃત્તિવાળા જર્મનોની ભાષાનું સૌષ્ઠવ અને દૃઢતા કે વ્યવહારપટુ પરંતુ અતડા અંગ્રેજોની સર્વગ્રાહિતા અને ગૌરવ એ લક્ષણો તે તે પ્રજાની વિશિષ્ટ પ્રકૃતિમાંથી ઊતરી આવ્યાં છે. આ નોંધીને લેખક જણાવે છે કે “. . . પરંતુ અંશત: સાચું હોય તો પણ આ કેવળ સ્વલક્ષી (subjective) દર્શન છે.” (પૃ. ૬૯) ભાષાનો કોઈ પણ વિદ્યાર્થી, અમે નથી માનતા કે, ભાષા અંગે આને “અંશત:” પણ સાચું માનતો હોય!
વળી, ભાષાપરિવર્તનની ચર્ચા કરતાં લેખક કહે છે : “ભાષાપરિવર્તનનું એક અન્ય કારણ ભાવોદ્રેક છે. અને ત્યાર પછી આનાં દૃષ્ટાંતોમાં સં. ભ્રાતૃ – પ્રા. ભાઈ – ગુજ. ભાઈલો. (પૃ. ૭૨) આપે છે. લેખકને ‘ભાષાપરિવર્તનથી શું અભિપ્રેત છે તે સમજવું મુશ્કેલ છે. પરંતુ તેમણે આપેલાં ઉદાહરણ પરથી તેને ધ્વનિપરિવર્તન” ઉદ્દિષ્ટ હશે તેમ સમજાય છે. અને આ સાચું હોય તો તેનાં તેમણે દર્શાવેલાં કારણોમાં જવાની જરૂર નથી, કેમ કે ધ્વનિપરિવર્તન, સમાજની પ્રત્યેક વ્યક્તિ એકમેકની સાથે વાત કરવા અસમર્થ છે. તેથી, ભાષાની અનિવાર્ય ઘટના બની રહે છે. અમારે કહેવું જોઈએ કે પરિવર્તનનું તત્ત્વ લેખકની સમજમાં આવ્યું નથી.
ધ્વનિપરિવર્તનના પ્રકારો લેખકે સમજીને મૂકવાનો પ્રયત્ન કર્યો છે. જો કે “સમીકરણને સમજાવતાં લેખક કહે છે કે, ... બે વિભિન્ન ધ્વનિઓમાંથી ધ્વનિપૂર્વવર્તી બની જાય છે.” (પૃ. ૭૪) અને આ જ ઘટના વિશે એ જ પૃષ્ઠ પર જણાવે છે કે ‘બે વિભિન્ન ધ્વનિઓમાંથી પૂર્વવર્તી વર્ણ પરવર્તી વર્ણની સમાન બની જાય.’ આ વસ્તુને પ, ૭૫ પર તો ‘પાસે પાસે આવેલા
Page #17
--------------------------------------------------------------------------
________________
ધ્વનિ કે વર્ણોમાંથી . . .' એમ કહે છે ત્યારે લેખક ધ્વનિ અને વર્ણને સમાનાર્થી ગણે છે તેની શંકા રહેતી નથી. ભાષાશાસ્ત્રનો વિદ્યાર્થી આ એકરૂપતાને સ્વીકારશે ખરો?
કેવળ પૂર્વાપેક્ષા(Anticipation alone)ને સમજાવવામાં લેખકે વાપરેલી ભાષા નોંધપાત્ર છે. અહીં પૂર્વાશનો લોપ થયા વિના ઉત્તરાંશે પૂર્વાશને આક્રાન્ત કર્યો છે.” (પૃ. ૭૬) એ પછીથી લેખક તેનાં ઉદાહરણો આપીને ફૂટનોટમાં લખે છે કે, “. . . નિશાનીવાળા ભાષાપ્રયોગો . . . ઈન્ટર આર્ટસના વિદ્યાર્થીઓના ... ઉત્તરપત્રોમાંથી અહીં નમૂનારૂપે લીધાં છે.' (પૃ. ૭૭) લેખકનું આ confusion પુસ્તકમાં ઠેરઠેર જોવા મળે છે. તેમને શાની વાત કરવી છે તે વિશે તેઓ સ્પષ્ટ નથી. જો સ્પષ્ટ હોત તો તેમણે આ ફૂટનોટ મૂકી ન હોત. ભાષાની વાતમાં લખાણનાં ઉદાહરણો આપીને પોતાની અસ્પષ્ટતાનો લેખકે અહીં પુરાવો આપ્યો છે!
વર્ણાગમ કે ઉપજન(Prothesis)ની વાત કરતાં લેખક કહે છે : “શબ્દના પ્રારંભમાં કોઈ કઠિન ધ્વનિ કે સંયુક્તાક્ષર આવ્યો હોય છે ત્યારે તેના ઉચ્ચારણમાં સામાન્ય બોલનારને મુશ્કેલી પડે છે. આવે વખતે આગળ કોઈ સ્વરનો ઉપજન કે આગમ (ઉમેરો) થાય છે.' (પૃ. ૮૩) પછી આનાં ઉદાહરણોમાં પૃ. ૮૪ પર લેખકે – અંગ્રેજી સ્કૂલ
ગુજ0 ઇસ્કૂલ સ્ટેશન
છ ઇસ્ટેશન વગેરે નોંધેલ છે.
આમાં ભાષાશાસ્ત્રનું જેને જ્ઞાન ન હોય અને માત્ર તર્કશુદ્ધ રીતે વિચાર કરી શકવાને સમર્થ હોય તેમને પણ ‘જો કઠિન ધ્વનિ કે સંયુક્તાક્ષરની મુશ્કેલી નિવારવાને જ આ સ્વરનું આગમ થતું હોય તો સ્વર ઉમેરાયા પછી પણ એ કઠિન કે સંયુક્ત સ્વર તો રહ્યો જ છે. ઉ.ત. સ્કૂલ-ઇસ્કૂલ બંનેમાં સંયુક્ત સ્વર તો છે જ. તો પછી લેખકની આ દલીલમાં માત્ર વાર્તામાં જરૂરી એવા કુતૂહલ સિવાય તથ્ય શું રહે છે?
આવું જ પૃ. ૮૪ પર સ્વરભકિત વિશે પણ લખાયું છે. આ પછીથી સ્ટર્ટલેંટે સાદૃશ્યના, પોતાના બાળકના દૃષ્ટાંતો આપ્યા છે તે નોંધીને લેખકે પણ પૃ. ૮૯-૯૦ પર પોતાની પુત્રીનું દૃષ્ટાંત આપ્યું છે. તેમાં ભાષા કરતાં સ્ટર્ટલેંટનું સાદૃશ્ય વિશેષપણે તરી આવતું જણાય છે. સાદૃશ્યની જ વાતમાં પૃ. ૯૨ પર ‘ત્યાં તું શું કરો છો?” એવું કાઠિયાવાડી બોલીનું રૂપ નેધ છે. એક તો કાઠિયાવાડી બોલી કોને કહેવી તેની લેખકે સ્પષ્ટતા કરી નથી. તદુપરાંત આવું રૂપ કયાં પ્રચલિત છે તે પણ જણાવ્યું નથી. ‘ત્યાં તમે શું કરો છો?” એવું રૂપ જાણીતું છે. પરંતુ લેખકે નધેિલા રૂપના વાપરનો વિસ્તાર દર્શાવાયો હોત તો અભ્યાસીઓને તે માહિતી જરૂર ઉપયોગી થઈ હોત ખરી.
પાંચમા પ્રકરણમાં લેખકે ધ્વનિવિચાર’ કર્યો છે. વિજ્ઞાનને બદલે કોઈ કથાકૃતિનો પ્રારંભ થતો હોય તેવી છટાથી ધ્વનિવિચારની વાત આરંભાઈ છે. પૃ. ૧૦૬ પરનું ‘સ્વતંત્રીની બાજઓમાં પ્રકંપન થાય, ત્યારે એ સ્વરતંત્રી સમૂહો પ્રસ્પંદિત બનીને વીણાના તારોની માફક પરસ્પર સાથે ટકરાઈને રણઝણી ઊઠે છે. આવી કાવ્યમય શરૂઆત પછી લેખક લખે છે કે “આ ઉચ્છવાસ પછી pharynx (જીભ અને ગળાના પાછળના ભાગ વચ્ચેની જગા)માં થઈને મુખવિવરમાં કે નાસિકાવિવરમાં પ્રવેશે છે. ઉચ્છવાસ બંનેમાં પણ પ્રવેશી શકે છે તેની અમે અત્રે યાદ આપીએ છીએ.
Page #18
--------------------------------------------------------------------------
________________
૧૭
ધ્વનિને સમજાવતાં લેખક કહે છે : '... પરંતુ ભાષાવિજ્ઞાનીઓ માનવમુખમાંથી ધ્વનિયંત્રમાંથી નીકળેલા શબ્દને જ ધ્વનિ કહે છે.” (પૃ. ૧૧૨) કયા ભાષાશાસ્ત્રીઓ આમ કહે છે તે વિગત લેખકે આપી હોત તો વિધાનની ચોકસાઈ ઉપરાંત આ શાસ્ત્રના અભ્યાસીઓને નવી વાત જાણ્યાનો લાભ પણ મળ્યો હોત!
આ પછીથી લેખકે ભાષાશાસ્ત્રના મૂળમાં પડેલી (Phonenne) ધ્વનિગ્રામની વાત હાથ ધરી છે. આ સમજાવતાં લેખકે લખ્યું છે કે “અંગ્રેજી ભાષામાંથી ઉદાહરણો લઈએ તો એક જ
ધ્વનિના સ્થાનાંતરે કેવા ઉચ્ચારભેદ થાય છે તેની વિશેષ સ્પષ્ટતા થશે.” (પૃ. ૧૧૩) જો concept વિષે મનમાં સ્પષ્ટતા હોય તો શું અંગ્રેજી કે શું ગુજરાતી, કોઈ પણ ભાષા વડે સ્પષ્ટતા થાય. વિશેષ સ્પષ્ટતા માટે અંગ્રેજી જ જરૂરી છે તેવું અમને લાગતું નથી. હા, એટલું ખરું કે અંગ્રેજી પુસ્તકમાંનાં દૃષ્ટાંતો (મહદંશે સમજ્યા વગર) સીધેસીધાં મૂકી શકાય એટલી સગવડ તેનાથી જરૂર પૂરી પડી શકે!
લેખકે ભાષાશાસ્ત્રની રૂઢ સંજ્ઞાઓ છે તેનો પણ ઉપયોગ કર્યો છે. Phonemeળે દર્શાવવાની રીતિ તજજ્ઞોમાં | | આવી બે રેખાઓ વચમાં મૂકવાની છે. અને ધ્વનિને દર્શાવવા માટે [] આવા કૌંસનો ઉપયોગ થાય છે. પ્રસ્તુત પુસ્તક પૃ. ૧૧૩ પર નોંધે છે : “છતાં ધ્વનિગ્રામ (phoneme) એક જ, p [ k] જ છે.” અર્થાત્ Phoneme માટે અહીં આ [] કૌસ વપરાયો છે! આ પછીથી દ્રવિડિયન ભાષાનું દૃષ્ટાંત આપીને તો લેખકે હદ કરી છે. તેઓ લખે છે : “દ્રાવિડી ભાષાઓમાં, ૩, ૪, ૬, માટે સમાન લિપિસંજ્ઞા છે. (ઉ.ત. લિખિત શબ્દ કાતિનો ઉચ્ચાર થાય ગાધિ). એ ભાષાઓમાં એ સર્વ ધ્વનિઓનો એક જ ધ્વનિગ્રામ બને છે એમ ગણવું જોઈએ.” (પૃ. ૧૧૪) પહેલી વાત તો એ છે કે દ્રાવિડી ભાષાઓમાં’ સમાન લિપિસંજ્ઞાની વાતને પરીકથા ગણી શકાય. ભાષાશાસ્ત્રવિષયક પુસ્તકોની વાતને છોડીને પણ દ્રવિડિયન ગુપની મુખ્ય ચાર ભાષાઓમાંથી કોઈ પણ એકના ભાષકને પૂછવાની પણ જો તકલીફ લેવાઈ હોત તો આવું વિધાન મૂકવાની હામ ભિડાઈ ન હોત. તામિલ સિવાયની અન્ય ત્રણે મુખ્ય દ્રવિડિયન ભાષાઓમાં લેખકે વર્ણવેલ ચારે વર્ગો માટે ભિન્ન લિપિસંજ્ઞા છે. અમે આ માટે લેખકને જિજ્ઞાસા હોય તો ઈ.સ. ૧૯૫૮નું Our India પ્રકાશનનું “The languages of India” પુસ્તક જોઈ જવાનું નમ્ર સૂચન કરીએ છીએ. વળી આ અંગે લેખક નોંધે છે તેવા ઉચ્ચારણના ગોટાળા થવાનો પણ સંભવ નથી. જે ભાષાઓની વાત કરી છે તેનું ઘોર અજ્ઞાન જ આવાં વિધાનો માટે જવાબદાર ગણાય! પ્રત્યેક ભાષાને પોતાની આગવી રીતિ હોય છે તે વાત લેખક ચૂકી જાય છે. લેખકે જ નોંધેલી ભાષાની વાત કરીએ તો તામિલમાં અનુનાસિક પછી આવતા સ્પર્શો અને સંઘર્થીઓ સઘોષ બને છે એમ કહી શકાય. આથી ઉ.ત. | ‘લાકડી’નું ઉચ્ચારણ વુિ થાય. આ રીતિનું જો લેખકે ધ્યાન રાખ્યું હોત તો તદ્ન કંવદત્તી ઉતારવા પ્રેરાયા ન હોત !
આ પછીથી લિપિમાં નહીં દર્શાવાતા આ ચારે ૩, ૪, ૫, ઘનો એક જ ધ્વનિગ્રામ બને છે એવી મૌલિક શોધ કરીને લેખકે ધ્વનિગ્રામની વ્યાખ્યા પણ ઘડી કાઢી છે! તેઓ લખે છે, આમ એક જ ધ્વનિ કે સમાનરૂપના ધ્વનિઓના સમુદાય જેનું એ ભાષામાં સમાન રીતે પ્રવર્તન થાય છે (અર્થાત્ જેની વિભિન્નતાને કારણે અર્થભેદ થતો ન હોય) તેને ધ્વનિગ્રામ કહે છે.” (પૃ. ૧૧૪) અને પછી (પૃ. ૧૧૫) પર ઉમેરે છે : “સાર્થક ધ્વનિ માટે કેવળ એક જ સંકેત હોય એ ધ્વનિગ્રામનું લાક્ષણિક તત્ત્વ છે.” આ લખીને લેખકે એ જ પાન પર લૂમફિલ્ડ, સ્ટર્ટલેંટ અને ભા. ૩
Page #19
--------------------------------------------------------------------------
________________
૧૮
ડેનિયલ જોન્સની phonemeની વ્યાખ્યાઓ ફૂટનોટમાં નોંધી છે. લેખકે phoneme is a minimum distinctive sound-feature એટલી વાતને સમજી લીધી હોત તો સંકેતને ધ્વનિગ્રામનું લાક્ષણિક તત્ત્વ માનવા પ્રેરાયા ન હોત. એક જ વર્ણના ઉચ્ચારણમાં જે જે ભિન્નતા અને સામાન્ય હોય છે તેમાંથી ભિન્નતાની ઉપેક્ષા કરી સામાન્યનો સ્વીકાર આ સિદ્ધાંતમાં થાય છે. આ વાતને લેખક સમજી શકયા હોય એવું અમને લાગતું નથી. કહેવાનું મન થાય છે કે ફૂટનોટમાં ત્રણ ભાષાવિદોની વ્યાખ્યા ન નોંધી હોત તો એ મહાનુભાવો તો આમાં સંડોવાયા ન હોત !
પૃષ્ઠ ૧૧૫ પર વિજ્ઞાનવેત્તાની જેમ એક વ્યવસ્થા ઊભી કરીને જણાવે છે કે “હવે પછી આવતા ધ્વનિઓના વિવરણમાં ‘ધ્વનિ’શબ્દ વડે ‘ધ્વનિગ્રામ’ સમજવાનો છે.” આ વ્યવસ્થા કર્યા પછી નીચેના જ પરિચ્છેદમાં લખે છે કે ધ્વનિ ઉપર દર્શાવ્યા પ્રમાણે કૌંસમાં લખાય છે.’ અહીં ‘ધ્વનિ’નો અર્થ ‘ધ્વનિગ્રામ' કરવો? આવી અતંત્રતાના આકરગ્રંથ જેવું આ પુસ્તક બન્યું છે. અનેક જગ્યાએ ‘ધ્વનિ’ને પછીથી ‘ધ્વનિ’ના જ અર્થમાં પ્રયોજેલ છે. ઉ.ત. પૃ. ૧૧૭ પર ચાર વખત ‘ધ્વનિ’ આ જ અર્થમાં પ્રયોજાયો છે.
આ વિશે વિશેષ વિગતમાં જઈને લેખક પૃ. ૧૧૫ ઉપર કહે છે : ‘. . . ધ્વનિગ્રામ બે ત્રાંસી ઢળતી સમાંતર લીટીઓ વચ્ચે દર્શાવાય છે.’ આ વ્યાખ્યા પ્રમાણે તો ધ્વનિગ્રામને ।। આ રીતે પણ દર્શાવી શકાય. પરંતુ ભાષાવિજ્ઞાનમાં આમ બનતું નથી. ધ્વનિગ્રામને // આ રીતે ડાબા હાથ તરફ ત્રાંસી ઢળતી લીટીમાં જ દર્શાવાય છે. સમગ્ર પુસ્તકમાં આવી શિથિલતાઓ પ્રત્યેની બેફિકરાઈ પ્રશંસનીય બને તેવી છે તથા લેખકની હિંમત પ્રત્યે પણ આ કારણે માન પેદા થાય તેવું છે!
વિશિષ્ટ ધ્વનિક્રમની વાત કરતાં લેખક કહે છે : ‘ગુજરાતી વ્યક્ષરી શબ્દોમાં છેલ્લો અ-કાર બહુધા શાંત કે અલ્પોચ્ચરિત હોય છે. (ઉ.ત. રમત્, શરત્ ઇ.)' (પૃ. ૧૧૯). પછીથી ૧૨૧ પાન પર લખે છે : ‘ગુજ. ‘રમત’ (ઉચ્ચાર ‘રમત્’)માં છેલ્લો . . . વ્યંજન સ્વર વિના જ ઉચ્ચારાતો સંભળાશે.' માત્ર બે જ પાન પછીથી કેવું contradiction !
આ પછીથી લેખકે સ્વરોનું પૃથક્કરણ આપ્યું છે. તે આપણને શ્રી ટી. એન. દવેના ‘ગુજરાતી ભાષામાં વર્ણવ્યવસ્થા’ની યાદ આપે છે. ઉ. ત. દૃઢબંધ અને શિથિલબંધ, પૂર્વસ્વરપ્રધાન અને ઉત્તારસ્વરપ્રધાન વગેરે પરિભાષામાં શ્રી દવેનો રણકો સંભળાય છે. ગુજરાતી સ્વરો વિષે લેખક કહે છે, ઊલટું —,-નાં આ પ્રકારનાં હ્રસ્વ-દીર્ઘ રૂપો સ્વરમાલામાં અંકિત છે, જે લેખનમાં આપણે દર્શાવીએ છીએ; છતાં ઉચ્ચારણમાં હ્રસ્વદીર્ધનો વિવેક આપણે ભાગ્યે જ જાળવીએ છીએ.' (પૃ. ૧૩૩). પછી ઉચ્ચારણની વાતમાં જ આગળ પૃ. ૧૪૫ ૫૨ ts અને d” વિષે કહે છે, ‘આનાં નિદર્શનો, બહુધા, શિષ્ટરૂપમાં મળતાં નથી; પણ શિષ્ટ સંસ્કાર વિનાની લોકબોલીઓમાં વિશેષતયા મળે છે.’ (પૃ. ૧૪૫).
ભાષાશાસ્ત્રનો આરંભનો વિદ્યાર્થી પણ આવાં વિધાનો કરે નહીં. ઉચ્ચારણો પરથી લિપિ ઘડાય છે, લિપિ પ્રમાણે ઉચ્ચારણ કરવાનું નથી. લિપિના જન્મ પૂર્વે ઘણા લાંબા કાળથી ‘ભાષાનું’ અસ્તિત્વ છે એટલી સાદી સમજ (ભાષાશાસ્ત્રની નહીં પણ માત્ર તર્કશુદ્ધ વિચારણાની) પણ જો હોય તો ઉપરનું વિધાન કોઈ કરે નહીં. વળી ભાષાશાસ્ત્રીને મન ભાષા અને બોલી બંને સમાન
Page #20
--------------------------------------------------------------------------
________________
૧૯
અધ્યયનવિષય છે. “શિષ્ટ સંસ્કાર વિનાની લોકબોલીઓ' જેવા શબ્દસમૂહનો ભાષાશાસ્ત્રીને મન કશો જ અર્થ નથી.
ઉચ્ચારણ અંગે પૃષ્ઠ ૧૭૩ પર લેખકે કહ્યું છે કે ca ની ભાષાવૈજ્ઞાનિક સંજ્ઞા “B” છે. 2011 zitul bilabial unaspirated voiced stop ‘b’all fricative Hiżal à ald લેખક I.P.A.નો ચાર્ટ જોઈને પણ નક્કી કરી શક્યા હોત!
પ્રકરણ છઠું, લિપિવિચાર’ વિષે છે. મુખ્યત્વે David Diringerના “The Alphabet પર તે base થયેલું છે. આ પ્રકરણ સ્વતંત્ર વિચાર માંગી લે તેવું અમને જણાતાં અમે અહીં તેની ચર્ચા છોડીને આગળ જવાનું ઉચિત ધાર્યું છે.
સાતમા પ્રકરણને પદવિચાર’ નામાભિધાન આપેલું છે. પ્રારંભમાં જ ભાષાવિજ્ઞાનની phoneme પછીની બીજી અગત્યની Concept “મોફિમ'ની લેખકે વાત ઉપાડી છે. મોફિમની વ્યાખ્યા આપતાં લેખક કહે છે ભિન્ન ભિન્ન અર્થતત્ત્વો વચ્ચે સંબંધ દર્શાવનાર તત્ત્વોને સંબંધતત્ત્વ (Morpheme) કહે છે.” (પૃ. ૨૫૮) જેમ પહેલી concept વિષે અમે જણાવ્યું હતું તેવું જ અહીં પણ અમારે કહેવાનું છે. મોફિમનું તત્ત્વ લેખક સમજ્યા નથી. એનું તો પુસ્તકના આટલાં પાન વાંચ્યા પછીથી ભાષાવિજ્ઞાનના વિદ્યાર્થીને આશ્ચર્ય રહે તેમ નથી, પરંતુ લખાણમાંના અનુવાદમાં એક consistency પણ જો જાળવી શકાઈ હોત તો આખરે એમ પણ મન વાળી શકાયું હોત કે લેખક પોતે તો, પોતે લખેલું સમજ્યા છે! આપણે ઉપર જોયું તેમ સંબંધતત્ત્વનું કૌસમાં morpheme લખેલું છે. પૃષ્ઠ ૨૬૬ પર લખ્યું છે કે “ઘણા સંબંધતત્ત્વો (suffixes) જોડવામાં આવે છે. અને પૃષ્ઠ ૩૦૦ પર ‘કેટલાંક અર્થતત્ત્વો (morphemes)” એમ લખ્યું છે. આમ લેખકને મોફિમ અને સફિક્ષ વચ્ચે કશો જ ભેદ નથી! આ ભેદની જ જ્યાં ખબર ન હોય તે પાયા પર આખી ચર્ચા મંડાયેલી હોય તેના વિવેચનમાં આપણે પડવું પણ કઈ રીતે?
જાતિની ચર્ચા કરતાં પૃ. ૨૭૧ પર લેખક કહે છે કે “શબ્દની વ્યાકરણાત્મક જાતિ (gramm atical gender)ની પાછળ કોઈ તર્કબદ્ધ કારણ હોતું નથી.” પૃ. ૨૭૪ પર લેખક એવા નિર્ણય પર આવ્યા છે કે “આ ઉદાહરણો ઉપરથી જાતિનિર્ણયની પાછળ રહેલી તાર્કિક ભૂમિકા કલ્પી શકાય છે. ત્રણ પાનના ગાળામાં કેવું વિચારપરિવર્તન!
