Page #1
--------------------------------------------------------------------------
________________
બંધન ને
| મુક્તિ
' પૂ. શ્રી ચિત્રભાનુજી
Page #2
--------------------------------------------------------------------------
________________
બંધન અને મુક્તિ
': પ્રવચનકાર : પરમ પૂ. શ્રી ચિત્રભાનુજી
Page #3
--------------------------------------------------------------------------
________________
પ્રકાશક : દિવ્ય જ્ઞાન સંઘ ફવીન્સ ન્યૂ. પાંચમે માળે, ૨૮-૩૦, વાલકેશ્વર રોડ, મુંબઈ-૬,
પ્રથમ આવૃત્તિ: શરદ પૂર્ણિમા ૨૦૧૮
બીજી આવૃત્તિ ઃ શરદ પૂર્ણિમા ૨૦૧૮
ત્રીજી આવૃત્તિ: * શ્રાવણી પૂર્ણિમા ૨૦૨૦
ચોથી આવૃત્તિ : કાર્તિકી પૂર્ણિમા ૨૦૪૮
મુદ્રક :
સાગર આર્ટ પ્રિન્ટર્સ મુંબઈ
Page #4
--------------------------------------------------------------------------
________________
વ....દ
ન
આજે આપણે ત્યાં જે થોડાક અગ્રગણ્ય ચિન્તકો અને મૌલિક દૃષ્ટિવાળા વક્તાઓ છે તેમાં જેમનું નામ પ્રથમ હરોળમાં આવે છે એવા પરમ પૂ. શ્રી ચિત્રભાનુજીના વિચારોની અસર આપણા લેખક અને વક્તાઓ ઉપર હોય એ તો સહજ છે. પણ એ વિચારો આગળ વધીને કૉલેજ અને યુનિવર્સીટી
ઓથી માંડી જેલના તોતિંગ બંધ દરવાજા સુધી જઈ પહોંચે એ તો એક ગૌરવપૂર્ણ ઐતિહાસિક ઘટના બની જાય છે. એમના ઊંડા ચિન્તન અને સમન્વયાત્મક દૃષ્ટિનું આ પરિણામ છે.
હજારો કેદીઓ વચ્ચે એક ચિન્તક સાધક બેઠા હોય અને એ વ્યથિત આત્માઓને જ્ઞાનના અમૃતનું પાન કરાવતા હોય એ દશ્ય પણ કેવું મનોહર અને કલ્પનાદાયી છે! એ પ્રેરણાદાયી પળે વહેતી વાણીને આ નાની-શી પુસ્તિકામાં સંગ્રહી લેવામાં આવી છે. નોંધનું પુણ્ય કાર્ય સવિચાર સમિતિના મૂક સેવક શ્રી હરિભાઈ પંચાલે કર્યું છે. ' ' આ રીતે, પૂજ્યશ્રીનું પ્રવચન હજારો કેદીઓ સમક્ષ યોજીને જેલના વડા અધિકારી સાહેબે પણ સમાજ આગળ એક આદર્શ ખડો કર્યો છે.
(પ્રથમ આવૃત્તિ માંથી)
- શ્રી જય ભિખ્ખું
Page #5
--------------------------------------------------------------------------
________________
A
એક
નોંધ : તા. ૭-૩-૬૦ના દિવસે અમદાવાદ સાબરમતીની સેન્ટ્રલ જેલમાં હજારો કેદીઓ સમક્ષ આપેલું
એક યાદગાર પ્રવચન આ એક એવું પ્રવચન છે જેણે કેદીઓનાં હદયદ્વાર ખોલ્યાં હતાં. પ્રવચન જેમ જેમ આગળ વધતું ગયું તેમ તેમ કેદીઓનાં હદય દ્વવતાં ગયાં. છેલ્લો શિલરાજનો પ્રસંગ આવતાં તો કેદીઓની આંખો અશ્રુથી ભરાઈ આવી.]
Page #6
--------------------------------------------------------------------------
________________
- આજનો દિવસ એક રીતે તો મારા માટે પણ એક ચિંતનનો દિવસ છે. કારણ કે, આજે હું એક એવા સ્થાને આવ્યો છું કે જે સ્થાન મને વધારે ઊંડાણથી, વધારે ગહનતાથી અને વધારે સ્થિર તેમ જ સ્થિત બનીને વિચાર કરવા પ્રેરે છે. જીવનનાં કેટલાંએક સ્થળો જ એવાં હોય છે, કેટલીક ભૂમિ જ એવી હોય છે કે જે, માણસને જીવનના ગંભીર પ્રશ્નો તરફ દોરે છે.
'. આપણે જાણીએ છીએ કે સંયોગોની અસર, માણસના મન ઉપર કેવી તીવ્ર થાય છે. જ્યાં રંગ રાગનું વાતાવરણ ઊડતું હોય, જ્યાં ચારે બાજુ હાસ્યની મહેફિલો. જમી હોય, જ્યાં તોફાન અને ઉન્માદ ચાલતાં હોય, ત્યાં થઈને માનવી પસાર થતો હોય છે ત્યારે, તેની ઉપર પણ એ વાતાવરણની અસર થાય છે. -
એ જ માનવી કોઈક વાર દવાખાના પાસે થઈને પસાર થાય છે ત્યારે, વ્યથાથી પીડાતા બીમાર માણસોના ખાટલા ત્યાં જૂએ છે, એમની ચીસો સાંભળે છે, એમના આર્તનાદ સાંભળે છે, અને એના હદયમાં એક કરુણાપૂર્ણ વિચાર આવી જાય છે કે જીવન એટલે શું? આ જ?”
Page #7
--------------------------------------------------------------------------
________________
* બીમારીનું આ દશ્ય જેનાર માણસ, અન્ય કાળે ભલે ઉન્માદભર્યો હોય, તોફાનભર્યો હોય, ધરતીને ધમધમાવી ચાલતો હોય, પણ તે વખતે તો એ ત્યાં જરાક નરમ બને છે. એને વિચાર આવે છે કે આખરે માનવીની આ કાયા એ તો રોગનું ઘર છે. રોગો નથી આવ્યાં ત્યાં સુધી એ ઠીક છે. પણ એ આવે છે ત્યારે એ નથી જતું સત્તાધીશોને કે નથી જોતું શ્રીમતતોને, નથી જોતું મોટા માણસને કે નથી જોતું પહેલવાનને. એ વ્યક્તિને ઓળખવા બેસતું નથી, કે આ કોણ છે? એ તો જ્યારે આવે છે ત્યારે ભલભલાને આમ ઢાળી દે છે.
એવી જ રીતે લગ્નનો મંડપ હોય, લગ્નનાં ગીતો ગવાતાં હોય અને વૃદ્ધ માણસ પણ ત્યાં થઈને પસાર થાય તો તેના સ્મૃતિપટ પર ક્ષણભર તો પોતાના લગ્નના દિવસોની સ્મૃતિ આવી જાય છે, અને એ વૃદ્ધ પણ પળભર તો આનંદમાં અને આનંદનાં પેલાં ગીતોમાં તરબોળ બની જાય છે. આમ લગ્નનું પણ એક વિશિષ્ટ વાતાવરણ હોય છે.
એજ રીતે જેલનું પણ આગવું વાતાવરણ હોય છે, આંસુનું પણ એક મૌલિક વાતાવરણ હોય છે. હું માનું છું કે દવાખાનાના, લગ્નના, સંસારના અને
Page #8
--------------------------------------------------------------------------
________________
ઉન્માદના વાતાવરણ કરતાં, આ વાતાવરણ ઘણી રીતે જુદું છે, વિશિષ્ટ છે. વિચાર પ્રેરક છે.
' - અહીંના આ તોતિંગ દરવાજામાં જ્યારે હું પેઠો, ત્યારે મને પ્રથમ વિચાર એ આવ્યો કે અંદરના કેદીઓ જેવા, આપણે બધા પણ શું કેદીઓ જ નથી?
ખરેખર, કોઈક માણસ દીવાલની પાછળ કેદી છે, તો કોઈક વાસનાની પાછળ કેદી છે. વિચાર કરતાં સમજાય તેમ છે કે દીવાલની કેદ કરતાં, વાસનાની અને વેરની આ કેદ વધુ જબ્બર કેદ છે. - દીવાલની કેદમાંથી તો વર્ષો પછી પણ માણસની મુક્તિ થાય છે, પાંચ પચ્ચીસ વર્ષે પણ માનવી એમાંથી છૂટીને પોતાના ઘર ભેગો થાય છે, પરંતુ જે વાસનાની જેલમાં પૂરાયો છે, જે વેરનાં ઝેરની વૃત્તિઓની જંજીરમાં જકડાયો છે, તેને મુક્તિ મળવી, એ બહુ મુશ્કેલ વાત છે. એ જેલ અને એ જંજીર, સાચે જ માનવી માટે બહું જબ્બર અને જલિમ છે. " આ જંજીર એકલા સંસારી માટે અને સામાન્ય માનવી માટે જ મુશ્કેલ અને આકરી છે, એવું નથી. - સાધુઓ માટે પણ, અહંકાર અને સંપ્રદાયની વૃત્તિઓમાંથી છૂટવું એ એક બહુ આકરી તપશ્ચર્યા છે. અને એટલા માટે જ મહાપુરુષોએ કહ્યું છે કે
Page #9
--------------------------------------------------------------------------
________________
દુનિયામાં બીજી કેદ તો કયાંય નથી; ખરી કેદ જો હોય તો તે આપણા વિચારો અને આપણી વૃત્તઓની જ છે. આખરે, એક રીતે વિચાર કરીએ તો તમને આ કેદમાં ધકેલનાર પણ બીજું કોણ છે? તમારી વૃત્તિઓ, બેફામ વૃત્તિઓ જ ને?
આપણી જે અનિયંત્રિત વાસનાઓ છે, આપણાં જે ઉદ્દામ તોફાનો છે તેની ઉપર સંયમની કોઈ લગામ નથી. એથી, જ્યારે પ્રમાણ કરતાં એ વધારે બહાર આવે છે, ત્યારે એના ઉપર માણસ પોતે પણ નિયંત્રણ રાખી શકતો નથી; નિયંત્રણ કરવા માટે પોતે અસમર્થ બની જાય છે. ત્યારે બહારનું તત્ત્વ આવીને એનું એ નિયંત્રણ કરે છે.
