________________
૨૪
બોલણી જાણારી ભાષા આત્મસાત કશી કરતાં યેઇલ યાર્ચે પદ્ધતીર માર્ગદર્શન અનેં માનશ્યાચા કાળ આતા આલા આહે..” (પૃ. ૩૪) આ બંને વાત કર્યા પછીથી તેમણે ભાષાનાં લિખિતરૂપ વડે દર્શાવાય છે તેને “લેખભાષા” અને બોલાતાં રૂપને ‘બોલભાષા’ એવાં ભિન્ન નામાભિધાન, સરળતા અર્થે કર્યા હોય તેમ જણાય છે. અને આમ કરીએ તો પછીથી બોલભાષાના વ્યાકરણને લેખક કહે છે તેમ ‘ભાષાવર્ણન’ એવું નામ આપવું યોગ્ય ઠરશે. વ્યાકરણ અંગેની આટલી ભૂમિકા બાંધીને લેખક આ પ્રકારનાં વર્ણનાત્મક વ્યાકરણ વિષે વાત કરે છે. પારંપરિક વ્યાકરણ બોલાતાં રૂપને - ઉચ્ચારણોને ધ્યાનમાં જ લેતું નથી હોતું. ઉ. ત. અંગ્રેજીમાં નામના બ. વ. નો એક પ્રત્યય - s છે. લેખન પૂરતી આ વાત સાચી છે. પરંતુ બોલાતા સ્વરૂપનો વિચાર કરીએ તો આ બ.વ.ના પ્રત્યયનો જે લેખનરૂપ – s છે તે ropes માં – શું રહે છે, – robes માં–ન્ન થાય છે અને roses માં – ઇઝ બને છે. આની કાર્યવહેંચણી પણ ચોક્કસ છે. કઠોર વ્યંજનાંત શબ્દોમાં - સુ. મૃદુવ્યંજન અને અંત્યસ્વરવાળા શબ્દોમાં - ઝું અને તથા પછી - ઇઝૂ આવે છે. આવા ભેદો ધ્યાનમાં નહીં લેવાવાના કારણે ભાષા વિશેનું સમ્યક જ્ઞાન આપણને પ્રાપ્ત થતું જ નથી હોતું. લેખન એ તો ધ્વનિનું દૃશ્ય સ્વરૂપ માત્ર છે તેથી લેખન દ્વારા બોલભાષાને પૂરેપૂરી કદી પામી શકાય નહીં.
આટલી વ્યાકરણ વિષેની વાત કરીને ડૉ. કાલેલકરે ધ્વનિઘટક વિષે કહ્યું છે. પ્રત્યેક ભાષાને નિયત ધ્વનિઘટકો હોય છે તે દર્શાવીને તેમણે મરાઠીનાં ધ્વનિઘટકો આપ્યાં છે. ત્યારપછીથી મરાઠી નામોનાં એ.વ. અને અનેકવચનમાં કેવા ભેદ પડે છે તે નિદર્શીને લેખક જણાવે છે કે “શબ્દ એકા પૂઠે એક ઠેધૂન ભાષા હોત નાહીં.” (પૃ ૪૧) લેખકની આ વાત કેટલી બધી સાચી છે તે પ્રત્યેક અન્ય ભાષા શીખનાર વ્યક્તિ જાણે છે. માત્ર શબ્દભંડોળ શીખી જવાથી ભાષાનું જ્ઞાન મળી જતું નથી.
આ બધી ચર્ચા ભાષાના કાર્ય અર્થે જે ઇંદ્રિયગોચર રૂપ છે તેની થઈ. ભાષાનું કાર્ય તો છે આશય વ્યક્ત કરવાનું. આપણે જોયું તે આશય વ્યક્ત કરવાનું ધ્વનિગત રૂપ તે તો પરંપરાગત આવ્યું છે. તેને તાર્કિક રીતે સમજાવી શકાશે નહીં. ઉ. ત. અંગ્રેજીમાં footનું બ. વ. feet થાય તો bootનું beet શા માટે નહીં ? લેખક કહે છે તેમ આવો પ્રશ્ન તર્કશાસ્ત્રીને જરૂર થાય પણ વૈયાકરણ તો કહેશે હું અસેં આહે.’ આમ કહીને લેખકે ભાષાની સંજ્ઞાઓની યાદચ્છિકતા અહીં સમજાવી છે. ભાષા ધ્વનિસંજ્ઞાઓની વ્યવસ્થા હોવા છતાં તેમાં વિભિન્ન સ્તરોએ યાદૃચ્છિકતા પ્રવર્તતી હોય છે તે વાતને ડૉ. કાલેલકરે આ રીતે સ્પષ્ટ કરી બતાવી છે.
‘ભાષા આણિ સાહિત્ય' નામક પ્રકરણમાં, ભાષાની, સામાજિક સંસ્થા તરીકે ચર્ચા થયેલી છે. સહુના વ્યવહારમાં ઉપયોગી તેવી ભાષાને ડૉ. કાલેલકર ‘લૌકિક ભાષા' નામ આપવાનું પસંદ કરે છે. આ સિવાય સમાજમાં અનેક વર્ગોની પણ ભાષા હોય છે. તેવી ભાષાને લેખક કહે છે કે “મર્યાદિત વર્ગચ્યા યા વિશિષ્ટ ભાષેલા આપણ તાંત્રિકભાષા” હૈ નાંવ દેહે” (પૃ. ૪૩) ભાષાના વ્યવહારમાં વિનિમયશક્તિ ચાલકબળ તરીકે રહેલી હોય છે. આ વિનિમયશક્તિનો ધ્વનિરૂપ સંકેત તે જે શબ્દ. સમાજના વ્યવહારમાં એવું પણ હોય છે કે જ્યાં વિનિમયશક્તિ હોય પરંતુ ધ્વનિરૂપ સંકેત ન પણ હોય. વાહનવ્યવહારનાં નિયમન માટેનાં અનેકવિધ પ્રતીકોને આનાં ઉદાહરણો કહી શકાય. સમાજમાં એક વ્યક્તિ અનેક વ્યક્તિ સાથે આ વિનિમય શક્તિથી જોડાયેલી છે તે સમજાવીને ડૉ. કાલેલકર “અનુભવ”, “વ્યક્તિવિશ્વ', ‘બાહ્મવિશ્વ” વગેરેની વ્યાખ્યા