કાળ વિશે તથા જાતિ વિશે અનેક દૃષ્ટાંતો જુદા જુદા લેખકોમાંથી આપ્યા પછીથી લેખક તારતમ્ય કાઢે છે કે આ રીતે ભાષાઓની કાળવ્યવસ્થામાં અનેક સ્થળે સંકુલતા તેમ જ અસ્પષ્ટતા નજરે પડે છે.” (પૃ. ૨૭૯). કેટલીયે આર્યકુલની ભાષાઓમાં નિર્જીવ પદાર્થોમાં નરજાતિ કે નારીજાતિનું આરોપણ કરેલું મળે છે, જે અસ્વાભાવિક અને અનાવશ્યક છે.” (પૃ. ૨૮૫).
લેખકે એક પણ ભાષાશાસ્ત્રીને સમજવાનો પ્રયત્ન કર્યો હોત તો આવાં વિધાનો ન કર્યા હોત. ભાષામાં તેમને જે “અસ્પષ્ટતા’ લાગી છે તે મનની “અસ્પષ્ટતાને સૂચવે છે. બાકી ભાષા જે છે તેને ભાષાશાસ્ત્રીએ બતાવવાની હોય છે. પોતાના મનમાં નિયત કરેલા નિયમો ભાષાને લગાડવાના હોતા નથી. એટલે તેમાં નરજાતિ કે નારીજાતિનું નિર્જીવ પદાર્થોમાં આરોપણ હોય તો તે “અસ્પષ્ટ અને અનાવશ્યક છે તેમ કહેવું તે ભાષાશાસ્ત્રીનું કામ નથી. એ તો જે તે ભાષાની રચનાને સૂચવે છે.
Page #21
--------------------------------------------------------------------------
________________
૨૦
આઠમાં પ્રકરણમાં ‘અર્થવિચાર’ કર્યો છે. આ વિશે phonemicsની સરખામણીએ શાસ્ત્રીય કાર્ય બહુ ઓછું થયેલું હોઈ તેનું સૈદ્ધાંતિક વિવેચન કરવું જરા કપરું છે. તેમ છતાં લેખકે જે “મૂળના ધ્વનિઓ યથાવત રાખતાં ભાષામાં વ્યર્થ આડંબર અને અપરિચિતતા લાગે છે.” એમ ૫. ૧૧૪ પર કહ્યું છે તેમાં એમ પૂછવાનું મન થાય છે કે “મૂળના ધ્વનિઓને “યથાવત રાખી શકવા લેખક સમર્થ છે ખરા? ભાષા એ સતત પરિવર્તનશીલ છે તે વાત સ્વીકારીને ચાલીએ તો ઉપરના વિધાનનો કશો અર્થ રહેતો નથી.
નવમા પ્રકરણમાં થયેલો વાક્યવિચાર એ ભાષાશાસ્ત્રીની દૃષ્ટિ કરતાં ભાષાના ચિંતકની દૃષ્ટિએ થયેલો વિશેષ માલૂમ પડે છે. આ વિષે પણ ઓછું કાર્ય થયું હોઈ તેની સૈદ્ધાંતિક ચર્ચામાં જઈ શકાય તેમ નથી. આ પ્રકરણને ટૂંકાણમાં પૂરું કરવામાં લેખકે ભારે સમજણ બતાવી છે એમ અમારું માનવું છે.
‘ભાષાનું ઘડતર” નામક દસમું પ્રકરણ શરૂ કરતાં લેખક કહે છે : “બે વ્યક્તિઓ કદી પણ એકસરખી રીતે બોલતી હોતી નથી.” (પૃ. ૩૬૩) અહીં ‘એકસરખી રીતે’ એટલે શું તે સ્પષ્ટ કર્યું હોત તો સારું થાત.
પૃ. ૩૬૪ પર અપાયેલી બોલીની વ્યાખ્યા આ રહી : .. એક ગામની બોલી બીજા ગામની બોલી કરતાં કંઈક અંશે જુદી પડતી હોય છે. તોપણ, એકંદર રીતે જોતાં એમ કહી શકાય કે સમગ્ર ગામની બોલી એક જ છે. પાસે પાસે વસેલાં, પરસ્પર રોજ-બ-રોજ ઘનિષ્ટ સંપર્કમાં રહેલાં ગામોની બોલી એક જ પ્રકારની હોય છે. ભાષાવૈજ્ઞાનિકો અને બોલી (dialect)ની સંજ્ઞા આપે છે. આની પર કશી જ ટિકાટિપ્પણીની અમને જરૂર લાગતી નથી. લેખક પોતે જ આને વાંચશે તો, તેમાં રહેલી absurdity પહેલી જ નજરે દેખાઈ આવે તેવી હોઈ, આના પર વિચાર કરતા થશે એવી અમારી શ્રદ્ધા છે!
પૃ. ૩૬૪ પરનું “તાત્ત્વિક રીતે એમ કહી શકાય કે સમસ્ત વિશ્વની ભાષાઓનું સ્વરૂપ ઘણે અંશે સમાન છે...એનું ધ્વનિતંત્ર સમાન, સામાન્ય ધ્વનિનિયમોને અનુસરતું હોય છે... મનુષ્યની વિશિષ્ટ શારીરિક શક્તિઓ અને મનોવ્યાપારોમાંથી ભાષાનો ઉદ્ગમ છે.” એ વિધાન અંગે પણ અમારે ઉપર કહ્યું તે જ ફરીને નોંધવાનું રહે છે!
બોલીની વાત કરતાં લેખક કહે છે : “ગુજરાત રાજ્યમાં જામનગર આદિ ઉત્તાર સૌરાષ્ટ્રના પ્રદેશમાં ભાટિયા વગેરે કોમોમાં બોલાતી હાલાઈ (કચ્છીને મળતી) બોલી હવે લગભગ લુપ્ત થઈ ગઈ છે; આસપાસ વ્યાપકપણે બોલાતી સૌરાષ્ટ્રી (ઉત્તર સૌરાષ્ટ્ર) બોલીના ધસારા સામે એ ટકી શકી નથી.અને હાલાઈ ભાષાઓને ઘણા સમય સુધી લિખિતરૂપ પ્રાપ્ત નોતું એથી એનું વિશિષ્ટ વ્યક્તિત્વ, આંતરસત્ત્વ ખીલ્યું નહીં હોય એવું અનુમાન થઈ શકે.” (પૃ. ૪૦૯-૧૦)
પહેલું તો એક જ પરિચ્છેદમાં હાલાઈ બોલી” અને હાલાઈ ભાષાઓ” એવા શબ્દપ્રયોગો કરેલા છે. આનો અર્થ એ થાય કે લેખકે ભાષા અને બોલી વચ્ચે કશો જ ભેદ હોય તેમ માન્યું નથી. બીજું હાલાઈ બોલી કેવી હતી તે વિશે કશી જ વાત કરી નથી. સૌરાષ્ટ્રી બોલી કોને કહેવી તે પણ કયાંયે ચર્ચા કરી નથી. અને આખરે હાલાઈનું આંતરસત્ત્વ લિખિતરૂપ પ્રાપ્ત નહીં હોવાના કારણે ખીલ્યું નહીં હોય તેવું અનુમાન કર્યું છે. શાસ્ત્રમાં કોઈ પણ અનુમાન થાય ત્યારે તે અનુમાન પર આવવા માટેનાં જે કારણો હોય તે અહીં દર્શાવાયાં નથી. અને હાલાઈ કોને કહેવી તે દર્શાવ્યા વિના જ તેને લુપ્ત કરી દીધી છે તેમાં ઔચિત્ય જળવાયું હોય તેમ
Page #22
--------------------------------------------------------------------------
________________
૨૧
અમને લાગે છે. કેમકે અસ્તિત્વને સમજાવતાં પહેલાં જ અવસાનની વાત કરવાથી કેટલો બધો ભાર હળવો થઈ જાય છે!
બોલી વિશેની આગળ જોઈ તેવી જ સ-રસ વ્યાખ્યા આ રહી : ‘પાસે પાસે વસેલાં અને એકબીજાના નિત્ય સંપર્કમાં રહેલાં ગામોની બોલી સામાન્યતયા એક પ્રકારની હોય છે. એને બોલી (dialect) કહે છે.” પૃ. ૩૬૯. આનો વિસ્તાર કરતાં લેખક કહે છે કે એક ગામની બોલી કરતાં પાસેના બીજાં ગામની બોલી મહત્ત્વના અંશોમાં સમાન હોવા છતાં કંઈક કંઈક અંશોમાં જુદી પડતી હોય છે. પૃ’ ૩૭૦. આ પણ જાણે અધૂરું હોય તેમ લેખક ક્લગી ચડાવે છે આ વાકયથી ; સમાન ભાષાલક્ષણોવાળા પ્રદેશવિસ્તારને isoglosses (સમભાષી પ્રદેશ વિસ્તાર) કહેવામાં આવે છે.” (પૃ. ૩૭૧)
ઉપરની ત્રણ વાતોમાંથી બે વિષે તો અમે આગળ કહ્યું હોવાના કારણે હવે isogloss વિશે જ બોલીશું. isoglosses એ એક જ ભાષાસમાજમાંના ભાષાભેદોની કલ્પિત રેખાઓ છે. વિદ્વાન લેખકે દર્શાવ્યા મુજબના એ ભાષા વિસ્તારો નથી. આને સમજવા માટે અમે Kurathનું 'A Word Geography of the Eastern United States' yzas Soralel facial કરીએ છીએ.
ભાષાની રહસ્યાત્મકતા સમજાવતાં લેખકે totem શબ્દનો ઉપયોગ કર્યો છે. totemનું વર્ગ” એવું ગુજરાતી આપ્યું છે. પછીથી વિસ્તાર કરીને સ્વવર્ગ’ એવું સમજાવ્યું છે. કોઈ પણ શાસ્ત્રીય ટર્મના વપરાશમાં તેની સમજણ જરૂરી બને છે. Totem નો એક અર્થ કોઈ પણ સારો અંગ્રેજી કોશ જોયો હોત તો “An emblem of relationship between an animal and a group, family or tribe of people. ' H490442 Huul old.
છેલ્લું પ્રકરણ ભાષાસ્વરૂપોનું વર્ગીકરણમાં રોકાયેલું છે. આજ સુધી ભાષા વિષે આ સંદર્ભમાં agglutinating, polysynthetic આદિ જેવાં જે વર્ગીકરણો થયાં છે તેને જે તે લેખકોના આધારે ગુજરાતીમાં ઉતારવાનો લેખકનો સ્તુત્ય પ્રયાસ છે. આખરે ગુજરાતી ભાષા લિષ્ટ કે અશ્લિષ્ટ તે પ્રશ્ન અંગેના શ્રી ગીઅર્સન, શ્રી ભાંડારકર વગેરેના વિચારો રજૂ કરીને આમ ગુજરાતીમાં અશ્લિષ્ટ અને શ્લિષ્ટ બંને સ્વરૂપોનું એક સાથે દર્શન થાય છે.” (પૃ. ૪૫૩) એવો સુખદ અંત આણ્યો છે.
છેલ્લે આપણે ઉપસંહારને જોઈએ. ગુજરાતી ભાષાની વાત કરતાં લેખકે આગાહી ઉચ્ચારી છે. અર્વાચીન ગુજરાતીનો વાકયસંયોજક છે તેમ શક્યા ને કર્મણિ રચનાઓ) એ પ્રાપ્તિ છે પણ ધીરે ધીરે એ ઘસાઈ જશે અને એને સ્થાને પાછાં નવાં તત્ત્વો ગોઠવાશે એમાં શંકા નથી.” આ આગાહી તો ભલે કરી પરંતુ એના અનુમોદનમાં જગતની ભાષાઓ પર પ્રભુત્વ હોય એવી છટાથી લેખક ઉચ્ચારે છે કે પ્રત્યેક ભાષાના ઇતિહાસમાં એમ થતું જ આવ્યું છે.' (પૃ. ૪૭૬) આવી વાત કર્યા પછીથી લેખક “અસંસ્કૃત’ જાતિઓની ભાષા વિષે બોલે છે. પૃષ્ઠ ૪૮૦ પર લેખક કહે છે : “અસંસ્કૃત આદિવાસી પોતાના વક્તવ્યમાં ઘણી મૂર્ત વિગતો ચોકસાઈથી દર્શાવે છે, જે આપણી નજરે ભાગ્યે જ ચડતી હોય છે.” અને પૃ. ૪૮૨ પર “આદિમ ભાષાઓમાં અમૂર્ત વિચારો હોતા નથી. આદિભાષાઓમાં આથી વ્યાકરણકોટિઓની ઘણી સંકુલતા અને શબ્દોની અસાધારણ સમૃદ્ધિ નજરે પડે છે. આ અને પુસ્તકમાંના બીજાં ઘણાં આવાં વિધાનો ભાષાના અધ્યયનમાં નૂતન પ્રકાશ પાડનારાં થઈ પડે તેવાં છે! ભાષાવિજ્ઞાનના પ્રારંભિક ખ્યાલો વિષેનું પણ અજ્ઞાન ન હોય તો આવાં વિધાનો થઈ શકે નહીં. ..
Page #23
--------------------------------------------------------------------------
________________
૨૨
અમે અહીં સુધીમાં પુસ્તકમાંની મુખ્ય મુખ્ય વાતોને જ સ્પર્ધા છીએ. પુસ્તકમાંની સૈદ્ધાંતિક ચર્ચાને છોડીને જોઈએ તો જોડણી, છાપભૂલો આદિ વિષે પણ ચોકસાઈ જળવાઈ નથી. નીચેનાં ઉદાહરણો તેની શાખ પૂરશે.
પૃષ્ઠ
પુસ્તકમાં છે
સંતપર્ક
કયી રીતે
વણલ
સતા
બ્રિ
પ્રસ્તાવના
તરતન જન્મેલાં
મત મત પ્રમાણે
સદવ
objct
ટિકીટ
પ્રયોગ કર્યો છે
વિદ્વાનોએ
ઉત્ક્રાન્તિમ
પૃ. ૬
, ૧૨
,, ૧૫
,
૧૬
,, ૩૦
૩૪
"9
,, ૬૪
૩૦૪
૩૦૭
, ૩૧૧
૩૭૯
૪૫૪
""
,
99
99
હોવું જોઈએ
સંતર્પક
કઈ રીતે
વિશ્લેષણ
સત્તા
હિબ્રૂ
તરતનાં જન્મેલાં
મત પ્રમાણે
સવ
object
ટિકિટ
પ્રયોગ થયો છે
વિદ્વાનોને
ઉત્ક્રાન્તિ ક્રમ
ΟΥ
આમ સમગ્ર પુસ્તકને જોતાં અમારે સ્પષ્ટપણે કહેવાનું થાય છે કે ભાષાવિજ્ઞાનની જે જે basic concept લેખકે આપી છે તે ભાષાવૈજ્ઞાનિકને મન તો જુદી જ છે. એટલે પ્રસ્તુત પુસ્તકથી ભાષાવિજ્ઞાન જાણવાની વૃત્તિવાળાને ભાષાવિજ્ઞાનવિષયક કશું મળશે નહીં એટલું નહીં પરંતુ પ્રારંભમાં જ ભાષાવિજ્ઞાન વિષે તદ્દન ભ્રામક એવા ખ્યાલોથી વાચક ભરપૂર થઈ જશે. તદુપરાંત વિજ્ઞાનના ગદ્યને પામવા માટેની જે ક્ષમતા ઘડાવી જોઈએ તેમાં પણ પ્રસ્તુત પુસ્તક બાધક બનશે એવો અમારો નમ્ર મત છે.
અમે અહીં પુસ્તકે ચર્ચેલી મુખ્ય મુખ્ય concept ને જ સ્પર્શ કર્યો છે. આ સિવાય પણ વધારે વિગતમાં ઊતરી શકાય તેવું છે. પરંતુ આ જ વાત વધારે દૃષ્ટાંતોથી કહેવી હોય તો પછી જિવહુના ન્યાયે અમે વિશેષ વિગતમાં ઊંતરવાનું યોગ્ય માન્યું નથી.
આટલી વાત કર્યા પછી ‘બાકીની વિગતો ઘણી સારી છે.’ ‘સમગ્ર રીતે જોતાં પુસ્તક ઉપયોગી નીવડે તેવું છે.' વગેરે જેવાં Stock phrases વાપરી શકાયાં હોત. પરંતુ સુજ્ઞ વાચક જાણે છે કે વિજ્ઞાનમાં એવો મધ્યમ માર્ગ હોતો નથી. આથી અમારે સખેદ કહેવું પડે છે કે પુસ્તક ભાષાવિજ્ઞાનવિષયક ગેરસમજૂતી ફેલાવવાના આદર્શ નમૂનારૂપ છે. અને લેખકે પ્રસ્તાવનામાં ‘નૂતન ઈન્ડો-આર્યનની ચર્ચાના વિભાગોમાં શકય એટલી મૌલિક વિચારણા પણ કરી છે.' કહ્યું છે તેને બદલે ચર્ચેલી મુખ્ય મુખ્ય બધી જ conceptsમાં મૌલિક વિચારણા કરી છે એમ કહેવાનું અમને મન થાય છે.
આ પુસ્તકના મુખપૃષ્ઠ પર “ગુજરાત યુનિવર્સિટીની સહાયતા દ્રારા પ્રકાશિત” એમ
લખેલું છે.
Page #24
--------------------------------------------------------------------------
________________
ભાષા અને સંસ્કૃતિ
આ, ૨૦+ ૧૩૮ મળીને કુલ્લે ૧૫૮ પાનામાં પથરાયેલું પુસ્તક, નવ પ્રકરણોમાં વહેંચાયેલું છે. આ પ્રકરણોને, વણ્ય વસ્તુને ધ્યાનમાં લેતાં, બે વિભાગમાં જોવાં સુગમતાવાળું ઠરે એમ અમને લાગે છે. (૧) ભાષા અંગેની સ્વરૂપચર્ચા અને (૨) મરાઠી તથા કોંકણી ભાષા અંગેની ચર્ચા. પુસ્તકના ૪, ૬, ૭ અને ૮ પ્રકરણો આ બીજા વિભાગને લગતાં છે. જ્યારે બાકીની ચર્ચા ભાષાસ્વરૂપ વિષયક છે.
ભાષા : તિચેં સ્વરૂપ આણિ શાસ્ત્ર” નામક પ્રથમ પ્રકરણમાં .ભાષા હા એક સંસ્કાર આહે' (પૃ. ૨) એવી માંગણી કરીને લેખકે, ભાષાની, સંસ્કારઘટના તરીકે ચર્ચા કરી છે. ભાષાને આ રીતે જોઈને તેમણે, “શુદ્ધ કસે લિહાર્વે હું શિકવણારે શાસ્ત્ર' (પૃ. ૬) તે વ્યાકરણ તેવી જે પ્રચલિત માન્યતા છે તેની ભૂમિકા સમજાવીને પરંપરાગત વિચારનારા વ્યાકરણી અને ભાષાશાસ્ત્રજ્ઞ વચ્ચેનો ભેદ સ્પષ્ટ કરી આપ્યો છે. આવો વૈયાકરણ, શુદ્ધાશુદ્ધના ચર્ચા જગતમાંથી હજી બહાર આવ્યો નથી. ભાષાશાસ્ત્રી આ શુદ્ધાશુદ્ધની ચર્ચામાં પડતો નથી કેમકે તે તેનું ક્ષેત્ર નથી. લેખક આ અંગે બહુ સ્પષ્ટપણે જણાવે છે કે “અસેં બોલણે ચૂક આહે, તમેં લિહૂ નકા, આપલી ભાષા બદલા, અસે ભાષાશાસ્ત્રજ્ઞ હણત નાહી.” (પૃ. ૭) ડૉ. કાલેલકર શાસ્ત્ર વિષે આટલી સ્પષ્ટતા કરીને પૃ. ૮ પર ભાષાની વ્યાખ્યા આ પ્રમાણે બાંધે છે. મૂળ આશયાશી કાર્યકારણ સંબંધ નસવેલ્યા ધ્વનિસંકેતાની બનવેલી, સમાજવ્યવહારાલા સાહયભૂત અશી ભાષા હી એક પદ્ધત આહે પ્રસ્તુત વ્યાખ્યા લેખકે વિસ્તારપૂર્વક સમજાવી છે. આ સમજાવતાં તેમણે સ્વાભાવિક રીતે જ, તેમાંથી નિષ્પન્ન થતી ધ્વનિનિર્માણની ચર્ચા હાથ ધરી છે. ધ્વનિપરિવર્તન અને અર્થપરિવર્તન ચર્ચતાં લેખકે અર્થપરિવર્તન વિષે જે ‘...અર્થપરિવર્તન હું સમાજજીવનાઓ અસ્થિર તે મુળે ચેતે” (પૃ. ૨૯) કહ્યું છે તે ડૉ. પંડિતે દર્શાવ્યું છે (સંસ્કૃતિ જુલાઈ ૧૯૬૪ પૃ. ૩૦૫) તેમ ‘પૂરાવાઓની અપેક્ષા રાખે છે એ ખરું છે. તેમ છતાં આ દૃષ્ટિકોણથી પણ અર્થપરિવર્તન તપાસાય તો ભાષાવિષયક જાણકારી જરૂર વધે એમ અમને લાગે છે.
આ પછીથી, ભાષાનાં ઘટકો, તેની વ્યવસ્થા, વાક્યવિચાર વગેરે અંગે લેખકે ચર્ચા કરી છે. ત્યારબાદ ભાષાના સ્વરૂપની ચર્ચા કરીને ભાષાનું કાર્ય શું છે તે સમજાવ્યું છે. આ વિશે “ભાર્થે કામ વ્યવહાર ચાલૂ કેવોં હૈ આહે..' (પૃ. ૨૯) તેમ કહીને આ સંદર્ભમાં “પૂર્વી આપલ્યાલા ધર્મશાર્ચે જાણણાર્યા સંસ્કૃતજ્ઞ પંડિતાંચી ગરજ હોતી, આજ શાસ્ત્રીય વાડ્મયાંત સંપન્ન અસકેલ્યા ભાષાચું જ્ઞાન અસણાર્યા તજજ્ઞાંચી આહે' (. ૩૦) આ દ્વારા ભાષાશાસ્ત્રજ્ઞોની જરૂરિયાત પર યોગ્ય રીતે જ તેમણે ભાર મૂક્યો છે.