સમાજને જો સુખેથી ચલાવવો હોય, સમાજમાં રહેલ પ્રત્યેક વ્યક્તિને નિર્ભય અને શાન્તિથી જીવવા દેવી હોય, તો સૌની અંદર રહેલી આવૃત્તિઓને નિયંત્રિત બનાવવી જ પડશે. વૃત્તિઓનો આ પ્રવાહ સંયમાત્મક બનીને વહેશે, તો જ સમાજ શ્રેયોમય - બનશે. બાકી તો જ્યારે વૃત્તિઓ ઉદ્દામ બની જાય છે, મુક્ત બની જાય છે, સ્વચ્છંદી બની જાય છે, એની ઉપર જ્યારે કોઈ પણ જાતનું પોતાનું નિયંત્રણ રહેતું
Page #10
--------------------------------------------------------------------------
________________
નથી. ત્યારે એ ઉદ્દામ વૃત્તિઓને નિયંત્રણમાં લાવવા માટે, સમાજ અને રાજ્ય વિચાર કરે છે અને એ રીતે, આવાં જુદાં જુદાં પ્રકારનાં બાહ્ય નિયંત્રણો એની ઉપર આવે છે. આ રીતે આવતાં બહારનાં નિયંત્રણોને આપણે જે કહીએ છીએ, દવાખાનાં કહીએ છીએ, અને અંદરનાં નિયંત્રણોને આપણે સંયમ કહીએ છીએ.
જે માનવી સંયમ વડે પોતાની વૃત્તિઓનું નિયંત્રણ કરી શકે છે, તેને કોઈ પણ માનવી, કોઈ પણ રીતે, કંઈ પણ કરી શકતું નથી, એને કોઈ પરાધીન પણ બનાવી શકતું નથી. આવો માણસ બંધાયેલો હોવા છતાં સ્વતંત્ર છે. એના પગમાં બેડીઓ હોય તો પણ, એ અનંત આકાશમાં ઉડનારો. સ્વતંત્ર માનવી છે. - આજે અહીં તમે જે સ્થળમાં છો ત્યાં, એક દિવસ મહાત્મા ગાંધીજી કેદી તરીકે હતા. બહારની દષ્ટિએ એ છે કે કેદી હતા, પરંતુ અંતરથી રાજી હતા. કારણ કે એમણે પોતાની વૃત્તિઓ પર સંયમ કેળવ્યો હતો. એ કહેતા કે હું જેલમાં નહિ, મહેલમાં છું. એટલે આપણે એ વિચાર કરવાનો છે કે આપણી વૃત્તિઓએ આપણને કેવા પરાધીન બનાવી દીધા છે! હું તો માનું છું કે અહીં બેઠેલો દરેક માણસ કેદી છે, અહીં બેઠેલો
Page #11
--------------------------------------------------------------------------
________________
દેરક માનવી પરાધીન છે, અહીં બેઠેલો દરેક માનવી આવી જંજીરોમાં પૂરાયેલો છે. આમ માનીને જ, અહીં બેઠેલા દરેક ભાઈ-બહેને આ પ્રવચન સાંભળવાનું છે.
આ પ્રવચન આ જેલના કેદીભાઈઓને માટે જ છે એમ ન માનશો, એ તો બધી જાતના કેદીઓ માટે છે. હું તો મારી જાતને-મને પોતાને પણ આવી વૃત્તિઓના કેદીઓમાંનો એક ગણું છું.
પણ એ ક્યા અર્થમાં કેદી . વેરમાં, વિચારોની સંકુચિતતામાં વૃત્તિઓમાં!
આ દેહની અંદર કેદ થયેલો આત્મા, શું શું નથી અનુભવતો? શું શું સહન નથી કરતો? .
આજે આપણે એ વિચારવાનું છે કે માનવ એટલે કોણ ? એની કેદ એટલે શું? એ કેદી કેમ બન્યો? અને આ ભયંકર કેદમાંથી હવે એ કેવી રીતે મુક્ત બની શકે?
* માનવ પાસે ત્રણ વસ્તુઓ છેઃ
એક છે દેહ, બીજુ છે મન અને ત્રીજો છે આત્મા. આપણા બધાયની અંદર આ ત્રણ વસ્તુઓ છેઃ દેહ, મન અને આત્મા. આ ત્રણેનો ખોરાક, આ ત્રણેનો સ્વભાવ, આ ત્રણેની તાસીર જુદા જુદા
Page #12
--------------------------------------------------------------------------
________________
પ્રકારની છે.
તનની તાસીર જુદી છે, મનની તાસીર જુદી છે અને આત્માની તાસીર જુદી છે. તનનો ખોરાક જુદો છે, મનનો ખોરાક જુદો છે, આત્માનો ખોરાક જુદો છે. પણ આપણે આ ખોરાકને જુદો પાડી શકતા નથી અને ભેળસેળ ચલાવી લઈએ છીએ; તેથી જ રોગ ઉત્પન્ન થાય છે. આપણે જો એને જુદાં પાડીએ તો આપણને ખ્યાલ આવે કે એ ત્રણમમાંથી કઇ ઘડીએ કોણ ખોરાક માગે છે અને કઈ ઘડીએ કોણ ખોરાક લે
છે.
તમે વિચારશો તો જણાશે કે માનવીનો દેહ વિષય-પ્રધાન છે, મન માનવતા-પ્રધાન છે, અને આત્મા દિવ્યતા-પ્રધાન છે.
માનવ, જ્યારે દેહ-પ્રધાન હોય ત્યારે પુદગલ પ્રધાન હોય છે; માનવ જ્યારે મન-પ્રધાન હોય છે ત્યારે એ માનવતાથી ભરેલો હોય છે; અને માનવ, જ્યારે આત્મ-સામ્રાજ્યમાં વિહરતો હોય છે, ત્યારે એ દિવ્યતા-પ્રધાન હોય છે. એટલે એનામાં આ ત્રણ તત્ત્વો પડેલા છેઃ એક તત્ત્વ પાશવતાનું, બીજું તત્ત્વ માનવતાનું અને ત્રીજું તત્ત્વ દિવ્યતાનું.
માનવીમાં જ્યારે દેહની વૃત્તિ જાગે છે, ત્યારે
Page #13
--------------------------------------------------------------------------
________________
વિષયોનું-પુદગલનું તત્ત્વ પ્રાધાન્ય લઈ લે છે. પરિણામ એ આવે છે કે દેહ જે માગે તે એને આપવા માટે, તે કામે લાગી જાય છે. અને પછી તો તમે જાણો છો કે એકવાર પાશવતાનું આ સામ્રાજ્ય જ્યાં છવાઈ જાય છે, પછી તો આ દેહ, પોતાની પાંચ ઈન્દ્રિયો દ્વારા ન કરવાનાં કામો કરે છે.
દાખલા તરીકે, માનવીએ આખે ન જવાનું જોયું અને પછી આંખની એ પિપાસા બુઝાવવા, ન કરવાનું કર્યું. માણસના આવા અનિયંત્રિત વ્યવહારને સમાજ સહી શકતો નથી. એટલે સમાજ એને પીટે છે, પકડે છે અને સરકારને આધીન કરી કહે છે કે, આ માણસે આંખને કાબૂમાં નથી રાખી, સમાજમાં એણે વ્યભિચાર અગર દુરાચારનો માર્ગ આદર્યો છે, એની આંખ કાબૂમાં આવે એટલા માટે, થોડા દિવસ એને આ દીવાલ પાછળ રાખો અને સજની લગામ દ્વારા એને ઠેકાણે લાવો.
આવી જ રીતે, કોઈને કંઈક ખાવાનું મન થાય છે. મીઠાઈ જોઈ એના મોંમાં પાણી છૂટે છે. તે વખતે એને તરત એમ થાય છે કે હું આ લઈ લઉં?” પણ જે એનામાં મનન હોય તો તેને તરત જ વિચાર આવે, કે મારી પાસે પૈસા ન હોય તો લેવાય જ કેમ?
Page #14
--------------------------------------------------------------------------
________________
આને બદલે, કોઈ માણસ એમ વિચાર કરે કે કંઈ નહિ, પેલો બહાર ગયો છે, લાવને થોડી મીઠાઈ લઈ લઉં!” અને એ લેવા જતાં જો એ પકડાય તો સમાજ કહેશે કે એની જીભ એના કાબૂમાં નથી, જીભનો દોરવાયેલો એનો હાથ એ લેવા જાય છે. એટલે, હાથના અને જીભના દોષથી એના દેહને દંડ મળે છે. આ રીતે જો આપણે વિચાર કરીશું તો આપણને આ સજા કરાવનારું કોણ છે, તે આપણને તરત જડી આવશે.
તમે જોઈ શકશો કે આપણી દેહજન્ય, અનિયંત્રિત વૃત્તિ જ આપણને આ સજ કરાવે છે, આપણા દેહમાં પડેલાં દાનવતાનાં લક્ષણો જ આપણને આમ હેરાન કરે છે. પણ આપણે જે એના ઉપર કાબૂ મેળવી શકીએ તો હું માનતો નથી કે દુનિયામાં આપણને પછી કોઈપણ હેરાન કરી શકે.
એટલે, આપણે એ વાતનું ધ્યાન રાખવાનું છે કે-આ પાંચ ઈન્દ્રિયો કે જે આપણા દેહનાં સાધનો છે, તેમની પાસેથી દેહ કામ લે છે. કોઈ વાર એ આંખ પાસેથી કામ લે છે. કોઈકવાર એ મોઢા પાસેથી કામ
છે, કોઈકવાર એ કાન પાસેથી કામ લે છે, * કોઈકવાર એ નાક પાસેથી કામ લે છે, અને
Page #15
--------------------------------------------------------------------------
________________
૧૦
કોઈકવાર એ હાથ પાસેથી કામ લે છે. આમ આ પાંચે ઈન્દ્રિયો, ખરી રીતે તો આપણામાં રહેલી વૃત્તિઓના માત્ર નોકરો છે.
બીજું તત્ત્વ છે-મન આ મનનું મૂળ લક્ષણ માનવતા છે. પરંતુ કોઈક વાર જ્યારે માનવીની માનવતા પોઢી જાય છે, ત્યારે મન અર્ધ-જાગૃત અવસ્થામાં હોય છે. એટલે કે, જીવનની એવી સીમા ઉપર એ હોય છે કે એ કાળે આ બાજુ ધક્કો વાગે તો આ બાજુ પડે, અને પેલી બાજુ જરાક ધક્કો વાગે તો તે બાજુ પડે. આમ, મન
જ્યારે જાગૃત ન હોય, મનની પાસે જ્યારે માનવતાનો વિવેક ન હોય, મન જ્યારે નિદ્રા-અવસ્થામાં હોય, તે વખતે પેલું પાશવતાનું તત્વ, મન દ્વારા કામ લેવા માંડે છે અને મન એ તરફ ઢળી જાય છે, અને વશ બની જાય છે.
