________________
ભાષાવિજ્ઞાન ભાગ ૧
[સિદ્ધાંતનિરૂપણ પ્રસ્તુત પુસ્તકના મુખપૃષ્ઠ પર ‘ભાષાવિજ્ઞાન અને તેમાંય “સિદ્ધાંતનિરૂપણ” જેવાં અભિધાન જોઈને સંકોચ સાથે વાંચવાની હામ ધરી કેમ કે કોઈ પણ વિજ્ઞાનની સૈદ્ધાંતિક ચર્ચા સમજવા માટે જે તે વિષયની ઠીક ઠીક એવી પ્રાથમિક સમજ જરૂરી હોય છે. આ વિષયનો વિદ્યાર્થી હોવાને કારણે મેં કતિને સાર્થાત બે વાર વાંચી જોઈ. ત્યાર બાદ વિચાર કરતાં જણાયું કે કૃતિમાં વર્ણવાયેલો વિષય જો “ભાષાવિજ્ઞાન હોય તો અમારે કબૂલવું જોઈએ કે વિષયને સમજવા માટે શીખેલું ભૂલીને જ પ્રારંભ કરવો જોઈએ. આવા પ્રારંભ માટે આ પુસ્તક અનિવાર્ય બની રહેતું અમને જણાય છે. આ પુસ્તકમાં નિરૂપાયેલા સિદ્ધાંતોની ચર્ચામાં જતાં પહેલાં અમારે એટલું જરૂર કહેવું જોઈએ કે અહીં બાની એટલી સરળ રીતે પ્રયોજાઈ છે કે જેથી વિજ્ઞાનનો ભાર નથી લાગતો એટલું જ નહીં પરંતુ કૃતિને સાદ્ય ત વાંચ્યા પછી તો નવલકથાનો આનંદ પ્રાપ્ત થતો જણાય છે. એવાં રસસ્થાનોને આપણે જે તે સ્થળે જોવાનું રાખીને કૃતિના અંતરંગને તપાસીએ.
અંતરંગને જોતાં પૂર્વે તેના બહિરંગ તરફ નજર કરતાં જણાય છે કે કુલ પૃષ્ઠ ૪૯૨+ અંદરનું મુખપૃષ્ઠ અને પ્રસ્તાવનામાં નંબર નહીં આપેલાં ચાર પાનને ઉમેરીએ તો કુલ પૃષ્ઠસંખ્યા ૪૯૬ની થાય છે. બીજી રીતે કહીએ તો પુસ્તકમાં ૧૧ પ્રકરણોનો પથરાટ છે. આટલી સ્પષ્ટતા પછી આપણે હવે અંતરંગને જોઈએ.
ભાષાવિજ્ઞાન” નામક પ્રથમ પ્રકરણમાં ભાષાનું મહત્ત્વ તથા તેનો અન્ય વિજ્ઞાન સાથેનો સંબંધ વગેરેની ચર્ચા જોવા મળે છે. આ અંગે આજે જે કંઈ ઉપલબ્ધ છે તે બધું તો વાંચવું શક્ય ન હોય તો પણ જે કંઈ વાંચ્યું હોય તેને સમજણપૂર્વક મૂકવું એ, અમારી ધારણા છે કે, કોઈ પણ શાસ્ત્રમાં અપેક્ષિત હોય છે. અહીં એવું બન્યું નથી એમ અમારે સખેદ કહેવાનું થાય છે. નીચેનાં, લેખકનાં જ, ઉદાહરણો તેની શાખરૂપ છે.
માનવ અને પ્રાણીઓના ધ્વનિસંકેતના સ્વરૂપનો તફાવત દર્શાવતાં લેખક કહે છે કે માનવ ધ્વનિયંત્ર પ્રાણીઓ કરતાં અનંતગણું સમૃદ્ધ હોઈ અનેક ધ્વનિઓ કાઢી શકવા સમર્થ છે.” (પૃ. ૧–૨)
અહીં ધ્વનિયંત્ર એટલે શું તે સમજાવ્યા પૂર્વે જ આમ કહેવાયું છે તે ઘટનાને બાદ કરીને જોઈએ તો પણ “માનવ ધ્વનિયંત્ર પ્રાણીઓ કરતાં અનંતગણું સમૃદ્ધ’ એ વાક્ય યથાર્થ નથી. સરખામણી ને તફાવત પ્રાણી સાથે નહીં પણ પ્રાણીના ધ્વનિયંત્ર સાથે હોવાં ઘટે છે.
પૃ. ૨ પરની ફૂટનોટમાં લખ્યું છે કે ગુજરાતીમાં પણ કેટલીક વાર જરાસરખા ધ્વનિપરિવર્તનથી બોલનાર અર્થમાં પરિવર્તન સાધી શકે છે એ સુવિદિત છે. ઉ.ત. ગોળ” (સંવૃત્ત
ઓ) અને ગોળ” (વિવૃત્ત “ઓ).' * લેખક કાન્તિલાલ બ. વ્યાસપ્રકા એન. એમ. ત્રિપાઠી પ્રાઈવેટ લિમિ. મુંબઈ (૧૯૬૫) કિ.રૂ. ૯-૦