બીજા પ્રકરણમાં લેખકે વ્યાકરણની ચર્ચા કરી છે. આની ભૂમિકામાં લેખકે “લિહિયાચા ભાષચે નિયમ” એ વ્યાકરણ શબ્દનો અર્થ આજ સુધી કરાતો રહ્યો છે તે નોંધ્યું છે. પરંતુ આજે તો લેખક દર્શાવે છે તેમ ‘ભાચા અભ્યાસ હણજે લિહિલેલ્યા ભાણેચા ખુલાસા નસૂન * ભાષા આણિ સંસ્કૃતિ. ના. ગો. કાલેલકર (મૌજ પ્રકાશન ગૃહ, મુંબઈ, ૧૯૬૨, પા. ૧૩૮, રૂ. ૫૦)
૨૩
Page #25
--------------------------------------------------------------------------
________________
૨૪
બોલણી જાણારી ભાષા આત્મસાત કશી કરતાં યેઇલ યાર્ચે પદ્ધતીર માર્ગદર્શન અનેં માનશ્યાચા કાળ આતા આલા આહે..” (પૃ. ૩૪) આ બંને વાત કર્યા પછીથી તેમણે ભાષાનાં લિખિતરૂપ વડે દર્શાવાય છે તેને “લેખભાષા” અને બોલાતાં રૂપને ‘બોલભાષા’ એવાં ભિન્ન નામાભિધાન, સરળતા અર્થે કર્યા હોય તેમ જણાય છે. અને આમ કરીએ તો પછીથી બોલભાષાના વ્યાકરણને લેખક કહે છે તેમ ‘ભાષાવર્ણન’ એવું નામ આપવું યોગ્ય ઠરશે. વ્યાકરણ અંગેની આટલી ભૂમિકા બાંધીને લેખક આ પ્રકારનાં વર્ણનાત્મક વ્યાકરણ વિષે વાત કરે છે. પારંપરિક વ્યાકરણ બોલાતાં રૂપને - ઉચ્ચારણોને ધ્યાનમાં જ લેતું નથી હોતું. ઉ. ત. અંગ્રેજીમાં નામના બ. વ. નો એક પ્રત્યય - s છે. લેખન પૂરતી આ વાત સાચી છે. પરંતુ બોલાતા સ્વરૂપનો વિચાર કરીએ તો આ બ.વ.ના પ્રત્યયનો જે લેખનરૂપ – s છે તે ropes માં – શું રહે છે, – robes માં–ન્ન થાય છે અને roses માં – ઇઝ બને છે. આની કાર્યવહેંચણી પણ ચોક્કસ છે. કઠોર વ્યંજનાંત શબ્દોમાં - સુ. મૃદુવ્યંજન અને અંત્યસ્વરવાળા શબ્દોમાં - ઝું અને તથા પછી - ઇઝૂ આવે છે. આવા ભેદો ધ્યાનમાં નહીં લેવાવાના કારણે ભાષા વિશેનું સમ્યક જ્ઞાન આપણને પ્રાપ્ત થતું જ નથી હોતું. લેખન એ તો ધ્વનિનું દૃશ્ય સ્વરૂપ માત્ર છે તેથી લેખન દ્વારા બોલભાષાને પૂરેપૂરી કદી પામી શકાય નહીં.
આટલી વ્યાકરણ વિષેની વાત કરીને ડૉ. કાલેલકરે ધ્વનિઘટક વિષે કહ્યું છે. પ્રત્યેક ભાષાને નિયત ધ્વનિઘટકો હોય છે તે દર્શાવીને તેમણે મરાઠીનાં ધ્વનિઘટકો આપ્યાં છે. ત્યારપછીથી મરાઠી નામોનાં એ.વ. અને અનેકવચનમાં કેવા ભેદ પડે છે તે નિદર્શીને લેખક જણાવે છે કે “શબ્દ એકા પૂઠે એક ઠેધૂન ભાષા હોત નાહીં.” (પૃ ૪૧) લેખકની આ વાત કેટલી બધી સાચી છે તે પ્રત્યેક અન્ય ભાષા શીખનાર વ્યક્તિ જાણે છે. માત્ર શબ્દભંડોળ શીખી જવાથી ભાષાનું જ્ઞાન મળી જતું નથી.
આ બધી ચર્ચા ભાષાના કાર્ય અર્થે જે ઇંદ્રિયગોચર રૂપ છે તેની થઈ. ભાષાનું કાર્ય તો છે આશય વ્યક્ત કરવાનું. આપણે જોયું તે આશય વ્યક્ત કરવાનું ધ્વનિગત રૂપ તે તો પરંપરાગત આવ્યું છે. તેને તાર્કિક રીતે સમજાવી શકાશે નહીં. ઉ. ત. અંગ્રેજીમાં footનું બ. વ. feet થાય તો bootનું beet શા માટે નહીં ? લેખક કહે છે તેમ આવો પ્રશ્ન તર્કશાસ્ત્રીને જરૂર થાય પણ વૈયાકરણ તો કહેશે હું અસેં આહે.’ આમ કહીને લેખકે ભાષાની સંજ્ઞાઓની યાદચ્છિકતા અહીં સમજાવી છે. ભાષા ધ્વનિસંજ્ઞાઓની વ્યવસ્થા હોવા છતાં તેમાં વિભિન્ન સ્તરોએ યાદૃચ્છિકતા પ્રવર્તતી હોય છે તે વાતને ડૉ. કાલેલકરે આ રીતે સ્પષ્ટ કરી બતાવી છે.
‘ભાષા આણિ સાહિત્ય' નામક પ્રકરણમાં, ભાષાની, સામાજિક સંસ્થા તરીકે ચર્ચા થયેલી છે. સહુના વ્યવહારમાં ઉપયોગી તેવી ભાષાને ડૉ. કાલેલકર ‘લૌકિક ભાષા' નામ આપવાનું પસંદ કરે છે. આ સિવાય સમાજમાં અનેક વર્ગોની પણ ભાષા હોય છે. તેવી ભાષાને લેખક કહે છે કે “મર્યાદિત વર્ગચ્યા યા વિશિષ્ટ ભાષેલા આપણ તાંત્રિકભાષા” હૈ નાંવ દેહે” (પૃ. ૪૩) ભાષાના વ્યવહારમાં વિનિમયશક્તિ ચાલકબળ તરીકે રહેલી હોય છે. આ વિનિમયશક્તિનો ધ્વનિરૂપ સંકેત તે જે શબ્દ. સમાજના વ્યવહારમાં એવું પણ હોય છે કે જ્યાં વિનિમયશક્તિ હોય પરંતુ ધ્વનિરૂપ સંકેત ન પણ હોય. વાહનવ્યવહારનાં નિયમન માટેનાં અનેકવિધ પ્રતીકોને આનાં ઉદાહરણો કહી શકાય. સમાજમાં એક વ્યક્તિ અનેક વ્યક્તિ સાથે આ વિનિમય શક્તિથી જોડાયેલી છે તે સમજાવીને ડૉ. કાલેલકર “અનુભવ”, “વ્યક્તિવિશ્વ', ‘બાહ્મવિશ્વ” વગેરેની વ્યાખ્યા
Page #26
--------------------------------------------------------------------------
________________
૨૫
આપીને ભાષાનું આમાં કાર્ય છે તે આપણી સમક્ષ મૂકી આપે છે. તેઓ કહે છે કે ‘વ્યક્તિ વિશ્વાંતલ્યા અનુભવાનાં ઇંદ્રિયગોચર અસે` બાહ્યરૂપ દેણ્યા૨ે કામ ભાષા કરતે’. (પૃ. ૪૫) મ ડૉ. કાલેલકરના મતે ભાષાનું આ કાર્ય છે. આની સ્પષ્ટતા કરતાં લેખક કહે છે કે ‘ભાષા હી મુળાંત સાહિત્ય નિર્મિતી સાઠી જન્માલા આલેલી નાહી' અને પછીથી ભાષા અને સાહિત્યનો તેઓ ભેદ કરે છે. આ અંગે તેઓ કહે છે : ‘સાહિત્ય હી એક વ્યક્તિ નિર્મિત કલા આહે, ભાષા હું એક સમાજોપયોગી સાધન આહે’ (પૃ. ૪૭) આમ સાહિત્યનિમિતિ તે ડૉ. કાલેલકરના મતે ભાષાનું મૂળ કાર્ય નથી, પરંતુ ભાષા વિષે જ્યારે ‘...તી અધિક અર્થવાહક, આશયપૂર્ણ આણિ કાર્યક્ષમ બનવતાં યેતે, વ્યવહારા બાહેર હિ તીચા ઉપયોગ હોઉં શકતો, હી જાણીવ જયા વેળીં માણસાલા ઝાલી ત્યાચ વેળી સાહિત્યાચે બીજારોપણ ઝાલેં.'
આ પ્રમાણે સમજ પડી ત્યારથી સાહિત્યનાં બીજ નંખાયાં. આમ સાહિત્યને ડૉ. કાલેલકરે ‘વ્યક્તિવિશ્વનાં દર્શન કરાવવા માટેનો કલાત્મક ઉપયોગ કરવાની કળા' કહીને સમજાવેલ છે. તેઓ કહે છે કે કાવ્ય એ વ્યક્તિનિર્મિત છે, સમાજનિર્મિત નહીં. પછીથી લેખકે એક ભાષામાંથી ભાષાંતર કરવામાં મૂળના બધા જ ગુણો જાળવી રાખવા શકય નથી તે સંસ્કૃત અને ફ્રેંચનાં દૃષ્ટાંતો આપીને સમજાવ્યું છે.
આથી ભાષા અને સાહિત્યનો સંબંધ સ્પષ્ટપણે સમજવા માટે લેખકે વાપરેલી સામગ્રીને જોવી જોઈએ તે હકીકત સ્પષ્ટ થાય છે. તેણે કેવા કેવા પ્રયોગો કર્યા છે, નવા કેવા સંકેતો અને સંદર્ભો યોજ્યા છે, વગેરે તપાસવું જોઈએ.
પ્રકરણ પાંચમાનું લેખકે ‘ભાષા, બોલી આણિ સમાજ' અભિધાન રાખ્યું છે. પ્રારંભમાં લેખકે સમાજની સમજણ આપી છે. અને રૂઢિ એટલે શું તે સમજાવ્યું છે. પછી લેખક કહે છે કે ભાષાને એક સામાજિક સંસ્થા અને લેખનને રૂઢિ કહેવી જોઈએ. અનેક સામાજિક સંસ્થાઓમાં ભાષાનું સ્થાન વિશિષ્ટ છે. અનેક સંસ્થાઓમાં ‘...સર્વાહૂન મહત્ત્વાચી જી નસલી તર સમાજજીવન ચ અશકય બનેલ – અશી એક સંસ્થા આહે. તી મ્હણજે ભાષા.' (પૃ. ૬૩).
ભાષાનું આ સાધન નિરૂપ છે. આવા અનેક ધ્વનિઓને એકત્ર કરીને માણસ અર્થવાહક સંકેત નિર્માણ કરે છે અને આ સંકેતને એક વિશિષ્ટ રૂપમાં, એક વિશિષ્ટ ક્રમમાં મૂકીને તે વિચાર કરે છે. આને આપણે વ્યવસ્થા અર્થે અનુક્રમે વર્ણ, શબ્દ અને વિધાન એવાં નામ આપી શકીએ. (પૃ. ૬૪)
હવે વર્ણથી શબ્દ બને છે અને શબ્દ દ્વારા જે અર્થ વ્યક્ત થાય છે તેને કોઈ નૈસર્ગિક સંબંધ નથી. (પૃ. ૬૪) ભાષા એ તો હમેશાં પરિવર્તનશીલ રહી છે. અર્થનું જ્યાં પરિવર્તન જણાય છે ત્યાં લેખક કહે છે કે ‘...જયા ઠિકાર્થી અર્થાત બદલ ઝાલ્યા૨ે દિસૂન યેતે ત્યા ઠિકાણીં કારણે ઐતિહાસિક, સામાજિક, આણિ સાંસ્કૃતિક અશી અસતાત.' (પૃ. ૬૪) વળી આ પરિવર્તનો થાય છે તે સર્વત્ર એકસરખાં નથી થતાં અને આમ હોઈ, ‘જો પર્યંત હે ભેદ પરસ્પરાંતીલ વ્યવહારાચ્યા આડ યેણ્યા ઇતકે તીવ્ર સ્વરૂપાચે નસતાત તોં પર્યંત કાળાચ્યા ઓઘાંત બદલેલ્યા એકાચ ભાષેચ્યા, એકાચ કાળીં પણ ભિન્નભિન્ન ભાગાંત અસ્તિત્વાંત અસણાર્યા વિવિધ સ્વરૂપાંના પોટભાષા અસે મ્હણતાં યેઇલ' (પૃ. ૬૫)
સમાજ નામમાં સર્વત્ર સરખો વ્યવહાર નથી તે સમાવિષ્ટ છે. આવી જે બહુવિધ સંસ્કૃતિને જોડનાર તત્ત્વ તે ભાષા.
ભા. ૪
Page #27
--------------------------------------------------------------------------
________________
, પણ ખરેખર અસ્તિત્વ છે તે તો બોલીનું જ. પ્રત્યેક normal બાળક સાત વરસની ઉમર સુધીમાં તો પોતાની ભાષા સમાજમાંથી શીખી લેતું હોય છે. શાળામાં તે માત્ર ધ્વનિના લેખનરૂપ દૃશ્ય સ્વરૂપનો શ્રવણરૂપ સ્વરૂપ સાથે સંબંધ જોડતાં, અને તેને ઓળખતાં શીખે છે. આપણે જોયું તેમ ધ્વનિનું અખંડ પરિવર્તન તે ભાષાની એક વિશેષતા છે. આથી લેખનરૂપ જે રૂઢિ છે તે સ્થગિત થઈ જાય છે, જ્યારે ધ્વનિરૂપ ભાષા તો બદલાતી રહે છે. લેખકે આ પરિસ્થિતિ ધ્યાનમાં લેવી ઘટે છે. આ પરિવર્તનને લેખકે પણ સાનુરૂપ થયા કરવું જોઈએ. પણ લેખક કહે છે તેમ ‘અસે કવચિત જ ઘડત.” (પૃ. ૬૯)
જેની બોલી શિષ્ટમાન્ય નથી તેવા વિદ્યાર્થીની શાળામાં શી દશા થતી હોય છે તે દર્શાવીને લેખક કહે છે કે “શિષ્ટવર્ગાચી પોટભાષા ઉચ્ચાર વ લેખન યા દૃષ્ટિની આત્મસાત ન કરતાં આલ્યામુળે શિક્ષણાશી નુકતીચ તડ ઓળખ સુર ઝાલેલ્યા મુલાંચ્યા મનાત ભીતિ, આત્મવિશ્વાસાચા અભાવ, આણિ શિક્ષણાવિષયી તિટકારા નિર્માણ હોઉન ત્યાંચી પ્રગતિ મંદાવલિ અથવા અજિબાલ ખૂટલી તર આશ્ચર્ય નાહી.' (પૃ. ૬૮) - આ પછીથી લેખકે મરાઠી ભાષાની વાત કરી છે. અને ત્યાર બાદ ભાષા અને લેખનનો શો સંબંધ હોઈ શકે તેની વિશદ ચર્ચા કરી છે. આખરે લેખક આ અંગે કહે છે “ભાષચે સ્વરૂપ એકસારખું બદલત અસલ્યા મુળે આજ ઠરલેલે નિયમ છે ‘યાવચંદ્ર દિવાકરી” બંધનકારક ન કરવતાં દર વીસ પંચવીસ વર્ષની ત્યાંચા પુનર્વિચાર હાવા.” (પૃ. ૭૬)
ત્યાર પછીથી શ્રી કાલેલકરે “ભાષા આણિ સંસ્કૃતિ' નામક પ્રકરણમાં ભાષાને સમાજને પડછે જોઈ છે. લેખક, માણસની ‘બોલારા પ્રાણી” (પૃ. ૧૨૩) એવી વ્યાખ્યા કરવાનું કહે છે. અને ‘સમાજ,’ ‘શબ્દ' વગેરે અંગે પણ સમજણ આપે છે. સમાજ શબ્દમાં જ પરિવર્તન સમાવિષ્ટ રહેલું છે. આવાં પરિવર્તનોનાં વ્યક્ત રૂપ આપવાનું કામ ભાષાનું છે.
પ્રત્યેક ભાષાને પોતાના વાપરનાં આગવાં ધારાધોરણ હોય છે. શ્રી કાલેલકર આનું ઉદાહરણ આપતાં કહે છે કે અંગ્રેજીમાં “માય હઝબંડ’, ‘માય ફાદર’ એમ કહી શકાશે પરંતુ મરાઠી ભાષા સમાજના અનેક વર્ગોમાં ‘માઝા નવરા’, ‘માઝા બાપ” એટલું કહેવાથી ચાલશે નહીં. (પૃ. ૧૩૦). આ પ્રકારે ભાષાને જોવા – તપાસવામાં આવે તો સમાજજીવનનાં પરિવર્તનો વિશેની પણ, લેખક કહે છે તેમ, આપણી જાણકારી જરૂર વધે.
ચર્ચાનો બીજો વિભાગ પડે છે મરાઠી અને કોંકણી વિનો. . લેખકે પ્રકરણ ચોથાનું શીર્ષક ‘પાયાશુદ્ધ મરાઠી’ એવું આપ્યું છે. અહીં ‘ભાષાથી શું ઉદિષ્ટ છે તેની વિગત લેખકે આપેલી છે. ભાષા વિષે હજી આજેય આપણા ખ્યાલો અત્યંત પુરાણા કહી શકાય તે પ્રકારના રહ્યા છે. શુદ્ધાશુદ્ધની ચર્ચામાંથી હજી આપણે બહાર આવી શક્યા નથી. આવા ખ્યાલો રાખનાર માટે શ્રી કાલેલકર ઠીક જ કહે છે કે “..રાની, પાની, હતા, સોલા ઇત્યાદિ શબ્દ વાપર્ણાયં પોટ ભાષે બોલણારે લોક અશુદ્ધ બોલતાત, ત્યાંના શુદ્ધ મરાઠી યેત નાહીં, અસેં જેહા શિષ્ટભાષા બોલગારે લોક હણતાત, ત્યાળી આપલેં સમજાવ્યા આણિ ભાષે ઇતિહાસાર્થે અજ્ઞાન તે દાખવત અસતાત”. (પૃ. ૫૬)
જ્યાં ભાષાવિષયક ઉક્ત ખ્યાલો પ્રવર્તતા હોય ત્યાં શિક્ષણક્ષેત્રે તેનું પરિણામ કેવું આવે છે? “..જ્યાં આઈબાપાંચ્યા તેંડૂન હી ભાષા આપણ શિકલ અડાણી આહેત અસી સમજૂત હોઉન મુલાચ્યા મનાત લાજ વ તિરસ્કાર ઉત્પન્ન હોતાત”. (પૃ. ૫૭) આ પરિસ્થિતિ, ભાષાની
Page #28
--------------------------------------------------------------------------
________________
૨૭
જેને જાણકારી છે તેના માટે કેટલી દુ:ખદ છે! આનો કંઈક તોડ કાઢતા હોય તેમ શ્રી કાલેલકર કહે છે “અશા રીતીને જ્યા ભાષવર જાતીચા છાપ આહે, જ્યા ભાખેલા બહુજન સમાજના જીવનાચી તાંડ ઓળખ શુદ્ધા નાહી, તી ભાષા શબ્દસંપત્તિ કિંવા જીવનાચે સંપૂર્ણ વા થથાતથ્ય દર્શન યા અર્થાને, પાયાશુદ્ધ મ્હણતાં યેણાર નાહી, બોલીલા જવળચી આણિ જીવનાચે પ્રતિબંબ દાખવણારી ભાષા કિંવા પોટભાષા હી ચ શિક્ષણાચ્યા, પ્રારંભી માધ્યમ ણુન વાપરવી ગેલી પાહિજે. આણિ જ્યા શિક્ષણ સંસ્થાંત સમાજાચ્યા સર્વ થરાંતીલ મુલે યેતાત તેથે ઉચ્ચની ત્વાચી, શુદ્ધાશુદ્ધ તેચી, અપમાનકારક વ ખુળસટ કલ્પના જાઉન સમાજાચ્યા બહુવિધ જીવનાચે દર્શન ઘડણારી ભાષા આલી પાહિજે. તર ચ ભાષચે શિક્ષણ પાયાશુદ્ધ આહે અસે ણતાં યેઈલ.” (પૃ. ૫૯). આ પ્રકારના ભાષાશિક્ષણને શ્રી કાલેલકરે યોગ્ય રીતે જ, પાયાશુદ્ધ કહ્યું છે.
પરંતુ આ પ્રકારનું શિક્ષણ પૂર્વતૈયારી માગી લે છે તે હકીકતથી લેખક પૂરા સજાગ છે. વિભિન્ન બોલીઓ પર શાસ્રીય કામ થયું હોય ત્યારે જ અને તો જ આવું શિક્ષણ શકય બને. આ પછીથી લેખકે ઈ. સ. ૧૭૮૬ના સર વિલિયમ જોન્સના ભાષણથી પ્રારંભાયેલ તુલનાત્મક ભાષાવિજ્ઞાનના વિકાસમાં ડોકિયું કરાવ્યું છે અને ત્યાર બાદ હળબી, ડાંગી, કોંકણી આદિ બોલીઓના નમૂનાઓ આપ્યા છે.
કોંકણી વિષેનું પ્રકરણ-કોંકણ પ્રદેશ અને તેનું જીવન, કોંકણીના ધ્વનિઘટકો, કોંકણી મરાઠીની બોલી કે સ્વતંત્ર ભાષા, વગેરેની ચર્ચાથી સભર છે. આ બોલી વિષે એક તજ્જ્ઞની વિચારણા તથા માહિતી પ્રાપ્ત થાય છે તે પ્રસ્તુત બોલીવિષયક પ્રવર્તતા જ્ઞાનમાં વૃદ્ધિ કરે છે. આખરે દક્ષિણ કોંકણીના નમૂનાઓ આપ્યા છે તેથી તે અંગેની આધારભૂત માહિતી પ્રાપ્ત બની છે. અલબત્ત, આ આખોયે લેખ શ્રી કાલેલકર પોતે કહે છે તેમ ‘સ્થૂલ પરિચયાત્મક આહે’ (પૃ. ૧૧૭).
‘મરાઠીચે લેખન’ નામનું છઠ્ઠું પ્રકરણ ભાષા અને તેનું દૃશ્ય સ્વરૂપ આલેખે છે. ભાષાશાસ્ત્ર જે રીતે આ બંનેનો સંબંધ જુએ છે તે લેખકે આપણને સ્પષ્ટ કરી આપેલ છે. આ અંગે લેખક કહે છે કે “ભાષા હી ધ્વનિનીં બનલેલી આહે : શ્રાવણગોચર આહે. લેખન હૈં લિપિબદ્ધ આર્હે : દૃષ્ટિગોચર આહે” (પૃ. ૭૯).
આ પછીથી મરાઠી માટે વપરાતા મૂળાક્ષરોની વિશદ ચર્ચા કરી છે અને આ ચર્ચાના પરિપાક રૂપે જે ત્રણ મુદ્દાઓ કહ્યા છે તે મનનીય છે. તે છે, – અનુસ્વાર, હ્રસ્વદીર્ઘ અને પ્રકીર્ણ. આપણી ગુજરાતી ભાષામાં પણ આ પ્રકારની વિચારણા કરવાનો સમય પાકી ગયો ગણાય. આજે ગુજરાતીમાં પણ અનુસ્વાર અને હ્રસ્વદીર્ઘ વિશે ફેરવિચારણા કરવી આવશ્યક છે. આવી વિચારણા કર્યા પછી પણ ‘સર્વ અનુસ્વાર પૂર્ણપણે કાર્ટૂન ટાકાવેત' એવું કોઈ કહે તો? આવો વિચાર નથી થતો એ હકીકત આપણા સુધી આ શાસ્ત્રની ગંધ પણ પહોંચી નથી તેની ઘોતક છે.
‘મરાઠીચ્યા . બોલી’ નામના સાતમા પ્રકરણમાં લેખકે ભાષા અને બોલી વિષે વિચારણા કરી મરાઠી અંગે જ્યૉર્જ ગ્રિઅર્સને જે વિચારણા કરી છે તે પણ સાથોસાથ અહીં, સમજાવેલ છે. બોલી અંગે લેખક ઠીક કહે છે કે “બદલત્યા સામાજિક સંદર્ભીત આણિ લોકશાહીચા ક્રાંતિયુગાંત સુસંસ્કૃત લોકાંચી ભાષા યા કલ્પના માર્ગે પડૂન અધિકાંત અધિક લોકાંના સહજ કળણારી ભાષા યા કલ્પનેલા અગ્રસ્થાન મિળણે આવશ્યક ઝાલે. હે” (પૃ. ૯૨).
Page #29
--------------------------------------------------------------------------
________________
૨.
આમ આ સમગ્ર પુસ્તક લેખકની વિષય પરની પકડનું ઘોતક છે. સમગ્ર પુસ્તકમાં લેખકે ભાષાને મુખ્યત્વે એક સામાજિક સંસ્થા તરીકે જોઈ છે. સાથોસાથ ભાષાશાસ્ત્ર ભાષાનું જે પૃથક્કરણ કરે છે તે, વાચકો પાસે, લેખક પૂરી શાસ્ત્રીયતાથી મૂકતા જાય છે.
કૃતિનું વિશેષ પ્રદાન તેની વર્યરીતિ પણ ગણાવું જોઈએ. ભારતીય ભાષાઓમાં ભાષાશાસનો વિષય હજી નવો નવો જ છે. શાસ્ત્રીયતાનો ચીલો ચાતર્યા વગર કોઈ શાસ્રને પ્રાદેશિક ભાષામાં કેમ ઉતારાય તેના માટેનો આ એક સરસ નમૂનો ગણાય.
