Book Title: Bhasha Vivechan
Author(s): Shantibhai Acharya
Publisher: Gujarat Vidyapith

View full book text
Previous | Next

Page 10
________________ કારણ એ છે કે અંગ્રેજીભાષકને આદિસ્થાનનો અલ્પપ્રાણ અઘોષ સ્પર્શ, (આદિ અલ્પપ્રાણ) ઘોષ સ્પર્શથી જુદો સાંભળવાનું મુશ્કેલ છે કેમ કે અંગ્રેજી ભાષાની રીતિમાં આ ભેદક નથી. આવાં બિન્દુઓ તરફ ખાસ ધ્યાન આપવું જોઈએ. કેટલીકવાર, શીખવાની ભાષા સાથેનું માતૃભાષાનું સરખાપણું શીખવામાં મદદરૂપ થાય છે તેમ મનાતું હોય છે. પરંતુ ખરી વાત તો એ છે કે તફાવતો કરતાં અરધુંપરધું સરખાપણું જ ઘણી વાર પ્રશ્નો પેદા કરનાર નીવડે છે. આવા વખતે interference નો અભ્યાસ ખૂબ મદદકર્તા નીવડે છે. માતૃભાષાના ધ્વનિની સાથે, શીખવાની ભાષાનો ધ્વનિ જ્યારે વધારે સમાન જેવો હશે ત્યારે શીખનાર પ્રસ્તુત ધ્વનિને બદલે પોતાની માતૃભાષાનો ધ્વનિ જ, સામાન્યતયા, ઉચ્ચારશે. ઉ.ત. હિંદીભાષકને મન v અને wનો ધ્વનિઘટકાત્મક ભેદ નથી. જ્યારે અંગ્રેજી ભાષકને આ ભેદ ઘટકાત્મક છે. આવા વખતે હિંદીભાષકને, અંગ્રેજીની vest અને west તથા veil અને will જેવી ઘટકાત્મક ભેદવાળી જોડીઓના આદિવર્ણનું ઉચ્ચારણ એકસરખું જ સંભળાવાનું. અહીં interferenceનો અભ્યાસ ખુબ મદદરૂપ નીવડે. આ ઉપરાંત નવું ઉચ્ચારણ શીખવામાં સમગ્ર ઉક્તિ પર ધ્યાન આપવું જોઈએ. આમાં બંને ભાષાઓના ઉપઘટકોને તપાસીને શીખવવાનો યોગ્ય ક્રમ કરી નાંખ્યો હોય તો શીખવામાં મદદ મળે છે. આટલી ઉચ્ચારણ વિષેની ચર્ચા પછી આપણે ત્યાં આપણા દેશભાઈઓ સમજી શકે તેવું ઉચ્ચારણ શીખવવું જોઈએ તેવી રજૂઆત થઈ હતી. આપણે બ્રિટિશ ઉચ્ચારણમાં જવાની જરૂર નથી. અને શિક્ષકનું ઉચ્ચારણ ઠીક ઠીક સારું હશે તો બાળકોને તે મેળવવું મુશ્કેલ નહીં બને. એટલે શિક્ષકને સામાન્ય ઉચ્ચારણો વિશે આપણે જાગ્રત કરી શકીએ તો તે પૂરતું છે. બાકી તો We cannot make a person a good teacher. વ્યાકરણ: ભાષાશિક્ષણમાં જ્યારે આયોજન થતું હોય ત્યારે ભાષાવિજ્ઞાની ખૂબ જ મદદકર્તા થઈ શકે છે, પરંતુ વર્ગના રોજિંદા કાર્યમાં તે બહુ ઓછી મદદ કરી શકે છે. ભાષાવિજ્ઞાનીઓના વર્ગ તરફથી આ વાત સ્પષ્ટ કરાઈ હતી. તેમના જ શબ્દો વડે જોઈએ તો He is concerned with what goes on in the kitchen rather than with what is being served on the table. આ પછી શિક્ષક અધ્યાપકના વર્ગો અંગ્રેજી શીખવામાં મરાઠી બાળકો કેવી કેવી ભૂલો કરે છે તેનાં ઉદાહરણો ટાંકયાં હતાં અને ત્યાર બાદ આ અંગેના ઉપાયોની વિચારણા થઈ હતી. ailed (Fluency){[44cylsd(Expression), la Comprehension (plegius) : આ ટર્મ્સ વિષે ઠીક ઠીક સ્પષ્ટતા થઈ. અને પછીથી માધ્યમિક અને તે પછીના શિક્ષણના તબક્કાએ વિદ્યાર્થી પાસે કેટલી અપેક્ષા રાખવી જોઈએ તે અંગે વિચારણા થઈ. વળી માધ્યમિક કક્ષા પસાર કરીને આવતો વિદ્યાર્થી ૨૫૦૦ શબ્દો અને ૨૫૦ structures જાણતો હોય છે તેવું અપેક્ષિત હોય છે. પરંતુ તપાસતાં જણાય છે કે આવો વિદ્યાર્થી માંડ ૧૦૦૦ શબ્દો અને ૧૫૦ structures જાણતો હોય છે. જો આમ જ હોય તો તે શું અભિવ્યકત કરી શકવાનો ભા. ૨

Loading...

Page Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52