• પણ જે લોકોની પાસે સારાં પુસ્તકોનું વાંચન છે, જે લોકોની પાસે મહાપુરુષોનાં વચનોનું બળ છે, જેમની પાસે સુંદર એવા વિચારો છે, તે લોકો જાગતા છે. તેમની ઈન્દ્રિયો જો એમની પાસે કાંઈ માંગણી કરશે તો એમનું મનન તરત જ કહેશેઃ “તારે જોઈએ
Page #16
--------------------------------------------------------------------------
________________
૧૧
છે એ વાત ખરી, પરંતુ તું જે રીતે લઈશ એ રીતે તો સજા મારે સહન કરવી પડશે, એટલે મારાથી એ નહિ બને.” આમ મનને જો એ સમજાવે, તો પેલી ઈન્દ્રિયો સમજી જશે કે આ માણસ તો જગે છે, એટલે આપણું અહીં નહિ ચાલે અને આમ એ આપોઆપ શાંન્ત થઈ જશે.
. એટલે સૌથી પહેલાં તો આપણે એ સમજી લેવાનું છે કે જે દેહ-જન્ય તત્ત્વો છે, તે પાશવતાનાં તત્ત્વો છે. એ જ્યારે જ્યારે તમારી પાસે કોઈ પણ જતની માગણી કરે ત્યારે તમે એને પૂછજો કે આ માગણી હું પૂરી તો કરું પણ એનું પરિણામ શું? તમે જો આટલો પ્રશ્ન એને કરશો તો તમે અવળે માર્ગે અટવાઈ જતાં અટકી જશો. એટલે કોઈપણ વિચાર આવે, તેને અમલમાં મૂકતા પહેલાં ગળતાં શીખો. જો તમે વિચારને ગળશો તો કચરો બાજુ પર સહી જશે અને વિચાર શુદ્ધ થશે. પછી તમે સમાજમાં કલ્યાણમય મંગલમય અને શાન્તિમય વ્યક્તિ બની જશો. પણ જો વિચારને ગળે નહિ અને આવેલા વિચારને તરત જ અમલમાં મૂકી દે તો એને અનેક ' હેરાનગતિ અને દુઃખ સહન કરવો પડે છે. ' . “મનકે હારે હાર હૈ, મન કે જિતે જીત
Page #17
--------------------------------------------------------------------------
________________
મન ચડાવે સ્વર્ગ મેં, મન બનાવે નીચ”
આત્માનો ખોરાક એટલે પ્રેમ, મૈત્રી, ક્ષમા, કાર્ય અને માધ્યસ્થ. પરંતુ આ આત્મા આજે એવી દીવાલની પાછળ કેદી છે કે એનો ખોરાક એને મળતો નથી. પાંચ ઈન્દ્રિયોનાં બારી બારણાંમાંથી જે ખોરાક આવે છે, તે જ એને આજે લેવો પડે છે. આ ખોરાક આત્માને સ્વસ્થ રહેવા નથી દેતો. એટલે આપણી પ્રથમ આવશ્યકતા એ છે કે કર્મકાંડ અને વૃત્તિઓની દીવાલમાં પૂરાયેલ, આત્માની દિવ્યતાને પુનઃ પ્રતિષ્ઠિત કરવી.
એ ન ભૂલતા કે જીવન એક દિવસ અહીં જ પૂરું થઈ જવાનું છે. તો તમે પૂછશો કે માનવી શા માટે અહીં આવેલો છે? એની જે દિવ્યતા છે, એનું જે પ્રકાશમય તત્ત્વ છે, એનું જે પ્રેમમય તત્વ છે તેને પૂર્ણ કક્ષાએ વિકસાવવા માટે જ માનવ અહીં આવ્યો છે.
આ તત્ત્વોને પૂર્ણ કલાએ વિકસાવવાની પ્રબળ ઈચ્છાવાળો માનવ, ભલે ગમે ત્યાં જીવતો હોય-એ કદાચ વનવગડામાં જીવતો હોય, એ કદાચ શહેરમાં જીવતો હોય, એ કદાચ ગામડામાં જીવતો હોય, એ કદાચ દીવાલોની પાછળ જીવતો હોય કે એ કદાચ દીવાલોની પાછળ જીવતો હોય કે એ કદાચ
Page #18
--------------------------------------------------------------------------
________________
૧૩
દીવાલોની બહાર આવતો હોય - આ દિવ્યતા વિકસાવવાનું કામ બધે ઠેકાણે શક્ય છે, એને માટે માત્ર જાગૃતિ ઈએ.
' માનવી જ્યાં હોય ત્યાં વસીને પણ પ્રેમ, ક્ષમા, કારુણ્ય, મૈત્રી, માધ્યસ્થ-આ બધા સદ્ગણોને ધીમે ધીમે કેળવવા માંડે તો ધીમે ધીમે દેહભાવમાંથી એ મુક્ત બનતો જય છે.
એક સાધુ હતા. એક ગામમાં એ વ્યાખ્યાન આપતા હતા. વ્યાખ્યાનોમાં, આત્મા અને દેહની એ વાતો કરતા, એટલે લોકો એમનું આ તત્ત્વજ્ઞાન રસપૂર્વક સાંભળતા હતા. એક શેઠ પણ દરરોજ એ સાંભળવા જતા. એમને ત્યાં એક સુંદર પોપટ હતો. પોપટને વિચાર આવ્યોઃ “મહારાજ બધાયને માટે મુક્તિની વાતો સંભળાવે છે, તો પછી મારી મુક્તિની વાત કેમ ન જાણી લઉહું પણ એક પિંજરામાં પુરાયેલું પંખી છું દેહમાંથી છૂટવાની વાત તો દૂરની થઈ, પરંતુ આ પાંજરામાંથી શી રીતે છૂટવું?”
* એટલે પેલા શેઠને કથામાં જતી વખતે પોપટે કહ્યું: “શેઠ, એક કામ ન કરો?’ • . શેઠ કહેઃ “શું?”
પોપટે કહ્યું: “તમે જાઓ ત્યારે પેલા સાધુને
Page #19
--------------------------------------------------------------------------
________________
૧૪ પૂછજો કે મુક્તિ કેમ પમાય? બંધનમાંથી છૂટાય કેમ? - પેલા શેઠે વિચાર કર્યોઃ “આવો વિચાર મને નથી આવતો અને પોપટને કેમ આવે છે?' . - શેઠને આજ સુધી ખબર નહોતી કે જેને વૃત્તિઓ જેલ જેવી લાગે છે, એમને જ છૂટવાનું મન થાય છે. જ્યારે કેટલાક ટેવાઈ ગયેલા લોકો તો દેહની કેદમાં રહેવામાં જ આનંદ માનતા હોય છે, એમને એ કેદ જ નથી લાગતી. પછી છૂટવાનો વિચાર આવે ક્યાંથી? . '
ભગવાન મહાવીર પોતાના રાજમહેલનાં વૈભવ અને સ્વજનોને છોડીને કેમ ચાલી નીકળ્યા? એટલા માટે જ, કે એમને લાગ્યું કે આ વૃત્તિઓની કેદ, બહુ આકરી વસ્તુ છે. એની જંજીરો બહુ કપરી હોય છે. એમાંથી છૂટવું એ જ માનવજીવનની અર્થ
છે, અને જે હું છૂટો થઈશ તો બીજને પણ એ માર્ગ . બતાવી શકીશ. એટલે રાગદ્વેષની કપરી કેદમાંથી
છૂટવા, એ દૂર દૂરના વનવગડામાં ગયા, અને દ્વેષ તેમ જ રાગની સાંકળોમાંથી છૂટવાની સાધના આદરી.
પેલા પોપટે પૂછાવેલો પ્રશ્ન લઈને શેઠ તો વ્યાખ્યાનમાં ગયા. સભા બેઠી હતી. સૌ ધ્યાનથી સાંભળતા હતા. વ્યાખ્યાન પૂરું થયું એટલે પેલા શેઠે
Page #20
--------------------------------------------------------------------------
________________
૧૫
સાધુ પાસે જઇને પૂછ્યું: ‘મહારાજ શ્રી! મુક્તિ કેમ મળે?' મહારાજે પૂછ્યું: ‘આ પ્રશ્ન કોનો છે? તમારો તો નથી જ લાગતો... તમને તો આવો પ્રશ્ન પૂછવાનું સૂઝે પણ ક્યાંથી? તમને તો તમારા વૈભવમાંથી કોઈ તમને મુક્તિ અપાવનાર મળે તો પણ તમને ન ગમે. કહો, આ પ્રશ્ન કોનો છે?' શેઠે કહ્યું: “મહારાજ! આ પ્રશ્ન મારો નથી; મારા પોપટનો છે.”
“શું કહ્યું? તમારા પોપટનો આ પ્રશ્ન છે?” આટલું સાંભળીને મહારાજ તો જ્યાં હતા ત્યાં જ ઢળી પડ્યા. એ મૂર્છા ખાઈને ઢળી પડ્યા એટલે શેઠે તો પંખો નાખ્યો; આ કર્યું ને તે કર્યું. એને થયું કે આ તે કેવો પ્રશ્ન? પ્રશ્ન સાંભળીને આ સાધુને શું થઈ ગયું? ...શેઠ તો ગભરાઈ ગયા. આ બધું શું થઈ ગયું? મહારાજને જરા ભાન આવતાં શેઠ તો ચાલતા થયા. એને એમ થયું કે લોકો જાણશે તો વળી કહેશે કે શેઠે મહારાજને બેભાન કરી દીધા, એટલે ખસી જાઉં... નકામો હું આ દુનિયામાં બદનામ થઈશ, એટલે ભાગ્યું. શેઠ તો નાઠા.