ગુજરાતના આ વિષયના અભ્યાસીઓનું આના પ્રતિ ધ્યાન દોરાય અને કોઈ તેનો અનુવાદ કરવા પ્રેરાય તે પણ ઇચ્છવા જેવું ખર.
Page #30
--------------------------------------------------------------------------
________________
ભાષાશાસ્ત્રને શાસ્ત્રીય છતાં આસ્વાદ્ય ગ્રંથ” મહારાષ્ટ્રના પ્રતિષ્ઠિત ભાષાવિદ ડૉ. કાલેલકરનું ૧૫ + ૧૧૫ મળીને કુલ્લે ૧૩૦ પાનામાં પાંચ પ્રકરણોને સમાવતું પ્રસ્તુત પુસ્તક ભારતીય ભાષાઓના આ પ્રકારના અલ્પ સાહિત્યમાં નોંધપાત્ર બની રહે તેવું છે. લેખકે પ્રસ્તાવનામાં કહ્યું છે તેમ ૧૯૬૩ના ફેબ્રુઆરીમાં મરાઠાવાડા યુનિવર્સિટીની પદત્તર વ્યાખ્યાનમાળામાં અપાયેલાં ચાર વ્યાખ્યાનો અને ‘ભાષાગ્યા ક્ષેત્રમર્યાદા એ નિબંધ આ પુસ્તકમાં સમાવિષ્ટ કરેલાં છે.
ભાષાને ઈતિહાસ ડૉ. કાલેલકરે અહીં ભાષાને સામાજિક સંસ્થા તરીકે જોઈ છે. સામાજિક જીવનમાં ભાષા કેવો ભાગ ભજવે છે તેની વિશદ ચર્ચા આ પુસ્તકમાંથી પ્રાપ્ત થાય છે. પ્રારંભમાં જ લેખક ‘ભાચા ઇતિહાસ” આપે છે. યુગયુગથી પૃથ્વી પર વસવાટ કરી રહેલા માનવે ધીરે ધીરે સમૂહજીવન શરૂ કરીને પ્રસ્તુત જીવનને આજે તો સુશ્લિષ્ટ અને સુગ્રથિત બનાવી દીધું છે. આ સ્વરૂપ તે સમાજ. સમાજના અભ્યાસમાં, આથી, વ્યક્તિનો અભ્યાસ સમાવિષ્ટ છે. આ રીતે જોતાં સામાજિક શાસ્ત્રો, લેખક નિર્દેશે છે તેમ, કાલસાપેક્ષ છે. પરંતુ તેને નિશ્ચિત કરનાર સ્થળપરિમાણ પણ તેના અભ્યાસમાં મહત્ત્વનું અંગ છે. આ રીતે જોતાં, સ્થળકાળની મર્યાદામાં વિશેષ માનવસમૂહની પ્રવૃત્તિનો વૃત્તાંત તે જ ઇતિહાસ એમ કહી શકાય. ઇતિહાસમાં વૃત્તાંતનિવેદકોના સમાજની વસ્તુવિષયક ભાવના મોટો ભાગ ભજવતી હોય છે. આ કારણે બે વિભિન્ન સમાજના લેખકો દ્વારા વર્ણવાયેલ, એક જ પ્રવૃત્તિના વૃત્તાંત ઘણી વાર ખૂબ જ જુદાં પડતાં હોય છે. અને ઇતિહાસમાં આથી વિભિન્ન વાદવિવાદો પણ પ્રવર્તતા હોય છે. આ પ્રકારની છાપ વૃત્તાંતમાં કયાં અને કેટલા પ્રમાણમાં પડેલી છે તે શોધીને અળગી ન કરી શકાય ત્યાં સુધી સત્યદર્શન થવું ખૂબ મુશ્કેલ હોય છે. આ અંગે લેખકે કહેલું ‘પુરાવાચ્યા અભાવ. મુળે સુસંગત ઇતિહાસ લિહિણે લેખકાલા જશે કઠીણ, તસેય ઉપલબ્ધ પુરાવાચ્યા અનેક વિદ્રાનાની લાવલેલા અનેક પ્રકારચા અર્થ પાહૂન વસ્તુસ્થિતિથી કલ્પના ઘેણે વાચકાસાઠી કઠીણ,” (પૃ. ૬) એ વિધાન કેટલું બધું વાસ્તવદર્શી છે!
ન્યાય અને નિષ્ફરતા જરૂરી આપણે જ્યારે આપણી ભાષા વિષે લખવા બેસીએ ત્યારે તેમાં ‘આપણી ભાષાનું સામર્થ્ય ઇતર ભાષા કરતાં વિશેષ છે, આપણું સાહિત્ય વિશ્વસાહિત્યને શોભાવે છે, વગેરે જેવાં વિધાનો વારંવાર જોવા મળતાં હોય છે. લેખક કહે છે તેમ આવા “દુરભિમાનવાળા અભ્યાસકો કંઈ થોડા નથી. ઇતિહાસમાં જે સત્યદર્શન થવું જોઈએ તેમાં આ કારણે રુકાવટ થાય છે. આથી જ લેખક કહે છે 'ન્યાય નિષ્ફરતા હા ઇતિહાસ લેખકાચા સર્વત મોઠા ગુણ કરેલ” (પૃ. ૭). આ ગુણ હોય ત્યારે જ લેખકે ઇતિહાસનો “સમાજ જીવનાચી સ્પષ્ટ, સુસંગત આણિ કાલક્રમવાર
• ભાષાઃ ઇતિહાસ આણિ ભૂળ ના. ગે. કાલેલકર. (મૌજ પ્રકાશન ગૃહ, મુંબઈ, ૧૯૬૪. રૂ. ૬-૫૦)
૨૯
Page #31
--------------------------------------------------------------------------
________________
૩૦
માહિતી દેણે” (પૃ. ૭) એ હેતુ કહ્યો છે તે બર આવે. પુરાવાઓ વગેરે તો ઇતિહાસનું સાધન માત્ર છે. સાચો ઇતિહાસકાર આ સાધનનો બહુ જ સાવધાનીપૂર્વક ઉપયોગ કરે છે.
એક વિનિમયસાધન આવા ઇતિહાસનું પણ મહત્ત્વનું પરિમાણ તો સમાજ છે. અને સમાજને લેખક ‘સહજીવનાચ્યા તત્ત્વાવર આધારલેલા વ્યક્તિસમૂહ' (. ૭) કહે છે. જે તે સમાજનાં બંધનો વ્યક્તિએ પાળવાં પડતાં હોય છે. આ બંધનો સમાજે સમાજે ભિન્ન હોય છે. પ્રત્યેક વ્યક્તિ આ બંધન પાળે જ છે તેવું નથી. આમ નથી થતું માટે જ તેમાં પરિવર્તનની ક્ષમતા રહેલી છે. લેખકના મતે સમાજની સ્થિરતા અને તેની પોષક પ્રવૃત્તિ સામાજિક રૂઢિ, પરંપરા અને સંસ્થા એ ત્રણ બાબતો પર નિર્ભર છે. આ પછી લેખકે રૂઢિ અને પરંપરા વચ્ચેનો ભેદ સદૃષ્ટાંત સમજાવ્યો છે. રૂઢિ કંઈક બંધનકારક છે જ્યારે પરંપરા ઐચ્છિક સ્વરૂપની છે. રૂઢિની શિસ્ત પાછળ સમાજની ભીતિ રહેલી હોય છે જ્યારે પરંપરા કૌટુંબિક શિક્ષણ અને વ્યક્તિની શ્રદ્ધા પર નિર્ભર હોય છે. વ્યક્તિ પરની આ મર્યાદા સહજીવનનો પાયો છે. આ પાયામાં કામ કરતી આવશ્યક અને અપરિહાર્ય પ્રવૃત્તિ કઈ? એ પ્રશ્ન પૂછતાં, “સમાજની બધી વ્યક્તિઓને એકત્ર કરીને સહકાર્યક્ષમ બનાવનાર સર્વને સહજ સ્વાધીન એવા એક “વિનિમયસાધનની જરૂરિયાત” કંઈક એવો ઉત્તર મળે છે. સંકેત એ આવું એક સાધન ગણાય. આ સંકેત સામાજિક માન્યતા ધરાવતો ન હોય તો તેના વડે વિનિમયની સાંકળ રચાય નહીં. અહીં એક સ્પષ્ટતા જરૂરી છે. આપણા ઘણા આચાર માત્ર સૂચક હોય છે અને ભાવનાવિવશ બનીને કરેલા હલનચલનના સંકેતરૂપ હોય છે. જેમ કે આનંદને સૂચવવા હસવું, નાચવું વગેરે, દુ:ખને સૂચવવા રડવું, નિરાશ થઈ જવું વગેરે. પરંતુ માણસ ભાવવિવશ ન હોય અને આ જ ક્રિયાને કામે લગાડે ત્યારે તેમાંથી એક પ્રકારની સૂચનશક્તિ પ્રાપ્ત થતી હોય છે. આ સૂચનશક્તિ વડે સંકેત અને તસૂચિત પદાર્થોનો સંબંધ સમાજમાનસમાં અવિભાજ્ય થઈ ગયો હોય છે. સમાજમાં રૂપ, રસ, ગંધ, સ્પર્શ વગેરે જેવાં સાધનો અને તસૂચિત સંકેતો પણ મર્યાદિત સ્વરૂપનો વિનિમય કરાવી શકે છે. પરંતુ આ માટે માનવને જે અત્યંત પ્રભાવશાળી સાધન હાથ લાગ્યું તે “માનવ નિમિત ધ્વનિચા સંકેત બનવણ્યાસાઠી ઉપયોગ” (પૃ ૧૨)ને કહી શકાય. આ સાધનને આપણે “ભાષા” નામથી ઓળખીએ છીએ.
સંકેતની બનેલી સામાજિક સંસ્થા ભાષાથી આપણે એટલાં બધાં પરિચિત છીએ કે તેની વ્યાખ્યાની જરૂર જ ન હોય. પાંચ-છ વર્ષની ઉંમરથી પ્રત્યેક સ્વસ્થ માનસવાળું બાળક ભાષાથી પરિચિત થઈ ગયેલું હોય છે. આટલી નાની ઉંમરથી પરિચિત છે તેવા સાધનની વ્યાખ્યા આપવાની જરૂર શી હોય? પરંતુ ખરેખર તો આથી ઊલટું છે. ભાષા વિશે અનેક પ્રકારની ગેરસમજ પ્રવર્તે છે. આ ગેરસમજમાં કેટલા બધા વર્ગો ભાગીદાર છે! “વ્યાકરણકાર, સ્વત:લા સમાજાતીલ સર્વશ્રેષ્ઠ આદર્શ સમજણારા વર્ગ, શુદ્ધાશુદ્ધચી કલ્પના હા ચ નિકષ માનૂન ત્યારૂન સામાજિક વર્તનાચી સકસનિકસતા ઠરવણારા સોવળાવર્ગ, ભાષચે એક નિશ્ચિત અવિકૃતરૂપ અસતે અસે માનૂન ગ્રાહ્યાગ્રાહ્યતેચા કલ્પિત સીમેવર એક અક્ષર લક્ષ્મણરેષા ઓટૂન કૅવૂ પહાણારા આદર્શવાદી વર્ગ, લેખન મ્હણજે ૨ ભાષા અમે ગૃહીત ધરૂન ત્યાચ્યા તુલનને ઉચ્ચાર દૃષ્ટયા આપલી કેવઢી અધોગતી ઝાલી
Page #32
--------------------------------------------------------------------------
________________
૩૧
આહે યા કલ્પનેને હળહળણારા લેખનપ્રામાણ્યવાદી વર્ગ, શિક્ષણ બિઘડલે આહે અશી ઠામ ભૂમિકા ઘેણારા વિદ્વાનાંચા વર્ગ અસે અનેક વર્ગ...’ (પૃ. ૧૩). આ બધા વર્ગો પોતાની સમજણ સમાજ પાસે મૂકીને બેસી રહેતા નથી. તેઓ તો ‘આપલા તર્કશુદ્ધ યુક્તિવાદ ઇતરાંના પટૂ નયે યા વિચારાને બેચેન હોતાત, ખિન્ન હોતાત, રાગાવતાત, આણિ ચિડવતાત સુદ્ધાં” (પૃ. ૧૩). ભાષાસ્વરૂપ કે પતિનું તાટસ્થ્યપૂર્વક નિરીક્ષણ ન થાય ત્યાં સુધી આ પ્રકારની ગેરસમજ ઓછી થાય નહીં. ભાષા વિષેની આ જો ગેરસમજ હોય તો ભાષાનું સાચું સ્વરૂપ શું? ભાષા તો ધ્વનિનિમિત સંકેતોની બનેલી એક સામાજિક સંસ્થા છે. સમાજમાં જેમજેમ વિનિમયક્ષેત્ર બદલાતું જાય તેમ તેમ ભાષાનું સ્વરૂપ પણ બદલાય. વિનિમયસાધનની જેટલા અંશે નિ:સંદિગ્ધતા વિશેષ તેટલા અંશે તેની કામયાબી પણ વિશેષ નીવડે. ભાષા નિરૂપ સંકેતોની વ્યવસ્થા છે. પ્રત્યેક ભાષા પોતાના સમાજના ભાષકોના સર્વસ્વીકૃત એવા સંકેતો પર નિર્ભર હોય છે. આમાંથી એમ ફલિત થાય કે ભાષાએ સમાજના વિકાસ સાથે રહેવું જોઈએ. જો આમ ન બને તો ભાષામાં એક પ્રકારનું સ્વૈર્ય વ્યાપે અને સ્વૈર્ય લેખક કહે છે તેમ ‘ભાયેલા પાંગળે બનવતે’ (પૃ. ૧૬). આવા વિકાસ માટે જે તે સમાજની સામાજિક પ્રવૃત્તિના સંદર્ભમાં ભાષાનો ઇતિહાસ તપાસતા રહેવું જોઈએ. ભાષાના સંકેત અને તેના અર્થને જોડનારું જે સાહચર્ય છે તે સમાજની માન્યતા પર નિર્ભર છે. આમ હોવાથી ભાષાનો અભ્યાસ આ દૃષ્ટિએ પણ કરી શકાય. આ રીતે જોતાં ભાષાને ‘જ્યાં ધ્વનિસંકેતાચા પદ્ધતશીર ઉપયોગ કરૂન પ્રત્યેક વ્યક્તિ સમાજાચ્યા વ્યવહારાત ભાગ ધેતે તે વ્યવહારક્ષમ સંકેત ણજે ભાષા' (પૃ. ૧૮) તેમ કહી શકાય.
ભાષાના ઇતિહાસ એટલે શુ?
કોઈ પણ સામાજિક સંસ્થાના પરિવર્તનમાં આંતરિક અને બાહ્ય એમ બે પ્રકારનાં કારણો હોય છે. ભાષામાં ઘટકોનાં પરિવર્તન એ આંતરિક કારણોને સૂચવે છે અને ભાષા જે પરિસ્થિતિ પર આધારિત છે તેનું બદલાવું તે ભાષાનાં બાહ્ય કારણોને સૂચવે છે. ભાષા સાતત્યયુક્ત છે પરંતુ તેની નિમિતિ વ્યક્તિનિર્ભર હોઈ, તેના સંકેતોમાં પેઢી દર પેઢીએ કંઈ ને કંઈ ફેર તો પડવાનો જ. આમ ને આમ આવા ફેરફાર ‘કાહી કાળાનંતર મૂળ સંકેતાંચે રૂપ બદલૂન ટાકતે.' (પૃ. ૨૨). આમ ભાષામાં થતાં અનેકવિધ પરિવર્તનોથી ભાષા નવી નવી અભિવ્યક્તિઓ સર્જે છે, નવા નવા અર્થો આપે છે. ડૉ. કાલેલકર અહીં સુધીની ચર્ચાને જાણે ટૂંકમાં સમજાવતા હોય તેમ તેઓ ભાષાનો ઇતિહાસ એટલે તે નીચેના અવતરણમાં મૂકી આપે છે. તેઓ કહે છે : ‘કોણત્યાહી દીર્ઘકાલખંડાતીલ એકાચ ભાષચી કાળાચ્યા દૃષ્ટિને એકમેકાંપાસૂન અતિશય અંતરાવર અસલેલી દોન રૂપે આપણ ઘેતલી તર ત્યાત આપલ્યાલા અનેક પ્રકારચે ફરક આઢળૂન યેતીલ. યાતલે આધીચે રૂપ હે મૂળ રૂપ આણિ નંતરચે રૂપ હે ત્યાચે પરિવર્તન રૂપ આતે હી ગોષ્ટ આપણ માન્ય કરતો, યા દોન રૂપાંચી તુલના કરતો, કાય ટિકૂન રાહિલે આહે આણિ કાય બદલલે આહે તે પહાતા. યા દોન રૂપાંચ્યા મધ્યે અસલેલ્લા અવધીત યા બદલાલા અનુકૂલ આણિ આવશ્યક શા ઘટના ઝાલેલ્યા અસલ્યા પાહિજેત હે ઉઘડ આહે. યા ઘટના ણજે યા દોન રૂપા મલે દુબે હોત. તે શોધૂન ત્યાંચી ક્રમવાર માંડણી કરણે આણિયા માંડણીતૂન બદલેલ્યા રૂપાચ્યા ખુલાસા હોઇલ અસે વિવેચન કરણે મ્હણજેચ ભાષચા ઇતિહાસ દેણે’ (પૃ. ૨૫). આમ ભાષાના ઇતિહાસ માટે આટલું કરવું જરૂરી છે પરંતુ આ કરવું કંઈ રીતે? તે માટે વિભિન્ન
પદ્ધતિઓ છે.
Page #33
--------------------------------------------------------------------------
________________
૩૨
ભાષાના ઇતિહાસ પર, ક્રમવાર લેખિત પુરાવાઓ પર આધારિત એવી ઐતિહાસિક પદ્ધતિ, સંબંધિત ભાષાની તુલનાદ્વારા ભૂતકાળની અનુપલબ્ધ અવસ્થા પર પ્રકાશ નાંખનારી પદ્ધતિ, અને ભાષામાંથી જ તેના વૈશિષ્ટયનો ઉપયોગ કરીને ભૂતકાળની કલ્પના આપનારી સ્વાવલંબી પદ્ધતિ – એમ ત્રણે પદ્ધતિઓ પ્રકાશ પાડી શકે છે.
સાચી માહિતી શ્રાવ્ય રૂપમાંથી જ્યાં લેખિત પુરાવાઓ ઉપલબ્ધ હોય ત્યાંયે ભાષાના ઇતિહાસની સાચી માહિતી તો તેના શ્રાવ્ય રૂપમાંથી જ પ્રગટ થાય છે. લિપિ તો લેખન માટેનું એક સાધન માત્ર છે, ભાષાનાં ઘટકોની શાસ્ત્રશુદ્ધ યાદી નથી. દાખલા તરીકે મરાઠીમાં ‘ચારા” અને “વિચાર” એ બંને શબ્દોમાંના “ચ” ઉચ્ચારણરૂપે જુદા હોવા છતાં તેમનું દૃશ્ય રૂપ તો “ચ” એવું એક જ છે. આમ હોવાથી ભાષાના ઇતિહાસ અર્થે માત્ર શ્રાવ્ય રૂપ જ ધ્યાનમાં લેવું જોઈએ. આ ઉપરાંત ભાષામાં આશય વ્યક્ત કરનારાં ઘટકોનાં પરિવર્તનો અને તેનો સમય પણ ભાષાનો ઇતિહાસ તપાસતી વખતે ધ્યાનમાં લેવાં જોઈએ.
ઐતિહાસિક અને તુલનાત્મક પદ્ધતિઓ ભાષામાં આ સિવાયની પણ અનેક ઘટનાઓ બનતી હોય છે જેને માત્ર પરિવર્તનપ્રક્રિયાથી સમજાવી નહીં શકાય. લેખિત સાહિત્યમાં નથી આવ્યાં હતાં તેવાં રૂપો અને પ્રયોગો, બાહ્ય કારણોથી પ્રભાવિત થયેલા ફરકો, અને ઇતર ભાષાભાષીના સ્વીકારને કારણે મૂળમાં થયેલા ફેરફારો, વગેરે આનાં ઉદાહરણો છે. સાહિત્યમાં ન આવેલાં રૂપોનો ઇતિહાસ મેળવવો ખૂબ કઠણ હોય છે. બાહ્ય કારણોથી થતા ફરકને તપાસવા માટે રાજકીય ઇતિહાસ જોવો જોઈએ. ઇતર ભાષાભાષી જ્યારે એક અન્ય ભાષાને સ્વીકારે છે ત્યારે તે પોતાની ભાષાની અનેકવિધ છાપ સ્વીકારેલી ભાષામાં મૂકે છે. કાળક્રમે સંભવ છે કે આમાંથી પરિસ્થિતિ અનુસાર એકની બે ભાષા પણ બની જાય. આવી વિભિન્ન થઈ ગયેલી પરંતુ એક કાળે કોઈ એક રૂપને સૂચવતી ભાષાઓનાં મૂળ તરફ તુલનાત્મક પદ્ધતિ દ્વારા જઈ શકાય છે. ઈ. સ. ૧૭૮૬માં સર વિલિયમ જોજો ગ્રીક, લૅટિન, સંસ્કૃત વગેરે ભાષાઓના એક મૂળની કલ્પના, એક વ્યાખ્યાન દ્વારા રજૂ કરી ત્યારથી આ પદ્ધતિના શ્રીગણેશ મંડાયા. આ પછીથી આ પદ્ધતિએ ભાષાઓ પર જે જે અગત્યનાં કામો થયાં છે તેનો લેખકે ઉલ્લેખ કર્યો છે અને ઐતિહાસિક તથા તુલનાત્મક પદ્ધતિઓ વચ્ચેનો ભેદ પણ સ્ફટ કર્યો છે. લેખક જણાવે છે તેમ તુલનાત્મક પદ્ધતિનું કાર્ય અધિક પુરાવાઓનો અભાવ હોય ત્યાં પૂર્વરૂપોની કલ્પના આપવાનું છે, જ્યારે ઐતિહાસિક પદ્ધતિનું કાર્ય કોઈ એક જ ભાષા કેવી કેવી બદલાતી ગઈ છે તેનું શાસ્ત્રીય રીતે ચિત્ર તૈયાર કરવાનું છે. (પૃ. ૪૨).
આ પછીથી લેખક સંશોધન પદ્ધતિઓની મર્યાદા વિશે વાત કરે છે. પૂર્વનું રૂપ તેના લેખિત સ્વરૂપે જ હોય (ધ્વનિમુદ્રણ ઉપલબ્ધ ન હોય) અને તે પ્રમાણે જ અદ્યતન રૂપ હોય ત્યાં પરિવર્તન કેવું અને કેટલું થયું હશે તે જાણી શકાતું નથી. આ માટે લેખક “ચાર’ શબ્દનું ઉદાહરણ આપે છે. આ રૂપ મૂળ સંસ્કૃતમાંથી મરાઠી સુધી બદલાયું જ નથી કે ઘણી બધી ભાષાઓમાં એકસરખું જ બદલાયું છે તે કળી શકાતું નથી.
આ પછીથી લેખકે કોઈ પણ ભાષા પૂર્ણપણે નિયમબદ્ધ નથી તેમ કહીને ભાષામાંનાં અનિયમિત રૂપો તે પ્રાચીન અવશેષોનાં ઘાતક હોય છે તે મરાઠીનાં દૃષ્ટાંતો દ્વારા બતાવ્યું છે.
Page #34
--------------------------------------------------------------------------
________________
૩૩
ઇતિહાસમાં કાળનિર્ણય એ મહત્ત્વની વાત છે. ભાષામાં પણ ભાષાઓની અવસ્થાઓના કાળનિર્ણય માટેની જે ‘કાળનિર્ણયપદ્ધતિ’ કહેવાય છે તે વડે કાળનિર્ણયો થતા હોય છે. પણ ભાષામાં કઠણ વાત છે તે મૂળભૂત શબ્દોની નિયતિની, કોઈ પણ ભાષાના મૂળભૂત શબ્દો કેટલા તે કહેવું અત્યંત કઠણ છે.
