Book Title: Bhasha Vivechan
Author(s): Shantibhai Acharya
Publisher: Gujarat Vidyapith

View full book text
Previous | Next

Page 22
________________ ૨૧ અમને લાગે છે. કેમકે અસ્તિત્વને સમજાવતાં પહેલાં જ અવસાનની વાત કરવાથી કેટલો બધો ભાર હળવો થઈ જાય છે! બોલી વિશેની આગળ જોઈ તેવી જ સ-રસ વ્યાખ્યા આ રહી : ‘પાસે પાસે વસેલાં અને એકબીજાના નિત્ય સંપર્કમાં રહેલાં ગામોની બોલી સામાન્યતયા એક પ્રકારની હોય છે. એને બોલી (dialect) કહે છે.” પૃ. ૩૬૯. આનો વિસ્તાર કરતાં લેખક કહે છે કે એક ગામની બોલી કરતાં પાસેના બીજાં ગામની બોલી મહત્ત્વના અંશોમાં સમાન હોવા છતાં કંઈક કંઈક અંશોમાં જુદી પડતી હોય છે. પૃ’ ૩૭૦. આ પણ જાણે અધૂરું હોય તેમ લેખક ક્લગી ચડાવે છે આ વાકયથી ; સમાન ભાષાલક્ષણોવાળા પ્રદેશવિસ્તારને isoglosses (સમભાષી પ્રદેશ વિસ્તાર) કહેવામાં આવે છે.” (પૃ. ૩૭૧) ઉપરની ત્રણ વાતોમાંથી બે વિષે તો અમે આગળ કહ્યું હોવાના કારણે હવે isogloss વિશે જ બોલીશું. isoglosses એ એક જ ભાષાસમાજમાંના ભાષાભેદોની કલ્પિત રેખાઓ છે. વિદ્વાન લેખકે દર્શાવ્યા મુજબના એ ભાષા વિસ્તારો નથી. આને સમજવા માટે અમે Kurathનું 'A Word Geography of the Eastern United States' yzas Soralel facial કરીએ છીએ. ભાષાની રહસ્યાત્મકતા સમજાવતાં લેખકે totem શબ્દનો ઉપયોગ કર્યો છે. totemનું વર્ગ” એવું ગુજરાતી આપ્યું છે. પછીથી વિસ્તાર કરીને સ્વવર્ગ’ એવું સમજાવ્યું છે. કોઈ પણ શાસ્ત્રીય ટર્મના વપરાશમાં તેની સમજણ જરૂરી બને છે. Totem નો એક અર્થ કોઈ પણ સારો અંગ્રેજી કોશ જોયો હોત તો “An emblem of relationship between an animal and a group, family or tribe of people. ' H490442 Huul old. છેલ્લું પ્રકરણ ભાષાસ્વરૂપોનું વર્ગીકરણમાં રોકાયેલું છે. આજ સુધી ભાષા વિષે આ સંદર્ભમાં agglutinating, polysynthetic આદિ જેવાં જે વર્ગીકરણો થયાં છે તેને જે તે લેખકોના આધારે ગુજરાતીમાં ઉતારવાનો લેખકનો સ્તુત્ય પ્રયાસ છે. આખરે ગુજરાતી ભાષા લિષ્ટ કે અશ્લિષ્ટ તે પ્રશ્ન અંગેના શ્રી ગીઅર્સન, શ્રી ભાંડારકર વગેરેના વિચારો રજૂ કરીને આમ ગુજરાતીમાં અશ્લિષ્ટ અને શ્લિષ્ટ બંને સ્વરૂપોનું એક સાથે દર્શન થાય છે.” (પૃ. ૪૫૩) એવો સુખદ અંત આણ્યો છે. છેલ્લે આપણે ઉપસંહારને જોઈએ. ગુજરાતી ભાષાની વાત કરતાં લેખકે આગાહી ઉચ્ચારી છે. અર્વાચીન ગુજરાતીનો વાકયસંયોજક છે તેમ શક્યા ને કર્મણિ રચનાઓ) એ પ્રાપ્તિ છે પણ ધીરે ધીરે એ ઘસાઈ જશે અને એને સ્થાને પાછાં નવાં તત્ત્વો ગોઠવાશે એમાં શંકા નથી.” આ આગાહી તો ભલે કરી પરંતુ એના અનુમોદનમાં જગતની ભાષાઓ પર પ્રભુત્વ હોય એવી છટાથી લેખક ઉચ્ચારે છે કે પ્રત્યેક ભાષાના ઇતિહાસમાં એમ થતું જ આવ્યું છે.' (પૃ. ૪૭૬) આવી વાત કર્યા પછીથી લેખક “અસંસ્કૃત’ જાતિઓની ભાષા વિષે બોલે છે. પૃષ્ઠ ૪૮૦ પર લેખક કહે છે : “અસંસ્કૃત આદિવાસી પોતાના વક્તવ્યમાં ઘણી મૂર્ત વિગતો ચોકસાઈથી દર્શાવે છે, જે આપણી નજરે ભાગ્યે જ ચડતી હોય છે.” અને પૃ. ૪૮૨ પર “આદિમ ભાષાઓમાં અમૂર્ત વિચારો હોતા નથી. આદિભાષાઓમાં આથી વ્યાકરણકોટિઓની ઘણી સંકુલતા અને શબ્દોની અસાધારણ સમૃદ્ધિ નજરે પડે છે. આ અને પુસ્તકમાંના બીજાં ઘણાં આવાં વિધાનો ભાષાના અધ્યયનમાં નૂતન પ્રકાશ પાડનારાં થઈ પડે તેવાં છે! ભાષાવિજ્ઞાનના પ્રારંભિક ખ્યાલો વિષેનું પણ અજ્ઞાન ન હોય તો આવાં વિધાનો થઈ શકે નહીં. ..

Loading...

Page Navigation
1 ... 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52