દુનિયામાં બધા લોકો ગુનો કરીને પછી છૂટી જવા માગતા હોય છે. પણ એમાંથી કેટલાક લોકો પકડાઈ જાય છે, અને કેટલાક લોકો નથી પકડાતા;
Page #21
--------------------------------------------------------------------------
________________
૧૬ " છતાં આખરે તો ચોર એટલે ચોર! અને આપણે અહીં બેઠેલામાંથી કોણ આવો ચોર નહિ હોય? આજે દુનિયામાં જે પકડાઈ જાય છે તે જ ચોર તરીકે ગણાય છે, અને જે નથી પકડાતા, તે શાહુકાર બનીને ફરે છે. આપણે બધા આજે પોતપોતાની જેલની દીવાલોમાં કેદીની જેમ બેઠા છીએ,
આપણે જો આવા છાનાં ગુનાઓ કર્યા હોય, તો આપણે પણ આપણી જાતે જ પંદરેક દિવસની સજા ખમવી જોઈએ. આપણે જઈને જેલસુપ્રિન્ટેન્ડન્ટને કહેવું જોઈએ કે “અમને પણ થોડા દિવસ માટે અહીં પૂરી રાખો. અમને પણ અહીં સજા ભોગવવા દો, કે જેથી અમે જ્યારે બહાર જઈએ ત્યારે અમને પણ ખ્યાલમાં રહે કે અમુક ગુનાઓ અમે કર્યા હતા, અને અમે અમુક સજા ખમી હતી. પણ લાગતું નથી કે કોઈ ઈચ્છાપૂર્વક, આવી સજાઓનો સ્વીકાર કરે. એટલે આ શેઠ પણ ગુનેગાર ઠરવાની બીકે નાસી
ગયા.
પેલા મહારાજ તો ભાનમાં જ હતા. પેલા શેઠગયા એટલે એ ઊભા થઈ ગયા. શેઠ ઘેર ગયા એટલે પોપટે પૂછ્યું: “શેઠ! મારો પ્રશ્ન પૂછ્યો?” એટલે શેઠ કહેઃ “અરે તારો પ્રશ્ન તો એવો અપશુકનિયાળ કે મેં
Page #22
--------------------------------------------------------------------------
________________
૧૭
સાધુને એ પૂછ્યો ત્યાં જ એ તો બેભાન થઈ ગયા... ન હાલે કે ન ચાલે. ખરેખર તારો પ્રશ્ન બહુ ખરાબ હતો."
પણ પેલો પોપટ તો સમજી ગયો કે એણે માગેલો ઉત્તર એમાં જ રહેલો છે. પછી તો સાંજ થઈ એટલે પેલા પોપટે પણ એમ જ કર્યું... આંખ બંધ કરીને એ ઢળી પડ્યો. ન ખાવાનું, ન પીવાનું, ન બોલવાનું-પાંજરામાં મડદા જેવો થઈને એ પડી રહ્યો. શેઠ બહારથી આવ્યા ને એને બેભાન જોયો. અને બોલાવવા માંડ્યા. “બોલ, રામ રામ” શેઠને પોતાને તો રામનું નામ નથી બોલવું પણ પેલા પોપટ પાસે એ બોલાવે છે.
શેઠે પેલા પોપટને બોલાવવાના ઘણા પ્રયત્ન તો કર્યો, પરંતુ એ તો ઢળી પડેલો હતો.
શેઠ વિચારમાં પડયા કે આ પોપટને શું થઈ ગયું છે? પાંજરામાં જોયું તો ખાવાનું એમને એમ હતું, પીવાનું પાણી પણ એમને એમ હતું.
શેઠને લાગ્યું કે પોપટે ખાધું નથી, પીધું નથી, એટલે નક્કી પોપટ મરી જ ગયો લાગે છે.
એટલે શેઠે પાંજરાનું બારણું ખોલ્યું અને મરેલો માની પોપટને ફેંકી દીધો - મરેલો પોપટ મારે શું
Page #23
--------------------------------------------------------------------------
________________
૧૮ કામનો ?” આ પોપટ જેવો બહાર ફેંકાયો કે એણે સ્વતંત્રતાનો શ્વાસ લીધો અને તરત જ એ પાંખો ફફડાવવા માંડ્યો.
શેઠ અચરજ પામ્યાઃ અલ્યા, શું થયું તને? પાછો જીવતો ક્યાંથી થયો?” ,
પોપટે કહ્યું : “સાહેબ, તમે પેલા ગુરુનાં વાકયોનો અર્થ નથી સમજ્યા! હું તમને એ જ બતાવવા માંગું છું કે મારા ગુરુએ તો મને એમ કહ્યું કે દુનિયામાંથી છૂટવાનો માર્ગ એ છે કે તમારી જે છૂટી ઈન્દ્રિયો છે, જે બળવાન ઈન્દ્રિયો છે, જે મુક્ત ઈન્દ્રિયો છે, એ ઈન્દ્રિયોને ઊંઘાડી દો, એ ઈન્દ્રિયોને કાબૂમાં લો.” અને એમ કહી મુક્ત પંખી ઊડી ગયું. '
આપણો આત્મા પણ આજે આમ દેહમાં પૂરાયેલો છે, કારણ કે એ ઈન્દ્રિયોના કહેવા પ્રમાણે નાચે છે, કૂદે છે અને તોફાને ચઢેલો રહે છે. એટલે આપણે જે આપણી ઈન્દ્રિયોને ગોપવીએ, ઉઘાડી દઈએ તો જ એ આપણા કલ્યાણનો માર્ગ બને. આપણી આંખ જો કહે કે મારે ખરાબમાં ખરાબ જોવું છે, તો આપણે કહી દેવું જોઈએ કે હું તને એ નથી જોવા દેવાનો.. આમ કરશો તો પછી ઈન્દ્રિયો તમને કોઈ બંધનમાં બાંધી શકશે નહિ.
Page #24
--------------------------------------------------------------------------
________________
૧૯
- આપણું મોટું જો કહે કે, મારે આ ખાવું છે ને તે - ખાવું છે, તો આપણે કહી દેવું જોઈએ કે હું તને એવું ગમે તેવું ખાવા દેવાનો નથી. જે ખાવાનું યોગ્ય હશે તે જ ખવાશે.
શરીર જે કહે કે મારે અમુક જાતના ભોગ જોઈએ છે. તો આપણે એને કહી દેવું કે તેની પ્રાપ્તિ માટે મારે નીચે ઉતરવું પડે એટલે તને એ નહિ મળે, કારણ કે દેહની વધુ સગવડો, આત્માના હિતમાં નથી હોતી.
.
. જ્યારે જ્યારે ઈન્દ્રિયો તમારી પાસે કોઈ માગણી મૂકે, ત્યારે તમે જો મનનથી ઈન્દ્રિયોને કેળવતા જશો તો તમે જોશો કે ઈન્દ્રિયો જેમ જેમ સંયમિત થશે તેમ તેમ આત્મા મુક્તિ અનુભવવા માંડશે, પ્રફુલ્લતા અનુભવશે.
આત્માને બાંધનારું તત્ત્વ, દુનિયામાં ક્યાંય નથી, એ તો આપણી અંદર પડ્યું છે. આપણી અંદર પડેલી વૃત્તિઓને આપણે સંયમિત કરી શકતા નથી એને પરિણામે જ આપણે હેરાન થવું પડે છે. આપણે જો આપણી વૃત્તિઓને કેળવી શકીએ, એને આજ્ઞાંકિત બનાવી દઈએ અને કહીએ કે તમારે અમારા કાબૂમાં રહેવાનું છે, તો કોઈનીય તાકાત નથી
Page #25
--------------------------------------------------------------------------
________________
૨૦ કે આપણી સામે કોઈ આંગળી પણ ઉચી કરી શકે. પરંતુ આપણે તો આજે વૃત્તિઓનું કહ્યું કરવામાં જ માનીએ છીએ, આત્માની વાતને અદ્ધરતાલ જેવી, માનીએ છીએ. ' .
- એક રીતે આ જેલ પણ એક જાતનું દવાખાનું જ છે. જે માણસ ખાવા પીવામાં ધ્યાન ન આપે અને જે તે અપધ્ય ખાય તો માંદો પડી, એ દવાખાનામાં જાય; તેમ જ માણસ પોતાની ઈન્દ્રિયોને કાબૂમાં ન રાખી, જેમ તેમ વર્તે તો એ આવી સરકારી જેલમાં જય. પછી એનો રોગ મટી જય, માણસ સ્વસ્થ અને તંદુરસ્ત થઈ જાય એટલે આ દવાખાનામાંથી એણે છૂટા થવાનું
વિચારી જૂઓ : જે માનવી ઈન્દ્રિયો અને મનને સાચવતો નથી, એને જ જેલ અને દવાખાનાંઓની સજા સહેવી પડે છે, બીજાને નહિ.
માણસને જ્યારે ક્રોધ આવે ત્યારે જો એ વિચાર કરે કે, હું મારા ઉપર ક્રોધને સવાર થવા નહિ દઉ, હું જ ક્રોધ ઉપર સવાર થઈશ. “ - અવિવેકી અને અણઘડ માણસને ક્રોધ આવે છે ત્યારે એના હાથમાં જ હોય છે તે લઈ એ સામાને છૂટું મારે છે. એમાં જો કોઈને વિચિત્ર રીતે વાગી જય
Page #26
--------------------------------------------------------------------------
________________
તો માણસ મરી પણ જાય છે. પછી પાંચ પચાસ માણસો ભેગા થઈ જાય છે, અને કહે છે કે “આ માણસે ખૂન કર્યું.”
જરાક વિચારો આ ખૂન કોણે કર્યું? માણસે? ના. માણસ ખૂન નથી કરી શકતો. માણસ ક્રોધમાં માણસાઈ ખોઈ બેસે છે ત્યારે ક્રોધના આ આવેશમાં ઘા કરે છે. ક્રોધ જ્યારે આવ્યો ત્યારે એને એ ડામી ન શક્યો, કાબૂમાં ન રાખી શક્યો, તો એ કોઈ માણસ ઉપર ચઢી બેઠો અને એને પરિણામે આખી જિંદગી સુધી એને સહન કરવું પડ્યું.
તમને કેદમાં પૂરાવનાર, બાળબચ્ચાંથી વિખૂટા પડાવનાર કોણ છે? આ તમારો ફોધ. એ આવે ત્યારે આપણે જો કાબૂ રાખીએ, એ આવે ત્યારે આપણે નીડર બનીને એને કહીએ કે તું આવ્યો તો ભલે આવ્યો, પરંતુ તેને હવે બહાર નીકળવા દેવો કે નહિ, એ તો મારા હાથની વાત છે ને! તને બહાર નહિ જવા દઉં, “ઉવસમેણ હણે કોહ” - ઉપશમથી ક્રોધને હણો. ક્રોધ આવે ત્યારે કેવો વિકૃત થઈ જાય છે! એની આંખ લાલ થાય. દાંત કચકચાવે. મૂઠી વાળી મારવા દોડે - આ બધો ક્રોધનો આવિષ્કાર છે.
