________________
ભાષા અને સંસ્કૃતિ
આ, ૨૦+ ૧૩૮ મળીને કુલ્લે ૧૫૮ પાનામાં પથરાયેલું પુસ્તક, નવ પ્રકરણોમાં વહેંચાયેલું છે. આ પ્રકરણોને, વણ્ય વસ્તુને ધ્યાનમાં લેતાં, બે વિભાગમાં જોવાં સુગમતાવાળું ઠરે એમ અમને લાગે છે. (૧) ભાષા અંગેની સ્વરૂપચર્ચા અને (૨) મરાઠી તથા કોંકણી ભાષા અંગેની ચર્ચા. પુસ્તકના ૪, ૬, ૭ અને ૮ પ્રકરણો આ બીજા વિભાગને લગતાં છે. જ્યારે બાકીની ચર્ચા ભાષાસ્વરૂપ વિષયક છે.
ભાષા : તિચેં સ્વરૂપ આણિ શાસ્ત્ર” નામક પ્રથમ પ્રકરણમાં .ભાષા હા એક સંસ્કાર આહે' (પૃ. ૨) એવી માંગણી કરીને લેખકે, ભાષાની, સંસ્કારઘટના તરીકે ચર્ચા કરી છે. ભાષાને આ રીતે જોઈને તેમણે, “શુદ્ધ કસે લિહાર્વે હું શિકવણારે શાસ્ત્ર' (પૃ. ૬) તે વ્યાકરણ તેવી જે પ્રચલિત માન્યતા છે તેની ભૂમિકા સમજાવીને પરંપરાગત વિચારનારા વ્યાકરણી અને ભાષાશાસ્ત્રજ્ઞ વચ્ચેનો ભેદ સ્પષ્ટ કરી આપ્યો છે. આવો વૈયાકરણ, શુદ્ધાશુદ્ધના ચર્ચા જગતમાંથી હજી બહાર આવ્યો નથી. ભાષાશાસ્ત્રી આ શુદ્ધાશુદ્ધની ચર્ચામાં પડતો નથી કેમકે તે તેનું ક્ષેત્ર નથી. લેખક આ અંગે બહુ સ્પષ્ટપણે જણાવે છે કે “અસેં બોલણે ચૂક આહે, તમેં લિહૂ નકા, આપલી ભાષા બદલા, અસે ભાષાશાસ્ત્રજ્ઞ હણત નાહી.” (પૃ. ૭) ડૉ. કાલેલકર શાસ્ત્ર વિષે આટલી સ્પષ્ટતા કરીને પૃ. ૮ પર ભાષાની વ્યાખ્યા આ પ્રમાણે બાંધે છે. મૂળ આશયાશી કાર્યકારણ સંબંધ નસવેલ્યા ધ્વનિસંકેતાની બનવેલી, સમાજવ્યવહારાલા સાહયભૂત અશી ભાષા હી એક પદ્ધત આહે પ્રસ્તુત વ્યાખ્યા લેખકે વિસ્તારપૂર્વક સમજાવી છે. આ સમજાવતાં તેમણે સ્વાભાવિક રીતે જ, તેમાંથી નિષ્પન્ન થતી ધ્વનિનિર્માણની ચર્ચા હાથ ધરી છે. ધ્વનિપરિવર્તન અને અર્થપરિવર્તન ચર્ચતાં લેખકે અર્થપરિવર્તન વિષે જે ‘...અર્થપરિવર્તન હું સમાજજીવનાઓ અસ્થિર તે મુળે ચેતે” (પૃ. ૨૯) કહ્યું છે તે ડૉ. પંડિતે દર્શાવ્યું છે (સંસ્કૃતિ જુલાઈ ૧૯૬૪ પૃ. ૩૦૫) તેમ ‘પૂરાવાઓની અપેક્ષા રાખે છે એ ખરું છે. તેમ છતાં આ દૃષ્ટિકોણથી પણ અર્થપરિવર્તન તપાસાય તો ભાષાવિષયક જાણકારી જરૂર વધે એમ અમને લાગે છે.
આ પછીથી, ભાષાનાં ઘટકો, તેની વ્યવસ્થા, વાક્યવિચાર વગેરે અંગે લેખકે ચર્ચા કરી છે. ત્યારબાદ ભાષાના સ્વરૂપની ચર્ચા કરીને ભાષાનું કાર્ય શું છે તે સમજાવ્યું છે. આ વિશે “ભાર્થે કામ વ્યવહાર ચાલૂ કેવોં હૈ આહે..' (પૃ. ૨૯) તેમ કહીને આ સંદર્ભમાં “પૂર્વી આપલ્યાલા ધર્મશાર્ચે જાણણાર્યા સંસ્કૃતજ્ઞ પંડિતાંચી ગરજ હોતી, આજ શાસ્ત્રીય વાડ્મયાંત સંપન્ન અસકેલ્યા ભાષાચું જ્ઞાન અસણાર્યા તજજ્ઞાંચી આહે' (. ૩૦) આ દ્વારા ભાષાશાસ્ત્રજ્ઞોની જરૂરિયાત પર યોગ્ય રીતે જ તેમણે ભાર મૂક્યો છે.
બીજા પ્રકરણમાં લેખકે વ્યાકરણની ચર્ચા કરી છે. આની ભૂમિકામાં લેખકે “લિહિયાચા ભાષચે નિયમ” એ વ્યાકરણ શબ્દનો અર્થ આજ સુધી કરાતો રહ્યો છે તે નોંધ્યું છે. પરંતુ આજે તો લેખક દર્શાવે છે તેમ ‘ભાચા અભ્યાસ હણજે લિહિલેલ્યા ભાણેચા ખુલાસા નસૂન * ભાષા આણિ સંસ્કૃતિ. ના. ગો. કાલેલકર (મૌજ પ્રકાશન ગૃહ, મુંબઈ, ૧૯૬૨, પા. ૧૩૮, રૂ. ૫૦)
૨૩