________________
૧૮
ડેનિયલ જોન્સની phonemeની વ્યાખ્યાઓ ફૂટનોટમાં નોંધી છે. લેખકે phoneme is a minimum distinctive sound-feature એટલી વાતને સમજી લીધી હોત તો સંકેતને ધ્વનિગ્રામનું લાક્ષણિક તત્ત્વ માનવા પ્રેરાયા ન હોત. એક જ વર્ણના ઉચ્ચારણમાં જે જે ભિન્નતા અને સામાન્ય હોય છે તેમાંથી ભિન્નતાની ઉપેક્ષા કરી સામાન્યનો સ્વીકાર આ સિદ્ધાંતમાં થાય છે. આ વાતને લેખક સમજી શકયા હોય એવું અમને લાગતું નથી. કહેવાનું મન થાય છે કે ફૂટનોટમાં ત્રણ ભાષાવિદોની વ્યાખ્યા ન નોંધી હોત તો એ મહાનુભાવો તો આમાં સંડોવાયા ન હોત !
પૃષ્ઠ ૧૧૫ પર વિજ્ઞાનવેત્તાની જેમ એક વ્યવસ્થા ઊભી કરીને જણાવે છે કે “હવે પછી આવતા ધ્વનિઓના વિવરણમાં ‘ધ્વનિ’શબ્દ વડે ‘ધ્વનિગ્રામ’ સમજવાનો છે.” આ વ્યવસ્થા કર્યા પછી નીચેના જ પરિચ્છેદમાં લખે છે કે ધ્વનિ ઉપર દર્શાવ્યા પ્રમાણે કૌંસમાં લખાય છે.’ અહીં ‘ધ્વનિ’નો અર્થ ‘ધ્વનિગ્રામ' કરવો? આવી અતંત્રતાના આકરગ્રંથ જેવું આ પુસ્તક બન્યું છે. અનેક જગ્યાએ ‘ધ્વનિ’ને પછીથી ‘ધ્વનિ’ના જ અર્થમાં પ્રયોજેલ છે. ઉ.ત. પૃ. ૧૧૭ પર ચાર વખત ‘ધ્વનિ’ આ જ અર્થમાં પ્રયોજાયો છે.
આ વિશે વિશેષ વિગતમાં જઈને લેખક પૃ. ૧૧૫ ઉપર કહે છે : ‘. . . ધ્વનિગ્રામ બે ત્રાંસી ઢળતી સમાંતર લીટીઓ વચ્ચે દર્શાવાય છે.’ આ વ્યાખ્યા પ્રમાણે તો ધ્વનિગ્રામને ।। આ રીતે પણ દર્શાવી શકાય. પરંતુ ભાષાવિજ્ઞાનમાં આમ બનતું નથી. ધ્વનિગ્રામને // આ રીતે ડાબા હાથ તરફ ત્રાંસી ઢળતી લીટીમાં જ દર્શાવાય છે. સમગ્ર પુસ્તકમાં આવી શિથિલતાઓ પ્રત્યેની બેફિકરાઈ પ્રશંસનીય બને તેવી છે તથા લેખકની હિંમત પ્રત્યે પણ આ કારણે માન પેદા થાય તેવું છે!
વિશિષ્ટ ધ્વનિક્રમની વાત કરતાં લેખક કહે છે : ‘ગુજરાતી વ્યક્ષરી શબ્દોમાં છેલ્લો અ-કાર બહુધા શાંત કે અલ્પોચ્ચરિત હોય છે. (ઉ.ત. રમત્, શરત્ ઇ.)' (પૃ. ૧૧૯). પછીથી ૧૨૧ પાન પર લખે છે : ‘ગુજ. ‘રમત’ (ઉચ્ચાર ‘રમત્’)માં છેલ્લો . . . વ્યંજન સ્વર વિના જ ઉચ્ચારાતો સંભળાશે.' માત્ર બે જ પાન પછીથી કેવું contradiction !
આ પછીથી લેખકે સ્વરોનું પૃથક્કરણ આપ્યું છે. તે આપણને શ્રી ટી. એન. દવેના ‘ગુજરાતી ભાષામાં વર્ણવ્યવસ્થા’ની યાદ આપે છે. ઉ. ત. દૃઢબંધ અને શિથિલબંધ, પૂર્વસ્વરપ્રધાન અને ઉત્તારસ્વરપ્રધાન વગેરે પરિભાષામાં શ્રી દવેનો રણકો સંભળાય છે. ગુજરાતી સ્વરો વિષે લેખક કહે છે, ઊલટું —,-નાં આ પ્રકારનાં હ્રસ્વ-દીર્ઘ રૂપો સ્વરમાલામાં અંકિત છે, જે લેખનમાં આપણે દર્શાવીએ છીએ; છતાં ઉચ્ચારણમાં હ્રસ્વદીર્ધનો વિવેક આપણે ભાગ્યે જ જાળવીએ છીએ.' (પૃ. ૧૩૩). પછી ઉચ્ચારણની વાતમાં જ આગળ પૃ. ૧૪૫ ૫૨ ts અને d” વિષે કહે છે, ‘આનાં નિદર્શનો, બહુધા, શિષ્ટરૂપમાં મળતાં નથી; પણ શિષ્ટ સંસ્કાર વિનાની લોકબોલીઓમાં વિશેષતયા મળે છે.’ (પૃ. ૧૪૫).
ભાષાશાસ્ત્રનો આરંભનો વિદ્યાર્થી પણ આવાં વિધાનો કરે નહીં. ઉચ્ચારણો પરથી લિપિ ઘડાય છે, લિપિ પ્રમાણે ઉચ્ચારણ કરવાનું નથી. લિપિના જન્મ પૂર્વે ઘણા લાંબા કાળથી ‘ભાષાનું’ અસ્તિત્વ છે એટલી સાદી સમજ (ભાષાશાસ્ત્રની નહીં પણ માત્ર તર્કશુદ્ધ વિચારણાની) પણ જો હોય તો ઉપરનું વિધાન કોઈ કરે નહીં. વળી ભાષાશાસ્ત્રીને મન ભાષા અને બોલી બંને સમાન