અને આવો ઢોધ કોને નથી આવતો?
Page #27
--------------------------------------------------------------------------
________________
૨૨
જ્ઞાનીઓને પણ આવે છે, અને બીજાને પણ આવે છે. પણ જ્ઞાની ત્યારે કહે છે કે આવ્યો છે તો ભલે આવ્યો, પણ હવે જરા નીચે બેસી જા; તું આવ્યો છે તે મેં જોયો. જો બહાર નીકળીશ તો અમને બધાને તું હેરાન કરી મૂકીશ. આમ જ્ઞાનીઓ પોતાના ક્રોધને સમજાવે છે, સમજથી ક્રોધ નીચે બેસી જાય છે, શમી જાય છે. - આપણા માનનું પણ આવું છે. “હું મોટો”નો સવાલ ઘણો ઉત્પાત મચાવે છે. ગામમાં, એક માનવી પોતાને મોટો માનતો હોય ને કોઈક બીજો માણસ વાત વાતમાં એને કહે “તું-શેનો મોટો?” તો એમાંથી કદાચ ભડકો થાય, બોલાચાલી થાય, મારામારી થાય, એના હાથમાં હોય તેનો એ છૂટો ઘા કરે અને એમાંથી કદાચ ભયાનક પરિસ્થિતિ પણ સર્જાય. .
એટલે આપણે જોયું કે અંદરથી પેલો “હું” આવે છે અને બધે અંધાધૂંધી ફેલાવે છે. “હું મોટોના સવાલમાંથી એવી મોટી ધમાલ ઊભી થઈ જય છે કે ઘણી વખત તો એમાંથી ગામના સરપંચ કે પંચનાં માથાં પણ ઊડી જાય છે.
આવે વખતે સરકારના માણસ આવીને કહે છે કે ભાઈ, હમણાં તમે જરા જરા માંદા થઈ ગયા છો;
Page #28
--------------------------------------------------------------------------
________________
૨૩
હમણાં તમને માનનો રોગ લાગુ પડ્યો છે, એટલે
જ્યાં સુધી તમારો એ રોગ મટે નહિ, ત્યાં સુધી-થોડા દિવસ-હવે તમે આ જેલમાં બેસો, કે જેથી તમારો ક્રોધ, તમારા અહંનો આવેશ જરા નીચે બેસે. •
' આવી જ રીતે તમને કદાચ એમ થાય કે આ - માણસ પાસે આવી સરસ વસ્તુ છે, તો મારી પાસે પણ એવી સરસ વસ્તુ હોવી જોઈએ. આવે વખતે માણસમાં લોભનો રોગ આવે છે. આ રોગ આવે છે એટલે અમૂક વસ્તુ મેળવવાની માણસને તાલાવેલી જાગે છે. એ મળે તેમ ન હોય, એના તકદીરમાં ન હોય, એ માટેના સંજોગો ન હોય તોય એ લોભી માણસ તો એમ જ વિચારવાનો કે ગમે તેમ કરીને એ પડાવી લઉ મેળવી લઉ ને ભોગવું.
આ રીતે પડાવી લેવાનો વિચાર લોભનો છે; લોભ આગેવાન બને છે ત્યારે પાંચેપાંચ ઈન્દ્રિયો એની સાથે કામે લાગી જાય છે. આંખ ચારે બાજુ જુએ છે કે કોઈ જોતું તો નથી ને? કાન ધ્યાન રાખે છે કે કોઈ આવતું તો નથી ? હાથ સળવળે છે કે ઝટ લઈ લઉં? પગ ઉતાવળ કરે છે કે લઈને ઝટ ભાગી જાઉં. આમ એ બધાય ત્યાં કામે લાગી જાય છે. આ બધું કોના કહેવાથી? પેલા લોભના કહેવાથી.
Page #29
--------------------------------------------------------------------------
________________
લોભના કહેવાથી વસ્તુ પડાવી લેવા જનાર : જ્યારે પકડાઈ જાય છે, ત્યારે દંડ કોને મળે છે? આ શરીરમાં વસેલા આત્માને, ગગનવિહારી આપણા ચૈતન્યને.
' . - આપણા શરીરમાં ક્રોધ, માન, માયા લોભ વગેરે બધાં બેઠાં છે, પણ એ બરાબર સંતાઈને, અને આપણાં પોતીકાં થઈને બેઠાં છે. માણસ તેમને જોઈ શકતો નથી, અને તેથી એ પોતીકાં જ આપણને છેવટે હેરાન પરેશાન કરી નાખે છે. * ,
એટલે મિત્રો! આપણે હવે વિચાર કરવાનો છે કે આપણું આ માન, આપણો લોભ, આપણી માયા, આપણો ક્રોધ-જે બધાં આપણામાં ઘર કરીને બેઠાં છે તેને દૂર કેમ કરવાં.
આ બધાં પાશવી તત્ત્વો છે. એ પાશવી તત્ત્વો માનવીમાં બેસી જઈને એની પાસે એવાં ખરાબ કામ કરાવે છે કે અંદરનું આપણું દેવત્વ પોતાના દૈવત્વને ક્ષણભર ભૂલી જાય છે.
- આ તત્ત્વજ્ઞાન સમજાવે છે કે વૃત્તિઓ આપણા કોબૂમાં હોય છે ત્યારે આપણે મહાત્મા છીએ. એ જ વૃત્તિઓ છુટ્ટી અને અનિયંત્રિત હોય છે ત્યારે આપણે પાપાત્મા બનીએ છીએ.
Page #30
--------------------------------------------------------------------------
________________
ઈજિઓનું સંવરણ કરી, વૃત્તિઓને શાન કરી સ્વને પૂછીએ કે “અત્યારે હું કોણ છું?” મહાત્મા કે પાપાત્મા? આ સમજવા માટે મને એક વાત યાદ આવે છેઃ 1. કાશીરાજ અને કોશલરાજની આ વાત છે.
કાશીરાજ મોટો રાજવી હતો ને કોશલરાજ નાનકડો રાજવી હતો. કોશલલરાજ આમ તો નાનકડો રાજવી હતો, પરંતુ એની પાસે અંદરની સુંદરતા, દિવ્યતા વિશેષ હતી. એ રાજા, રાજ્ય કરવા કરતાંય, લોકોની અંદર સૂતેલ દિવ્યતાનું રક્ષણ કરવામાં વધુ માનતો હતો. પોતાના ચિત્તની ચીમની કદી ય કાળી ન થાય એની સંભાળ રાખી એ મૈત્રીના પ્રકાશમાં જીવતો.
એના રાજ્યમાં પ્રેમ, મૈત્રી, ક્ષમા, કારુણ્ય, વાત્સલ્ય આદિ ગુણો એણે એવાં ફેલાવી દીધાં હતાં કે સૌ કોઈ મુક્ત કંઠે કહેતુંઃ “રાજા હોય તો આવો જ હોય.” - માણસના સદ્દગુણો કદી છાના રહેતા નથી. માનવીના દિલમાં જે સુવાસ હોય છે એ કાંઈ ઢાંકી
Page #31
--------------------------------------------------------------------------
________________
રહેતી નથી. એ તો બહાર આવે છે, અને તેની પ્રશંસાની સુગંધ ચારે બાજુ પ્રસરી જાય છે. . - કાશી રાજ શક્તિ, સંપત્તિમાં ઘણો મોટો રાજવી હતો. એ વિચાર કરે છે કે રાજ્ય મારું મોટું, સત્તા મારી મોટી, સંપત્તિ મારી મોટી, અને વખાણ થાય કોશલરાજનાં? એ કેમ ચાલે?
પણ કાશીરાજને ભાન નહોતું કે લોકો પૈસાને માન નથી આપતા અને આપતા હશે તો ય કદાચ બહારથી, ઉપર ઉપરનું આપતા હશે. પરંતુ અંતર તો સાચું નમે છે, સદગુણને-સત્કર્મને.
. માનવીમાં રહેલું ચૈતન્ય-દિવ્ય તત્વ તો સદ્દગુણને નમે છે. એ સદ્દગુણનું ભક્ત છે, કાશીરાજે જોયું કે એના પ્રજાજનો પણ કોશલરાજાના જ ગુણો ગાય છે, એટલે એ અકળાયો. એને થયું, આ કોશલરાજને હવે વચ્ચેથી ટાળી નાખવો જોઈએ. • આ અહંના મદમાં મોટું સૈન્ય તૈયાર કરી એણે કોશલરાજ ઉપર ચઢાઈ કરી. આ વખતે કોશલરાજે પોતાની પ્રજાને બોલાવીને કહ્યું: “મિત્રો, પ્રજાજનો, હું. તમારામાંનો જ એક છું. અને એ રીતે તમારામાં પ્રેમ, કારુણ્ય, દયા, મૈત્રી અને વાત્સલ્ય ફેલાવવાનો મારો ધર્મ હતો અને તે મુજબ હું કરતો હતો. પણ
Page #32
--------------------------------------------------------------------------
________________
૨૭
કાશીરાજને એવું મન થયું છે કે આ કામ હવે એ આવીને કરે; એટલે જો કોઈ બીજાં આવીને આવું સારું કામ કરતું હોય તો મારે એને એ સોંપવું જોઈએ; આથી હું હવે છૂટો થાઉં છું. મારે લડીને અને પ્રજાનું લોહી રેડાવીને રાજ્ય નથી કરવું.” આ એક નાનકડી વાર્તાનો તમે વિચાર કરો. એમાં ક્ષમા અને પ્રેમની વાત રહેલી છે. આપણા આત્મામાં જે દિવ્યત્વ પડ્યું છે, એની આ વાતમાં ઓળખાણ છે.
પ્રજાજનો તો રાજાની આ વાત સાંભળીને કહે:
“રાજન્, તમારે માટે, તમારી ખાતર તો અમારાં માથાં આપવા અમે તૈયાર છીએ. હુકમ આપો. અમે કાશીલરાજ સામે લડી લઈએ.”
કોશલરાજે કહ્યું: “મિત્રો! પ્રેમ અને ક્ષમા કોઈ દિવસ કોઈનાં માથાં માગતાં નથી. એ તો પ્રેમથી પોતાનું અર્પણ કરે છે.
“જેને રાજ્ય જોઈતું હોય, જેને સત્તા જોઈતી હોય એ રાજા માથાં માગેઃ મારે કાંઈ જોઈતું નથી. હું તો તમારો સેવક હતો.”
