________________
૧૫ કે સિંહની ગર્જનાના અનુકરણથી બીજાં હિંસક પ્રાણીઓને ભડકાવી ભગાડી મૂકતો. કોઈ વખતે એને સિંહનો ભેટો થઈ જતાં એ ઘવાયો હશે તો એનાં સાથીઓને એનું કારણ બતાવતાં એણે સિંહની ગર્જનાનું અનુકરણ કર્યું હશે એમ કલ્પી શકાય.” (પૃ. ૬૧) ભાષાના વિકાસક્રમની વાત કરતાં કેવી મજાની કલ્પના લેખકે રજૂ કરી છે! અમે ઉપર કહ્યું છે તેમ આ બધી વિચારણા ભાષા પ્રત્યે જિજ્ઞાસાવૃત્તિ હોય તેને જરૂર આકર્ષક છે, પરંતુ આજના ભાષાશાસ્ત્રીને મન આનું કશું મૂલ્ય નથી. લેખકે પોતે જ ઉદાહત કરેલ બે અવતરણો આ અનુસંધાને અહીં નોંધવા જેવાં છે. પ્રકરણના પ્રારંભપૂર્વે મથાળે મૂકેલ Vendryesમાંના અવતરણનું પહેલું જ વાક્ય "The problem of the origin of language is outside the jurisdiction of the linguist'(પૃ. ૨૫) અને પ્રકરણના અંતે મૂકેલા A. Sommerfeltના પરિચ્છેદમાંનું “It is obvious that it is impossible to prove by evidence any theory of the origin of language.” (પૃ. ૬૩) આ બે ઉદાહરણો આ અંગે બસ છે. લેખકે આ બે ઉદાહરણો નોંધ્યાં તેના કરતાં તે પ્રમાણે અમલ કર્યો હોત તો કેવું સારું થાત!
ચોથા પ્રકરણમાં “ભાષાના વિકાસની ચર્ચા થયેલી છે. ભાષાના સાતત્ય વિષે લેખક કહે છે : “માતાપિતા પાસેથી બાળકો ભાષા શીખે છે અને બાળકો મોટાં થયે એમની પાસેથી એમનાં સંતાનો ભાષાગ્રહણ કરે છે.” (પૃ. ૬૬) કોઈ પણ વ્યક્તિ માતાપિતા પાસેથી જ ભાષા શીખે છે તેમ માનવું વધારે પડતું જણાય છે. ભાષા એ સમગ્ર સમાજની દેણ છે. એટલે માતાપિતા ન હોય તો વ્યકિતને ભાષા નહીં આવડે તેવું નથી. એટલે આવાં વિધાનોનું શાસ્ત્રમાં કશું મૂલ્ય રહેલું નથી. આ પછીથી શરીરચનાની ભિન્નતા, ભૌગોલિક વિભિન્નતા આદિ જેવાં ભાષાવિભિન્નતાનાં કારણોને નોંધ્યાં છે. જાતિની માનસિક અવસ્થા અનુસાર ભાષાભેદ એવું કારણ નોંધીને લખે છે કે કોઈ જાતિ કે રાષ્ટ્રની માનસિક અવસ્થા અનુસાર એની ભાષાનું સ્વરૂપ ઘડાય છે. આમ, લહેરી ફ્રેંચ લોકોની ભાષાનું મનોહર લાલિત્ય, કે આનંદી કલાપ્રિય ઇટાલિયનોની ભાષાનું કમનીય માધુર્ય, વ્યવસ્થિત, વૈજ્ઞાનિક, ચિંતનપ્રધાન ચિત્તવૃત્તિવાળા જર્મનોની ભાષાનું સૌષ્ઠવ અને દૃઢતા કે વ્યવહારપટુ પરંતુ અતડા અંગ્રેજોની સર્વગ્રાહિતા અને ગૌરવ એ લક્ષણો તે તે પ્રજાની વિશિષ્ટ પ્રકૃતિમાંથી ઊતરી આવ્યાં છે. આ નોંધીને લેખક જણાવે છે કે “. . . પરંતુ અંશત: સાચું હોય તો પણ આ કેવળ સ્વલક્ષી (subjective) દર્શન છે.” (પૃ. ૬૯) ભાષાનો કોઈ પણ વિદ્યાર્થી, અમે નથી માનતા કે, ભાષા અંગે આને “અંશત:” પણ સાચું માનતો હોય!
વળી, ભાષાપરિવર્તનની ચર્ચા કરતાં લેખક કહે છે : “ભાષાપરિવર્તનનું એક અન્ય કારણ ભાવોદ્રેક છે. અને ત્યાર પછી આનાં દૃષ્ટાંતોમાં સં. ભ્રાતૃ – પ્રા. ભાઈ – ગુજ. ભાઈલો. (પૃ. ૭૨) આપે છે. લેખકને ‘ભાષાપરિવર્તનથી શું અભિપ્રેત છે તે સમજવું મુશ્કેલ છે. પરંતુ તેમણે આપેલાં ઉદાહરણ પરથી તેને ધ્વનિપરિવર્તન” ઉદ્દિષ્ટ હશે તેમ સમજાય છે. અને આ સાચું હોય તો તેનાં તેમણે દર્શાવેલાં કારણોમાં જવાની જરૂર નથી, કેમ કે ધ્વનિપરિવર્તન, સમાજની પ્રત્યેક વ્યક્તિ એકમેકની સાથે વાત કરવા અસમર્થ છે. તેથી, ભાષાની અનિવાર્ય ઘટના બની રહે છે. અમારે કહેવું જોઈએ કે પરિવર્તનનું તત્ત્વ લેખકની સમજમાં આવ્યું નથી.
ધ્વનિપરિવર્તનના પ્રકારો લેખકે સમજીને મૂકવાનો પ્રયત્ન કર્યો છે. જો કે “સમીકરણને સમજાવતાં લેખક કહે છે કે, ... બે વિભિન્ન ધ્વનિઓમાંથી ધ્વનિપૂર્વવર્તી બની જાય છે.” (પૃ. ૭૪) અને આ જ ઘટના વિશે એ જ પૃષ્ઠ પર જણાવે છે કે ‘બે વિભિન્ન ધ્વનિઓમાંથી પૂર્વવર્તી વર્ણ પરવર્તી વર્ણની સમાન બની જાય.’ આ વસ્તુને પ, ૭૫ પર તો ‘પાસે પાસે આવેલા