________________
૩૪
વર્ગોની બોલીઓનું સ્થાન લેખક કહે છે તેમ બોલનારની પ્રતિષ્ઠાનુસાર હોય છે. પહેલાં આ પ્રતિષ્ઠા જાતિ પર નિર્ભર હતી. બ્રાહ્મણોની બોલી શુદ્ધ, તિરસ્કૃત જાતિઓની. અધમ અને આબંને વચ્ચે અન્ય વર્ગોની બોલી એમ મનાતું. આજે આ પ્રકારનો ભેદ લુપ્ત થતો જઈ પ્રતિપ્લાનિર્ભર ભેદ અસ્તિત્વમાં આવતો જાય છે. પ્રતિષ્ઠા વધારવા માટે લેખક નોંધે છે તેમ શિક્ષણ, અધિકાર અને શ્રીમંતાઈ એ ત્રણ કારણો મુખ્ય છે.
આદર્શ ભાષા કેવળ કહ૫ના આપણે અમુક ભાષાની અમુક અમુક પેટાભાષાઓ છે એમ કહીએ છીએ ત્યારે ભાષામાં આપણે અનેક ભેદોને અંતભૂત માનીએ છીએ. તે અર્થમાં કોઈ પણ ભાષાનું નામ તેની અંતર્ગત બોલીઓ સમેતના સમૂહવાચક નામનું સૂચક હોય છે. આ રીતે જોતાં જે તે નામથી સૂચિત થતી ભાષા એ તો એક આદર્શ છે. તેને બોલનાર કોઈ વ્યક્તિનું અસ્તિત્વ જ હોતું નથી. સામાજિક પ્રતિષ્ઠાના ઉચ્ચતમ બિંદુએ પહોંચેલી વ્યક્તિ પણ પોતાના વાવ્યવહારમાં ભિન્નભિન્ન વારૂપો વાપરતી હોઈ, આદર્શ ભાષા એ તો એક કલ્પના માત્ર છે. આથી ડૉ. કાલેલકર ઠીક જ કહે છે કે ‘સ્થિર આણિ વિકારશૂન્ય આદર્શ મરાઠી ભાષા હી બર્યાચ અંશી એક કલ્પના આવે, કૃત્રિમ સ્વરૂપાએ માધ્યમ આહે' (. ૬૯). આ સમજવા માટે લેખકે નોંધ્યું છે તેમ લેખન માટે સ્વીકારાયેલી પ્રમાણભૂત ભાષા, વિસ્તૃત પ્રદેશમાં સ્વીકૃત એવી બોલીઓ સમેતની ભાષા અને ભાષા શબ્દમાં સમાવિષ્ટ સ્થાનિક અને સામાજિક વૈશિષ્ટય એમ ત્રિવિધ અભ્યાસ જરૂરી બને છે.
પેટાભાષાનું નિર્માણ અહીં સુધી જે પેટાભાષા વિશે મીમાંસા કરી તે રચાય છે કઈ રીતે? આનો વિચાર ડૉ. કાલેલકરે પોટભાષાંચી નિર્મિતિ' નામક ત્રીજા પ્રકરણમાં કર્યો છે. પ્રારંભમાં તુલનાત્મક અભ્યાસના ઇતિહાસમાં દૃષ્ટિ કરીને ભૂમિકા બાંધી છે. પછી તરત જ લેખક પટાભાષાની નિમિતિ પર આવે છે. ઐતિહાસિક દૃષ્ટિએ પેટાભાષાનું નિર્માણ લેખક બે પ્રકારે થતું હોવાનું જણાવે છે. એક તો કોઈ એક મોટા વિસ્તારની એક બોલીનું સ્વાભાવિકપણે પરિવર્તન થઈને જે ભિન્ન સ્વરૂપ પેદા થાય તે તેની પ્રાદેશિક બોલી કે પેટાભાષા. આ સ્વરૂપ કે સ્વરૂપો એકમેકથી જેટલાં વધારે દૂર તેટલો એ ભેદ વિશેષ તીવ્ર. આ રીતે પેટાભાષા નિર્માણ થાય. બીજા પ્રકારમાં જ્યારે કોઈ એકભાષી ટોળી એક વિસ્તીર્ણ પ્રદેશ પર આક્રમણ કરીને જુદા જુદા વિસ્તારમાં સ્થાયી થાય ત્યારે જે તે વિસ્તારના મૂળ રહેવાસીઓની ભાષાના સંપર્ક પ્રમાણે તેમની મૂળ ભાષામાં પરિવર્તનો થાય. પરિણામે પેટાભાષા ઉત્પન્ન થાય.
એક ત્રીજી ઘટનાથી પણ પેટાભાષાનું નિર્માણ થાય છે. જ્યારે કોઈ બે ભાષાસમાજમાંથી એક સમાજ પોતાની ભાષા છોડીને નવી ભાષા સ્વીકારે છે ત્યારે કાળે કરીને આ નવું સ્વરૂપ મૂળ કરતાં ખૂબ ભિન્ન થઈ જાય. આ રૂપને પછીથી મૂળની પેટાભાષા કહેવાય.
- નિયત ક્ષેત્રમર્યાદા નથી પટાભાષાને જોવી જોઈએ તેના મૂળ રૂપે જ. આ કેમ કરવું? ક્ષેત્રના નામ પરથી પેટાભાષાનું નામ આપી દેવું તેમાં તેના સ્વરૂપને પામી શકાતું નથી. ઝયૂલ ઝિલ્યુરો (૧૮૫૪-૧૯૨૬) નામના ફ્રેંચ સંશોધકે પ્રથમ વાર આ કરી બતાવ્યું. આ કાર્ય એક વ્યક્તિને બોલાવી ફોટો પાડી લઈ તેની બોલી રેકોર્ડર પર ધ્વનિમુદ્રિત કરી લેવાથી પતતું નથી. ડૉ. કાલેલકર ખરું જ કહે છે કે ‘પુરાવા ધ્વનિમુદ્રિત કરુન ઠવણે આજકાલ એક ફૅશન હોઉ લાગલી આહે' (પૃ. ૭૭). ખરું