ઇતિહાસ અંગેની આટલી વિગતો ચર્ચ્યા પછી લેખકે ઇતિહાસલેખક વિષેનું પોતાનું ચિત્ર રજૂ કર્યું છે અને સંશોધનવિષયક વિચારો પણ જણાવ્યા છે.
ભાષા અને પેટાભાષા
પ્રકરણ બીજું ‘ભાષા આણિ પેટભાષા’ નામક છે. ભાષના ઇતિહાસને તપાસ્યા પછી લેખક અહીં ભાષાની વિવિધતાને નિદર્શે છે. સમાજમાં જુદા જુદા વર્ગો અનેક કારણો વડે વેગળાપણુ જાળવી રાખે છે તેમાં સામાન્ય ભાષાનો વિશિષ્ટ ઉપયોગ એ પણ એક કારણ છે. આપણે સુતાર, લુહાર, મોચી, ચમાર આદિના સંપર્કમાં જરૂર પૂરતાં જ છીએ. આમ હોવાથી તેઓ પોતાનાં જીવનમાં ભાષાનો જે ઉપયોગ કરે છે તેનાથી આપણે બહુ જાણીતાં હોતા નથી. ભાષાના ઉપયોગની આ મર્યાદા જાણીએ તો તેના અભ્યાસના એક નવા વલણની આપણને જાણ થાય. આનું ક્ષેત્ર પેટભાષા કે ગુજરાતી શબ્દ વાપરીને કહીએ તો પેટાભાષા ગણાય.
જાત અને પેટાજાત જેવા અર્થમાં જ ભાષા અને પેટાભાષા શબ્દો વપરાયા છે. આથી અમુક સ્થળની કે અમુક વર્ગની બોલી તે પેટાભાષા છે એમ કહેવાથી તેનો યથાર્થ સમજાશે નહીં. આ સમજાવવા માટે તો અમુક બોલી અમુક ભાષાની પેટાભાષા છે તેમ કહેવું જોઈશે કેમ કે ‘પેાટભાષા હી સંબંધદર્શક આહે’ (પૃ. ૬૦). આ અંગે સ્પષ્ટતા કરતાં લેખક આગળ જણાવે છે તેમ મરાઠી એક ભાષા છે તે વિધાન પૂરતું છે પરંતુ ખાનદેશી એક પેટાભાષા છે તે પૂરતું નથી. એટલે ખાનદેશી મરાઠીની પેટાભાષા છે તેમ કહ્યા સિવાય તે વાકયથી અર્થ સરશે નહીં. પેટાભાષા શબ્દ આપણે બે અર્થમાં વાપરતા હોઈએ છીએ. એક તો બોલવામાં વપરાય છે અને લખવામાં જેનો ઉપયોગ નથી તેવું ભાષાસ્વરૂપ, અને બીજું શિષ્ટમાન્ય ભાષા કરતાં જુદું પડતું ભાષાસ્વરૂપ. પહેલો મુદ્દો તો સ્પષ્ટ છે પરંતુ બીજા મુદ્દામાં કહેલા જુદાપણાની તપાસ કરવી જોઈએ. બંને વચ્ચે ઉચ્ચારણ, વ્યાકરણ અને શબ્દભંડોળ એ ત્રણેનો તફાવત શોધવો જોઈએ. આ પ્રકારનો તફાવત દર્શાવ્યા પછી પણ અમુક ભાષાની અમુક પેટાભાષા છે તેમ એકદમ નહીં કહી શકાય. જે તે પેટાભાષા બોલનારો સમાજ કઈ ભાષાના ભાષકોના સાંસ્કૃતિક જીવન સાથે એકતા અનુભવે છે તે મુદ્દો પણ વિચારવો પડશે.
એક જ ભાષા બોલનાર સમસ્ત ભાષકો કદી એકસાથે એકત્ર થઈ શકે નહીં. આનું સ્વાભાવિક પરિણામ એ આવે કે તેનું વિનિમયસાધન પણ વાવ્યવહારની ઘનતાના પ્રમાણ મુજબ ફેરફારવાળું રહેવાનું. આ ફેરફાર એટલો મોટો પણ સંભવે કે એક જ ભાષાના બે ભાષકો એકમેકને પૂરેપૂરાં ન પણ સમજે! ડૉ. કાલેલકરે નોંધેલો પી. જી. વુડહાઉસનો પ્રસંગ — જેમાં એક છોકરીનું અંગ્રેજી સમજવા લોર્ડ એક્ઝવર્થને પોતાના બટલરની મદદ લેવી પડી હતી તે વર્ણવાયું છે તે – આનું ઉદાહરણ છે. અર્થાત્ ભૌગોલિક અને સામાજિક અંતર વાગ્વિનિમયમાં મહત્ત્વનો ભાગ ભજવે છે.
ભો. ૫
Page #35
--------------------------------------------------------------------------
________________
૩૪
વર્ગોની બોલીઓનું સ્થાન લેખક કહે છે તેમ બોલનારની પ્રતિષ્ઠાનુસાર હોય છે. પહેલાં આ પ્રતિષ્ઠા જાતિ પર નિર્ભર હતી. બ્રાહ્મણોની બોલી શુદ્ધ, તિરસ્કૃત જાતિઓની. અધમ અને આબંને વચ્ચે અન્ય વર્ગોની બોલી એમ મનાતું. આજે આ પ્રકારનો ભેદ લુપ્ત થતો જઈ પ્રતિપ્લાનિર્ભર ભેદ અસ્તિત્વમાં આવતો જાય છે. પ્રતિષ્ઠા વધારવા માટે લેખક નોંધે છે તેમ શિક્ષણ, અધિકાર અને શ્રીમંતાઈ એ ત્રણ કારણો મુખ્ય છે.
આદર્શ ભાષા કેવળ કહ૫ના આપણે અમુક ભાષાની અમુક અમુક પેટાભાષાઓ છે એમ કહીએ છીએ ત્યારે ભાષામાં આપણે અનેક ભેદોને અંતભૂત માનીએ છીએ. તે અર્થમાં કોઈ પણ ભાષાનું નામ તેની અંતર્ગત બોલીઓ સમેતના સમૂહવાચક નામનું સૂચક હોય છે. આ રીતે જોતાં જે તે નામથી સૂચિત થતી ભાષા એ તો એક આદર્શ છે. તેને બોલનાર કોઈ વ્યક્તિનું અસ્તિત્વ જ હોતું નથી. સામાજિક પ્રતિષ્ઠાના ઉચ્ચતમ બિંદુએ પહોંચેલી વ્યક્તિ પણ પોતાના વાવ્યવહારમાં ભિન્નભિન્ન વારૂપો વાપરતી હોઈ, આદર્શ ભાષા એ તો એક કલ્પના માત્ર છે. આથી ડૉ. કાલેલકર ઠીક જ કહે છે કે ‘સ્થિર આણિ વિકારશૂન્ય આદર્શ મરાઠી ભાષા હી બર્યાચ અંશી એક કલ્પના આવે, કૃત્રિમ સ્વરૂપાએ માધ્યમ આહે' (. ૬૯). આ સમજવા માટે લેખકે નોંધ્યું છે તેમ લેખન માટે સ્વીકારાયેલી પ્રમાણભૂત ભાષા, વિસ્તૃત પ્રદેશમાં સ્વીકૃત એવી બોલીઓ સમેતની ભાષા અને ભાષા શબ્દમાં સમાવિષ્ટ સ્થાનિક અને સામાજિક વૈશિષ્ટય એમ ત્રિવિધ અભ્યાસ જરૂરી બને છે.
પેટાભાષાનું નિર્માણ અહીં સુધી જે પેટાભાષા વિશે મીમાંસા કરી તે રચાય છે કઈ રીતે? આનો વિચાર ડૉ. કાલેલકરે પોટભાષાંચી નિર્મિતિ' નામક ત્રીજા પ્રકરણમાં કર્યો છે. પ્રારંભમાં તુલનાત્મક અભ્યાસના ઇતિહાસમાં દૃષ્ટિ કરીને ભૂમિકા બાંધી છે. પછી તરત જ લેખક પટાભાષાની નિમિતિ પર આવે છે. ઐતિહાસિક દૃષ્ટિએ પેટાભાષાનું નિર્માણ લેખક બે પ્રકારે થતું હોવાનું જણાવે છે. એક તો કોઈ એક મોટા વિસ્તારની એક બોલીનું સ્વાભાવિકપણે પરિવર્તન થઈને જે ભિન્ન સ્વરૂપ પેદા થાય તે તેની પ્રાદેશિક બોલી કે પેટાભાષા. આ સ્વરૂપ કે સ્વરૂપો એકમેકથી જેટલાં વધારે દૂર તેટલો એ ભેદ વિશેષ તીવ્ર. આ રીતે પેટાભાષા નિર્માણ થાય. બીજા પ્રકારમાં જ્યારે કોઈ એકભાષી ટોળી એક વિસ્તીર્ણ પ્રદેશ પર આક્રમણ કરીને જુદા જુદા વિસ્તારમાં સ્થાયી થાય ત્યારે જે તે વિસ્તારના મૂળ રહેવાસીઓની ભાષાના સંપર્ક પ્રમાણે તેમની મૂળ ભાષામાં પરિવર્તનો થાય. પરિણામે પેટાભાષા ઉત્પન્ન થાય.
એક ત્રીજી ઘટનાથી પણ પેટાભાષાનું નિર્માણ થાય છે. જ્યારે કોઈ બે ભાષાસમાજમાંથી એક સમાજ પોતાની ભાષા છોડીને નવી ભાષા સ્વીકારે છે ત્યારે કાળે કરીને આ નવું સ્વરૂપ મૂળ કરતાં ખૂબ ભિન્ન થઈ જાય. આ રૂપને પછીથી મૂળની પેટાભાષા કહેવાય.
- નિયત ક્ષેત્રમર્યાદા નથી પટાભાષાને જોવી જોઈએ તેના મૂળ રૂપે જ. આ કેમ કરવું? ક્ષેત્રના નામ પરથી પેટાભાષાનું નામ આપી દેવું તેમાં તેના સ્વરૂપને પામી શકાતું નથી. ઝયૂલ ઝિલ્યુરો (૧૮૫૪-૧૯૨૬) નામના ફ્રેંચ સંશોધકે પ્રથમ વાર આ કરી બતાવ્યું. આ કાર્ય એક વ્યક્તિને બોલાવી ફોટો પાડી લઈ તેની બોલી રેકોર્ડર પર ધ્વનિમુદ્રિત કરી લેવાથી પતતું નથી. ડૉ. કાલેલકર ખરું જ કહે છે કે ‘પુરાવા ધ્વનિમુદ્રિત કરુન ઠવણે આજકાલ એક ફૅશન હોઉ લાગલી આહે' (પૃ. ૭૭). ખરું
Page #36
--------------------------------------------------------------------------
________________
૩૫
સંશોધન તો જ્યાંથી માહિતી મેળવવાની હોય ત્યાંનો પ્રત્યક્ષ સંપર્ક, તે પરિસ્થિતિ અને વાતાવરણનું જ્ઞાન વગેરેની અપેક્ષા રાખે છે. ઝિલ્યેરોએ ૧૮૮૦–૮૧માં બે સ્થાનિક બોલીનો અભ્યાસ કરીને પુસ્તિકા બહાર પાડી. ત્યાર પછીથી તેમણે ફ્રેંચ ભાષાનું ભૌગોલિક ચિત્ર તૈયાર કરવા અને પેટાભાષાઓના ક્ષેત્રવિસ્તારની માહિતી મેળવવા ધાર્યું. આ માટે તેમણે ૧૯૦૦ પ્રયોગો (શબ્દો, વાકયો વગેરેના) પસંદ કર્યા. સમાન અંતરનો માનદંડ રાખીને તેમણે ફ઼્રાંસના ૩૭,૦૦૦ ગામોમાંથી ૬૩૯ કેન્દ્રો પસંદ કર્યાં. આ કાર્ય માટે તેમણે એદમૉ (૧૮૪૮–૧૯૨૬) નામના એક દુકાનદારની પસંદગી કરી. એદમૉએ ૧૮૯૭ના ઑગસ્ટની પહેલી તારીખે આ કાર્ય શરૂ કરીને ૧૯૦૧માં પૂરું કર્યું. આ એકત્રિત માહિતી એક સાથે મૂકીને જોઈ તો પહેલાં તો ભારે ધક્કો લાગ્યો. તેમાંથી એમ જણાયું કે પેટાભાષાને કોઈ નિયત ક્ષેત્રમર્યાદા જ નથી! સમોચ્ચારદર્શક રેખા તેમ જ બોલીભેદ દર્શાવતી રેખાઓનાં જાળાં આમાં કારણભૂત હતાં. સમોચ્ચારદર્શક રેખા એટલે ઉચ્ચારણ વડે ક્ષેત્રભેદ દર્શાવતી કાલ્પનિક રેખા. આવી રેખાઓ જ્યાં વિશેષ માલૂમ પડે ત્યાં બોલીનો ફરક કે તફાવત વિશેષ હોય. આવા વિસ્તારને બોલીવિસ્તાર કહી શકાય અને તેનું જુદું નામાભિધાન પણ કરી શકાય. ઝિલ્યેરોના નકશાઓમાં આ પ્રકારની માહિતી આપવામાં આવી હતી. આના પરથી એક જ ભાષાભાષી સમાજ શબ્દોના વપરાશમાં કેટલો બધો જુદો પડતો હોય છે તે જણાયું. આ પ્રકારની સામગ્રીમાંથી ભાષાનાં સ્થળાંતરો, જૂની ભાષાના અવશેષો સાંસ્કૃતિક ક્ષેત્રવિસ્તારો, વિનિમયની સુલભતા વગેરે જેવાં ભાષાના ઇતિહાસને પોષક તત્ત્વો છે તેના વિશે માહિતી પ્રાપ્ય બને છે.
આ બધું કરવા માટે લેખક કહે છે તેમ શાસ્ત્રીય સંશોધનની જરૂર છે. ‘આત્મસંશોધન આણિ આત્મવિશ્લેષણ’ એ આવા શાસ્રીય સંશોધનનું પહેલું પગથિયું છે. આપણા દેશમાં ભાષાના અભ્યાસ અંગેની તો અખૂટ સામગ્રી પડી છે. તેના અભ્યાસથી જે સમજાશે તે, લેખક ઠીક જ કહે છે કે, ભાષાશાસ્ત્રના બધા ગ્રંથો વાંચ્યાથી પણ નહીં સમજાય. લેખકે આ અનુસંધાને ટાંકેલુ મોરિસ માએતેરલિકના નાટકમાંનું દૃષ્ટાંત સૂચક છે. લીલા રંગના પક્ષીના સંશોધન માટે ફોગટ રખડીરખડીને પાછા આવેલાએ ઘેર આવીને જોયું તો પોતાના પાળેલા પોપટનો રંગ લીલો હતો! મર્મ વડે સંશોધનનું મહત્ત્વ અને તેમાં રાખવો પડતો વિવેક દર્શાવવા માટે ડૉ. કાલેલકરની શૈલી કેવી માર્મિક બને છે તેનું આ ઉદાહરણ ગણવું જોઈએ.
પેટાભાષાનું મૂલ્ય
અહીં સુધી લેખકે પેટાભાષાનું જે વિવેચન કર્યું તેના અભ્યાસની જરૂરિયાત વિષે ચોથા પ્રકરણમાં ચર્ચા કરે છે. આ પ્રકરણનું શીર્ષક તેમણે ‘પોટભાષાંચ્યા અભ્યાસાચે મહત્ત્વ' એવું રાખ્યું છે. હજી પેટાભાષા એટલે શુદ્ધ ભાષાનું અપભ્રંશ સ્વરૂપ એવી માન્યતા પ્રવર્તે છે તે બરાબર નથી. આવી માન્યતાને કારણે આ પ્રકારની બોલીઓને મિટાવી દેવાના નિષ્ફળ પ્રયત્નો પણ થયેલા છે. ફ઼ચ રાજ્યક્રાંતિની શરૂઆતમાં ક્રાંતિકારી રાષ્ટ્રીય સમિતિએ આખા ફ઼્રાંસમાં પ્રમાણભૂત ફ્રેંચનું જ્ઞાન મેળવી લેવા માટેનું ફરમાન કાઢયું. પરિણામે આની પ્રતિક્રિયા રૂપે પોતાના પૂર્વજોની બોલીઓને વાપરવાનો આગ્રહ પેદા થયો! બોલીઓના વપરાશને કોઈ પણ પ્રકારનું દબાણ, આમ, રોકી શકવા સમર્થ નથી. બોલી એ રોજિંદા વ્યવહારનું સ્વાભાવિક સાધન છે.
આટલી વાત બોલી વિષે કર્યા પછીથી લેખકે ભારતીય ભાષાઓનાં, જૉર્જ ગ્રીઅર્સને કરેલાં, સર્વેક્ષણની માહિતી આપી છે. જૉર્જ ગ્રીઅર્સને (૧૮૫૧-૧૯૪૬) ઈ.સ. ૧૮૯૪ની
Page #37
--------------------------------------------------------------------------
________________
સાલના સંપૂર્ણ ભારતને આવરી લઈને ભાષાઓની માહિતી એકઠી કરી. પહેલી માહિતી પ્રમાણે કુલ ૨૩૧ ભાષા અને ૭૭૪ પેટાભાષા બોલાતી હોવાનું જણાયું. પરંતુ પ્રત્યક્ષ તપાસે આ સંખ્યા અનુક્રમે ૧૭૯ અને ૫૪૪ની દર્શાવી. સહુ પોતપોતાની જાતિનું પોતાની ભાષાને નામ આપી દેતાં. “તેલી હણતો મી તેલી ભાષા બોલતો' (પૃ. ૯૩). આમ થવાથી ભાષાની થયેલી સંખ્યાને પ્રત્યક્ષ તપાસે ઓછી કરી નાંખી. ત્યાર બાદ લેખકે ઈ.સ.૧૮૯૪થી શરૂ થઈને લગભગ ૩૪ વર્ષ પૂરા થયેલા જૉર્જ ગ્રીઅર્સનના ભારતીય ભાષા સર્વેક્ષણની વિગતો આપી છે.
આટલી વિગતો પછીથી લેખક પેટાભાષાનું મૂલ્ય સમજાવતાં કહે છે કે વ્યક્તિ વ્યક્તિ વચ્ચેનું અંતર દૂર કરવા માટે પેટાભાષાના ઉપયોગ જેવો બીજો કોઈ ઉત્તમ માર્ગ નથી. આથી આનું મહત્ત્વ જેટલું વહેલું સમજાય તેટલું સારું. ડૉ. કાલેલકર આ અંગે “ઇંગજીત બોલન લોકજાગતી હોત નાહી છે જ્યાના કળતે ત્યાંના તી હિંદીત કિવા પ્રમાણભૂત મરાઠીત બોલુન હી હોણાર નાહી હે કળલે પાણિજે (પૃ. ૯૬). આમ કહે છે તે કેટલું બધું સાચું છે તે આ ક્ષેત્રમાં પડેલાં સહુ કોઈ કબૂલ કરશે.
વિચાર અને વાણીને સંબંધ પરંપરાગત છેલ્લા પ્રકરણમાં ડૉ. કાલેલકર ‘ભાષાંચ્યા ક્ષેત્રમર્યાદા'ની ચર્ચા કરે છે. આપણે જોયું છે કે પરિવર્તનનું સાતત્ય એ ભાષાના ઇતિહાસમાં આદિ તત્ત્વ છે. પરંતુ જે આશય માટે સમાજ જુદી જુદી સંજ્ઞા યોજે છે તે આશય તો અબાધિત હોય છે. દાખલા તરીકે પાંદડું' શબ્દ વડે જે આશય સિદ્ધ કરવાનો છે તે સંસ્કૃત કાળમાં પણ’, પ્રાકૃતકાળમાં પણ અને આજે પાન” જેવાં ભિન્ન ભિન્ન ઉચ્ચારણો વડે થાય છે, પરંતુ આશય પોતે તો તે જ રહ્યો છે. આનો અર્થ એ થયો કે કોઈ એક કલ્પના અને તેને વ્યક્ત કરનાર ધ્વનિસમૂહનો સંબંધ નિસર્ગ પ્રાપ્ત નથી, કાર્યકારણવાળો નથી, એ તો છે માત્ર પરંપરાગત. એક જ આશયને વ્યક્ત કરવા વિભિન્ન ભાષાસમાજ વિભિન્ન શબ્દોનો ઉપયોગ કરે છે તે આ ઘટનાના મોટા પુરાવારૂપ છે. આપણે પરભાષાના શબ્દો આપણી ભાષામાં લઈ શકીએ છીએ ત્યાં પણ ધ્વનિ અને અર્થના નૈસર્ગિક સંબંધનો અભાવ આપણને મદદરૂપ થાય છે.
પરંતુ ધ્વનિ તો ભાષામાં પરિવર્તન પામ્યા જ કરતો હોય છે. વળી દરેક પ્રદેશમાં પરિવર્તનનું રૂપ પણ જુદું જુદું થતું હોય છે. આવું રૂપ સમાજના વાવ્યવહારમાં અડચણકર્તા ન થાય ત્યાં સુધી આપણે તેને સ્થાનિક ભેદ કહી શકીએ. પરંતુ આ ૩૫ના ભેદપ્રભેદો વધવા અને વાવ્યવહારમાં કદી કદી અડચણ પણ દેખાવા લાગે ત્યારે તે રૂપને પટાભાષા કહી શકાય. આથી આગળ વધીને એ ભેદ એટલો બધો થઈ જાય કે પ્રસ્તુત રૂપને શીખ્યા વિના પામી જ ન શકાય ત્યારે ભાષા બની ગઈ ગણાય. અને એક રૂપ જ્યારે ભાષા બની રહે ત્યારે તો લિપિ વડે તેનું સાહિત્ય પણ બદ્ધ થાય. જ્યાં પેટાભાષામાંથી ભાષા થવાની પરિસ્થિતિ ઊભી જ ન થઈ હોય તેવા સમાજ કંઈ થોડા નથી. કોંકણી, ખાનદેશી, વરહાડી વગેરે આજે પણ મરાઠી લિપિને જ ઉપયોગ કરે છે અને ભીલી, કચ્છી વગેરે તે જ રીતે ગુજરાતી લિપિનો ઉપયોગ કરે છે.
સરહદને પ્રશ્ન કોઈ પણ એક ભાષાના પ્રાદેશિક રૂપોની સરહદ નિયત કરવી તે લગભગ અશક્યવત્ છે. માત્ર સ્થાનભેદ પ્રમાણે આવાં રૂપોના ફેરફાર સમોચ્ચારદર્શક રેખાઓ વડે દર્શાવી શકાય. પેટા
Page #38
--------------------------------------------------------------------------
________________
૩૭
ભાષાને કોઈ નિશ્ચિત ક્ષેત્રમર્યાદા હોતી નથી તે અંગેનો ફેર્દિના દ સસ્યૂરનો અભિપ્રાય ટાંકીને ડૉ. કાલેલકરે તે વાત અહીં સ્પષ્ટ કરી આપી છે.
બે ભિગની ભાષાઓની સીમા પરના પ્રદેશના પ્રશ્નો આપણે ત્યાં બહુ વિકટ છે. બે ભિન્ન વંશની ભાષાઓ હોય તો ત્યાં આ પ્રશ્ન કંઈક સહેલો છે. જ્યાં જે ભાષાના ભાષકો વિશેષ તે તે ભાગ તે ભાષાનો એવો તોડ લાવી શકાય; પરંતુ એક જ વંશની ભાષાઓમાં શું કરવું?
