Book Title: Bandhan ane Mukti
Author(s): Chitrabhanu
Publisher: Divyagyan Sangh

View full book text
Previous | Next

Page 33
________________ ૨૮ પ્રજાની આંસુભીની આંખો વચ્ચે થઈ કોશલરાજ રાજ્ય છોડીને ચાલ્યા ગયા. કાશીરાજના હાથમાં સત્તા આવી. એમણે .રાજ્યની લગામ પોતાના હાથમાં લીધી. પોતાની ખૂબ વાહ વાહ થાય, એવા ઘણા ઘણા પ્રયત્નો એણે કરવા માંડ્યા. એક દિવસ મોડી રાતે, છૂપા વેષે એ ફરવા નીકળ્યા. લોકો એને માટે શી વાતો કરે છે, એ જાણવાની એને ઈચ્છા જાગી. એણે એક સ્થળે બે ચાર માણસોને વાતો કરતા સાંભળ્યા: કોશલરાજ જેવો બીજો રાજવી જગતમાં થવાનો નથી. એની ક્ષમા, એનો પ્રેમ, એની કરુણા-એ તો ખરેખર અદ્ભુત હતાં. કાશીરાજ વિચાર કરે છેઃ “મેં રાજ્ય લઈ લીધું, મેં સત્તા છીનવી લીધી, છતાં રાત્રિના હ્રદયમાં જેમ ચંદ્ર વસે છે એમ, પ્રજાના હ્રદયમાં હજી કોશલરાજ જ વસે છે, મને તો કોઈ જ સંભારતું નથી.” માણસના મોઢાને બોલતું કરવું હોય તો થોડાક રૂપિયા ફેંકશો તો એ બોલતું થઈ જશે. કીડિયારું ભેગું કરવું હોય તો મૂઠ્ઠીભર ખાંડ બસ છે. પરંતુ આપણે તો દિલને બોલતું કરવાનું છે. t 66 કોઈ માણસના દિલને બોલતું કરવું હોય તો પ્રેમ અને સેવા, મૈત્રી અને ક્ષમા, અહિંસા અને

Loading...

Page Navigation
1 ... 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50