Page #33
--------------------------------------------------------------------------
________________
૨૮
પ્રજાની આંસુભીની આંખો વચ્ચે થઈ કોશલરાજ રાજ્ય છોડીને ચાલ્યા ગયા. કાશીરાજના હાથમાં સત્તા આવી. એમણે .રાજ્યની લગામ પોતાના હાથમાં લીધી. પોતાની ખૂબ વાહ વાહ થાય, એવા ઘણા ઘણા પ્રયત્નો એણે કરવા માંડ્યા.
એક દિવસ મોડી રાતે, છૂપા વેષે એ ફરવા નીકળ્યા. લોકો એને માટે શી વાતો કરે છે, એ જાણવાની એને ઈચ્છા જાગી. એણે એક સ્થળે બે ચાર માણસોને વાતો કરતા સાંભળ્યા: કોશલરાજ જેવો બીજો રાજવી જગતમાં થવાનો નથી. એની ક્ષમા, એનો પ્રેમ, એની કરુણા-એ તો ખરેખર અદ્ભુત હતાં.
કાશીરાજ વિચાર કરે છેઃ “મેં રાજ્ય લઈ લીધું, મેં સત્તા છીનવી લીધી, છતાં રાત્રિના હ્રદયમાં જેમ ચંદ્ર વસે છે એમ, પ્રજાના હ્રદયમાં હજી કોશલરાજ જ વસે છે, મને તો કોઈ જ સંભારતું નથી.”
માણસના મોઢાને બોલતું કરવું હોય તો થોડાક રૂપિયા ફેંકશો તો એ બોલતું થઈ જશે. કીડિયારું ભેગું કરવું હોય તો મૂઠ્ઠીભર ખાંડ બસ છે. પરંતુ આપણે તો દિલને બોલતું કરવાનું છે.
t
66
કોઈ માણસના દિલને બોલતું કરવું હોય તો પ્રેમ અને સેવા, મૈત્રી અને ક્ષમા, અહિંસા અને
Page #34
--------------------------------------------------------------------------
________________
૨૯
ત્યાગ, આ છ વસ્તુઓ જોઈએ. આ છ સદ્દગુણો માનવીના દિલને બોલ, ગાતું કરી દે છે. કોશલરાજના સદ્દગુણોએ પ્રજાના, માનવીના મન પર કાબૂ મેળવેલો હતો. - કાશીરાજથી આ સહન થયું નહિ. એટલે સવારમાં પાછા આવીને એણે હુકમ કર્યો. “જે કોઈ માણસ કોશલરાજને જીવતો અગર મરેલો હાજર કરશે, એને એક હજાર સોનામહોર ઈનામ આપવામાં આવશે.” એણે મનમાં નક્કી કર્યું કે કોશલરાજનું માથું દુનિયામાંથી ઊડાડી દેવું, એનું અસ્તિત્વ જ મિટાવી દઉં પછી તો દુનિયામાં મારી જ નામના થશે ને! . - સાદાઈથી સ્વાશ્રયી શ્રમભર્યું જીવન વીતાવવા કોશલરાજ તો રાજ્યમાંથી ચાલી જઈ, જંગલમાં લાકડાં ફાડે છે. લાકડાના ભારા લઈ જઈ વેચે છે. પાંચ પચીસ પૈસા લાવે છે, અને સંતોષથી જીવન યાત્રા ચલાવે છે. એની રાણી એટલા બનાવે છે. કોઈ ભૂખ્યો અને આંગણે આવે તો તેને બટકું આપીને પછી એ બેઉ જણ પ્રેમથી ખાય છે, અને શાનિથી રહે છે. રાજા એક વાર રાણીને પૂછે છે: “કહો રાણી, આપણે સુખી છીએ કે દુઃખી?”
Page #35
--------------------------------------------------------------------------
________________
૩૦
રાણી કહે છેઃ આપણે દુઃખી શાનાં? આ સુંદર પ્રકૃતિ પથરાયેલી છે, આ શીતળ ઝરણાં વહે છે, નિર્દોષ હરણાં છે, વૃક્ષોનો સુંદર છાંયડો છે, શરીરને પોષવા માટે રોટલો મળી રહે છે, દેહ ઢાંકવા માટે વસ્ત્ર છે, બાકી માનવીને વધું શું જોઈએ?”
રાણી જાણતી હતી કે બહારના સાધનો તો લોકોને રાજી કરવા માટે છે, બાકી શરીરને પોષવા માટે રોટલો હોય, ઢાંકવા માટે વસ્ત્ર હોય અને બેસવા માટે ઓટલો હોય, તો બહુ થઈ ગયું.
જે માણસોને બીજી ઘણી વસ્તુઓ જોઈએ છે, એ હેરાન પરેશાન થાય છે. પછી એને માટે એ ભગવાનને છેતરે છે, આત્માને છેતરે છે, દેશને છેતરે છે, માનવતાને છેતરે છે, અને વસ્તુઓના સંગ્રહનો મોટો ઢગલો કરે છે.
પત્નીનો જવાબ સાંભળી કલરાજ રાજી થયા; એમણે કહ્યું : “ખરેખર, આપણે સુખી છીએ. તારા જેવી શાણી, પ્રેમાળ અને શીલવતી સહચરીથી હું વધારે સુખી છું. આપણે વળી બીજું શું જોઈએ?”
- પતિ-પત્ની બેય જણાં આમ વાત કરે છે, એટલામાં કોઈક કઠિયારો આવે છે અને કહે છેઃ “ભાઈ, આજે ગામમાં એક ઢઢેરો પિટાયો છે, તમે એ
Page #36
--------------------------------------------------------------------------
________________
૩૧
સાંભળ્યો કે નહિ?”
“કોશલરાજે પૂછ્યું: “શેનો ઢંઢેરો પિટાયો છે?” જવાબ મળ્યો : “કોશલરાજને લાવી આપે એને એક હજાર સોનામહોર મળશે.”
શબ્દો કાનમાં પડતાં વેંત જ કોશલરાજને મનમાં વિચાર આવ્યોઃ “અરે, મારી હજુ પણ એક હજાર મહોર જેટલી કિંમત છે! ઠીક છે, કો'કવાર જરૂર પડશે ત્યારે આપણે એ પણ વટાવી લઈશું.”
જે માણસ પ્રેમથી જીવનારો હોય છે, એનું જીવન ગગનમાં ઊંચે રહેલાં વાદળ જેવું હોય છે. એ વર્ષે છે, અને ધરતી અને દુનિયા નવપલ્લવિત થઈ જાય છે. જે લોકો દુનિયામાં અમર બનવા આવ્યા હોય છે એ લોકો જાણે છે કે દુનિયાની બધી વસ્તુઓ હોવા છતાં પણ, આપણે જે ચૈતન્ય છે, આપણો જે આત્મા છે, એ વધુ મહાન વસ્તુ છે. એટલા જ માટે કોશલરાજે મનથી નક્કી કર્યું કે અવસર આવશે ત્યારે આ પણ વટાવશું. - એ તો ઈચ્છે છે કે એવો દિવસ ક્યારે આવે કે મરતાં મરતાં પણ કોઈકના કલ્યાણમાં હું નિમિત્ત બની જાઉં. જીવનમાં કોઈકનું કલ્યાણ કરી જવું એ દિવ્યતાની વૃત્તિ છે. બીજાનું ખાઈ જવું એ દાનવ
Page #37
--------------------------------------------------------------------------
________________
૩૨
વૃત્તિ છે. આપણા જીવનઘરમાં ડાબે પડખે. અને જમણે પડખે આ બન્ને વૃત્તિઓ બેઠી છે. દિવ્યતા પણ અહીં છે, દાનવતા પણ અહીં છે. કોઈને શોધવા માટે બીજે કયાંય જવાની જરૂર નથી. પ્રત્યેક માનવીના મનની અંદર આવો એક દેવતા બેઠો છે.
પરિણામે. જેના મનની અંદર દેવતા બેઠો છે એ વિચાર કરે છે કે એવી ઘડી ત્યારે આવે કે પોતાના જીવનને આપી દઈને પણ અન્યના જીવનને શાનિ આપીએ?
શુભભાવમાં રમતા કોશલરાજ દિવસો પસાર કરે છે. વિચાર કરો કે એક રાજવી વનવગડામાં જાય છે, પોતાના કુટુમ્બને છોડે છે, બધાયથી વિખૂટો પડીને જીવે છે. શા માટે? પ્રેમ માટે, ક્ષમા માટે, કાર્યો માટે અને અહિંસા માટે.
. અંતે એક દિવસ એક દૂરનો માણસ ચાલ્યો ચાલ્યો ત્યાં આવે છે. લાકડાનો ભારો લઈને જતાં કોશલરાજને એણે પૂછ્યું: “કઠિયારા ભાઈ, કોશલ દેશનો રસ્તો કયો?
કોશલરાજે પૂછ્યું : “કેમ ભાઈ? શું કામ છેએનું?” પેલો કહે : “મારે કૌશલ દેશમાં જવું છે અને મહારાજ કોશલરાજને મળવું છે.
Page #38
--------------------------------------------------------------------------
________________
૩૩
કોશલરાજને આશ્ચર્ય થયું : “કોશલરાજને મળવું છે? તારે વળી એમનું તે એવું શું કામ છે?”
એ કહેઃ “હું બહુ ગરીબ છું. મારા પર દેવું ઘણું થઈ ગયું છે. મારી પાસે ખાવાનું નથી. એમાં વળી મારી દીકરીનાં લગ્ન આવ્યાં છે, અને મારે એક સો સોનામહોર જોઈએ છે. મેં એમ સાંભળ્યું છે કે કોશલરાજ એવા ઉદાર છે કે કોઈને ય ખાલીહાથે પાછા કાઢતા નથી. એટલે મારે કોશલરાજની પાસે મદદ માંગવા જવું છે. મને કોશલ દેશનો રસ્તો બતાવો ને . '
કોશલરાજ. આ શબ્દો સાંભળીને વિચારવા લાગ્યા : અહો, મારા નામે આટલો આટલો પંથ ખેડીને જે માણસ આવે છે, એ જો ત્યાં જઈને સાંભળશે કે કોશલરાજ તો છે નહિ તો એને કેટલો વિષાદ થશે? કેટલી નિરાશા આવશે? ખરેખર, આને માટે મારે કંઈક કરવું જોઈએ. એણે લાકડાનો ભારો નીચે મૂકી દીધો અને કહ્યું: ચાલ ભાઈ, તારે સો સોનામહોર જોઈએ છે ને? હું તને હજાર સોનામહોર : અપાવું.”