કોઈ એકાદી બોલી કઈ ભાષાની અંતર્ગત છે તે નિયત કરવું અત્યંત કઠિન છે. સંક્રમક સ્વરૂપની બોલીઓ હોય ત્યાં ભાષાશાસ્ત્રના મત ઉપરાંત ડૉ. કાલેલકરના મતે ‘પ્રદેશાંતીલલોકાંચ્યા ભાવનેલા અધિક મહત્ત્વ આહે’ (પૃ. ૧૧૦). ડૉ. કાલેલકરે આ માટે ડાંગીનું દૃષ્ટાંત લીધું છે. તેમનું કહેવું છે કે ડાંગી વિષેના ઝઘડામાં સહુએ ગ્રીઅર્સનની સામગ્રી પર ભાષ્યો કર્યાં છે, પરંતુ પ્રત્યક્ષ કાર્ય કરીને, ઘટનાઓના નિરીક્ષણ દ્રારા કોઈએ સાંસ્કૃતિક સંબંધ શોધવાનો પ્રયત્ન કર્યો નથી. ખરું જોતાં ભાષાશાસ્ત્રીનું કામ જ તટસ્થતાપૂર્વકનો અભ્યાસ કરવાનું છે, કોઈ રાજકીય પક્ષના હાથા બનવાનું નહીં.
આમ ડૉ. કાલેલકરે આ પાંચ પ્રકરણોમાં ભાષાને એક સામાજિક સંસ્થા તરીકે નિહાળી છે અને બહુ જ વિશદતાથી તેના ભેદપ્રભેદો સાથેના સંબંધની વિચારણા કરી છે. બીજી વાત ડૉ. કાલેલકરના આ પુસ્તકમાંથી એ તરી આવે છે કે ભાષાનો જો આ દૃષ્ટિબિંદુથી અભ્યાસ કરવામાં આવે તો સમાજના અનેક ઐતિહાસિક અને સાંસ્કૃતિક કોયડાઓના ઉકેલવામાં ભાષા અત્યંત મદદરૂપ થઈ શકે.
ભારતીય ભાષાઓમાં, આ વિષયમાં, શાસ્રીય કહી શકાય તેવું સાહિત્ય નહિવત્ છે. દેશી ભાષાઓમાં શાસ્ત્રોને ન જ ઉતારી શકાય તેમ માનનારા વર્ગાએ આ પુસ્તક જોવા જેવું છે. શાસ્ત્રીયતાના પથ પર રહીને ડૉ. કાલેલકરે આ વિષય આસ્વાદ્ય બનાવ્યો છે તે તેમના વિષયજ્ઞાનની સાથોસાથ સ્વભાષા પરના પ્રભુત્વને પણ નિર્દેશે છે.
પ્રસ્તુત પુસ્તક પરનું આ વિવેચન ગુજરાતના કોઈ ભાષાવિદને આ જાતનો ગુજરાતીમાં સ્વતંત્ર પ્રયાસ કરવા પ્રેરે તો ‘ગ્રંથ’ની ઇતર ભાષાઓનાં પુસ્તકોના વિવેચનની કામગીરી લેખે લાગી ગણાય.
Page #39
--------------------------------------------------------------------------
________________
ભાષા અને વિજ્ઞાનના સમન્વિત ગુજરાતી ગ્રંથ*
ડૉ. પંડિતનું આ પુસ્તક ૧૯૬૬માં ગુજરાત યુનિવર્સિટીએ પ્રકાશિત કર્યું તે પહેલાં આ વિષયના અભ્યાસીઓએ તો આમાંનો ઘણોખરો ભાગ વિભિન્ન સામયિકોમાં લેખો રૂપે જોયેલો જ છે. ડૉ. પંડિત ગુજરાત યુનિવર્સિટીમાં આઠેક વર્ષ જેટલું રહ્યા અને તે ગાળામાં મુખ્યત્વે ગુજ રાતીમાં અધ્યાપનકાર્ય કર્યું તેના કારણે ગુજરાતી ભાષા અંગે વિચાર કરવાનું બન્યું અને આના પરિપાક રૂપે વખત જતાં આ પુસ્તક ગુજરાતી ભાષામાં પ્રગટયું.
૧૯૬૭માં રાષ્ટ્રપતિ પારિતોષિક મેળવનારાં પુસ્તકોમાંનાં બે પુસ્તકો ભાષાવિજ્ઞાનનાં છે તે ઘટના આ વિષયમાં દેશી ભાષાઓમાં પણ વિત્તવાળું કાર્ય થઈ રહ્યું છે તેની ઘોતક ગણાવી શકાય. આમાંનું એક પુસ્તક તે મરાઠીમાં લખાયેલું ડૉ. કાલેલકરનું ‘ભાષા : ઇતિહાસ આણિ ભૂગોળ' અને બીજું તે ડૉ. પંડિતનું ગુજરાતીમાં લખાયેલું પ્રસ્તુત પુસ્તક. આમાંના પ્રથમને આ જ સામયિકના મે, ૧૯૬૭ના અંકમાં આ લેખકે અવલોકયું હતું અને બીજું પ્રકાશન પછીના ઠીક ઠીક લાંબા ગાળા પછી અહીં અવલોકાય છે.
‘ભાષાના સંકેતો’ નામના પ્રારંભના પ્રકરણમાં ભાષાના ‘સત્ત્વ’નો સ્ફોટ કરવામાં આવ્યો છે. ભાષાને ભાષા તરીકે જોવાથી જ તેનું સ્વરૂપ સમજી શકાય. કોઈ પણ ઘટનાના સ્વરૂપને સમજવા માટે જેટલા અંશે અન્ય ઘટનાઓનાં મૂલ્યો લાગુ કરવામાં આવે તેટલા અંશે તે ઘટનાની સમજમાં ઊણપ રહેવાની છે. આ વાત અન્ય વિજ્ઞાનના અભ્યાસીઓની જેમ ભાષાવિજ્ઞાની વિષે પણ તેટલી જ સાચી છે. બાળકના ભાષાશિક્ષણની પ્રવૃત્તિનું નિરીક્ષણ કરતાં એમ જણાય છે કે બાળક સમાજમાંથી ભાષા શીખે છે. અર્થાત્ ભાષા એ એક પ્રકારનો સંસ્કાર છે. તે કોઈ આનુવંશિક ઘટના નથી. ભાષાને સંસ્કાર માનીને ચાલીએ તો સમાજે સમાજે તેમાં ભેદ હોવાનો જ. સ્વભાષા કરતાં પરભાષામાં જુદાપણું હોવાનું જ. આ જુદાપણાને જે તે ભાષાની વિચિત્રતામાં
ન ખપાવીએ. ભાષાના અભ્યાસીને મન કોઈ ભાષા વિચિત્ર નથી. અભ્યાસી તો તેનાં ઘટક તત્ત્વોને પામવા પ્રયત્ન કરે છે. પ્રત્યેક ભાષાની અનંત ધ્વનિસૃષ્ટિમાંથી ભાષાવિજ્ઞાની તો જે મર્યાદિત ઘટકો છે તેને પકડવાનો પ્રયાસ કરે છે. આમાં તે લિપિ વડે દોરવાઈ જતો નથી. લિપિ તો ભાષાને સંઘરવા માટેનું અપૂર્ણ એવું એક સાધન માત્ર છે તે વાત સતત યાદ રાખવી રહે છે. ઉદાહરણ તરીકે ભાષામાં જે અવિભાજ્ય તત્ત્વો (supra segmental features) હોય છે તેના માટે ઘણી બધી ભાષાઓમાં કોઈ લિપિસંજ્ઞા નથી હોતી. આમ લિપિ અને ભાષાને જુદી રાખવી ઘટે છે. આ પ્રકરણમાં ડૉ. પંડિતે ભાષાને લગતી આ બધી હકીકતોને ઉદાહરણો સમેત સ્પષ્ટ કરી આપી છે.
જે ભાષાસંકેતોની વાત કરવામાં આવી છે તે સંકેતો ધ્વનિના બનેલા છે. આમ હોવાથી સ્વાભાવિક રીતે જ તે તપાસવા માટે ઉચ્ચારણની તપાસ જરૂરી બનશે. બીજું પ્રકરણ ‘ઉચ્ચારણ—
* ગુજરાતી ભાષાનું ધ્વનિસ્વરૂપ અને ધ્વનિપરિવર્તન લે. ડા. પ્રખાધ છે. પૉંડિત. (ગુજરાત યુનિવસટી, અમદાવાદ, ૧૯૬૬, પા. ૩૦૮, રૂા. ૧૦).
Page #40
--------------------------------------------------------------------------
________________
૩૯
પ્રક્રિયા’ શીર્ષક તળે આ વિચારણા કરે છે. ભાષામાં ‘વાચિકધ્વનિ’ની વ્યવસ્થા હોય છે, ગમે તે ધ્વનિ ભાષાનો ધ્વનિ બની શકતો નથી. આમ હોવાથી વાચિકધ્વનિનું ઉત્પાદન કઈ રીતે થાય છે તેની સમજણ પણ આવશ્યક બનશે. આથી ઉચ્ચારણમાં કામ આવતા અવયવો અને તેમનું કાર્ય અહીં વિગતે, આકૃતિઓ આપીને, સમજાવાયું છે. વાણી માટેનો કોઈ ખાસ અવયવ નથી. જુદા જુદા અવયવો મળીને વાણી ઉત્પન્ન કરતા હોય છે. આ જે વાણી ઉત્પન્ન થાય તે વિભાજ્ય છે. પ્રત્યેક ભાષામાં તેનાં મર્યાદિત ઘટકો જ હોય છે. પ્રત્યેક ભાષામાં ઘટકોની સંખ્યા, પ્રકાર, વ્યવસ્થા વગેરે આગવાં હોય છે. ભાષાવિજ્ઞાની આ વ્યવસ્થાને બહાર આણતો હોય છે. કોઈ પણ ઉચ્ચારણને વર્ણવવામાં ઉચ્ચારણગત વર્ગીકરણ ઉચ્ચારણનાં સ્થાન અને પ્રયત્નને વર્ણવતું હોય છે. ઉચ્ચારણનું વર્ગીકરણ માત્ર વર્ણનમૂલક અને શ્રાવણમૂલક પણ હોઈ શકે, પરંતુ ભાષાવિજ્ઞાની એ બંને પ્રકારનાં વર્ગીકરણો છોડીને પરંપરાથી ચાલ્યા આવતા ઉચ્ચારણગત વર્ગીકરણને વળગી રહ્યો છે તેની પાછળ કારણો છે. વર્ણનમૂલક વર્ગીકરણ આપોઆપ જ શાસ્ત્રીય વિચારપ્રણાલીની બહાર રહી જાય છે. શ્રાવણમૂલક વર્ગીકરણમાં ગણિત અને ભૌતિક વિજ્ઞાનની સમજની જરૂર હોઈ ભાષાવિજ્ઞાનીએ પોતા પર આ વધારાનો બોજ વહેવો પડે છે. જ્યારે ત્રીજા પ્રકારનું વર્ણન ભાષાવિજ્ઞાની ઉચ્ચારણઅવયવોનાં ભિન્ન ભિન્ન હલનચલનનાં વર્ણનો દ્રારા આપી શકતો હોય છે. ઉપરાંત આ પ્રકારનું વર્ણન ભાષાવિજ્ઞાનીને જે પ્રકારની જરૂર છે તેમાં કંઈ ઊણપવાળું પણ નથી જણાતું. આ પ્રકરણમાં આ વર્ગીકરણની વિચારણા કરવામાં આવી છે. ફેફસાંમાંથી બહાર ફેંકાતી હવા અને બહારથી મુખ યંત્રમાં જતી હવા પર કેવા કેવા પ્રકારનાં દબાણો, અવરોધો, અટકાયતો વગેરે ભાગ ભજવતાં હોય છે તેની વિગત આકૃતિઓ, ઉદાહરણો આપીને અહીં સમજાવેલ છે. ઉચ્ચારણ-પ્રક્રિયામાં આ ઉપરાંત સૂર, આરોહઅવરોહ, કાલમાન, જંકચર ઇત્યાદિ જેવાં અવિભાજ્ય ઘટકો પણ સંમિલિત હોય છે. આ બધાંનું ભેદકપણું ભાષાએ ભાષાએ નિરાળું હોય છે. પ્રત્યેક ભાષાની યોજના, આમ, આગવી હોય છે. અહીં ગુજરાતી ભાષાને કેન્દ્રસ્થાને રાખીને, જુદી જુદી અનેક ભાષાઓમાં દૃષ્ટાંતો દ્વારા ઉચ્ચારણની પ્રક્રિયા વર્ણવાઈ છે.
ઉચ્ચારણની પ્રક્રિયામાં ધ્વનિની અનંતતા છે. કોઈ પણ એક ભાષામાં ધ્વનિ અનંત પ્રકારના હોય છે. એ અનંત ધ્વનિની નોંધ ભાષકનો કાન લેતો નથી. કાન સાંભળે છે. અનેક પ્રકારના ધ્વનિઓ પરંતુ જે તે ભાષામાં જે ભેદકનિ હોય તેની જ નોંધ તે લેતો હોય છે. ઉદાહરણ તરીકે ગુજરાતીમાં અનેક પ્રકારના [૫] ધ્વનિ બોલાતા હોવા છતાં ગુજરાતી ભાષકનો કાન તો તેમાંના ૫ ની જ નોંધ લેવાનો છે. અર્થાત્ જે તે ભાષાનો ભાષક સાંભળે છે ધ્વનિને પરંતુ તેનું ચિત્તતંત્ર નોંધ લે છે ધ્વનિના જે તે ઘટકની. ભાષકના ચિત્તમાં ઘટક જુદો પડે છે તેના ભેદકધર્માને કારણે. આ ભેદકધર્માની નિયતિ માટે જુદા જુદા માનદંડો છે. આમાંના (૧) સર્વથા ભિન્ન સંદર્ભ (૨) અંશત: ભિન્ન સંદર્ભ અને (૩) સર્વથા સમરેખ સંદર્ભ જેવા માનદંડો લગાડીને ધ્વનિઘટકની નિયતિ કરવામાં આવતી હોય છે. ઉપરાંત ભાષાનો ઢાળો (pattern) પણ ધ્વનિઘટકની નિયતિમાં ઘણીવાર તાળારૂપ બનતો હોય છે. ધ્વનિઘટકનો વિભાવ સમજાવવામાં આ બધી શાસ્ત્રીય ચર્ચાને અહીં ગુજરાતી ભાષાનાં દૃષ્ટાંતોથી આવરી લેવાઈ છે. ઘટકને તારવવાનું કામ સહેલું નથી. જ્યારે બે ઉક્તિઓ અળગી રહી શકવામાં જે ધર્મ કામિયાબ નીવડતો હોય તેની ઉપસ્થિતિ હોય ત્યારે તો આ કામ સહેલું છે પરંતુ તે ધર્મની અનુપસ્થિતિ વખતે શું ? ગુજરાતી ભાષાના ડ (ડોશીનો) અને ♦ (ઝાડમાંના)ની ચર્ચા વડે આનો ઉત્તર અપાયો છે.
Page #41
--------------------------------------------------------------------------
________________
૪૦ ચોથું પ્રકરણ ગુજરાતીના ધ્વનિતંત્રને વર્ણવે છે. અનંત ઉચ્ચારણોમાંથી ભાષાવિજ્ઞાની જે તે ભાષાના ધ્વનિઘટકોને કઈ રીતે તારવે છે તેનો એક ઉત્તમ નમૂનો ગુજરાતીનું ધ્વનિતંત્ર' નામનું આ પ્રકરણ છે. ગુજરાતીનો અર્થ જેને જનસામાન્ય માન્ય ગુજરાતીથી ઓળખે છે તે સમજવાનો છે. આ ગુજરાતીનાં સ્વરો, અર્ધસ્વરો, વ્યંજનોનાં ઘટકો અને બે ઉક્તિઓને અળગી રાખવામાં કામિયાબ નીવડતાં જંકચર જેવાં અવિભાજ્ય ઘટકોની અહીં વિસ્તૃત ઝીણવટભરી અને તર્કશુદ્ધ ચર્ચા પ્રાપ્ત થાય છે. અહીં પ્રસ્તુત કરેલી આ ચર્ચા દ્વારા ભાષાના ધ્વનિતંત્રને વર્ણવવા માટેનો એક અનુકરણીય માનદંડ મળી રહે છે. આ માનદંડ બની રહ્યો છે તેની પ્રતીતિ આના પછી બહાર પહેલાં ભારતીય ભાષાઓનાં ધ્વનિતંત્રનાં વર્ણનો આ માનદંડને નજર સામે રાખીને ચાલ્યાં છે તેના પરથી મળી રહે છે. ડૉ. કાનાએ તો પોતાની વિચારણામાં આ માનદંડના ઠેરઠેર હવાલા જ નાખ્યા કર્યા છે. આ વિચારણામાંની અનુનાસિકો, /h/નો વિચાર ઇત્યાદિની ચર્ચા સાથે કોઈ પૂરેપૂરું સંમત ન થાય તેમ બને. આની સંગતિ અહીં જે રીતે થઈ છે તેના કરતાં જુદી રીતે કરે તેવું પણ બને. પરંતુ જે તાકાતથી જે તર્કબદ્ધતાથી આ માનદંડ ઊભો કરાયો છે તે ભાષાના સંશોધનકારો માટે ભારે ઉપયોગી પુરવાર થયો છે.
ગુજરાતીમાં ધ્વનિઘટકોની તારવણી ઉપરાંત આ ભાષામાં સંકુલ અક્ષરોની વ્યવસ્થા અને અક્ષરનું સ્વરૂપ વગેરેની પણ ચર્ચા થયેલી છે. વળી અક્ષરની સીમાઓ નિયત કરવા માટે ઉચ્ચારણગત અને વ્યવસ્થાગત બંને પદ્ધતિઓ અપનાવી શકાય છે તેની સ્પષ્ટતા કરીને વ્યવસ્થાગત પદ્ધતિ બલવત્તર છે તેની પણ અહીં સ્પષ્ટતા કરવામાં આવી છે.
પુસ્તકનાં પાંચથી આઠ સુધીનાં ચાર પ્રકરણો ઐતિહાસિક ભાષાવિજ્ઞાનની ચર્ચામાં છે. પાંચમું પ્રકરણ પરિવર્તનની પ્રક્રિયા અંગેનું છે. ભાષાનાં ધ્વનિપરિવર્તન, વ્યાકરણ પરિવર્તન, અર્થપરિવર્તન અને શબ્દરાશિની વધઘટ જેવાં પરિવર્તનોમાંથી મુખ્યત્વે અહીં પહેલાં બેનો વિચાર કરવામાં આવ્યો છે. તેરમા સૈકાની આસપાસ બોલાતી ગુજરાતી અને અર્વાચીન ગુજરાતીની સરખામણી કરીને પરિવર્તન પ્રક્રિયાને સ્પષ્ટ કરવામાં આવી છે. પ્રાચીન ગુજરાતીનો તો કોઈ ભાષક આજે મળવાનો નથી. આવા સંજોગોમાં લિપિના પુરાવાઓના આધારે જે અનુમાનો થાય તે વજૂદવાળાં લેખી શકાય તેનો, તુલનાત્મક પદ્ધતિએ પુરાવો આપીને, અહીં તાળો મેળવી આપવામાં આવ્યો છે. જોકે મુખ્યત્વે ધ્વનિપરિવર્તન અને વ્યાકરણ પરિવર્તનની ચર્ચા અહીં પ્રસ્તુત કરી છે તેમ છતાં શબ્દરાશિની વધઘટ અને અર્થપરિવર્તન તરફ પણ અંગ્રેજી અને ગુજરાતીનાં અનુક્રમે હૅન્ડ-હાથ અને સ્ટેપ-પગલુંનાં જોડકાંઓ જેવાં ઘણાં દૃષ્ટાંતો દ્વારા અંગુલિનિર્દેશ કરી આપ્યો છે. આ બધાં પરિવર્તનોની તપાસ ભાષાના ઇતિહાસનિરૂપણ માટે અનિવાર્ય બની રહે છે. આ સિદ્ધાંતચર્ચાને ઉદાહત કરવામાં આવી છે, “ધ્વનિપરિવર્તન’ નામના છઠ્ઠા પ્રકરણમાં. ઉચ્ચારણની એક જ રેખા પર અંગ્રેજી, ગુજરાતી અને મરાઠી ભાષક કેવા ભિન્ન ભિન્ન ભેદ કરતા હોય છે તેનું ઉદાહરણ આપીને પ્રત્યેક ભાષકનું ચિતંત્ર પોતાની ભાષાની વ્યવસ્થાના માળખામાં જ અન્ય ભાષાનાં ઘટકોને પણ નાખવા ટેવાયેલું હોય છે તે ઘટના બહાર આણી છે. કોઈ પણ ભાષામાં પરિવર્તન અવિરતપણે થયાં જ કરતું હોય છે. સમાજમાં કોઈ પણ બે વ્યક્તિનો જેને સમરૂપ કહી શકાય તે પ્રકારનો વ્યવહાર સંભવી શકે જ નહીં. સમાજ શબ્દ જ સંભવત: આ અર્થનો સૂચક છે. આમ હોવાથી પરિવર્તન અંગે વિભિન્ન કારણોની ખોજ અનાવશ્યક છે તે 2. 'A Gujarati Reference Grammar --- George Cardona, Philadelphia (1965).
Page #42
--------------------------------------------------------------------------
________________
૪૧
ઘટનાની પણ અહીં નોંધ લેવાઈ છે. ધ્વનિપરિવર્તન એ સમગ્ર ભાષાસમાજની દેણ છે તે આમાંથી ફલિત થાય છે. પ્રકરણ સાતમામાં સાદૃશ્ય પરિવર્તનની ચર્ચા મળે છે. ધ્વનિપરિવર્તન કરતાં આ પરિવર્તન જુદું પડે છે તે તેની ‘વ્યક્તિમૂલકતાના કારણે. ધ્વનિપરિવર્તન સમગ્રસમાજની દેણ છે જ્યારે સાદૃશ્ય પરિવર્તન વ્યક્તિ દ્વારા થતું પરિવર્તન છે. આનાં સારૂપ્ય, વૈરૂખ, આગમ, લોપ વગેરેનાં તથા એકસાથે વપરાશમાં આવવાથી વર્ણો, શબ્દો વગેરેમાં થતાં પરિવર્તનોનાં ગુજરાતી ભાષામાંથી અનેક ઉદાહરણો લઈને સાદૃશ્ય પરિવર્તનપ્રક્રિયા સ્પષ્ટ કરવામાં આવી છે. ધ્વનિપરિવર્તન કરતાં આ પરિવર્તનમાં ભાષકનાં શ્રૃતિચિત્રના પરિવર્તનની સૂક્ષ્મતા ઓછી હોય છે. આમ હોવાથી આવાં પરિવર્તનો ધ્વનિપરિવર્તનની જેમ વ્યાપક બને નહીં. આ રીતે જોતાં ભાષાના ઇતિહાસકારને આ પરિવર્તનો કરતાં ધ્વનિપરિવર્તનનું મૂલ્ય સવિશેષ રહેવાનું.
આઠમું પ્રકરણ ‘ગુજરાતી સ્વરવ્યવસ્થાનું પરિવર્તન' નામનું છે. અહીં કાળમર્યાદા પ્રાકૃતથી માંડીને ગુજરાતી સુધીની સ્વીકારાઈ છે. ભાષાનો ઇતિહાસકાર કાળપટ પર ગમે તે બે છેડા નિયત કરીને ભાષાનો ઇતિહાસ તપાસી શકે છે. પ્રાકૃતકાળના પૂર્વના છેડાને અન્ય વિદ્વાનોએ સાંકળવાના પ્રયત્નો કર્યા હોવાથી લેખકે અહીં તેની પુનર્વિચારણામાં જવાનું પસંદ કર્યું નથી. સંસ્કૃતકાળની સ્વરવ્યવસ્થા કઈ રીતે જુદી પડે છે તે અને પછીથી પ્રાકૃત, તેની અંતિમ ભૂમિકા એટલે કે અપભ્રંશ, વગેરેની સ્વરવ્યવસ્થાથી જૂની ગુજરાતીની સ્વરવ્યવસ્થા કઈ રીતે જુદી પડે છે તેની વિસ્તૃત, સતર્ક ચર્ચા અહીં પ્રસ્તુત થયેલી છે. આ વ્યવસ્થા સમજાવવામાં લિપિ કેવો ભાગ ભજવતી હોય છે, લહિયાઓની ‘ભૂલો’ કેવી મદદરૂપ નીવડતી હોય છે, અને આવી બીજી અનેક ઘટનાઓની સંગતિ અર્થે તર્કબદ્ધ વિચારસરણીની કેવી જરૂર પડતી હોય છે તેની પ્રતીતિ આ પ્રકરણ કરાવે છે. ભાષાનો ઇતિહાસકાર ભાષાના ઇતિહાસને આવાં પરિવર્તનો દ્વારા જ પામી શકે. આ પરથી સહેજે સમજી શકાશે કે કોઈ એક નિયત કાળે ભાષાના એક રૂપનો તબક્કો પૂરો થયો અને બીજો શરૂ થયો તેવાં વિધાનોનો ખાસ વિશેષ અર્થ નથી. ખરેખર તો આ પ્રકારના ભાષાના તબક્કાઓ સાહિત્યના તબક્કાઓને જ સૂચવતા હોય છે. બાકી ભાષાનું પરિવર્તન આવા ચુસ્ત ખંડકોને આધીન વર્તતું હોતું નથી.
