________________
૧૩
અમારો નમ્ર મત એવો છે કે આ ‘જરાસરખું” લેખકનું ધ્વનિ પરિવર્તન એ “ધ્વનિઘટકનું પરિવર્તન છે. ભાષાશાસ્ત્રમાં જે પ્રારંભની કેટલીક મૂળભૂત વિભાવનાઓ (fundamental concepts) છે તેમાંની “ધ્વનિઘટક તે એક છે. એટલે ભાષાવિજ્ઞાનની જો પ્રાથમિક પણ સમજ હોય તો આવું વિધાન થવાનો સંભવ રહેતો નથી.
લેખક ભાષાની વાત કરતાં કહે છે : “માનવસંસ્કૃતિની એ સૌથી પુરાતન વસ્તુ છે.” અને પછી તરતનધેિ છે : “એનો ઉદ્દભવ માનવજાતિમાં ધર્મ કે કલાના ઉદ્ભવ કરતાં ઘણો વધારે પ્રાચીન છે.' (પૃ. ૩)
પ્રથમ વાક્યમાં જો સૌથી પુરાતન વસ્તુ ગણી હોય તો પછી આ બીજા વાક્યનો શો અર્થ રહે છે? આવી શિથિલતાઓની તો પુસ્તકમાં ગણતરી થઈ શકે તેમ નથી.
ભાષાની વ્યાખ્યાને સમજાવવા માટે લેખકે તવિદોની વ્યાખ્યાઓના અનુવાદો દ્વારા પ્રયત્ન કર્યો છે. પરંતુ મૂળ વાતને સમજ્યા નહીં હોવાના કારણે એ પોતાની મૌલિક વ્યાખ્યા બની જતી જણાય છે. ઉ.ત. Vendryesની “a system of signs’ વ્યાખ્યા છે તેને લેખકે “વિચાર વ્યકત કરતો સંકેતોનો સમૂહ તે ભાષા” (પૃ. ૩) એમ સમજાવેલ છે. આમાં “system” એ મહત્ત્વનો શબ્દ છે તેને જ લેખક સમજ્યા નહીં હોઈ, તેના પોતાના અનુવાદથી મૂળ લેખકને પણ સાથે સંડોવ્યા છે! ભાષા “વ્યવસ્થા” છે, માત્ર “સંકેતોનો સમૂહ નથી એ મુખ્ય વસ્તુ લેખકે ગાળી નાંખી છે.
આ ઉપરાંત ૫.૪ પર “ઓસ્ટ્રેલિયાના કેટલાક આદિવાસીઓની ભાષા ઈંગિતો (ચેષ્ટાઓ) ની સહાયતા વિના સ્પષ્ટ રીતે ગ્રહણ કરી શકાતી નથી. એ આખો પરિચ્છેદ શ્રી સકસેનાના સામાન્ય ભાષાવિજ્ઞાન નો હવાલો નાંખીને નોંધવામાં આવ્યો છે. જો લેખક ભાષાની વ્યાખ્યાને બરાબર સમજ્યા હોત તો “બાબાવાકય પ્રમાણમ” માનીને ચાલ્યા ન હોત. પછીથી પૃ. ૫ પર નૌકાસૈન્ય કે સ્કાઉટદલની ધજાઓના સંદેશાઓને એક પ્રકારના ધ્વનિઓનાં “પ્રતીકો' કહ્યાં છે. પછીથી નીચેના જ પેરામાં “પ્રતીકો કે સંકેતો” એવો પ્રયોગ કરે છે. અર્થાત્ “પ્રતીકો’ અને ‘સંકેતો” એ બંને વચ્ચે લેખકને કંઈ ભેદ નથી, એટલું જ નહીં પરંતુ પ્રતીક' કોને કહેવાય અને સંકેત' કોને કહેવાય તેની સમજણ પણ તેમણે આપી નથી.
ભાષાની વ્યાખ્યા અંગેની આટલી વાત પરથી સ્પષ્ટ જણાય છે કે લેખકે સમજાવેલ વ્યાખ્યા અપૂર્ણ અને અન્યોએ આપેલી વ્યાખ્યાઓના સમજણ વગરના અનુવાદો હોવા ઉપરાંત વ્યાખ્યાનું જે તત્ત્વ છે તેનો પણ ક્યાંયે તેમાં સ્પર્શ હોય તેવી લાગતી નથી.
વ્યાખ્યા સમજાવ્યા પછી લેખક આ વિજ્ઞાનનો અન્ય વિજ્ઞાનો સાથેનો સંબંધ દર્શાવવા વ્યાખ્યાની રીતિએ જ પ્રયત્ન કરે છે. ઉ.ત. બ્લમફિડે ‘Language'માં ભાષાને Psychological approach વડે પણ સમજાવેલ છે. તેનો અનુવાદ લેખકે અહીં આપીને Psychology સાથેનો સંબંધ દર્શાવ્યો છે. મૂળમાં લૂમફિલ્વે Jack and Jill એમ પુરુષ અને સ્ત્રીનાં નામો લીધાં છે, માટે લેખકે પણ ‘એક પુરુષ અને એક સ્ત્રી સાથે ચાલ્યાં જતાં હોય છે તેમ કહ્યું છે. પછી વૃક્ષ પર સફરજન જોઈને સ્ત્રીના મુખમાંથી કાંઈક' ધ્વનિઓ નીકળે છે તેમ નોંધ્યું છે. અહીં કાંઈક ધ્વનિઓનો સવાલ નથી, “સફરજન લાવી આપ’ એ મતલબના “ચોક્કસ ધ્વનિઓની લૂમફિલ્વે વાત કરી છે. જો કોઈ પણ લેખકનો અનુવાદ જ આપવો હોય તો તેમના શબ્દોને યથાવત અનૂદિત કરવા જોઈએ અને આપણી વાતને સમજાવવામાં તેનો ઉપયોગ કરવો હોય તો