________________
૩૯
વાત્સલ્ય, પ્રેમ, કરુણા અને ક્ષમા, અહિંસા, દયા, સેવા અને સદ્ભાવના લઈને જજો, અને જે લોકો તમને અહી મોકલવામાં ભાગ ભજવી બેઠા હોય તેમને કહેજો, કે અમે ત્યાં જઈને એવો એક મંત્ર લઈને આવ્યા છીએ કે તમને અમે ક્ષમા આપીએ છીએ; તમે અમારા માટે જે કર્યું હોય તે ભલે કર્યું, પરંતુ અમે તો હવે તમારા માટે ભલું જ કરવા ઈચ્છીએ છીએ.
અહિં તમારે ત્યાં હું મોટરમાં બેસીને નથી આવ્યો અને તમને ઉપદેશ દઈને મોટરમાં ભાગી જવાનો પણ નથી. પદયાત્રા કરીને અહીં આવ્યો છું, આ આઠ માઈલના પ્રવાસનું મહેનતાણું, બીજું કાંઈ નહીં, માત્ર મારી આ વાત તમે યાદ રાખો; કોશલરાજનાં પ્રસંગની યાદ દિલમાં સંગ્રહી રાખજો.
અહીંથી છૂટા થાઓ અને પછી પ્રસંગ ઊભો થાય ત્યારે, તમે તમારા મગજમાં ફરી કદી એવી કલ્પના ન લાવશો કે - કાશીરાજની જેમ-ફલાણાએ મને હેરાન કર્યો છે. તમે તો કોશલરાજ બનજો અને સર્વને ક્ષમા આપજો. આમ કરશો તો તમે અનુભવશો કે તમારા આત્મામાં જે પેલું દિવ્યત્વ પડ્યું છે એ કેવી સુંદર રીતે ખીલી ઊઠે છે! એમ ન માનશો કે આવા