________________
ધ્વનિ કે વર્ણોમાંથી . . .' એમ કહે છે ત્યારે લેખક ધ્વનિ અને વર્ણને સમાનાર્થી ગણે છે તેની શંકા રહેતી નથી. ભાષાશાસ્ત્રનો વિદ્યાર્થી આ એકરૂપતાને સ્વીકારશે ખરો?
કેવળ પૂર્વાપેક્ષા(Anticipation alone)ને સમજાવવામાં લેખકે વાપરેલી ભાષા નોંધપાત્ર છે. અહીં પૂર્વાશનો લોપ થયા વિના ઉત્તરાંશે પૂર્વાશને આક્રાન્ત કર્યો છે.” (પૃ. ૭૬) એ પછીથી લેખક તેનાં ઉદાહરણો આપીને ફૂટનોટમાં લખે છે કે, “. . . નિશાનીવાળા ભાષાપ્રયોગો . . . ઈન્ટર આર્ટસના વિદ્યાર્થીઓના ... ઉત્તરપત્રોમાંથી અહીં નમૂનારૂપે લીધાં છે.' (પૃ. ૭૭) લેખકનું આ confusion પુસ્તકમાં ઠેરઠેર જોવા મળે છે. તેમને શાની વાત કરવી છે તે વિશે તેઓ સ્પષ્ટ નથી. જો સ્પષ્ટ હોત તો તેમણે આ ફૂટનોટ મૂકી ન હોત. ભાષાની વાતમાં લખાણનાં ઉદાહરણો આપીને પોતાની અસ્પષ્ટતાનો લેખકે અહીં પુરાવો આપ્યો છે!
વર્ણાગમ કે ઉપજન(Prothesis)ની વાત કરતાં લેખક કહે છે : “શબ્દના પ્રારંભમાં કોઈ કઠિન ધ્વનિ કે સંયુક્તાક્ષર આવ્યો હોય છે ત્યારે તેના ઉચ્ચારણમાં સામાન્ય બોલનારને મુશ્કેલી પડે છે. આવે વખતે આગળ કોઈ સ્વરનો ઉપજન કે આગમ (ઉમેરો) થાય છે.' (પૃ. ૮૩) પછી આનાં ઉદાહરણોમાં પૃ. ૮૪ પર લેખકે – અંગ્રેજી સ્કૂલ
ગુજ0 ઇસ્કૂલ સ્ટેશન
છ ઇસ્ટેશન વગેરે નોંધેલ છે.
આમાં ભાષાશાસ્ત્રનું જેને જ્ઞાન ન હોય અને માત્ર તર્કશુદ્ધ રીતે વિચાર કરી શકવાને સમર્થ હોય તેમને પણ ‘જો કઠિન ધ્વનિ કે સંયુક્તાક્ષરની મુશ્કેલી નિવારવાને જ આ સ્વરનું આગમ થતું હોય તો સ્વર ઉમેરાયા પછી પણ એ કઠિન કે સંયુક્ત સ્વર તો રહ્યો જ છે. ઉ.ત. સ્કૂલ-ઇસ્કૂલ બંનેમાં સંયુક્ત સ્વર તો છે જ. તો પછી લેખકની આ દલીલમાં માત્ર વાર્તામાં જરૂરી એવા કુતૂહલ સિવાય તથ્ય શું રહે છે?
આવું જ પૃ. ૮૪ પર સ્વરભકિત વિશે પણ લખાયું છે. આ પછીથી સ્ટર્ટલેંટે સાદૃશ્યના, પોતાના બાળકના દૃષ્ટાંતો આપ્યા છે તે નોંધીને લેખકે પણ પૃ. ૮૯-૯૦ પર પોતાની પુત્રીનું દૃષ્ટાંત આપ્યું છે. તેમાં ભાષા કરતાં સ્ટર્ટલેંટનું સાદૃશ્ય વિશેષપણે તરી આવતું જણાય છે. સાદૃશ્યની જ વાતમાં પૃ. ૯૨ પર ‘ત્યાં તું શું કરો છો?” એવું કાઠિયાવાડી બોલીનું રૂપ નેધ છે. એક તો કાઠિયાવાડી બોલી કોને કહેવી તેની લેખકે સ્પષ્ટતા કરી નથી. તદુપરાંત આવું રૂપ કયાં પ્રચલિત છે તે પણ જણાવ્યું નથી. ‘ત્યાં તમે શું કરો છો?” એવું રૂપ જાણીતું છે. પરંતુ લેખકે નધેિલા રૂપના વાપરનો વિસ્તાર દર્શાવાયો હોત તો અભ્યાસીઓને તે માહિતી જરૂર ઉપયોગી થઈ હોત ખરી.
પાંચમા પ્રકરણમાં લેખકે ધ્વનિવિચાર’ કર્યો છે. વિજ્ઞાનને બદલે કોઈ કથાકૃતિનો પ્રારંભ થતો હોય તેવી છટાથી ધ્વનિવિચારની વાત આરંભાઈ છે. પૃ. ૧૦૬ પરનું ‘સ્વતંત્રીની બાજઓમાં પ્રકંપન થાય, ત્યારે એ સ્વરતંત્રી સમૂહો પ્રસ્પંદિત બનીને વીણાના તારોની માફક પરસ્પર સાથે ટકરાઈને રણઝણી ઊઠે છે. આવી કાવ્યમય શરૂઆત પછી લેખક લખે છે કે “આ ઉચ્છવાસ પછી pharynx (જીભ અને ગળાના પાછળના ભાગ વચ્ચેની જગા)માં થઈને મુખવિવરમાં કે નાસિકાવિવરમાં પ્રવેશે છે. ઉચ્છવાસ બંનેમાં પણ પ્રવેશી શકે છે તેની અમે અત્રે યાદ આપીએ છીએ.