છેલ્લાં બે પ્રકરણો બોલીની ચર્ચામાં રોકાયેલાં છે. કોઈ પણ ભાષાસમાજમાં કાળ પરત્વે પરિવર્તન થાય છે તેમ સ્થળ પરત્વેનું પણ પરિવર્તન દેખાય છે. બોલી તે સ્થળ પરત્વેનું ભાષાપરિવર્તન છે. કોઈ પણ ભાષાસમાજમાં બોલીભેદ તો રહેવાના જ. ભાષાશાસ્ત્રી આવા ભેદો અને માન્યભાષા એ બંને સ્વરૂપને એક જ રીતે જુએ છે. બોલીનાં સ્વરૂપો ભાષાશાસ્ત્રીને મન હલકાં કે અશુદ્ધ નથી. બોલીનો ઊગમ વાવ્યવહારની ઘનતામાંથી થાય છે. સમાજનો પ્રત્યેક સભ્ય એકસરખા પ્રમાણમાં કદી વાવ્યવહાર કરી શકે નહીં. આમ ન બને તેનાં ઘણાં બધાં બિનભાષાકીય કારણો છે. નદી, પર્વત, જંગલ ઇત્યાદિના કુદરતી અંતરાયો અને જ્ઞાતિ, વર્ગા વગેરે જેવા સામાજિક અંતરાયો આમાં ભાગ ભજવતા જણાય છે. ઉપરાંત પરિવર્તન એ ભાષાની સિદ્ધ ઘટના હોઈ, કોઈ પણ ભાષાસમાજમાં બોલીભેદ તો રહેવાનો જ. બોલીભેદની જુદી જુદી રેખાઓના સમુચ્ચય દ્વારા બોલીઓના વિસ્તારો નિયત કરી શકાય. અલબત્ત, અમુક વિસ્તારમાં અમુક જ નિયત જગ્યાએ એક બોલી પૂરી થઈ અને ત્યાર પછીથી બીજી બોલી શરૂ થઈ તેવું વિધાન કરી શકાય નહીં. ફલિત એમ થાય કે તાત્ત્વિક રીતે જોતાં બોલીની સીમાને નિયત કરી શકાય નહીં. આમ હોવાથી જ્યારે અમુક બોલીઓને અમુક ભાષાઓની મા, બહેન કે માસી જેવા સગાઈ-સંબંધોથી વર્ણવાય છે ત્યારે ભાષાશાસ્ત્રીને મન તેવાં ભા. ૬
Page #43
--------------------------------------------------------------------------
________________
વિધાનોનો ખાસ કંઈ અર્થ હોતો નથી. ભિન્ન ભિન્ન બોલીઓમાંથી કોઈ એકને ધાર્મિક, સાંસ્કૃતિક કે રાજકીય કે આવું બીજું કોઈ બળ પ્રાપ્ત થવાથી તે માન્ય ભાષાનું રૂપ મેળવતી હોય છે. તેનો અર્થ, તે બોલી અન્ય બોલીઓ કરતાં સહેજે ચઢિયાતી છે તેવો નથી જ. બોલીનાં સ્વત્વમાં બિનભાષાગત કારણો ખૂબ ભાગ ભજવે છે. એક કાળનાં પ્રસારકેન્દ્રો (Focal areas) બીજા કાળે અવશિષ્ટ કેન્દ્રો (Relic areas) બની જાય એમ પણ બને. અર્થાત્ એક કાળે કોઈ પણ પ્રકારનાં સહકારી બળને કારણે અનુકરણીય દરજ્જો ભોગવતો બોલીવિસ્તાર તેવાં બળ ભાંગી પડતાં, પછીથી, અનુકરણીય રહેતો નથી. સૌરાષ્ટ્રમાં જૂનાગઢની આજુબાજુનો પ્રદેશ આના દૃષ્ટાંત તરીકે અહીં ઉદાહત કરવામાં આવ્યો છે. આજે તે પ્રદેશ પ્રસારકેન્દ્રનો મોભો ભોગવતો નથી. ભાષામાં આવી ઘટમાળ ચાલ્યા જ કરે છે. માન્યભાષા અને બોલી બંને વિષેના ધુંધળા ચિત્રને કારણે શૈક્ષણિક ક્ષેત્રે કેવી ગ્રંથિઓ પેદા થતી હોય છે તેની પણ અહીં નોંધ લેવાઈ છે. છેલ્લે બોલીઓનું ક્રમિક વિભાજનમાં સંસ્કૃતકાળથી માંડીને જૂની ગુજરાતી સુધીના વિભાજનને જોવામાં આવ્યું છે. આ માટે શિલાલેખોની ભાષા, ખતપત્રની ભાષા, નાટકોમાં જળવાયેલી ભાષા વગેરેની મદદ લઈને વિભિન્ન લક્ષણો તારવવામાં આવ્યાં છે. ત્રણેક હજાર વર્ષ પૂર્વેની ભારતીય આર્ય બોલીના ક્રમિક વિભાજનને પરિણામે આજે અવધી, આસામી, ઉડિયા, ઉર્દૂ-હિંદી, કચ્છી, કાશ્મીરી, કોંકણી, ગુજરાતી, પહાડી, પંજાબી, ભીલી, ભોજપુરી, મગહી, મૈથિલી, લહન્દા, રાજસ્થાની, સિંધી, સિંહલી ઇત્યાદિ જેવી ભાષાઓ-બોલીઓ વિકસી છે. આમાંથી ગુજરાતીનું જૂથ જે લક્ષણોથી જુદું પડે છે તેનો ઉલ્લેખ કરીને જૂની ગુજરાતીથી માંડીને અર્વાચીન ગુજરાતી કાળ સુધીના કેટલાક ધ્વનિવ્યાપારોની પણ અહીં નોંધ લેવામાં આવી છે. આમ ભાષાના સંકેતોની સમજણથી પ્રારંભાયેલું આ પુસ્તક અર્વાચીન ગુજરાતીની બોલીઓનો નિર્દેશ કરીને વિરામ પામે છે. | ગુજરાતી ભાષાના ધ્વનિસ્વરૂપને લેખકે અહીં વિસ્તારથી અને પૂરી તાકાતથી તપાસ્યું છે,
જ્યારે ધ્વનિપરિવર્તન અને બોલીઓની ચર્ચામાં વધારે સામગ્રીની અપેક્ષા રહે છે. અલબત્ત, જે કંઈ અપાયું છે તેની તર્કશુદ્ધ સંગતિ વિશે ભાગ્યે જ શંકાને સ્થાન રહે છે. પુસ્તકની શૈલી ગુજરાતી ગદ્યસાહિત્યમાં નોંધપાત્ર બની રહે છે. વિજ્ઞાનના ફોટ અર્થે કેવા પ્રકારનું ગદ્ય જરૂરી હોય છે તેનો એક ઉત્તમ નમૂનો આ પુસ્તકને ગણાવી શકાય. ભાષા અંગે શુદ્ધ-અશુદ્ધના
ખ્યાલની નિરર્થકતા સમજાવવા માટે ડૉ. પંડિતે ગામડિયા છોકરા(ની જ ભાષા) દ્વારા “શુદ્ધ પ્રેમી શિક્ષકનું મોં કેવું બંધ કરી દીધું છે! આખાયે પુસ્તકમાં ગુજરાતી ભાષાનું જોમ અને પોતે નજર સામે આવ્યા કરે છે. પુસ્તકમાંથી આનાં અસંખ્ય ઉદાહરણો વાચકો વીણી શકશે. પુસ્તકની બીજી વિશેષતા પરિભાષાના પ્રશ્ન પરત્વેની છે. ડૉ. પંડિતને પરિભાષાનો પ્રશ્ન કયાંય નડ્યો હોય તેમ લાગતું નથી. વિષય અંગેની સ્પષ્ટતા અને પકડ હોય તો તેની સમજાવટમાં પરિભાષાનો પ્રશ્ન કોઈ પ્રાણપ્રશ્ન બની જતો નથી તે આ પુસ્તકે દર્શાવી આપ્યું છે. ભાષા અંગેના અત્યંત જટિલ પ્રશ્નો પણ વાચકોને ઉદાહરણોથી સુગ્રાહ્ય બનાવાયા છે તે પુસ્તકની ત્રીજી વિશેષતા. પુસ્તકમાંની શરતચૂકો વિશે ભાઈ યોગેન્દ્ર* ધ્યાન દોર્યું છે તે યાદીને થોડી લાંબી બનાવી શકાય પરંતુ તેનું મૂલ્ય પણ શરતચૂક જેટલું જ હોઈ, તેની વિગતો ઉતારવી અહીં જરૂરી ગણી નથી. આના પછી ગુજરાતીના વ્યાકરણ વિશે ડૉ. પંડિત લખે તો ગુજરાતી ભાષાના વિશ્લેષણની એક સળંગ રેખા પ્રાપ્ય બને. પણ એ તો થઈ ‘તોની વાત. એ તો ખસી જાય તેવો દિન કહાં?
વૈજ્ઞાનિક અભિગમ” : યોગેન્દ્ર વ્યાસ, વિશ્વ માનવ” સળંગ અંક ૭૫, માર્ચ, ૧૯૬૭ ૫. ૨૦,
Page #44
--------------------------------------------------------------------------
________________
કચ્છી શબ્દાવલિ : એક અધ્યયનનું અધ્યયન'
(શ્રી પ્રતાપરાય ગો. ત્રિવેદીને ઉત્તર)
[મે ૧૯૭૨ના • સ્વાધ્યાય ’માં કચ્છી રામ્દાવલિ' પર શ્રી પ્રતાપરાય ગા. ત્રિવેદીના લેખ છપાયા છે. આ લેખના ઉત્તર આપવા અમને યાગ્ય જણાવાથી અમે તા. ૫-૮-૭૨ના રાજ - સ્વાધ્યાય ’ને અમારા નીચેના લેખ મેાકલ્યા હતા. સ્વાધ્યાયે આ લેખ બીજા બે અંકો સુધી ( અર્થાત્ છ માસ ) લેવાશે નહીં તેવા ઉત્તર પાઠવ્યા. પ્રસ્તુત લેખ એ સ્વતંત્ર રીતે ઊભેા થયેલા લેખ નથી. તે તેા ‘સ્વાધ્યાય’ના લેખના ઉત્તરરૂપે અવતરેલા છે. આમ હોવાથી સ્વાધ્યાય ' જ તે છાપે તેમાં ઔચિત્ય હતું. પરંતુ ઉપર કહેલા ઉત્તર સ્વાધ્યાય ’ તરફથી મળતાં તથા બહુ લાંબા ગાળે આમાં વીતે તેા સંદર્ભે બદલાય છે તેમ અમને જણાતાં આ લેખ વિદ્યાપીઠ માં પ્રકાશન અર્થે અમે આપીએ છીએ. ‘સ્વાધ્યાય ’ના વાચકાને અમે સીધું જ આ લખાણ પહોંચાડી નથી શકતા તે માટે દિલગીર છીએ. — શા. ] ‘સ્વાધ્યાય’ મે ૧૯૭૨ના અંકમાં શ્રી પ્રતાપરાય ગો. ત્રિવેદીનો ‘કચ્છી શબ્દાવલિ' પરનો લેખ જોયો. આ પ્રકારના કાર્યમાં તેઓએ રસ લઈને જે પુરુષાર્થ દાખવ્યો છે તે દાદ માગી લે તેવો ગણાય. શ્રી ત્રિવેદીના આ લેખને બાદ કરતાં આ પુસ્તિકા પર જેની ગણના કરી શકાય તેવું વિવેચન થયું જાણ્યું નથી. આ અર્થે પણ લેખ આવકાર્ય છે. લેખકારે આ કાર્યમાં જે પુરુષાર્થ કર્યો છે તેની કદર કરી, તેને અભિનંદી, અમારે એમ કહેવાનું થાય છે કે જો ભાષાના શાસ્ત્રની ભૂમિકા આમાં હોત તેમ જ આ ભૂમિકા વિના પણ લેખકારે જો ડૉ. પંડિતની પ્રસ્તાવના તેમ જ કર્તાની પ્રાસ્તાવિક ભૂમિકા ‘શબ્દાવલિને જોતાં પહેલાં ઝીણવટથી જોઈ-સમજી હોત તો તેઓનો આ ૧૯ પાનાનો લેખ, સંભવત:, એક નોંધ જેટલો ટૂંકો બની જાત!
હવે લેખકારના અધ્યયનનું અધ્યયન કરીએ.
લેખકારને શબ્દાવલિ વિષે જે કંઈ વાંધાજનક જણાતું હોવાનું લાગ્યું છે તે બધું નીચે મુજબ દર્શાવી શકાય :
ધ્વનિતંત્રની બાબતમાં :
ધ્વનિતંત્રની બાબતમાં લેખકારની ટીકા નીચેના મુદ્દાઓ પરત્વે છે.
૧. ઙ્ગ અને જ
૨.
અને મ
૩.
૪.
ધ્વનિ
ધ્વનિ
રળ ધ્વનિ
ભેદસૂચક દૃષ્ટાંતોમાં શબ્દોની પસંદગી
આ પછીથી શબ્દાવલિ અંગે તેઓને જે ટીકા આપી છે તેને નીચેના મુદ્દાઓમાં આવરી લઈ શકાય.
૧.
ભિન્ન સ્વરૂપો મળે છે તેવાં શબ્દરૂપો
૨.
કચ્છીમાં જેનો પ્રયોગ નથી તેવા શબ્દો
3.
જોડણી અને અર્થફરક દર્શાવતા શબ્દો
હવે લેખકારના આ વાંધાઓને એક પછી એક લઈને સમજાવવાનો અમે નમ્ર પ્રયત્ન
કરીએ.
Page #45
--------------------------------------------------------------------------
________________
ગ અને જ વિશે :
લેખકાર ગ અને જ એ બંને(જેને પોતે સંઘર્થીઓ કહે છે)ના ઉચ્ચાર ગ અને જ કરતાં જુદા છે તેમ જણાવે છે. લેખકાર અહીં શું કહેવું છે તે સ્પષ્ટ કરી શક્યા નથી. અમે તો પ્રારંભમાં જણાવ્યું છે તેમ આ જે કંઈ સામગ્રી અમને પ્રાપ્ય બની છે તેના આધારે કરેલું વર્ગીકરણ છે. અને તેમાં ઉપર્યુક્ત ધ્વનિઓ અમને પ્રાપ્ત થયા નથી તેથી અમે તેની ચર્ચા કરી નથી. પરંતુ આવા ધ્વનિઓ પ્રાપ્ત થાય તો પણ લેખકાર ‘ઉચ્ચાર સ્પષ્ટ રીતે જુદો તરી આવે છે તેમ દલીલ કરે છે તે પૂરતી નથી. કોઈ પણ ધ્વનિનું ઉચ્ચારણ જુદું હોવાથી તે ઘટક બનતો નથી. ઘટક બનવા માટે તેણે બે ઉક્તિઓના ભેદક બનવું પડે છે. આથી આ બે ભિન્ન ધ્વનિઓ કચ્છીમાં ભેદક નીવડે તો બંને માટે લિપિ સંકેતો યોજી શકાય. આ પ્રકારની વૃદ્ધિને તો કર્તાએ આવકારી જ છે. પરંતુ લેખકારને ધ્વનિ અને ધ્વનિઘટક વચ્ચેનો ભેદ સ્પષ્ટ નહીં હોવાથી આ અંગેની ચર્ચા તેમણે કરી છે.
આવું જ બન્યું છે ‘’ અને ‘બીની બાબતમાં. આ ચર્ચાથી તો સ્પષ્ટપણે કહી શકાય તેમ છે કે લેખકારને ધ્વનિઘટકની વિભાવના જે ભાષાવિજ્ઞાનની એક પાયાની વિભાવના છે તેનો બિલકુલ ખ્યાલ જ નથી. જો આ ખ્યાલ હોત તો તેમણે ધ્વનિના આલેખનની ઇચ્છા પ્રગટ કરીને ‘ડું અને અને સ્થાન નહીં અપાયાની ફરિયાદ કરી ન હોત.
અહીં કોઈ ધ્વનિને સ્થાન અપાવવાનો કે પદભ્રષ્ટ કરવાનો સવાલ નથી. ભાષાવિદ ધ્વનિના રાજકારણમાં સંડોવાતો નથી! જે આપેલા ધ્વનિઓ જે તે ભાષામાં ઘટક હોય તો તે તે ઘટક માટે ભિન્ન લિપિ સંકેત યોજવો જોઈએ. પરંતુ એ ધ્વનિઓ જો કોઈ એક ધ્વનિના પેટાઘટકો હોય તો પેટાઘટકો માટે ભિન્ન લિપિસંકેત યોજવો શાસ્ત્રમાન્ય નથી. અમારી સામગ્રીમાં આ બંને ધ્વનિઓને અમે પેટાઘટકો ગણીને એમ કહ્યું છે કે આને ઘટક સ્થાપવા માટે વિશેષ સામગ્રી જરૂરી ગણાય. આમ થતાં તે જો સ્વતંત્ર ઘટકો સિદ્ધ થાય તો જરૂર તેના સંકેતો વધારી શકાય. પરંતુ લેખકાર તો “સંસ્કૃત-ગુજરાતી “, “બીને પણ સ્થાન અપાયું હોત તો કચ્છીને અને ખુદ કર્તાને પણ સારી સગવડ રહેત” (પૃ. ૩૨૬) કહીને આને સ્થાન આપવા હિમાયત કરે છે. આમાં શાસ્ત્રની સમજણનો અભાવ સ્પષ્ટ વરતાય છે. અને આ અભાવે લેખકારને નીચેના શબ્દોમાં એક જ ધ્વનિ માટે અનુક્રમે ૧, ન્ગ, ઘ અને દ (૬) જોવા પ્રેર્યા છે! ૧. મગૂ ૨. મૂન્ગ
૩. મૂન્ગણ ૪. ખબ્ધ
૫. ખષ્ણુ આમાંનો પાંચમો શબ્દ તો અરધો “ઘ” છે જેને “ સાથે સંબંધ નથી. જ્યારે પહેલા ચારમાં લેખકાર જણાવે છે તેવા ‘૦, ન્ગ. જો ધ્વનિઓ નથી પરંતુ ફી પેટાધ્વનિ જેનો બને છે તે ન છે! લેખકારે દર્શાવેલ ધ્વનિઓ નથી !!
આવું જ લેખકારે દર્શાવેલા (અને માની લીધેલા) “બ” માટેના , ન, અને જે વિશે કહી શકાય. સહાયકારક ક્રિયાપદમાં ‘
વિને આલેખવાની મુશ્કેલીનું દૃષ્ટાંત પણ લેખકારની ઉપર મુજબની દૃષ્ટિનું જ ઘોતક છે. ત્યાંયે “બ” માટે કશા જ ભિન્ન ધ્વનિઓ નથી માત્ર ધોન્ન” ને ધોન” ગણવો પડે તે લેખકારની વાત સાચી છે. લેખકારને “લિપિ ખૂબ આડી આવી છે. આ “લિપિ
Page #46
--------------------------------------------------------------------------
________________
૪૫
ચિહ્નોએ તેઓને સાદી સમજણમાં પણ થાપ ખવરાવી છે. ઉ. ત., ભ (ગે) વિષ્ણુ અને અલ્હાજી વિષ્ણુ (હૃસ્વ “વિ” લેખકારે નોંધ્યો છે. શબ્દાવલિમાં તો દીર્ઘ છે. જુઓ શબ્દાવલિ પૃ. ૩) અહીં લેખકાર “બ” માટે ' અને ' માની બેઠા છે! આ ધ્વનિ તો vinnu માંના 1 માટે છે! અને લેખકારે નોંધ્યો છે તેવો હ્રસ્વ-
દીનો ભેદ તો ' માટે પણ શબ્દાવલિમાં નથી!! આવી જ ગેરસમજ “કચ્છીને ‘૨’ ઘટક ગુજરાતી ‘ળ'ને બદલે આપ્યો છે” તે, પૃ. ૩૨૮ પરના વિધાનમાં જોવા મળે છે. ભાષાવિજ્ઞાનની માત્ર સાદી સમજ હોય તો પણ આવું વિધાન સંભવે નહીં. અને વિશેષમાં લેખકારે આની જાણે પુષ્ટિ થતી હોય તેમ શબ્દાવલિના પૃષ્ઠ ૩૧નો હવાલો આપ્યો છે! અમે પ્રસ્તુત પૃષ્ઠ પર આ અંગે જે કંઈ કહ્યું છે તે નીચે આપીએ છીએ.
અમારી સામગ્રીમાં “શ” અને “ળ”ના જે બે કિસ્સાઓ છે તે અમારા પ્રથમનાં કાર્ય વખતની, ભણેલા-ભાષકો પાસેથી પ્રાપ્ત કરેલી સામગ્રીમાંના છે. આ અંગે વિશેષ સ્થળ પરની તપાસે ‘શ ને બદલે ‘સ’ અને ‘ળ'ને બદલે “ર” ઘટકો આપ્યા છે. તેમ છતાં અમે આ બંનેને કૌસમાં રાખ્યા છે. વિશેષ સામગ્રી અને વધારે ઘનિષ્ઠ સ્થળતપાસ આના આખરી નિર્ણય માટે જરૂરી ગણાય.”
આમાં લેખકાર નોંધે છે તેવો, “રને ‘ળનો વિકલ્પ ક્યાં ગણાવ્યો છે? ઊલટું, માત્ર ભણેલા વર્ગમાં જે “શ” અને “ળ” ધ્વનિ મળે છે તેના બદલે અનુક્રમે એ બંને કિસ્સાઓમાં સ” અને “ર” મળતા હોઈ, શ. અને |ળ) ઘટક વિશે આશંકા પેદા કરવામાં આવી છે. લેખકારે તારવેલો અર્થ ઉપરના પરિછેદમાં કયાંયે વાચકોને વરતાય છે ખરો?
હવે ભેદસૂચક દૃષ્ટાંતોની પસંદગી અંગે. લેખકાર આ અંગે જણાવે છે કે આ શબ્દોનો “કચ્છીમાં કોઈ પ્રકારમાં ઉપયોગ નથી” (પૃ. ૩૨૮). શબ્દાવલિએ જે દસ શબ્દો આપ્યા છે તેના બદલે લેખકારે અન્ય શબ્દો સૂચવ્યા છે. ઉ.ત. “કિચ્ચડીને બદલે “ચીખલી, “ફેફસોને બદલે ‘ફિફડ, વરુને બદલે “ભગાડ વગેરે. આ દસમાંથી માત્ર ૩ શબ્દો જ શબ્દાવલિમાં નથી. બાકીનાં ૭ તો લેખકારે નોંધ્યા છે તે જ ત્યાં છે!!
અહીં એટલું નેધવું પર્યાપ્ત છે કે કર્તાએ નોંધેલા આ બધા શબ્દો કચ્છી ભાષકો પાસેથી જ લીધેલા છે. આથી તે શબ્દો કચ્છીના નથી તેમ કહી શકાશે નહીં. લેખકાર તે તે શબ્દો માટેના પોતાના કચ્છી શબ્દોને પસંદ કરતા હોય તો તેથી લેખકની સામગ્રીને કોઈ બાધ આવતો નથી. આ શબ્દો શબ્દાવલિને સમૃદ્ધ કરવામાં મદદરૂપ જરૂર બને.
