________________
ભાષાશાસ્ત્રને શાસ્ત્રીય છતાં આસ્વાદ્ય ગ્રંથ” મહારાષ્ટ્રના પ્રતિષ્ઠિત ભાષાવિદ ડૉ. કાલેલકરનું ૧૫ + ૧૧૫ મળીને કુલ્લે ૧૩૦ પાનામાં પાંચ પ્રકરણોને સમાવતું પ્રસ્તુત પુસ્તક ભારતીય ભાષાઓના આ પ્રકારના અલ્પ સાહિત્યમાં નોંધપાત્ર બની રહે તેવું છે. લેખકે પ્રસ્તાવનામાં કહ્યું છે તેમ ૧૯૬૩ના ફેબ્રુઆરીમાં મરાઠાવાડા યુનિવર્સિટીની પદત્તર વ્યાખ્યાનમાળામાં અપાયેલાં ચાર વ્યાખ્યાનો અને ‘ભાષાગ્યા ક્ષેત્રમર્યાદા એ નિબંધ આ પુસ્તકમાં સમાવિષ્ટ કરેલાં છે.
ભાષાને ઈતિહાસ ડૉ. કાલેલકરે અહીં ભાષાને સામાજિક સંસ્થા તરીકે જોઈ છે. સામાજિક જીવનમાં ભાષા કેવો ભાગ ભજવે છે તેની વિશદ ચર્ચા આ પુસ્તકમાંથી પ્રાપ્ત થાય છે. પ્રારંભમાં જ લેખક ‘ભાચા ઇતિહાસ” આપે છે. યુગયુગથી પૃથ્વી પર વસવાટ કરી રહેલા માનવે ધીરે ધીરે સમૂહજીવન શરૂ કરીને પ્રસ્તુત જીવનને આજે તો સુશ્લિષ્ટ અને સુગ્રથિત બનાવી દીધું છે. આ સ્વરૂપ તે સમાજ. સમાજના અભ્યાસમાં, આથી, વ્યક્તિનો અભ્યાસ સમાવિષ્ટ છે. આ રીતે જોતાં સામાજિક શાસ્ત્રો, લેખક નિર્દેશે છે તેમ, કાલસાપેક્ષ છે. પરંતુ તેને નિશ્ચિત કરનાર સ્થળપરિમાણ પણ તેના અભ્યાસમાં મહત્ત્વનું અંગ છે. આ રીતે જોતાં, સ્થળકાળની મર્યાદામાં વિશેષ માનવસમૂહની પ્રવૃત્તિનો વૃત્તાંત તે જ ઇતિહાસ એમ કહી શકાય. ઇતિહાસમાં વૃત્તાંતનિવેદકોના સમાજની વસ્તુવિષયક ભાવના મોટો ભાગ ભજવતી હોય છે. આ કારણે બે વિભિન્ન સમાજના લેખકો દ્વારા વર્ણવાયેલ, એક જ પ્રવૃત્તિના વૃત્તાંત ઘણી વાર ખૂબ જ જુદાં પડતાં હોય છે. અને ઇતિહાસમાં આથી વિભિન્ન વાદવિવાદો પણ પ્રવર્તતા હોય છે. આ પ્રકારની છાપ વૃત્તાંતમાં કયાં અને કેટલા પ્રમાણમાં પડેલી છે તે શોધીને અળગી ન કરી શકાય ત્યાં સુધી સત્યદર્શન થવું ખૂબ મુશ્કેલ હોય છે. આ અંગે લેખકે કહેલું ‘પુરાવાચ્યા અભાવ. મુળે સુસંગત ઇતિહાસ લિહિણે લેખકાલા જશે કઠીણ, તસેય ઉપલબ્ધ પુરાવાચ્યા અનેક વિદ્રાનાની લાવલેલા અનેક પ્રકારચા અર્થ પાહૂન વસ્તુસ્થિતિથી કલ્પના ઘેણે વાચકાસાઠી કઠીણ,” (પૃ. ૬) એ વિધાન કેટલું બધું વાસ્તવદર્શી છે!
ન્યાય અને નિષ્ફરતા જરૂરી આપણે જ્યારે આપણી ભાષા વિષે લખવા બેસીએ ત્યારે તેમાં ‘આપણી ભાષાનું સામર્થ્ય ઇતર ભાષા કરતાં વિશેષ છે, આપણું સાહિત્ય વિશ્વસાહિત્યને શોભાવે છે, વગેરે જેવાં વિધાનો વારંવાર જોવા મળતાં હોય છે. લેખક કહે છે તેમ આવા “દુરભિમાનવાળા અભ્યાસકો કંઈ થોડા નથી. ઇતિહાસમાં જે સત્યદર્શન થવું જોઈએ તેમાં આ કારણે રુકાવટ થાય છે. આથી જ લેખક કહે છે 'ન્યાય નિષ્ફરતા હા ઇતિહાસ લેખકાચા સર્વત મોઠા ગુણ કરેલ” (પૃ. ૭). આ ગુણ હોય ત્યારે જ લેખકે ઇતિહાસનો “સમાજ જીવનાચી સ્પષ્ટ, સુસંગત આણિ કાલક્રમવાર
• ભાષાઃ ઇતિહાસ આણિ ભૂળ ના. ગે. કાલેલકર. (મૌજ પ્રકાશન ગૃહ, મુંબઈ, ૧૯૬૪. રૂ. ૬-૫૦)
૨૯