Book Title: Bandhan ane Mukti Author(s): Chitrabhanu Publisher: Divyagyan Sangh View full book textPage 6
________________ - આજનો દિવસ એક રીતે તો મારા માટે પણ એક ચિંતનનો દિવસ છે. કારણ કે, આજે હું એક એવા સ્થાને આવ્યો છું કે જે સ્થાન મને વધારે ઊંડાણથી, વધારે ગહનતાથી અને વધારે સ્થિર તેમ જ સ્થિત બનીને વિચાર કરવા પ્રેરે છે. જીવનનાં કેટલાંએક સ્થળો જ એવાં હોય છે, કેટલીક ભૂમિ જ એવી હોય છે કે જે, માણસને જીવનના ગંભીર પ્રશ્નો તરફ દોરે છે. '. આપણે જાણીએ છીએ કે સંયોગોની અસર, માણસના મન ઉપર કેવી તીવ્ર થાય છે. જ્યાં રંગ રાગનું વાતાવરણ ઊડતું હોય, જ્યાં ચારે બાજુ હાસ્યની મહેફિલો. જમી હોય, જ્યાં તોફાન અને ઉન્માદ ચાલતાં હોય, ત્યાં થઈને માનવી પસાર થતો હોય છે ત્યારે, તેની ઉપર પણ એ વાતાવરણની અસર થાય છે. - એ જ માનવી કોઈક વાર દવાખાના પાસે થઈને પસાર થાય છે ત્યારે, વ્યથાથી પીડાતા બીમાર માણસોના ખાટલા ત્યાં જૂએ છે, એમની ચીસો સાંભળે છે, એમના આર્તનાદ સાંભળે છે, અને એના હદયમાં એક કરુણાપૂર્ણ વિચાર આવી જાય છે કે જીવન એટલે શું? આ જ?”Page Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50