________________
૧૦
છે તેમને પૂછીશ. રાજાએ તેા શકડાળ મંત્રીને બાલાવ્યા ને પૂછ્યું કે આ આનંદપ્રસંગે બધા મને મળવા આવ્યા પણ તમારા ગુરુ કેમ નથી આવ્યા ? શકડાળ મંત્રી કહે, એમને પૂછીને કાલે હુ જણાવીશ. તે ભદ્રબાહુ સ્વામીને મળ્યા. ભદ્રબાહુ રવામી તેા મુનિ હતા. તેમને જન્મમરણના શાક કે ઉત્સવ શું ? તે જાણી ગયા કે રાજાના કાન ભંભે રાયા છે. માટે શાસન ઉપર રાજાની અપ્રીતિ ન થાય તેવું કરવું. તેમણે મંત્રીને કહ્યું કે રાજાને એમ કહેજો કે નકામું બે વખત આવવુંજવું શા માટે પડે ! એ પુત્રતા સાતમે દિવસે ખિલાડીના માઢાથી મરણ પામવાને છે. મંત્રીએ જઇને રાજાને વાત કરી. એટલે રાજાએ પુત્રની રક્ષા કરવા ખુબ ચાકી પહેરા મૂકી દીધા ને ગામ આખાની બિલાડીએ પકડીને દૂર મેાકલાવી દીધી. પણ બન્યું એવું કે સાતમા દિવસે ધાવમાતા બારણામાં બેઠી બેઠી પુત્રને ધવરાવતી હતી તેવામાં અકરમાત ખાળકપર લાકડાના આગળીયા ( અર્ગલા ) પડયે તે તે મરણ પામ્યા. બધે શાક શેક થઈ રહ્યા. વરાહમિહીર તે બિચારા મ્હોં સંતાડવા લાગ્યા. તેની જ્યાતિષની બધી શેખી જણાઈ ગઇ. ભદ્રમાહુરવામી રાજાના એ શાક નિવારવા અર્થે રાજમહેલમાં ગયા. ત્યાં રાજાને ધીરજ આપી. પછી રાજાએ પૂછ્યું કે તમે શી રીતે આ ખળકનું આયુષ્ય સાત દિવસનું જાણ્યું ! વળી તમે ખિલા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com