લેખકાર કચ્છીના મૂળ શબ્દો કયા તે લપસણી ભૂમિમાં અહીં પ્રવેશ્યા છે. ભાષાવિદને મન તો ભાષાનો ભાષક જે શબ્દો વાપરે છે તે બધા જ ભાષાના શબ્દો છે. એટલે આ શબ્દોનો “કચ્છીમાં કોઈ પ્રકારમાં ઉપયોગ નથી' તેવી લેખકારની ટીકા ટકી શકે તેવી નથી. તેમ છતાં કરછીના આ લેખકારના પર્યાયો અમે ઉપર જણાવ્યું છે તેમ શબ્દસમૃદ્ધિ જરૂર વધારે છે. પણ એ પણ દસમાંથી ત્રણ શબ્દોની જ! બાકીના સાત શબ્દો તો શબ્દાવલિમાં છે જ!!
હવે આપણે લેખકારની શબ્દો અંગેની ટીકા તપાસીએ.
લેખકાર જેને ઈષ્ટ કચ્છી ગણે છે તેનાથી ભિન્ન રૂપી શબ્દાવલિમાં છે. ઉ.ત., લેખકાર ખે, “ગિન્ગ', નિકણું, “વિજ| ઇત્યાદિને ઈષ્ટ ગણે છે, જ્યારે શબ્દાવલિમાં આ રૂપોને બદલે અનુક્રમે ખાણુ, ગળુ, નકકણું, વણ્ વગેરે છે.
Page #47
--------------------------------------------------------------------------
________________
૪૬
અહીં ભાષકની ઉચ્ચારણવ્યવસ્થા જુદી પડે છે. અમે મેળવેલી સામગ્રીમાં જ્યાં // ઘટક
છે ત્યાં લેખકાર/ ઘટક પ્રયોજે છે. લેખકાર પ્રસ્તુત રૂપને વિશેષ સ્વકીય ગણતા હોય તો તેથી શબ્દાવલિનાં રૂપોને બાધ આવતો નથી. બાકી શબ્દાવલિનાં રૂપો પણ કચ્છી ભાષકોનાં જ છે.
ગુજરાતીમાં કોઈ ભાષક ‘મડદું” વાપરે અને કોઈ ‘મુડદું વાપરે તેના જેવો આ સવાલ છે. બંને રૂપો વપરાશમાં છે. આમાંથી કયા રૂપની પસંદગી કરવી તે વ્યક્તિગત સવાલ છે. તેમાં એક સાચું અને બીજું ખોટું એમ કહી શકાશે નહિ.
પ્રકારના હોઈ તેની વધારે વિગતમાં ઊતરવાની અમને જરૂર
ઉપરના કિસ્સાઓ આ જણાતી નથી.
લેખકારની બીજી ફરિયાદ છે કચ્છીમાં જેમનો પ્રયોગ નથી તેવા શબ્દો શબ્દાવલિમાં આપ્યાની. આ ફરિયાદમાં લેખકાર શબ્દાવલિમાં નોંધેલા કુલ ૧૨૬ શબ્દો (નામ, ક્રિયા, પ્રયોગો, વગેરે સહિત)ને કચ્છીમાં જેમનો પ્રયોગ નથી તેવા ગણાવીને તે તે શબ્દો માટે પોતાની પસંદગીના શબ્દો હોવા જોઈએ તેમ જણાવે છે. ઉ.ત., શબ્દાવલિમાં આપેલ ‘કાકીન્હો’ શબ્દને બદલે લેખકાર નોંધે છે તે ‘કેડ઼ો’ શબ્દ જોઈએ. આવા કુલ ૧૨૬ શબ્દોને લેખકાર કચ્છી પ્રયોગ નથી તેવા ગણાવે છે. આ કચ્છી પ્રયોગો નથી તે ચર્ચાને અહીં અવકાશ રહેતો નથી કેમ કે અગાઉ કહ્યું છે તે મુજબ આ સમગ્ર સામગ્રી કચ્છી ભાષકો પાસેથી જ મેળવેલી છે. તેમ છતાં ચર્ચા અર્થે આ લેખકારે આપેલા શબ્દોને કચ્છી પ્રયોગો માનીને ચાલીએ તો પણ લેખકારે નોંધેલા ૧૨૬ પ્રયોગોમાંથી ૨૬ ‘આજીજી કણી”ને બદલે ‘જીબો જીબો કેણૂ’ જેવા રૂઢિપ્રયોગોને બાદ કરીએ તો ૧૦૦ પ્રયોગો માટે લેખકાર પોતાની પસંદગીના પ્રયોગો હોવા આવશ્યક ગણે છે. આ ૧૦૦માંથી લેખકની પસંદગીના જ ૪૧ પ્રયોગો તો શબ્દાવલિમાં છે જ! દા.ત. શબ્દાવલિના ‘કાકીન્હો’ને બદલે લેખકાર ‘કેડ઼ો’કચ્છી પ્રયોગ ગણે છે. તો ‘કેડો’ તો શબ્દાવલિ આપે છે જ! લેખકારે આના માટે ‘કે ક્રમમાં જોવાનો શ્રામ જરૂર કરવો પડે! આવાં કુલ ૪૧ દૃષ્ટાંતો છે. બાકી રહેતા જે સાઠેક શબ્દોની પસંદગી લેખકારની છે તેમાં પણ આ લેખકને ચકાસવા જેવા જણાય છે.
El.d.
શબ્દાવલિના
વટાણુ
વાપ
२
લેખકાર સૂચવે છે
વૉટશ્યૂ
વાવ
સમાણ્
સર્પાણ્
આવા કિસ્સાઓમાં લેખકાર સૂચવે છે તે શબ્દો ઉમેરાય તો સારું જ છે પરંતુ અમને શબ્દાવિલના શબ્દોને ખસેડે તેવા શબ્દો છે તેમ માનવું મુશ્કેલ જણાય છે. દા.ત., ‘પૈસા વાપરવા’ પ્રયોગમાં ‘વાવણ્’ પ્રયોગ આવી શકશે પરંતુ ‘હથિયાર વાપરવું”માં કદાચ, તે ન પણ આવા શબ્દોને બાદ કરીએ તો ભાગ્યે જ ત્રીસેક શબ્દોનું ઉમેરણ લેખક કરે છે! શબ્દોની સમૃદ્ધિ આથી જરૂર વધે તે આ ચર્ચાનો સારાંશ ગણાય.
જોડણી
લેખકારની ત્રીજી ફરિયાદ જોડણીક્રક અને અર્થક્રક દર્શાવતા શબ્દો માટેની છે. ફરકનાં કુલ ૯૬ દૃષ્ટાંતો લેખકારની દૃષ્ટિએ યોગ્ય નથી. અહીં જોડણીથી લેખકારને શું ઉદ્દિષ્ટ છે તે પ્રયત્ન કરવા છતાં પણ સમજી શકાતું નથી. કેમ કે ‘જોડણીફેર’નાં તેઓએ આપેલાં ઉદા
માવાણ્
મિલાણ્
આવે. જો
અલબત્ત,
Page #48
--------------------------------------------------------------------------
________________
હરણોમાં સ્વરભેદ, વ્યંજનભેદ, યકારનો અભાવ, તેમ જ કોઈ કોઈ જગાએ તો પ્રયોગફેર પણ જોડણી હોય તેવું જણાય છે!
લેખકારે આપેલાં કુલ ૯૬ દૃષ્ટાંતોમાંથી ૨૫માં તો ક્રિયાવાચકોમાં ‘ણ’ પૂર્વે “ધ” લખાવો જોઈએ તેનાં દૃષ્ટાંતો છે. લેખકારનું આ મંતવ્ય હોવાનું જણાય છે. જેમ કે “ચૂકણુને બદલે “ચૂકાણૂ. લેખકે આમાં વિકલ્પ રાખ્યો છે. કચ્છીનો કોઈ શબ્દકોશ નહીં હોવાથી જે જે રૂપો કચ્છી ભાષકોમાં પ્રચલિત હોય તે નેધવાં અને તેનો વિકલ્પ રાખવો લેખકને વાજબી જણાયો છે. આથી ‘ય’કાર વગરનાં અને ‘ય’કારવાળાં આ બંને રૂપો શબ્દાવલિમાં છે. આમાં ‘ય’કારવાળાં જ શાથી સ્વીકારવા તેનીલેખકારે કોઈ દલીલ આપી નથી. આથી આ અંગે અમે વિશેષ ચર્ચામાં ઊતરવું યોગ્ય ગણતા નથી કેમ કે દલીલના અભાવે તો આખો પ્રશ્ન ગમાઅણગમાનો બની રહે છે. તેમ છતાં લેખકાર ચૂકાણુને બદલે “ચૂકાયષ્ણુને પસંદ કરતા હોય તો તેમાં અમને લેશ પણ વાંધો નથી! પરંતુ આ તેમની અંગત પસંદગીના કારણે “ચૂકાણુ પ્રકારનાં લખાયેલાં રૂપો અયોગ્ય ઠરતાં નથી. બાકી રહેતાં ૭૧ રૂપોમાંથી ૨૨ તો એ પ્રકારનાં છે કે જેમાં લેખકાર ‘જોડણીફેર શાને ગણે છે તે જ સમજવું અમારા માટે મુશ્કેલ છે. ઉ.ત.,
શબ્દાવલિમાં છે લેખકાર સૂચવે છે તે રૂપ
અધેલી આમાં કયા તત્વને જોડણીફેર ગણવું? “અધેલી'ની જોડણી અઠ આની” કરવાનું લેખકાર સૂચવે છે! તેવી જ રીતે ઑધઈ – ઑડઈ કલાલ -કલા
કાડજો – કારજો ડાવો-ધાવો
ધેડ-ઢેડ અને આવાં બીજાં ઘણાં રૂપો જ્યાં ધ્વનિઘટકનો ભેદ છે તેમાં (આ બધાં નોંધવાં જરૂરી જણાતાં નથી) લેખકાર જોડણીફરક ગણે છે! ૧. બાકી રહેતાં ૪૯ રૂપોમાં નીચે જણાવ્યા મુજબના ફેરફારો છે.
લેખકાર “અને બદલે ‘આ’ વાપરાતા હોય તેવા ઉ. ત. અગેણી - આગેણી
જઢ – જણઢા વગેરે. ૨. લેખકાર “આને બદલે “અ” વાપરતા હોય તેવા
ઉ. ત. કામ્ભાઈ – કાશ્મઈ જોડાક્ષરને બદલે સ્વર વાપરતા હોય તેવા ઉ. ત. કજ્યો – કજિયો પીટયો – ખિટિયો
વગેરે. ૪. ઓ ને બદલે ઉ વાપરતા હોય તેવા
ઉ. ત. ટામો – રામુ ૫. આ ઉપરાંત અને બદલે હૈં, ઇને બદલે ઈ એને બદલે ‘ઈ’ વગેરેનાં પણ ઉદાહરણો છે.
આ બધામાં લેખકારે પોતાનાં ઉચ્ચારણો વડે શબ્દાવલિના જે તે શબ્દોમાં ભેદ કર્યો છે તે આવકાર્ય છે. આવા અનેક ભેદ-પ્રભેદો બહાર આવ્યા બાદ કચ્છીની જોડણી સ્થિર થવા સંભવ
Page #49
--------------------------------------------------------------------------
________________
૪.
છે. લેખકારની જે તે શબ્દો માટે પસંદગી ઉપર જણાવી છે તે પણ પ્રચલિત હોઈ શકે છે પરંતુ તેથી કચ્છીના જ ભાષકો પાસેથી મેળવેલા શબ્દાવલિના શબ્દોની “જોડણી” અયોગ્ય ઠરતી નથી ! આવા જ ગમાઅણગમા લેખકારના ‘જોડણીફરક તથા અન્ય ફરકવાળા' શીર્ષક તળેના શબ્દોને નોંધવામાં જણાય છે.
શબ્દાવલિમાં છે
આંટી ભરાણી ભેગા થીણુ
લેખકાર સૂચવે છે આંટાણ્ ભેરો થીણુ
શબ્દાવલિમાં છે નીસાસો વીંજણો લીટા પાડ્યા
જોડણીથી શું ઉદ્દિષ્ટ છે અમારે ‘લીટા પાણા'
શબ્દાવલિના, આ બધા શબ્દોની ‘ખરી જોડણી’ લેખકાર આ સૂચવે છે! તે સમજવામાં અમે નિષ્ફળ ગયા છીએ તેમ કબૂલવું જોઈએ! અથવા તો માંના ‘પાણા’ની જોડણી (લીટા) કઢણા કરવી જોઈએ!! વળી બે કિસ્સાઓમાં તો લેખકાર શબ્દાવલિના ‘ઇસારો કેણૂ’ને બદલે ‘એંસારો કરવો’ તથા ‘બચીડેણી’ને બદલે ‘બોચી કરવી’ જેવી કચ્છી જોડણી સૂચવે છે!! (પૃ. ૩૩૮-૩૯)
આ ચર્ચાથી લેખક માને છે કે લેખકારને ‘જોડણીફરક’થી શું કહેવું છે તે સ્પષ્ટ નથી એટલું જ નહીં પરંતુ જોડણીનું તત્ત્વ શું છે તે વિષે પણ, અહીં આપેલા દાખલાઓમાંથી કોઈ જાણકારી પ્રગટ થતી જણાતી નથી.
હવે બાકી રહે છે ‘અર્થફરક’ની ચર્ચા.
લેખકારે કુલ અર્થફરકના જે ૫૩ કિસ્સાઓ નોંધ્યા છે તેમાંથી રૃ. ૩૪૧-૪૨ પરના કુલ ૩૦ કિસ્સાઓમાં શબ્દાવલિના શબ્દોના અર્થનો વિસ્તાર-સંકોચ કે અર્થભેદ દર્શાવેલ છે. જેમ કે
શબ્દાવલિનો અર્થ
લેખકારનો અર્થ ગીંગોડું
ગંધ
શબ્દ અચો
जू
જીવાત
દુર્ગંધ
મચ્છ
માછલું
મોટું માછલું
આ ઉપરાંત પૃ. ૩૪૩ પરના ૬ ક્રિયાવાચકોમાં પણ ઉપર મુજબ જ છે. બાકી રહેતા પૃ. ૩૪૩ પરના ૧૭ ક્રિયાવાચકોમાંથી
લેખકાર સૂચવે છે નીંસાકો વિજણ્ લીટા કઢણા
ઓકાણ્
પૂજણ્
ભાણ્
ભલ્લાણ્
મુજાણ્
આ પાંચના અર્થમાં લેખકાર નોંધે છે તેથી અર્થભેદ બને તેવો ખાસ તફાવત નથી. બાકી રહેતા ૧૨ના અર્થો લેખકાર શબ્દાવલિથી ભિન્ન નોંધે છે. જો શબ્દાવલિએ આપેલા અર્થોથી
(જઓ શબ્દાવલિમાં પૂજણ્)
"9
ભચાણ્ `)
આ ભિન્ન અર્થે કચ્છીમાં પ્રચલિત હોય તો લેખકને એની સ્વીકૃતિમાં કશો જ વાંધો નથી. એટલું જ નહીં પરંતુ શબ્દાવલિ આ વૃદ્ધિ માટે નિમિત્ત બની તેનો આનંદ પણ છે જ. શબ્દાવલિએ તો અર્થ વિષે આગળના પૃ. ૩૨ પર નોંધ્યું છે કે “કેટલાક પ્રકારના શબ્દોમાં અર્થને મર્યાદિત રીતે નોંધ્યો છે. વૃક્ષો, પશુપંખીઓ અને રોગ વગેરેમાં ખાસ આમ બન્યું છે.”
આમ સમગ્ર રીતે લેખને જોઈએ તો લેખકારે ખૂબ જ શ્રામ લીધો હોવા છતાં ભાષાવિજ્ઞાનની વિભાવનાઓની અપરિચિતતા, જોડણી વિશેના બાલિશ ખ્યાલો અને આ પ્રકારનાં
Page #50
--------------------------------------------------------------------------
________________
૪૯
લખાણોમાં હોવી જોઈતી ચોકસાઈનો અત્યંત અભાવ, વગેરે જેવાં કારણોને લીધે લીધેલો શ્રમ વૈતરામાં પલટાઈ ગયો છે. તેમ છતાં આવા વિષયોમાં લેખકારે રસ દાખવીને-“સ્વાધ્યાયને ૧૯ પાનની સામગ્રી પૂરી પાડી તથા લેખકને પોતાની પુસ્તિકાનો સ્વાધ્યાય કરવાની તક આપી તે બે આનુષંગિક સેવા તો આ લેખ દ્વારા કરી જ છે! લેખક તે માટે લેખકારના આભારી છે.
હવે લેખકની પુસ્તિકામાં નથી તેવી તથા અન્ય છાપભૂલો (?)ની યાદી આપીને આને સમેટી લઈએ.
શબ્દાવલિમાં છે
ખેદબ્લ્યુ
૩૨૬
૩૨૭. ૩૨૭
ઉચૅવષ્ણુ અલ્હાજી વી. ધૂઇ ધૉન્ગ
;
૩૨૭
૩૨૭
k
cər
૩૨૯
kəmər ghõcņu ləkri suraj sūghņu phephso phukaņu polokeņu vəru ગર્ધન
લેખમાં નોંધાયેલ છે
ખ ઉત્રે વતણૂ અલ્હાજી વિષ્ણુ ધૂઈ ધોન્ન KF car Kəmər Ghocņu Leksi Suroj Sūghņu Phephso Phukaņu Polokeņu Vəru ગરધન
૩૩૧ ૩૩૧ ૩૩૨ ૩૩૨
છબ્દો
છઠ્ઠો થિડો ધાંધેડો વિકખો
૩૩૨
તળદર
થિદઢો ધાંધેઢો વિકબો તગદર અજમાટણ કમ્પણ ગટગટાટણ જોડણી
અજમાયણ કથ્થર્ણ ગટગટા જોડણુ પ્રજણ નાણૂ
૩૩૨ ૩૩૩ ૩૩૩ ૩૩૩ ૩૩૪ ૩૩૪ ૩૩૪ ૩૩૪ ૩૩૪ ૩૩૪
દરજP.
નાટણૂ.
નિયાળુ
નિધ્યાટણ
કાચ્છ
ફકાટણ
Page #51
--------------------------------------------------------------------------
________________
મિર|
વાડો
વટડો
૩૪૧
વિરાગ્યે
વિરાટણૂ
મિષ્ણુ
૩૩૪ સમા સમાટણ
૩૩૫ સર્માણુ સર્ણાટણ
૩૩૫ ગપ્પા લઘાણી ગપ્પા લઘાટણા ૩૩૫ નજીક અચ્છ નજીક અરણ
૩૩૫ નસ્કોરા બોલાણા નસ્કોરા બોલાટણા ૩૩૫ ઊષ્ણુ ઊણું
૩૩૮ ઠરાષ્ણુ ઠરાટણ
૩૩૮ છાઢી છઠા
૩૩૯
૩૪૦ બાર નકશું બાટર નકશું
૩૪૧ લીટા પાડુણા
લીટા પાડણા રબકધબક રબધબક
૩૪૨ પચોષ્ણુ પાટણ
૩૪૩ ભપ્લાયર્ ભપ્લાટણ
૩૪૩ મુન્જાબ્લ્યુ મુન્નાટણ
૩૪૩ રોણું રોડણૂ
૩૪૩
૩૪૩ ઢકે લાચ્છ ઢકે લાટણૂ
૩૪૩ ૫. ૩૩૯ પરના
‘ચૂકાશ્થી “રખેલાશૂટ સુધીના બાર કિસ્સાઓ તથા પૃ. ૩૪૦ પરના જ “ઘરાણૂથી “સોસાયણૂ’ સુધીના બાર કિસ્સાઓ મળી ચોવીસેમાંયને બદલે ‘ટ’ છાપ્યો છે. જેમ કે “દરાણુને બદલે “ઓદરાટણૂ. આ ચોવીસ કિસ્સાઓ અહીં ઉતારવા જરૂરી જણાતા નથી. આ ઉપરાંત
પૃ. ૩૩૦ પર કયાંક વળી’ને બદલે ‘કયાં વકળી” ૫. ૩૩૨ પર ‘બચ્યો છે
‘બરડો’ પૃ. ૩૩૩ પર ‘ચકિત’ ,
ચકિત' પૃ. ૩૩૫ પર ‘મિલાક્યુ , ,
મિલાટણુ પૃ. ૩૩૫ પર ‘તપાસ્યું છે કે ‘તપાટણું પૃ. ૩૩૬ પર ‘ગાલ , ,
ગાલાટણ પૃ. ૩૩૮ પર ઠેરાયણુ , , ઠરાટણું
અંતમાં, શબ્દાવલિની પ્રસ્તાવનામાં ડૉ. પંડિતે લખ્યું છે તેમાંથી બે-ચાર વાક્યો ઉતારીને આ સ્વાધ્યાય પૂરો કરીએ. “થોકબંધ સામગ્રીને વારંવાર રજૂ કરી શકાતી નથી, એ એકાદ વાર જ થાય અને એ કરનારે જો કચાશ રાખી હોય તો એની ઉપર આધાર રાખીને સંશોધન કરનાર સહને એના છાંટા ઊડે. સંશોધનની આ સામાજિક જવાબદારી શ્રી શાંતિભાઈએ ગંભીરતાથી સ્વીકારી છે અને પાર પાડી છે એમ કહી શકાય.” (પૃ. ૫.)
લેખકારની સંશોધનોના વિવેચન અંગેની ગંભીરતાનો વિચાર વાચકો પર છોડીને અહીં પૂરું કરીએ.
Page #52
--------------------------------------------------------------------------
________________ લેખકની અન્ય કૃતિઓ 2-0 0. 1. ચેરીઓ અને ચેધરી શબ્દાવલિ ગૂજરાત વિદ્યાપીઠ (1969) " તમારું પ્રશસ્ય પુસ્તક " ચોધરીઓ અને ચોધરી શબ્દાવલિ ”ની નકલ... ...મારી " કપેરેટિવ ડિક્શનરી ઑફ ધી ઇન્ડો-આર્યન લૅન્ગવેજીઝ ”ના વધારામાં ઉમેરો કરવાની સામગ્રી તરીકે તે કાળજીપૂર્વક જોઈ જઈશ......આ બેલી. વિષેના મારા જ્ઞાનમાં તમારું પુસ્તક ઘણા બધા ઉમેરો કરે છે.” - હૈ. રાહફ ટર્નર कैल कोब 2. કચ્છી શબ્દાવલિ 4-50 ગૂજરાત વિદ્યાપીઠ (1966) ...શ્રી શાન્તિભાઈનું કામ પહેલા તબકકામાં છે. આ પછીના તબક્કામાં હવે વ્યાકરણી રૂપરેખા અને બોલીભેદ આવે. આટલું થતાં કચ્છી વિષે આધારભૂત માહિતી આપણી પાસે આવી ગણાય......લિપિ અને જોડણીને જુદી રાખતાં શીખવું એ પણ ભાષા સમજ કેળવવા માટે ઉપયોગી છે. શ્રી શાંતિભાઈ એ આ પહેલ કરી છે. - હૈ. પ્રબોધ પંડિત 3. ભીલી-ગુજરાતી શબ્દાવલિ 1-50 ગૂજરાત વિદ્યાપીઠ (1965) ..........દષ્ટિની આ વૈજ્ઞાનિકતા સાથે તેમની પદ્ધતિની વૈજ્ઞાનિકતા પણ નોંધપાત્ર છે. ગરાસિયા બેલીને શિષ્ટ ગુજરાતીથી વનિદષ્ટિએ જે ભેદ છે તે તે દર્શાવી તેમને વ્યક્ત કરવા માટે તેમણે શબ્દાવલિમાં ખાસ લેખનસંકેત યોજયા છે. સમગ્ર પ્રયાસ લેખકની શાસ્ત્રીય એકસાઈની છાપ પાડે છે, અને તેમણે ડે. પંડિત જેવા તદ્વિદની પાસેથી લીધેલી તાલીમને સાર્થક કરે છે.. - હૈ. હરિવલ્લભ ભાયાણી 4. ગુજરાતી-ભીલી વાતચીત 2-0 ગૂજરાત વિદ્યાપીઠ (1967). 4. Segmental Phonemes of Kacch Gujarat University, Ahmedabad