“ી શું હજાર સોનામહોર”
Page #39
--------------------------------------------------------------------------
________________
કોશલરાજે કહ્યું: “હા” પેલાએ કહ્યું: “તો હું ધન્ય ધન્ય થઈ જઈશ.”
ઉતાવળે પગલે કોશલરાજ રાણી પાસે આવ્યા અને કહ્યું: “રાણી, હવે હું જાઉં છું. મને રજા આપો”. રાણી કહે : “ક્યાં જાઓ છો?” તો કહે : આ માણસને સો સોનામહોર જોઈએ છે. એ બિચારો દુઃખી છે. ખાવાનુંય એની પાસે નથી, એ મારા નામે આવેલો છે. મારા માટેનું હજાર સોનામહોરનું ઈનામ હું એને અપાવી દઉં, એટલે એનું કલ્યાણ થશે. આખર તો આ દેહ એકવાર ખતમ થવાનો જ છે ને! આમે ય એને એકવાર બાળી તો નાખવાનો જ છે ને ! તો પછી કોઈનું ભલું કરીને મરી જાઉ એમાં જ ખરો આનંદ નથી? રાણી! મને રજા આપો.”
રાણીની આંખમાં આંસુ આવ્યાં. એણે કહ્યું : વાહ! વાહ! મારા પતિ, અર્પણનું આવું સંગીત સર્જે એને હું સ્વાર્થ અને મોહથી બેસૂરું કેમ બનાવું? સ્વામિનાથ! તમારા આ કાર્યમાં હું શુભેચ્છા પાઠવું છું. જરૂર પડે તો હું પણ બલિદાન આપીને કોઈકનું કલ્યાણ કરીશ, સિધાવો, તમને મારી વિદાય છે.”
કોશલરાજ પેલાને લઈને કાશીરાજની સભામાં
Page #40
--------------------------------------------------------------------------
________________
૩૫ ગયા. કાશીરાજ સભામાં બેઠેલ છે, ત્યાં કોશલરાજ જઈને ઊભા રહે છે, અને નમન કરે છે. કાશીરાજ પૂછે છેઃ “ક્યાંથી આવે છે તું?” માથે ધૂળ ચોંટેલી છે, કપડું ફાટેલું છે, કઠિયારાના વેશમાં છે. આજે એના પર રાજવીનો તાજ કે આકાર નથી એટલે કાશીરાજ એને ઓળખતો નથી. પૂછે છે “તું કોણ છે?” કોશલરાજે કહ્યું : “જેને માટે તમે હજાર સોનામહોરનું ઈનામ જાહેર કર્યું છે તે હું પોતે. હવે આપ એક હજાર સોનામહોર આ માણસને આપો અને આપને જે જોઈએ તે લઈ લ્યો.”
“તમે કોણ કોશલરાજ?..” કાશીરાજ આવ્યો બની સિંહાસન પરથી ઊભો જ થઈ ગયો. “હું તમે પોતે કોશલરાજ? અને તમે જાતે જ શું માથું આપવા અહીં આવ્યા છો? આમ શા માટે?” કોશલરાજે નમ્રતાથી કહ્યું: આ માનવી ગરીબ છે, નિર્ધન છે, એને ધન જોઈએ છે, જ્યારે બીજી બાજુ તમારે મારું માથું જોઈએ છે. મારે કોઈક દિવસ મરવાનું તો છે જ, પરંતુ ગમે તેમ વનમાં મરી જાઉં એનાં કરતાં, મરતાં મરતાં પણ જો અન્યને સહાયક થઈને મરી જાઉ તો હું - એમ સમજીશ કે જીવનની છેલ્લી પળ પણ પ્રકાશમાં પૂરી થઈ. આપ આ માથું લો અને આ માનવીને
Page #41
--------------------------------------------------------------------------
________________
૩૬ એક હજાર સોનામહોર આપી દો.” * *
દુનિયામાં એવો કોઈ માનવી નથી કે જેનું હદય કદી ન પીગળે. એવી કોઈ રાત નથી, જેમાં એક પણ તારો ન હોય. આખરે તો કાશીરાજ પણ માનવી હતો. કાશીરાજનું હદય પીગળી ગયું. “કોશલરાજ! તમે ધન્ય છો.” કાશીરાજ સિંહાસન છોડી પાસે આવ્યા અને એકદમ કોશલરાજને પ્રેમભીના નયને ભેટી પડ્યા.
ખરેખર, કોશલરાજ! તમે મહાન છો. આજ સુધી તો તમારું નામ જ મેં સાંભળ્યું હતું, પરંતુ આજે મેં તમારી મનાવતા પ્રત્યક્ષ જઈ; તમારામાં રહેલી દિવ્યતાનાં મેં દર્શન કર્યા. હવે મને લાગે છે કે હું ક્યાં
“તમારી ઉદારતા, તમારી ક્ષમા, તમારું કારુણ્ય, તમારો પ્રેમ ખરેખર અદ્ભુત છે. આજે આ માટે, તમારી માનવતાને હું નમું છું. તમે આ સિંહાસન ઉપર બેસો.
“મારે હવે આ સિંહાસનને શું કરવું છે? એના વિના પણ હું સુખી છું.” કોશલરાજે કહ્યું. “ઈચ્છા તો એવી છે પ્રજાજન બનીને સૌની સેવા કરું. વિચારી જોયું કે દુનિયામાં કરોડપતિને પણ એક દહાડો
Page #42
--------------------------------------------------------------------------
________________
૩૭
સ્મશાનમાં સૂવાનું છે, અને ઝૂંપડામાં રહીને સંતોષથી રોટલો ખાનારને પણ એ જ સ્મશાનમાં સૂવાનું છે. આ ગરીર્મી-અમીરી તો થોડા દિવસની- મનની વાત છે. માનવી જન્મે છે ત્યારે ઉઘાડો આવે છે, જાય છે ત્યારે પણ એ દશામાં જ હોય છે. વચ્ચેનું આ બધું મન અને માન્યતાનું તોફાન છે, અને આ તોફાન પણ આખર તો પૂરું થવાનું જ છે. આ સમજ પછી મારે રાજ્ય સત્તાનો મોહ શો?” - કાશીરાજ સાચા સમજભર્યા હદય પરિવર્તનથી દ્રવિત થઈ કોશલરાજને પ્રેમથી ફરી ભેટી પડે છે. બને મિત્રો બને છે. ક્ષમા અને પ્રેમની સુરભિ સર્જાય છે. ભગવાન મહાવીરના જમાનામાં આ પ્રસંગથી એક નવી હવા પ્રસરે છે.
જગતે ત્યારે એવું માનવી માનવનું દિલ, અર્પણ અને નિર્દભ ત્યાગથી જીતી જાય છે.
આપણો કલાક હવે પૂરો થયો છે. બીજી વધારે મોટી તત્ત્વજ્ઞાનની વાત તો શું તેડું? મને તો એટલો જ વિચાર આવ્યો કે શાનિથી એકાદી વાત કરું, જે વાત તમારા મગજમાં રહે અને જ્યારે તમારે ઘેર પાછા. જવાનો વખત આવે ત્યારે, તમે એ વાતને સાથે લેતા જવ. તમે જ્યારે ઘેર જશો ત્યારે તમારા મગજમાં
Page #43
--------------------------------------------------------------------------
________________
૩૮
બીજી પણ કેટલીક વાતો હશે; થોડાક માણંસો તરફ તમને દ્વેષ પણ હશે; જેમણે તમને અહીં મોકલ્યા એમાંથી કોઈકે સાક્ષી આપી હશે, કોઈકે સહકાર આપ્યો હશે, તે બધાની સામે તમારા દિલમાં દ્વેષ હશે, કટુતા હશે, વેર લેવાની વૃત્તિ હશે. તમને એમ પણ હશે કે જેણે જેણે મને જેલ મોકલવામાં સાથ આપ્યો તે બધાની બહાર જઈને ખબર લઉં, અહીંથી છૂટ્યા પછી એનો પણ દહાડો બરાબર સરખો કરું.
મોટા ભાગે માનવીનું મન આવા રાગદ્વેષમાં જ સદાય રમતું હોય છે, અને એમાં તમે પણ કંઈ અપવાદ નથી. પણ હું તમને એમ કહું કે આને બદલે તમે વિચાર કરો કે તમને અહીં મોકલનાર એ માણસો નથી, એ સાક્ષીઓ નથી, એ સરકાર નથી, કે એ પોલિસ પણ નથી. તમને અહીં મોકલનાર તો જીવનમાં રહેલી તમારી પોતાની પાશવતા છે. એ ન ભુલશો-કે વ્યક્તિ પ્રત્યે વેર રાખશો તો વેરથી વેર વધશે; તમે એ ડાઘને પ્રેમથી ધોઈ, અને અહીંથી બહાર જજો. આ બધું વિચારીને તમે પણ કોશલરાજના જેવો પ્રેમ કેળવો. જ્યારે તમે અહીંથી જાવ ત્યારે મનને ધોઈને જો; નિર્મળ કરીને જો; અને અહીંથી જાવ ત્યારે અહીંની ભેટ તરીકે તમે
Page #44
--------------------------------------------------------------------------
________________
૩૯
વાત્સલ્ય, પ્રેમ, કરુણા અને ક્ષમા, અહિંસા, દયા, સેવા અને સદ્ભાવના લઈને જજો, અને જે લોકો તમને અહી મોકલવામાં ભાગ ભજવી બેઠા હોય તેમને કહેજો, કે અમે ત્યાં જઈને એવો એક મંત્ર લઈને આવ્યા છીએ કે તમને અમે ક્ષમા આપીએ છીએ; તમે અમારા માટે જે કર્યું હોય તે ભલે કર્યું, પરંતુ અમે તો હવે તમારા માટે ભલું જ કરવા ઈચ્છીએ છીએ.
અહિં તમારે ત્યાં હું મોટરમાં બેસીને નથી આવ્યો અને તમને ઉપદેશ દઈને મોટરમાં ભાગી જવાનો પણ નથી. પદયાત્રા કરીને અહીં આવ્યો છું, આ આઠ માઈલના પ્રવાસનું મહેનતાણું, બીજું કાંઈ નહીં, માત્ર મારી આ વાત તમે યાદ રાખો; કોશલરાજનાં પ્રસંગની યાદ દિલમાં સંગ્રહી રાખજો.
