Book Title: Bhasha Vivechan
Author(s): Shantibhai Acharya
Publisher: Gujarat Vidyapith

View full book text
Previous | Next

Page 8
________________ લિંગ્વિસ્ટિકસ ઍન્ડ ઇંગ્લિશ લેંગ્વેજ–ટિચિંગ ડેક્કન કૉલેજમાં ચાલતા ભાષાવિજ્ઞાનના ઉચ્ચ અભ્યાસ અંગેના કેન્દ્ર તરફથી ૧૯૬૪ના ઑકટોબરની ૧૬મી અને ૧૭મી તારીખોએ અંગ્રેજીના શિક્ષકો, ભાષાવિજ્ઞાનીઓ અને શિક્ષણના —ખાસ કરીને માધ્યમિક શિક્ષણના — નિષ્ણાતોનો એક સેમિનાર યોજાયો હતો. આ સેમિનારની ધ્વનિમુદ્રિત કરેલી કાર્યવાહીને ડૉ. પંડિતે આ પુસ્તિકામાં સંપાદિત કરી છે. કુલ ૧૪૮ પાનની આ પુસ્તિકામાં, આપણા દેશમાં માધ્યમિક કક્ષાએ અંગ્રેજી શિક્ષણના કેવા કેવા પ્રશ્નો છે તેની વિગતો આપણને અધિકારીવર્ગ તરફથી પ્રાપ્ત થાય છે. સેમિનારના સંચાલકને સેમિનારનો હેતુ બહુ સ્પષ્ટ છે. તે જણાવે છે : ‘ભાષાના શિક્ષકો અને ભાષાવિજ્ઞાનીઓ થોડા વખતથી રસ્તાની એક જ બાજુ પર જોડાજોડ ચાલતા રહ્યા છે; હવે તેઓએ આપસઆપસમાં વાતો કરવાનો સમય પણ પાકી ગયો છે.' પ્ર. પુ. ૧૬. આપણે ત્યાં હજી બહુધા, ભાષાવિજ્ઞાન પ્રત્યે કુતૂહલની લાગણી પ્રવર્તે છે. આ વિષયનાં કેવાં પ્રદાનો છે તે તરફ જોવાની વૃત્તિ હજી ગંભીર બની નથી. બીજા પક્ષે જોઈએ તો ભાષાવિજ્ઞાની પોતે પણ સિદ્ધાંતચર્ચાથી આગળ આવીને પોતાની તારવણીઓનો વ્યાપક ઉપયોગ નિર્દેવા ઉત્સુક નથી. આવા વખતે સંપાદકે જણાવ્યું છે તે મુજબ ભાષા સાથે આ રીતની નિસ્બત ધરાવનારા વર્ગના સહચારનો સમય પાકી ગયો છે. આવા સહચારનો પ્રારંભ આ સેમિનારથી થાય છે તે અર્થમાં આ એક વિશેષ પ્રકારનો સેમિનાર બની રહે છે. પુસ્તિકાના સંપાદકે સેમિનારમાં ભાગ લેનારા લગભગ ૯૦ જેટલાં ભાઈબહેનોની ચર્ચાના સારાંશને આ પુસ્તિકાથી સુલભ કરી આપ્યો છે. અંગ્રેજી ભાષાના શિક્ષણમાં સ્ટ્રકચરલ એપ્રોચ : માધ્યમિક કક્ષાએ આ અભિગમથી અંગ્રેજી શીખવવાથી ફાયદો થાય છે એવી અંગ્રેજીના શિક્ષકો તરફથી રજૂઆત થઈ. વળી આ કક્ષાએ Essential English ભણાવવું જોઈએ તેવો મત પણ તે વર્ગનો થયો. આવા અંગ્રેજીની, તવિદોના જણાવ્યા પ્રમાણે, ૨૭૫ મૂળભૂત પેટર્ન છે, જે ભાષાના સ્ટ્રકચરને સૂચવે છે. આમ Essential English શીખવવામાં આ અભિગમ ખૂબ ફાયદાકારક જણાય છે આ વિષે ભાષાવિજ્ઞાનીઓએ ભાષામાં જે સ્ટ્રકચરનો વિભાવ છે તેને સ્પષ્ટ કરી બતાવ્યો હતો. સ્ટ્રકચરની પાછળ કન્સ્ટ્રકશનનો ભાવ પડેલો છે અને કન્સ્ટ્રકશનના પાયામાં ઇમિડિયેટ કૅાન્સ્ટિટયૂઅન્ટ છે તે વાત આ વર્ષે સમજાવી હતી. આ બધા વિભાવો ભાષા શીખવનારના મનમાં સ્પષ્ટ થાય તો બંને વર્ગા અરસપરસના જ્ઞાનમાં પૂરક થઈ શકે આ અભિગમનો એક બીજો પણ ફાયદો છે. કોઈ પણ બીજી ભાષા શીખવવામાં આવે છે ત્યારે માતૃભાષાની જે ખાસિયતો હોય છે તે શીખવાની ભાષામાં ઊતરતી હોય છે. પરંતુ * સંપાદક : પી. ખી. પંડિત, પ્રકા : ટેકકન કૅૉલેજ, પૂના રૂા. ૮,૦૦

Loading...

Page Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52