અહીંથી છૂટા થાઓ અને પછી પ્રસંગ ઊભો થાય ત્યારે, તમે તમારા મગજમાં ફરી કદી એવી કલ્પના ન લાવશો કે - કાશીરાજની જેમ-ફલાણાએ મને હેરાન કર્યો છે. તમે તો કોશલરાજ બનજો અને સર્વને ક્ષમા આપજો. આમ કરશો તો તમે અનુભવશો કે તમારા આત્મામાં જે પેલું દિવ્યત્વ પડ્યું છે એ કેવી સુંદર રીતે ખીલી ઊઠે છે! એમ ન માનશો કે આવા
Page #45
--------------------------------------------------------------------------
________________
૪૦
દિવ્યત્વનો દાવો, માત્ર ભણેલાઓનો છે, આવાં દિવ્યત્વનો દાવો ડીગ્રીવાળાઓનો છે; દિવ્યત્વનો દાવો સાધુઓનો છે, કે આવા દિવ્યત્વનો દાવો કોઈ સત્તાધીશોનો જ છે. એ અધિકાર માનવ માત્રનો છે.
બાકી તો બધાંય વૃત્તિઓના ગુલામ છે, પરાધીન છે. બધાએ એમાંથી જ છૂટવાનું છે, જે આત્મા એમાંથી છૂટે છે એ દિવ્ય બને છે. એટલે આ દિવ્યત્વ આ માનવ-જીવનમાં જ વિકસાવવાનું છે. આપણે આજે જોયું કે માનવ-જીવનનું સર્જન, ત્રણેના એકીકરણમાંથી થયું છે. આ ત્રણ એટલે દેહ, મન . અને આત્મા.
દેહથી દાનવતા જીતીએ. મનથી માનવતા પ્રગટાવીએ. *
આત્મા ચૈતન્યથી-દિવ્યતા માણીએ. એક છેડે પાશવતા છે, બીજે છેડે દિવ્યતા છે. આપણે પાશવતામાંથી છૂટી દિવ્યતા ભણી પ્રયાણ કરવાનું છે. વચ્ચે આપણી માનવતાનો પુલ છે, સેતુ છે. આપણે સૌએ એ માર્ગે પ્રગતિ કરવાની છે અને દિવ્યત્વનું જે તેજ છે, તેનો જીવનમાં સાક્ષાત્કાર કરવાનો છે.
આપણી આ નાનકડી પાંચ પચાસ સો વર્ષની
Page #46
--------------------------------------------------------------------------
________________
૪૧
જિંદગી છે તેમાં, આપણે દિવ્યત્વની ઝાંખી કરીએ એ આપણું મુખ્ય કાર્ય છે. માનવીની અંદરનો જે પ્રકાશમય ખંડ છે, તે સદા બંધ હોય છે. એ ખંડને ઉઘાડવાની ચાવી એટલે આ પ્રેમ, આ મૈત્રી. તમે સૌ એ ચાવી લગાડો અને જુઓ કે અંદરનો ખંડ ખૂલી જાય છે કે નહિ? એના પ્રકાશથી તમે આનંદિત થાઓ છો કે નહિ એ ખંડમાં દિવ્યતાનું એવું સરસ સામ્રાજ્ય છે, એ ખંડમાં એવી સરસ પ્રકાશની જ્યોત છે, કે જે માનવી જીવનમાં મૈત્રી કેળવે છે તે જ એનો એ અહલાદ અનુભવી શકે છે, એને માણી શકે છે. જેમણે એ પ્રકાશને દીઠો નથી, એ જ દાનવતામાં રમી રહ્યા છે. -
તમે એ ખંડ ખોલો. એ ખંડ બીજે ક્યાંય નથી, તમારા મનની અંદર જ છે. આજે આપની સમક્ષ જે થોડીક વાતો કરી તે વાતોને ખૂબ ગંભીરતાથી, પૂરી શાનિથી, કરુણાથી વિચારજો.
આનો વધુ વિચાર કરતાં તમને જણાશે કે દુનિયામાં જાતજાતનાં સંગીત છે, પણ આ માનવતાનું સંગીત, દિવ્યતાનું સંગીત મૈત્રી અને ક્ષમાનું સંગીત પણ વિશ્વમાં લાવવાની જરૂર છે-જો આપણે પૃથ્વીને સ્વર્ગ બનાવવી હશે તો. અહીં બેઠેલા
Page #47
--------------------------------------------------------------------------
________________
૪૨
આટલા બધા બાંધવોમાંથી કોઈક બાંધવને પણ આ વાત સ્પર્શશે, તો હું સમજીશ કે મને આજના શ્રમનું મારું પૂરું મહેનતાણું મળી ગયું છે. હું પણ આજના દિવસને મારા જીવનનો ધન્ય દિવસ, એક મંગળમાં મંગળ દિવસ સમજીશ. એટલે, આજના દિવસ માટે કોઈ મારો આભાર ન માને, કારણ કે મને અહીં લઈ આવનારનો જ હું ખરો આભારી છું. - એકબીજાની સાથે આપણે વાતો થઈ આપણે એક બીજાને મળ્યા. દૂર દૂરના માનવો એક બીજાની સાથે મળે, એક બીજા સાથે માનવતાની વાત કરે, એવી તક અપાવનારનો આપણે આભાર માનવાનો છે. ક્ષમા અને મૈત્રીની વાત જીવનમાં ઉતારી આપણે એક બીજાનો આભાર માનીએ.
તમારી વિદાય લેતાં અને તમારાથી દૂર જતાં, મને વૃત્તિઓની કેદ સાંભરે છે. તમે થોડાં વર્ષો પછી આ કેદમાંથી છૂટી જશો, પણ જીવનની વૃત્તિઓની કેદમાંથી છૂટવું અતિ કઠણ છે. એ જેલમાંથી આપણે સો કેમ જલદી છૂટીએ, એ ભાવ જાગૃતિના આ પ્રકાશમાં માનવીને જાગે તો આજનો આ પ્રસંગ અવિસ્મરણીય ધન્ય થઈ જાય.
Page #48
--------------------------------------------------------------------------
________________
ઝાંખી
જન્મ તખતગઢ
આંતરરાષ્ટ્રીય પ્રતિષ્ઠિત તત્ત્વચિન્તક, પ્રવક્તા અને લેખક પૂજ્ય શ્રી ચિત્રભાનુજીનો રાજસ્થાનમાં વિ.સં. ૧૯૭૮ના શ્રાવણ શુક્લ બીજના દિવસે થયો હતો. એમનો વિદ્યાકાળ ટુમકુર અને બેંગલોરની મહાવિધાલયમાં પૂરો થયો હતો. સ્વજનના મૃત્યુના આઘાતથી વીસમે વર્ષે એમના પિતાશ્રી સાથે મુનિ થઈ, યોગ અને શાસ્ત્રોના અભ્યાસ સાથે ગામડે ગામડે હજારો માઈલ પગપાળા ફરી અહિંસા અને કરુણાભાવ ભરી લોકજાગૃતિ આણી.
અંતરના અવાજને અનુસરી ૧૯૭૦માં જીનીવા દ્વિતીય આદ્યાત્મિક શિખર પરિષદમાં હાજરી આપી જૈન ધર્મના સિદ્ધાન્તોની અંજય ઘોષણા કરી. ૧૯૭૧માં સંપ્રદાયનો ત્યાગ કરી ગૃહપ્રવેશ કર્યો અને સ્ટેટ યુનિવર્સિટી ઑફ ન્યૂયૉર્કમાં સર્વધર્મ સમન્વયના પ્રાધ્યાપક બન્યા.
૧૯૮૧માં સેન્ડીએગોના સાગર તટે એમને દિવ્ય આત્મસાગાત્કાર થયો. આ •અલૌકિક અનુભૂતિમાં એ વ્યક્તિમાંથી સમષ્ટિના વિશ્વમાનવ બન્યા.
હાલ તેઓ જૈન મેડીટેશન ઈન્ટરનેશનલ સેન્ટરન્યૂયૉર્ક, મેડિટેશન સેન્ટર-ટોરેન્ટો, દિવ્ય જ્ઞાન સંઘ-ભારત, વેજિટેરિયન સોસાયટી-મુંબઈના પ્રમુખ સ્થાપક અને
Page #49
--------------------------------------------------------------------------
________________
આધ્યાત્મિક માર્ગદર્શક એવા વિશ્વમાનવ તરીકે અમેરિકા, કેનેડા, ઈંગ્લેન્ડ, યુરોપ, આફ્રિકા, સિંગાપુર અને જાપાન વગેરે પ્રદેશોમાં અહિંસા, અનેકાન્તવાદ અને આધ્યાત્મિકતાના પ્રચાર અને પ્રસારથી હજારોં નરનારીઓને પ્રબુદ્ધ કરી રહ્યા છે. - એમના અભ્યાસ અને અનુભવથી નીતરતાં એમણે અનેક પુસ્તકો લખ્યાં છે. એમાંય અતિ લોકપ્રિયતા પામેલ ચેતના ત્રિવેણી કહી શકાય તેવાં ત્રણ પુસ્તકોને તો વિદેશમાં વિશાળ વાચક વર્ગ સાંપડયા છે. આ પુસ્તકો છેઃ (૧) રીયલાઈઝ વૉટ યુ આર (૨) સાયકૉલૉજી ઑફ એન્વાઈટનમેન્ટ, (૩) વેલ્ડ કૅસેટસ્ ઑફ રિયાલિટી-જે ન્યૂયૉર્કમાં પ્રકાશિત થયાં છે, અને એમના દરેક સેન્ટરમાંથી મળે છે. - આ “ત્રીસ દિવસની ત્રીસ વાતોમાં એક દ્રષ્ટિ ભર્યો સંકેત છે, અને ચિત્ત પર અસર કરી જાય એવી સૂક્ષ્મતા છે. આ ટચૂકડી વાર્તાઓ કણમાં મણ કે બિદુમાં સિંધુ જેવી
- દિવ્ય શાન સંઘ
Page #50
--------------------------------------------------------------------------
________________ પૂજ્યશ્રી ચિત્રભાનુજી લિખિત અન્ય ગુજરાતી અને અંગ્રેજી પુસ્તકો... ધર્મજીવનના અજવાળા જીવન માંગલ્ય સાધનાનું સૌન્દર્ય પ્રતિબિંબ 30 દિવસની, 30 વાતો પ્રતિબિંબ (હિન્દી) Realize What You Are (Published in New York) Psychology Of Enlightenment (Published in New York) Twelve Facets of Reality (Published in New York) Man With A Vision Philosophy of Soul and Matter Ten Day Into Sell Bondage Print Reflectio gyann Parable a day સાગર આર્ટ પ્રિન્ટર્સ | મુંબઈ